ખેતીમાં છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ કેટલી ઘાતક, તેનાથી કૅન્સર થાય છે?

ખેતીમાં વધારે ઉત્પાદન લેવા માટે અને પાકને રોગથી બચાવવા માટે છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ નવા ખતરાઓને જન્મ આપી રહી છે.

ભારત સહિત દુનિયાના અન્ય દેશો તેના પરિણામ ભોગવી રહ્યા છે અને વર્ષે હજારો લોકો આ જંતુનાશકોને કારણે મરી રહ્યા છે.

પાકમાં છાંટવામાં આવતી આ દવાઓ એટલી ઘાતક બની રહી છે કે તે ભોજન, ખોરાક તથા હવામાં પણ ભળી રહી છે. જેના કારણે અનેક લોકોને વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉપરાંત કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે.