You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંજુ સેમસન વિરાટ કોહલીનું આઈપીએલ જીતવાનું સપનું રોળી શકશે?
- લેેખક, સંજય કિશોર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે
આઈપીએલ 2024ની પ્લે ઑફ ટીમ નક્કી થઈ ગઈ છે. ક્વૉલિફાયર-1માં પૉઇન્ટ ટેબલની ટૉપ બે ટીમો કલકત્તા નાઇટરાઇડર્સ (કેકેઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામે મંગળવારે યોજાશે.
એલિમિનેટર મૅચ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બુધવારે રમાશે. બન્ને ક્વૉલિફાયર મૅચો અમદાવાદમાં રમાશે. આઈપીએલની ફાઇનલ રવિવારે ચેન્નાઈમાં રમાશે.
આઈપીએલ-2024ની છેલ્લી લીગ મૅચ રાજસ્થાન અને કલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે રમાવાની હતી. જોકે, વરસાદને કારણે તે રદ્દ થઈ અને બંને ટીમોને એક-એક અંક મળ્યા હતા.
કલકત્તા નાઇટરાઇડર્સ (કેકેઆર) નવ જીત અને ત્રણ હાર સાથે 20 પૉઇન્ટસ મેળવીને ટૉપ પર હતી. કેકેઆરની નેટ રન રેટ +1.428 રહી. આમ, કેકેઆર આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે નેટ રન રેટ જાળવી રાખનારી ટીમ બની ગઈ હતી.
છેલ્લી મૅચ વરસાદને કારણે રદ થવાથી રાજસ્થાન રૉયલ્સની પૉઇન્ટસ ટેબલ પર બીજા સ્થાને પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું. રાજસ્થાનની ટીમે આઠ મૅચ જીતી અને પાંચ મૅચમાં ટીમની હાર થઈ હતી.
રાજસ્થાન રૉયલ્સ 17 અંકો સાથે પૉઇન્ટસ ટેબલ પર ત્રીજા સ્થાને રહી. સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) પાસે પણ 17 અંકો જ હતા, પરંતુ તેમને સારી નેટ રન રેટનો ફાયદો મળ્યો અને તે બીજા નંબરે પહોંચી.
એસઆરએચ બીજા નંબરે પહોંચવાને કારણે ટીમને એક જીવનદાન મળશે. એટલે કે ક્વૉલિફાયર-1 ટીમ કદાચ હારી જાય તો પણ ક્વૉલિફાયર 2 જીતીને ફાઇનલમાં પહોંચવાનો બીજો મોકો મળી શકે છે. સંજુ સેમસનની ટીમ આ મોકો ગુમાવી ચૂકી છે.
ટૉસ થયો પણ એક પણ બૉલ ન ફેંકાયો
ગુવાહાટીમાં વરસાદ રોકાતો નહોતો. ટૉસ રાત્રે 10.30 વાગ્યે થયો હતો અને નક્કી થયું કે સાત-સાત ઓવરની મૅચ 10:45એ શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેકેઆરના કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વરસાદ ફરીથી શરૂ થતા એક પણ બૉલ ફેંકાયો નહીં. રાજસ્થાન રૉયલ્સે ગુવાહાટીને પોતાનું બીજું સ્ટેડિયમ કેવી રીતે રાખ્યું તે કોઈને પણ સમજ ન આવ્યું.
રાજસ્થાન રૉયલ્સ ત્રીજા નંબર પર રહી અને કેકેઆર ટૉપ પર. રાજસ્થાનની ટીમ આઈપીએલ 2024ના પોતાની પહેલી આઠમાંથી સાત મૅચ જીતી હતી, જ્યારે આરસીબીને પોતાની પહેલી આઠમાંથી સાત મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન રૉયલ્સને છેલ્લી ચાર મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છેલ્લી છ મૅચમાં વિજય મેળવ્યો હતો. એક મહિના પહેલા રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટસ ટેબલ પર પહેલા ક્રમે જ્યારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી છેલ્લા ક્રમ પર હતી.
