અમેરિકાની સરહદે પ્રવેશ મેળવવા હજારો લોકોનાં ટોળાં કેમ એકઠાં થઈ ગયાં?

મેલેક્સી ગોમેઝ તેમના પરિવાર સાથે
ઇમેજ કૅપ્શન, ગોમેઝ તેમના પરિવાર સાથે

"રાત્રે એટલી ઠંડી પડે છે કે અમે સૂઈ નથી શકતા. અમારી પાસે ખાવાના પૈસા નથી, અમારી પાસે શૌચાલયની વ્યવસ્થા નથી. હું ઇશ્વરને પૂછું છું કે આ જગ્યાએ મારાં બાળકોની સંભાળ રાખવા હું શું કરું. અમારી આશા મરી પડી છે."

બીબીસીના ઉત્તર અમેરિકાનાં એડિટર સારાહ સ્મિથને મિલેક્સી ગોમેઝે તેમની વ્યથા જણાવતાં આ શબ્દો કહ્યા હતા. તેમણે વેનેઝુએલાથી ચાર બાળકો સાથે જંગલો, પહાડો અને ટ્રૅનમાં ટિકિટ વગર મુસાફરી ખેડીને એનું પણ વર્ણન કર્યું હતું.

અમેરિકાના ''નિયમ 42'' અંત આવતાં મૅક્સિકોથી અમેરિકામાં પ્રવેશવા માટે જે હજારો માઇગ્રન્ટો રાહ જોઈ રહ્યા હતા એમની સ્થિતિ વિકટ થઈ ગઈ છે. આવા લોકોની સંખ્યા પણ વધવાની ભીતિ છે.

ભૂખ્યા-તરસ્યા અને થાકેલા- ડરેલા માઇગ્રન્ટો અમેરિકાની લોખંડની જાળીવાળી ફૅન્સિંગ ધરાવતી સરહદે મોટા પાયે જમા થયા છે. અહીંથી તેઓ સામે છેડે એ જગ્યા જોઈ શકે છે જેના માટે તેઓ તમામ ત્યાગ કરીને અહીં પહોંચ્યા છે, પણ તેમને પ્રવેશ મળશે કે નહીં એ વિશે કોઈને જાણકારી નથી કે ના કોઈ ગૅરંટી છે.

અહીં અતિશય તડકામાં સંખ્યાબંધ લોકો સરહદ પ્રવેશની રાહ જોઈ રહ્યા છે.

રોસારિયો મેડિના કહે છે કે, તેમના પૌત્રો માટે ખોરાક અને પાણી શોધવા તેમણે ગંદા કચરામાં શોધખોળ કરવી પડી અને પાણી માટે પ્રદૂષિત નદી પાર કરવી પડી. અતિશય ગરમીમાં બાળકોના હોઠ પાણીના અભાવે સૂકાઈ ગયા છે અને તેઓ અશ્રુ સાથે આ વ્યથા વર્ણવી રહ્યાં હતાં. છેલ્લા આઠ દિવસથી તેઓ આ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

સારાહ સ્મિથે આ લોકોને મળવા માટે દુર્ગંધવાળી નદી પાર કરવી પડી અને કાંટાળા તારની વાડ વચ્ચેની નાનકડી જગ્યામાંથી પસાર થવું પડ્યું. ત્યાં તેમને આવી ઘણી ગંભીર કહાણીઓ જાણવા મળી જેમાં માઇગ્રન્ટો જીવના જોખમે પ્રવાસ કરીને અહીં આવ્યા હતા.

તેમાંથી ઘણાને ખબર હતી કે અમેરિકા સરકારે 'નિયમ 42' અંત લાવી દીધો છે પણ તેમને એ વિશે માહિતી નહોતી કે આનાથી તેમના પર શું અસર થશે. આ વિશે ઘણી ખોટી માહિતીઓ અને મૂંઝવણ પ્રવર્તી રહી હતી.

ગ્રે લાઇન

પાંચ વર્ષ માટેનો પ્રવેશ પ્રતિબંધ

તારની વાડમાંથી પ્રવેશતા માઇગ્રન્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તારની વાડમાંથી પ્રવેશતા માઇગ્રન્ટ્સ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ટાઇટલ 42' તરીકે પણ ઓળખાતો 'નિયમ 42' એ કોવિડ-19 ફેલાયો એ સમયની નીતિ છે, જેમાં લીધે માઇગ્રન્ટ્સ માટે અમેરિકા સરહદે આશ્રય લેવો કે પ્રવેશ કરવો મુશ્કેલ હતો. આ નીતિ અંતર્ગત સરકારી અધિકારીઓને માઇગ્રન્ટોને કાઢી મૂકવાની સત્તા હતી. પણ હવે એનો અંત આવતાં અમેરિકામાં પ્રવેશવા વધુ વસાહતીઓ પ્રયાસ કરશે એવું ગણા લોકોનું માનવું છે અને એટલે જ અમેરિકા-મૅક્સિકો સહરદે ઘણા માઇગ્રન્ટો ભેગા થયા છે.

