એ આલીશાન બુલેટપ્રૂફ ટ્રેનમાં શું-શું છે જેમાં કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાથી રશિયા ગયા છે?

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ટ્રેનથી રવાના થતા કિમ જોંગ ઉનનો ફાઇલ ફોટો

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન મંગળવારે સવારે રશિયા પહોંચી ગયા છે.

સમાચારો મુજબ કિમ રશિયાના પોર્ટ વ્લાદિવોસ્તૉકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.

સોમવારે દક્ષિણ કોરિયાના મીડિયાએ એક સરકારી અધિકારીને તાકીને સમાચાર આપ્યા હતા કે કિમ જે બખ્તરબંઘ ટ્રેનનો ઉપયોગ કરીને વિદેશી પ્રવાસ કરે છે તે પ્યોંગયાંગથી રવાના થઈ ચૂકી છે.

આ કોરોના મહામારી પછીની તેમની પ્રથમ વિદેશ યાત્રા છે.

બીબીસી ગુજરાતી

કિમની બુલેટપ્રૂફ ટ્રેન

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, REUTERS

એક અમેરિકી અઘિકારીએ બીબીસીના અમેરિકી સહયોગી સીબીએસને કહ્યું હતું કે પુતિન અને કિમ યુક્રેનના યુદ્ધ માટે લીધેલાં હથિયારોની ડીલની શક્યતાઓ પર ચર્ચા કરશે.

કિમ 2019માં પોતાની ગઈ વિદેશ યાત્રામાં પુતિનની સાથે પોતાના પહેલા શિખરસંમેલન માટે વ્લાદિવૉસ્તોક જ ગયા હતા.

તેમની આ યાત્રા તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સાથે પરમાણુ ડિસએગ્રીમેન્ટ ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ થઈ હતી. તે સમયે તે ટ્રેનથી વ્લાદિવૉસ્તોક ગયા હતા.

એવી ચર્ચા છે કે કિમની ટ્રેનમાં ઓછામાં ઓછી 20 બુલેટપ્રૂફ કાર લાદવામાં આવી છે. જેનાથી એનો ભાર સામાન્ય ટ્રેનો કરતાં વધી જશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કારણથી તે 59 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ઝડપે નહીં દોડી શકે. એવામાં વ્લાદિવૉસ્તોકની તેમની યાત્રા પૂર્ણ થવામાં દસ દિવસ લાગી શકે છે.

કિમ જોંગ ઉનને 1180 કિલોમીટરની આ યાત્રા પૂર્ણ કરવામાં 20થી વધુ કલાક લાગશે. આ ટ્રેન ભારે બખ્તરબંધ સુરક્ષાના કારણે અંદાજે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો તેની સરખામણીમાં લંડનની હાઇ સ્પીડ ટ્રેનની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક તો જાપાનની બુલેટ ટ્રેનની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક છે.

કિમની ટ્રેનનું નામ તાઇયાંધો છે. આ શબ્દ સૂર્ય માટે ઉપયોગમાં થતો કોરિયન શબ્દ છે. જેને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઈલ સુંગ સાથે પણ જોડાય છે.

લાંબા અંતરની યાત્રા ટ્રેનથી કરવાનો રિવાજ કિમ જોંગના દાદા કિમ ઈલ સુંગે શરૂ કર્યો હતો. તે વિયતનામ અને પૂર્વ એશિયાના દેશોની યાત્રા પર પોતાની ટ્રેનથી જ જતા હતા.

કહેવાય છે કે કિમની આ વૈભવી ટ્રેનની સુરક્ષામાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત રહે છે. તેઓ ટ્રેનના રૂટ અને તેની વચ્ચે આવતા સ્ટેશનોની બોમ્બ અને અન્ય ખતરાને લઈને તપાસ કરે છે.

કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી સાશન કર્યું હતું. તેઓ હવાઈ યાત્રાથી ડરતા હતા. તે માટે જરૂરી હોય ત્યારે તેઓ ટ્રેનથી જ યાત્રા કરતા હતા.

તેમણે પુતિન સાથે બેઠક કરવા માટે 2001માં મૉસ્કો જવા દસ દિવસની યાત્રા કરી હતી. એ યાત્રામાં રશિયાના સૈન્ય કમાન્ડર કૉન્સ્ટેટિન પુલિકોવ્સ્કી કિમ જોંગ ઈલની સાથે હતા. તેમણે પોતાના સંસ્મરણો 'ઓરિએંટ ઍક્સપ્રેસ'માં આ ટ્રેન અંગે વિસ્તારથી જણાવ્યું છે.

