'હું બાયસેક્સ્યુઅલ છું, આ વાત મારાથી પણ પહેલાં નેટફ્લિક્સને કેવી રીતે ખબર પડી?'

    • લેેખક, એલી હાઉસ
    • પદ, બીબીસી લૉન્ગ ફૉર્મ ઑડિયો

બીબીસીનાં પત્રકાર એલી હાઉસને ખબર પડી તે તેઓ સમલૈંગિક છે. તેમને એ પણ અહેસાસ થયો કે નેટફ્લિક્સને આ વાત પહેલાંથી જ ખબર હતી. પણ આખરે આ બન્યું કેવી રીતે?

'હું યુનિવર્સિટીના બીજા વર્ષમાં હતી. તે સમયે મને અહેસાસ થયો કે હું સમલૈંગિક છું. પણ તે સમયે મને આશ્ચર્ય થયું કે શું OTTની કંપની નેટફ્લિક્સને મારા કરતાં પહેલાં આ અંગે ખબર હતી?

રસપ્રદ વાત એ છે કે તે સમયે તે સમયે મારો બૉયફ્રેન્ડ પણ હતો. તે અનેક વર્ષો સુધી મારી સાથે હતો. 'હું વિચારતી હતી કે હું સામાન્ય છું, સાચું કહુ તો મારી કિશોર અવસ્થામાં ડેટિંગ વિગેરે મારી પ્રાથમિકતા ન હતી.'

તે સમયે હું કલાકો સુધી નેટફ્લિક્સ જોયાં કરતી હતી. બાદમાં મને સમલૈંગિક અથવા બાયસેક્સુઅલ પાત્રોવાળી સીરિઝ અને ફિલ્મોનાં સજેશન મળવાં લાગ્યાં.

પરેશાનીની વાત એ છે કે મારા મિત્રો કે જે મારી જ ઉંમરના છે, જેમની પૃષ્ઠભૂમિ પણ મારા જેવી જ છે, ફિલ્મો જોવાનો ઇતિહાસ પણ મારા જેવો જ છે, તેમણે ક્યારેય આ સીરિઝ નહોતી જોઈ. બીજું બધું તો ઠીક તેમને ક્યારેય આ ફિલ્મોના સજેશન નહોતાં મળ્યાં.

આ તમામ વચ્ચે એક સીરિઝ મારા મનમાં વસી ગઈ. એ શોનું નામ હતું 'યૂ, મી, હર'

જેમાં એક મોટા શહેરના વિસ્તારમાં રહેતાં એક યુગલની કહાણી હતી. આ સિવાય તે કોઈ ત્રીજાી વ્યક્તિને પોતાનાં સંબંધોમાં આવવાની અનુમતી આપે છે.

સીરિઝમાં સમગૈંગિક સમુદાયના અનેક પાત્રો સામેલ હતાં. આ સીરિઝને ટીવી પરની પહેલી પૉલીરોમૅન્ટિક કૉમેડી સીરિઝ મનાય છે.

મને ન માત્ર નેટફ્લિક્સ પર, પણ અન્ય ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પણ આવી જ રીતે સજેશન મળવાનાં શરૂં થઈ ગયાં.

Spotifyએ મને 'સૈફિક' નામની એક પ્લેલિસ્ટનું સજેશન આપ્યું. આ શબ્દનો અર્થ છે એક મહિલાનો અન્ય એક મહિલા પ્રત્યે પ્રેમ.

તેના કેટલાક મહિનાઓ બાદ, મને મારી ટિકટૉક ઍપ ફીડમાં પણ બાયસેક્સ્યુઅલ કૅરેક્ટરના વીડિયો પણ દેખાવા લાગ્યા.

કેટલાક મહિનાઓ બાદ મને અહેસાસ થયો કે હું પોતે પણ બાયસેક્સ્યુઅલ છું.

પણ મારાથી પણ પહેલાં આ બધાં પ્લૅટફૉર્મને આ અંગે કેવી રીતે ખબર પડી? આ પ્લૅટફૉર્મે એવું તો શું જોયું કે જેને હું શરૂઆતમાં જાણી ન શકી?