કેટલાક એટલે આવ્યા છે કે આ નિયમ દૂર થાય એ પહેલાં જ તેમણે અમેરિકામાં પ્રવેશ લઈ લેવો છે. મૅલેક્સી કહે છે કે તેમને એવા સમાચાર મળ્યા હતા કે 11 મે પહેલાં પ્રવેશવાની તક સારી છે. તેમને ડર છે કે હવે ઘણા લોકો આવી ગયા હોવાથી તેમનો પરિવાર પ્રવેશી નહીં શકે.

અમેરિકન પ્રમુખ જો બાઇડને પણ કહ્યું હતું કે, માઇગ્રન્ટ્સની સંખ્યા સરહદ પર વધી શકે છે. પ્રશાસને કહ્યું હતું કે આ વધારાને ધ્યાને લઈ વ્યવસ્થાઓ કરાઈ છે અને મૅલેક્સી જેવા પરિવારોને કાનૂની સહાય થકી કાનૂની આશ્રય સરળતાથી મળી રહે એના માટે કામ કરાયું છે.

કહેવાય છે કે દર મહિને વેનેઝુએલા, નિકારાગુઆ અને ક્યૂબા તથા હૈતીથી અંદાજે 30 હજાર રૅફ્યૂજીને સ્વીકારવામાં આવશે. આ ક્વૉટા પૂરો થઈ ગયા બાદ જે અન્ય લોકો બચશે તેમને પરત મોકલી દેવાશે.

રોસારિયો મેડિનાને જ્યારે ગત ઑક્ટોબરમાં જ્યારે પરિવાર સાથે સરહદ તરફ પ્રયાણ આરંભ્યું ત્યારે તેમને આ કાનૂની પડકારો વિશે ખબર નહોતી. વળી, તેઓ ગ્વાટેમાલાથી હોવાના લીધે તેમના માટે આશ્રય મેળવવો વધુ મુશ્કેલ થઈ જશે. નવા નિયમ અનુસાર જો તમે પુરવાર કરો કે તમારા પરિવાર પર ત્વરિત અને અત્યંત જોખમ છે, તો જ તમને પ્રવેશ માટે સ્વીકારવામાં આવશે.

અમેરિકા આવતાં પહેલાં આશ્રય માટે દક્ષિણ અમેરિકામાં બનેલાં 100થી વધારે પ્રાંતિય કન્દ્રો પર પહેલા નોંધણી કરાવવી પડશે.

એક એન્ય માઇગ્રન્ટ કે જેમની પાસે પૈસા નથી એટલે એમને ભીખ માગીને ખાવું પડી રહ્યું છે. તેઓ કહે છે કે આવી સ્થિતિ તેમના માટે અત્યંત શરમજનક છે. તેમને મહેનત કરીને જીવનનિર્વાહ કરવો છે.

જો માઇગ્રન્ટ્સે અમેરિકા આવતાં પહેલાં કોઈ અન્ય દેશમાં આશ્રય માટે અરજી કરી હોવાનું પુરવાર થશે તો તેમને અમેરિકામાં આશ્રય નહીં આપવામાં આવશે.

વળી, જો ગેરકાનૂની રીતે પ્રવેશ કરતા જોવા મળશે તો તેમને ભવિષ્યમાં પાંચ વર્ષ માટે અમેરિકા પ્રવેશ પ્રતિબંધનો સામનો કરવો પડશે. સમયેસમયે તારની ફૅન્સિંગવા પાસેના દરવાજા ખૂલે છે અને કેટલાક લોકોને અંદર લઈ જવાય છે. એટલે એ અસ્પષ્ટ છે કે આમાં કોનું નસીબ કેટલું સારું છે જેમને અંદર જવા મળી રહ્યું છે.

ગ્રે લાઇન

શું છે નિયમ 42?

રોસારિયો મેડિના તેમના પરિવાર સાથે
ઇમેજ કૅપ્શન, રોસારિયો મેડિના તેમના પરિવાર સાથે

'નિયમ 42'ની માનવાધિકાર સંગઠનોએ ઘણી ટીકા કરી હતી કેમ કે તેનો ઉપયોગ આશ્રય માગતા જરૂરિયાતમંદ માઇગ્રન્ટોને તગેડી મૂકવા માટે થતો હોવાની તેમની ફરિયાદ હતી.