જોકે, રાજસ્થાન રૉયલ્સને જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે તેમના બૅટ્સમૅનો સારું પ્રદર્શન ન કરી શક્યા. બીજી તરફ આરસીબીની ટીમે ટુર્નામેન્ટના નિર્ણાયક સમયે જબરદસ્ત પ્રદર્શન કર્યું.
રાજસ્થાન રૉયલ્સની મજબૂતી અને નબળાઈ
આઈપીએલના પહેલા ભાગમાં રાજસ્થાન રૉયલ્સનો ડંકો વાગી રહ્યો હતો. સેમસનની ટીમે પહેલી નવ મૅચમાંથી આઠ મૅચ જીતીને ધમાલ મચાવી હતી. એવું લાગી રહ્યું હતું કે આ ટીમને પરાજય આપવો મુશ્કેલ બનશે.
રાજસ્થાન રૉયલ્સે પ્લે ઑફમાં જગ્યા મેળવી લીધી હતી. ટીમના કૅપ્ટન સંજુ સેમસનને આવનારા ટી-20 વિશ્વકપ માટે ભારતની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. રાજસ્થાન રૉયલ્સની ટીમ બાકીની ચાર મૅચ હારી જાય છે.
રાજસ્થાન રૉયલ્સની બેટિંગ થોડીક નબળી લાગી રહી છે. ટીમની કેટલીય જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જૉસ બટલર ઇંગ્લૅન્ડ રવાના થઈ ચૂક્યા છે. યશસ્વી જયસ્વાલના પ્રદર્શનમાં એક નિરંતરતાનો અભાવ છે.
જયસ્વાલે 14 મૅચોમાં 152.63ની સ્ટ્રાઇક રેટ સાથે 348 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને અડધી સદી સામેલ છે. તેમણે છેલ્લી ત્રણ ઇનિંગમાં ચાર, 24 અને ચાર જ બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 13 મૅચોમાં 131 રન જ કરી શક્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે.
પરાગ પર જવાબદારી
રાજસ્થાન રૉયલ્સ તરફથી આ વર્ષે સૌથી વધારે રન ગુવાહાટીમાં જન્મેલા 22 વર્ષીય રિયાન પરાગે બનાવ્યા છે. પરાગે આ સિઝનમાં 14 મૅચોમાં 531 રન ફટકાર્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે. એલિમિનેટર મૅચમાં રાજસ્થાન રૉયલ્સની બેટિંગની જવાબદારી પરાગ પર રહેશે.
ટીમ એલિમિનેટર મુકાબલામાં તેમની (રિયાન પરાગ) પાસેથી એક જબરદસ્ત ઇનિંગની આશા રાખશે. ટીમને સંજુ સેમસન પાસેથી પણ કૅપ્ટન ઇનિંગની આશા હશે.
સંજુ સેમસન આ આઈપીએલમાં 504 રન બનાવી ચૂક્યા છે. તેમણે પહેલી વખત આઈપીએલ કરિયરમાં 500થી વધારે રન ફટકાર્યા છે. રૉયલ્સની મજબૂતી તેનું બૉલિંગ યુનિટ છે, બૉલિંગ યુનિટે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.
ડેથ ઓવરોમાં સંદીપ શર્માની ઇકૉનૉમી રેટ 8.07ની છે. બીજી તરફ ટ્રેન્ટ બૉલ્ટનો પાવર પ્લેમાં ઇકૉનૉમી રેટ 8.38 રહ્યો.
યુજવેન્દ્ર ચહલે ટીમ માટે સૌથી વધારે 17 વિકેટો લીધી છે. જોકે, ટુર્નામેન્ટમાં સૌથી વધારે 708 રન ફટકારનાર વિરાટ કોહલીને રોકવા ચહલ માટે પણ સરળ નહીં રહે.