બીબીસી ગુજરાતી

કિમ જોંગ ઉનની ટ્રેન

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2019ની યાત્રા સમયે ટ્રેનની તપાસ કરતા ઉત્તર કોરિયાના અધિકારી

તેઓ પોતાના પુસ્તકમાં લખે છે " આ ટ્રેનમાં રશિયા, ચીની, કોરિયન, જાપાની અને ફ્રાંસીસ વ્યંજનોમાંથી કોઈ પણ વ્યંજન ઑર્ડર કરવો શક્ય હતો. પુતિનની અંગત ટ્રેનમાં પણ 'કિમ જોંગ ઈલ'ની ટ્રેન જેવો આરામ ન હતો."

ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર 2011માં ટ્રેનના ઍન્જિનમાં યાત્રા દરમિયાન હાર્ટ અટૅકથી કિમ જોંગ ઇલનું મૃત્યુ થઈ ગયું હતું.

નવેમ્બર 2009માં દક્ષિણ કોરિયાના અખબાર 'ચોસુન ઇલ્બો'એ દાવો કર્યો હતો કે બખ્તરબંધ ટ્રેનમાં અંદાજે 90 ગાડીઓ હતી. પીળી પટ્ટીવાળી લીલા રંગની આ ટ્રેનમાં કૉન્ફરન્સ રૂમ, દર્શકકક્ષ અને બેડરૂમ પણ હતો. જેમાં બ્રીફિંગ માટે સૅટેલાઇટ ફોન અને ટીવી પણ લગાવાયા હતા.

કિમ જોંગના પિતા કિમ જોંગ ઇલ પણ હવાઈ મુસાફરીને નાપસંદ કરતા હતા.

જોંગ ઇલ વર્ષ 2002માં ત્રણ અઠવાડિયા માટે રશિયાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે તેમની સાથે મુસાફરી કરનારા એક રશિયન અધિકારીએ તેમને આ ટ્રેન વિશે જણાવ્યું હતું.

આ ટ્રેનમાં દુનિયામાં સૌથી મોંઘી વાઇન મળતી હતી અને બારબેક્યૂની વ્યવસ્થા પણ હતી. ટ્રેનમાં ભવ્ય પાર્ટીઓ થતી.

કિમ જોંગ ઇલે આ ટ્રેનમાં આશરે 10થી 12 વખત વિદેશ પ્રવાસ ખેડ્યા હતા. મોટાભાગે તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો.

'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બેઇજિંગમાં દેખાયેલી આ રેલગાડીમાં 11 ડબ્બા હતા અને દરેક ડબ્બાનો રંગ લીલો હતો.

ટ્રેનની બારીઓ પર ટિન્ટેડ ગ્લાસ હતા, જેથી બહારથી કોઈ એ ન જોઈ શકે કે ટ્રેનમાં કોણ સવાર છે.

આ રેલગાડી વિશે જે કંઈ જાણકારી છે તે ગુપ્ત રિપોર્ટ, ટ્રેનમાં સવાર થઈ ચૂકેલા અધિકારીઓના નિવેદન અને મીડિયાના દુર્લભ કવરેજ પર આધારિત છે.

દક્ષિણ કોરિયાની વર્ષ 2009ના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, જોંગ-ઉન માટે હાઈ સિક્યૉરિટી ધરાવતા આશરે 90 કોચ તૈયાર રહે છે.

રિપોર્ટના આધારે, કિમના પિતા કિમ જોંગ ઇલના જમાનામાં તેઓ ગમે ત્યારે મુસાફરી કરતા તો ત્રણ ટ્રેન એક જ ટ્રેક પર દોડતી.

તેમાં એક ઍડવાન્સ્ડ સિક્યૉરિટી ટ્રેન, કિમની ટ્રેન અને ત્રીજી ટ્રેન અતિરિક્ત બૉડીગાર્ડ અને સપ્લાયની રહેતી.

બીબીસી ગુજરાતી

સુરક્ષા માટે બુલેટપ્રૂફ કોચ

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, REUTERS

ટ્રેનમાં દરેક ડબ્બો બુલેટપ્રૂફ હોય છે. તે સામાન્ય રેલ કોચની સરખામણીએ ખૂબ વધારે ભારે હોય છે.

કિમ જોંગ ઉનને સુરક્ષા પ્રદાન કરવા માટે ટ્રેનની ઉપર સૈન્ય હેલિકૉપ્ટર તેમજ વિમાન ઉડાન ભરતા હતા.