સંખ્યાબંધ લોકોને કોરોના વાઇરસનાં કારણો આગળ ધરી પરત મોકલી દેવાયા હોવાનું માનવાધિકાર સમૂહોનું કહેવું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના સમયે એ નિયમ લવાયો હતો. જો કે જો બાઇડન આ નિયમના પક્ષમાં નથી. તેમણે તેને રદ કરવા કોશિશ કરી હતી પણ સફળતા નહોતી મળી.

જોકે હવે આ નિયમ હઠતાં રાજ્ય સરકારોમાં એ ભીતિ છે કે તેમના રાજ્યમાં માઇગ્રન્ટોની સંખ્યાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે છે. એટલે તેમણે મોટા પાયે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરેલ છે. જેમાં ટૅક્સાસના કેટલાંક શહેરો સામેલ છે. અલ પાસો શહેર તેમાંથી એક છે. ફૅડરલ સરકારે પણ પોતાના સુરક્ષાકર્મીઓ તહેનાત કર્યાં છે.

'નિયમ 42' હઠી જતાં સરહદે રોજ 13000 માઇગ્રન્ટ્સ આવવાની શક્યતા છે. આ નિયમ હઠી જતાં નિયમ 8 લાગુ થઈ જશે જે પહેલાથી જ અસ્તિત્ત્વમાં હતો. જેના હેઠળ જો કોઈ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશે તો તેને ગણતરીના દિવસોમાં જ પરત મોકલી દેવામાં આવે છે. આવા લોકોને આગામી પાંચ વર્ષ સુધી અમેરિકામાં નહીં પ્રવેશવા દેવાય અને તેઓ જો ફરી ગેરકાયદે પ્રવેશવા કોશિશ કરશે તો, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આની સાથોસાથ સરકારે એક નિયમ પ્રસ્તૂત કર્યો છે જેમાં અપવાદરૂપ કેસ પુરવાર ન થાય ત્યાં સુધી વ્યક્તિને આશ્રય માટે ગેરલાયક જ ગણવામાં આવશે.

સરકારે કહ્યુ છે કે ગેરકાનૂની પ્રવેશનારાને ઝડપથી પરત મોકલી આપાવમાં આવશે અને ત્યાં સુધી તેમને બૉર્ડર પોલીસની કસ્ટડીમાં અથવા ડીએચએસની કસ્ટડીમાં રાખવામાં આવશે.

'નિયમ 42' હઠવાની તૈયારી રૂપે પોલીસે સરહદો પાસેથી ટૅન્ટ પણ દૂર કરી દીધા છે. માઇગ્રન્ટ્સ નીચે રસ્તા પર સૂઈ રહ્યા છે.

જે લોકોને મૅક્સિકોથી અમેરિકામાં પ્રવેશવું હોય તેમને 'સીબીપી વન મોબાઇલ' ઍપમાં આગોતરી અરજી કરવી પડશે.

અમેરિકાના 'કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન' અનુસાર 2020થી અત્યાર સુધી 'નિયમ 42' હેઠળ અંદાજે 28 લાખ લોકોને સરહદ પ્રવેશ નકારી પરત મોકલી દેવામાં આવ્યા છે.

ગ્રે લાઇન

અલ પાસોમાં વિકટ પરિસ્થિતિ

માઇગ્રન્ટ ડિકાર માટેનો

અલ પાસો શહેરના બૉર્ડર પેટ્રોલના વડા રાઉલ ઓર્ટિઝે સીબીએસ જે બીબીસીનું અમેરિકામાં પાર્ટનર છે તેને જણાવ્યું કે દક્ષિણી સરહદે 60 હજાર લોકો સરહદ ક્રૉસ કરવાની તૈયારીમાં છે.

અલ પાસોમાં રૅસ્ક્યૂ મિશનના નિકોલ રૂલેટે બીબીસીને કહ્યું કે માઇગ્રન્ટ્સ સંકટને પગલે તેમણે ખોરાક-પાણી સહિતની વસ્તુઓનો સ્ટૉક કરી દીધો છે. કોઈને ખબર નથી કે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

વેનેઝુએલાના જોન યુકાટેગી અને તેમનાં પ્રેમિકા એઝમેલી બંને 24 વર્ષનાં છે. તેમની સાથે ઍજન્ટે છેતરપિંડી કરી છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે,“અમે તેમના પર વિશ્વાસ કર્યો. અમે અમેરિકા આવી રહ્યાં હતાં પણ અમને વચ્ચે રોકી દેવાયાં. સ્મગલરો અને ઍજન્ટોએ અમને ખોટી માહિતી આપી. અમારી સાથે જૂઠ્ઠું બોલ્યા. આ વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. અમારી પાસે માત્ર નિયમ બદલાય છે એવી જ માહિતી હતી.”