દર્શકોને જોડાયેલા રાખવા

વીડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સના વિશ્વભરમાં 22 કરોડથી વધુ યુઝર્સ છે.

આ ઍપ પર વિવિધ (હૉરર, થ્રિલર, કૉમેડી, ડ્રામા, ફૅમિલી) પ્રકારની હજારો ફિલ્મો અને સીરિઝ ઉપલબ્ધ છે.

પણ બધું કન્ટેન્ટ એવું નથી કે લોકો તેને હંમેશાં જોવે છે. નેટફ્લિક્સના એક સર્વે મુજબ, એક સામાન્ય દર્શક એક મહિનામાં મહત્તમ છ સીરિઝ અથવા ફિલ્મો જોવે છે.

ઍપ એ બાબતો પર નજર રાખે છે કે દર્શકો કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે. આ જ બાબતોને ધ્યાને રાખીને નેટફ્લિક્સ દર્શકોને પોતાનાં કન્ટેન્ટનાં સજેશનો આપે છે.

જેને નેટફ્લિક્સનું ઍલ્ગોરિધમ કહેવાય છે. ઍલ્ગોરિધમનું આ નેટવર્ક એ નક્કી કરે છે કે દર્શકોને હૉમપૅજ પર કેવા પ્રકારનું કન્ટેન્ટ દેખાવું જોઈએ.

ઉદાહરણ તરીકે, જ્યારે નેટફ્લિક્સને એ વાતની ખબર પડે કે તેના દર્શકોએ LGBTQ+ પ્રકારની 'યૂ, મી, હર' સીરિઝ જોઈ છે. તો તે આ જ પ્રકારની અન્ય ફિલ્મો અને સીરિઝોનાં પણ સજેશન મોકલવા શરૂ કરી દે છે.

કુલ મળીને આ એક ઍલ્ગોરિધમ તેના દર્શકોને મહત્તમ સમય સુધી તેમના કન્ટેન્ટ સાથે જોડાયેલા રાખવાનું કામ કરે છે.

નેટફ્લિક્સના પૂર્વ પ્રમુખ ટૉડ યેલેનનો એક વીડિયો કંપનીની વેબસાઇટ પર છે.

જેમાં તેઓ કહે છે "ડેટા એક મોટો પર્વત છે. જે સ્ટોરીનું ભવિષ્ય છે. લોકોને કેવા પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવે. એ નક્કી કરવા માટે અમે મશીન લર્નિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ."

પણ આ પ્લૅટફૉર્મ પોતાના યુઝર્સ અંગે શું જાણે છે? તેમને આ જાણકારી કેવી રીતે મળે છે?

યૂકેના ડેટા પ્રાઇવસીના કાયદા અંતર્ગત, નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે કોઈ ઑર્ગેનાઇઝેશન તેમના અંગે શું જાણકારી રાખે છે.

અનેક સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ અને સોશિયલ મીડિયા કંપનીઓએ જનતાને એ જાણકારી આપવા માટે એક ઑટોમૅટિક સિસ્ટમ બનાવી છે.

મેં આ પૈકીના આઠ મુખ્ય પ્લૅટફૉર્મના પૉર્ટલ પરથી પોતાની વ્યક્તિગત માહિતી ડાઉનલોડ કરી.

મેં જોયું કે ફેસબૂક હું જે વેબસાઇટ જોઉં છું તેનો રૅકૉર્ડ રાખે છે. જેમાં ભાષા-શિક્ષણનાં સાધનોથી લઈને હૉટેલ લિસ્ટિંગ સાઇટનો પણ સમાવેશ થતો હતો. આ સિવાય, મારા લોકેશનની જાણકારીમાં હું જોઉ છું કે તેમની પાસે અક્ષાંશ રેખાંશ સાથે મારા ઘરનું સરનામું છે.