વધુ એક ચોંકવનારી વાત એ છે કે ઉત્તર કોરિયામાં અલગઅલગ 22 રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે માત્ર અને માત્ર કિમ જોંગ-ઉનના વ્યક્તિગત ઉપયોગમાં લેવાય છે.

બીબીસી ગુજરાતી

ટ્રેનની તસવીરો અને વીડિયો

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, YOUTUBE

ઉત્તર કોરિયાનું સરકારી મીડિયા ક્યારેક ટ્રેનની અંદર સવાર પોતાના સર્વોચ્ચ નેતાની તસવીરો તેમજ વીડિયો જાહેર કરે છે.

વર્ષ 2015માં આ જ ટ્રેનના એક કોચમાં કિમ જોંગ-ઉન એક લાંબા સફેદ ટેબલ પર બેઠા જોવા મળ્યા હતા. આ દૃશ્ય કૉન્ફરન્સ રૂમ જેવું હતું.

વર્ષ 2011માં જાહેર થયેલા આ જ પ્રકારના વીડિયોમાં તેમના પિતા પણ આ જ રીતે બેઠા અને વાત કરતા જોવા મળ્યા હતા.

જૂના વીડિયોમાં ફ્લૅટ સ્ક્રીન ટેલિવિઝન જોવા મળ્યું હતું અને નવા વીડિયોમાં લેપટૉપ પણ જોવા મળ્યું હતું.

કિમ જોંગ-ઉન અંગે નવેમ્બર-2015માં રોજ બ્રિટિશ દૈનિક 'ધ ગાર્ડિયન'માં રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે જ્યારે તેઓ દેશની અંદર પણ પ્રવાસ પર હોય છે તો કાફલામાં એક મોબાઇલ ટૉઇલેટ હોય છે.

બીબીસી ગુજરાતી

શા માટે ડર રહે છે?

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઉત્તર કોરિયામાં 1997થી 1999 સુધી ભારતના રાજદૂત રહી ચૂકેલા જગજીત સિંહ સપરાએ તેનો જવાબ આપ્યો હતો, "ડર તો છે. કિમ જોંગ-ઉન જ નહીં, પરંતુ તેમના પિતા અને દાદા પણ સુરક્ષાની બાબતમાં ખૂબ સતર્ક રહેતા હતા.

"કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ- ઇલ જ્યારે પણ મોસ્કો અને બીજિંગ ગયા તો પ્લેન નહીં, પણ ટ્રેનમાં જ જતા."

સપરાએ કહ્યું, "કોઈ પણ દેશના શાસક વિમાનના બદલે ટ્રેનથી વિદેશ પ્રવાસ કરે, તેનાથી જ આપણે સમજી શકીએ છીએ કે તેઓ પોતાની સુરક્ષા મામલે કેટલા સતર્ક હતા.

"ઉત્તર કોરિયાનો હવાઈ સંપર્ક માત્ર ચીન સાથે છે."

"બેઇજિંગથી પ્યોંગયાંગ અઠવાડિયામાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જો તમારે ઉત્તર કોરિયા જવું હોય તો પહેલાં બેઇજિંગ જવું પડે."

સપરાએ કહ્યું કે કિમ જોંગ ઉનના દાદા કિમ ઇલ-સૂંગે માત્ર એક વખત વિમાનથી ઇન્ડોનેશિયાનો પ્રવાસ કર્યો હતો.

તેમણે કહ્યું, "સમગ્ર દેશ તો ઍલર્ટ પર રહે છે. ઉત્તર કોરિયા અને કોઈ દેશ વચ્ચે પીસ ઍગ્રીમેન્ટ (શાંતિના કરાર) નથી.

"આથી, તેઓ પોતાની સુરક્ષા મામલે ડરેલા રહે છે. અત્યારે એ દેશમાં જેટલો હોબાળો છે, તેનો સંબંધ અસુરક્ષા સાથે છે."

બીબીસી ગુજરાતી

કિમ જોંગ ઉનનું ખાનગી જેટ

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, AFP

ટ્રેન સિવાય કિમને અન્ય વૈભવી ટ્રાંસપોર્ટનાં સાધનો મારફતે પણ ફરતા જોવાયા છે. આ ઉત્તર કોરિયાના ગરીબ લોકોની જીવનશૈલીથી બિલકુલ અલગ છે. કિમે સ્વિટ્ઝર્લૅન્ડના બૉર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એવામાં કિમ જોંગ ઉન માટે હવાઈ યાત્રા કોઈ નવી વાત નથી.