તો, ઇન્સ્ટાગ્રામ પાસે 300 અલગ-અલગ કન્ટેન્ટની યાદી હતી. જેમાં મને રસ હતો. આ જ જાણકારીની મદદથી તે મારી ફીડ પર જાહેરાતો રજૂ કરે છે.

નેટફ્લિક્સ પાસે મેં જોયેલા પ્રત્યેક ટ્રેલર, ફિલ્મ અને સીરિઝની એક યાદી હતી.

એટલું જ નહીં, પણ એ પણ વિસ્તૃત રીતે જણાવાયું કે શું આ મેં પોતે શરૂ કર્યું? કે એ ઑટો પ્લે મોડમાં ઑટોમૅટિક જ શરૂ થઈ ગયું.

પણ મને એ વાતના કોઈ પુરાવા ન મળ્યા કે મારા લિંગની ઓળખ અંગે તેમની પાસે કોઈ જાણકારી હતી.

નેટફ્લિક્સે મને કહ્યું કે, 'સજેશનનો આધાર યુઝર્સ દ્વારા જોવાયેલા કન્ટેન્ટ છે.'

બીબીસી સાથે વાત કરતા સ્પૉટીફાયે કહ્યું " અમે યુઝર્સની પ્રાથમિકતાઓ અંગે જાણકારી રાખીએ છીએ. પણ તેમાં લિંગની ઓળખ અંગે કોઈ જ જાણકારીનો સમાવેશ નથી થતો. અમે એ પણ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારું ઍલ્ગોરિધમ લિંગની ઓળખ અંગે કોઈ ધારણા નથી બનાવતું." મને લાગે છે કે અન્ય પ્લૅટફૉર્મની પણ આ અંગે સમાન નીતિઓ છે.

ઍલ્ગોરિધમ અને પ્રાથમિકતાઓ

આ અંગે બીબીસીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટેશનલ સોશિયલ સાયકોલૉજીમાં પીએચ.ડી. ગ્રેગ સેરાપિયો-ગાર્સિયા સાથે વાત કરી.

ગ્રેગે જણાવ્યું, ''નેટફ્લિક્સને કોઈ નથી કહેતું કે તેઓ (યુઝર) સમલૈંગિક છે. પણ પ્લૅટફૉર્મ તેના યુઝર્સના વ્યવહારથી જણાવી શકે છે કે તે સમલૈંગિક સામગ્રીમાં રુચિ રાખે છે. આ માહિતીના આધારે નેટફ્લિક્સ કે અન્ય પ્લૅટફૉર્મના ઍલ્ગોરિધમ તેમને એ રુચિ મુજબનું કન્ટેન્ટ સજેશન તરીકે આપે છે.''

તેમના મુજબ "તેઓ એ બાબતનું પણ ધ્યાન રાખે છે કે શું અમે આવાં કન્ટેન્ટને જાતે શોધીએ છીએ કે તેમની સામે આવ્યા બાદ અમે તેના પર કેટલીવાર ક્લિક કરીએ છીએ. અમે તેને કેટલું જોવાનું પસંદ કરીએ છીએ? અમે કયા પ્રકારનું કન્ટેન્ટ સતત જોઈએ છીએ?" કેટલાં કન્ટેન્ટ વચ્ચે જ છોડી દઈએ છીએ, આ માહિતી મહત્ત્વપૂર્ણ બની જાય છે."

તેનો અર્થ એ છે મારા કેસમાં નેટફ્લિક્સે મને એ કન્ટેન્ટના આધારે સજેશન નથી મોકલ્યાં જે હું પહેલેથી જ જોઈ રહી હતી. તો તેમણે એ વિચાર્યું હશે કે હું તેને કેવી રીતે જોઈ રહી છું.

વિશ્વભરના એલજીબીટીક્યુ+ સમુદાયના લોકો સાથે આ અંગે ચર્ચા કરતી વખતે મેં એ વાત જોઈ છે કે આ અંગે તેમનો મત અલગ અલગ છે.

કેટલાક લોકો આવાં સજેશન જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકો અનુસાર આ તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન છે.