સત્તા સંભાળ્યા બાદ 2018માં તેમણે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા કરી હતી. તે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે ડેલિયન શહેર ગયા હતા. સમાચારો અનુસાર ઉત્તર કોરિયામાં યાત્રા કરવા માટે તેઓ પોતાના ખાનગી જેટનો ઉપયોગ કરે છે. જે જહાજથી તેઓ ચીન ગયા હતા તે રશિયામાં બનેલું છે.

કિમના આ ખાનગી જેટમાં અત્યાધુનિક સુવિધાઓ અપાઈ છે. જેમાં કામ કરવાની અને બેસવાની તસવીર આવતી રહે છે. કિમની બહેન કિમ યો જોંગે 2018માં ઑલિમ્પિક માટે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે દક્ષિણ કોરિયાની યાત્રા કરી હતી.

દક્ષિણ કોરિયાના મીડિયા યોનહપ મુજબ આ જહાજની ઓળખ તેના નંબર 'PRK-615'થી થાય છે. આ નંબર કદાચ બન્ને દેશો વચ્ચે 2000માં કરાયેલા કરાર 15 જૂન ઉત્તર-દક્ષિણ સંયુક્ત જાહેરાતનો પ્રતીકાત્મક સંદર્ભ છે.

બીબીસી ગુજરાતી

કિમ જોંગ ઉનની વૈભવી કાર્સ

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કિમે માર્ચ 2018માં ચીનની રાજધાની બેઇજિંગની યાત્રા ટ્રેનથી કરી હતી. પણ શહેરની અંદર યાત્રા કરવા માટે તેમણે પોતાની મનપસંદ મર્સિડીઝ-બેંઝ એસ ક્લાસનો ઉપયોગ કર્યો હતો.

દક્ષિણ કોરિયાના અખબાર 'જોંગઅંગ ઇલ્બો' મુજબ આ કાર ખાસ ટ્રેનમાં મૂકીને લવાઈ હતી. અખબાર મુજબ 2010માં બનેલી આ કારની કિંમત અંદાજે બે અરબ કોરિયન વાન (1.8 મિલિયન ડૉલર) છે.

કિમની આ મનપસંદ મર્સડીઝ-બેંઝ એસ ક્લાસ મૉડલ પનમુનજોમમાં 2018માં થયેલા આંતર-કોરિયન શિખરસંમેલન દરમિયાન પણ દેખાઈ હતી. આ દરમિયાન તેમણે અંગરક્ષકો સાથે સરહદ પાર કરી હતી.

તેમના કાફલામાં એક ટૉયલેટ કાર પણ સામેલ હતી. સોલની એક વેબસાઇટ 'ડેલીએનકે'એ સમાચાર આપ્યા હતા કે કિમના બખ્તરબંધ ગાડીઓના કાફલામાં એક ખાસ રીતે તૈયાર કરાયેલું બાથરૂમ પણ હતું.

બીબીસી ગુજરાતી

કોણ છે આ રહસ્યમય જહાજના માલિક?

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ કિમની બોટ, સબમરીન, બસો અને ત્યાં સુધી કે તેને લિફ્ટની સવારી કરતા પણ દર્શાવ્યા છે.

સરકારી મીડિયાએ મે 2013માં સૈન્ય સંચાલિત માછલી પકડવાના એક સ્ટેશનની તેમની યાત્રાનાં દૃશ્યો પ્રકાશિત કર્યાં હતાં. એન કે ન્યૂઝને તેની પાછળ એક બોટ દેખાઈ હતી.

આ બોટને લઈને કોઈ સ્પષ્ટ પુષ્ટિ નથી થઈ. પણ તેની અંદાજિત કિંમત આશકે સાત મિલિયન ડૉલર છે. સવાલ એ છે કે વૈભવી સામાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતા તેની આયાત કેવી રીતે કરાઈ હતી? તેની કિંમતોને જોતા અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ કિમ જોંગ ઉનને તેના સંભવિત માલિક ગણાવ્યા છે.

વર્ષ 2015માં વૉશિંગટનના રેડિયો ફ્રી એશિયાએ જણાવ્યું હતું કે એક સંશોધકે દક્ષિણ પ્યોંગ પ્રાંતમાં એક તળાવના કિનારે કિમના નિવાસસ્થાને એક નવું હેલીપેડ શોધી કાઢ્યું. આ સંશોધક યુએસ કોરિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૉન હાપકિંસ સ્કૂલ ઑફ એડવાંસ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીમાં કામ કરતા હતા. મમાનવું હતું કે આ હેલિપેડનો ઉપયોગ કિમ, તેમનો પરિવાર અને અન્ય મહેમાન કરે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images