ગ્રે લાઇન

કેનેડામાં ગેરકાનૂની રીતે પ્રવેશવું પણ અઘરું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વધુમાં તાજેતરમાં અમેરિકા અને કૅનેડા વચ્ચે એક સમજૂતિ થઈ હતી જેને લીધે હવે શનિવાર 25 માર્ચ પછી અમેરિકા થઈને કૅનેડામાં અને કૅનેડા થઈને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવું મુશ્કેલ થયું છે.

અમેરિકા અને કૅનેડાએ બિનસત્તાવાર સરહદી ક્રૉસિંગ પર આશ્રય ઇચ્છુકોની શરણ મેળવવાની માગણી અને દાવા ખારિજ કરવા મુદ્દેની સમજૂતી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

અમેરિકાના પ્રમુખ જો બાઇડનની કૅનેડામાં ઓટ્ટાવાની મુલાકાત વખતે કૅનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રૂડો સાથે તેઓ એ સમજૂતી કરી હોવાની જાહેરાત કૅનેડાના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા કરવામાં આવી હતી.

સમજૂતીને કારણે બંને દેશોની સરહદો પર બંને બાજુથી એકબીજાની સરહદમાં ઘુસીને શરણ માગતા માઇગ્રન્ટ્સના દાવા ફગાવી દેવા માટે અધિકારીઓને સત્તા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા તરફથી કૅનેડામાં આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

બીબીસી અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝને અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું એ પ્રમાણે રૉક્સહામ રોડથી પ્રવેશતાં માઇગ્રન્ટ્સના પ્રવાહને અકુંશમાં લેવાના લક્ષ્યના ભાગરૂપે આ સમજૂતી થઈ છે. કૅનેડાના શહેર ક્યૂબૅક અને અમેરિકાના શહેર ન્યૂયૉર્ક વચ્ચેનું આ એક બિનસત્તાવાર સરહદી ક્રોસિંગ છે.

આ સમજૂતીના ભાગરૂપે કૅનેડા 15 હજાર માઇગ્રન્ટ્સ માટે નવો રૅફ્યૂજી પ્રોગ્રામ પણ તૈયાર કરશે જેઓ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં અત્યાચાર અને હિંસાને લીધે ભાગી રહ્યા છે.

ગ્રે લાઇન

કૅનેડા મામલેના 2004ના સેફ થર્ડ કન્ટ્રી એક્ટમાં સુધારો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

જો બાઇડને તેમની કૅનેડાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો સાથે આર્થિક, વેપાર અને ઇમિગ્રેશન મુદ્દાઓ પર બેઠક કરી હતી.

બંને દેશો વચ્ચેના 2004ના સેફ થર્ડ કન્ટ્રી ઍક્ટમાં સુધારો કરાયો છે જે આ સમજૂતીનો મુખ્ય ભાગ છે. જેમાં માઇગ્રન્ટ્સ જ્યાં પ્રથમ 'સુરક્ષિત' દેશમાં પહોંચે ત્યાં શરણ માટે દાવો કરે એવી જરૂર રહેતી હતી, તે પછી અમેરિકા હોય કે કૅનેડા.

આ કાયદામાં જે છીંડાં હતાં એને લીધે કૅનેડામાં બિનસત્તાવાર ક્રોસિંગ પૉઇન્ટ્સથી પ્રવેશતા માઇગ્રન્ટ્સને પરત મોકલી નહોતા શકાતા. એ છીંડાં બંધ કરવા માટે આ નવી સમજૂતી કરવામાં આવી હતી.

કાયદાની આ છટકબારીનો લાભ લઈને હજારોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ કૅનેડાની રોક્સહામ રોડ જેવી જગ્યાઓથી અમેરિકાતી કૅનેડામાં પ્રવેશી જતા હતા.

ગત સપ્તાહે ન્યૂયૉર્ક શહેરના સત્તાધિશોએ કહ્યું કે તેઓ કૅનેડા સાથેની અમેરિકાની સરહદથી પ્રવાસ કરવા માટે માઇગ્રન્ટ્સને મફતમાં બસની ટિકિટ આપશે.

ગ્રે લાઇન

જ્યારે ગુજરાતનો પરિવાર ગેરકાયદે ઘૂસવા જતા મોતને ભેટ્યો

નદીની તસવીર

ઇમેજ સ્રોત, AKWESASNE MOHAWK POLICE SERVICE FACEBOOK

ગત મહિને જ એક વધુ ગુજરાતી પરિવાર અમેરિકામાં કથિતરૂપે ગેરકાયદે પ્રવેશવતી વખતે મોતનો શિકાર બન્યો હતો. પરિવાર કથિતરૂપે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશમાં કૅનેડાની સરહદે એક નદીમાં ડૂબી જવાથી મોતનો શિકાર બન્યો હતો.

જુવાનજોધ દીકરા અને દીકરી સાથે આખોય પરિવાર જે રીતે મોતને ભેટ્યો હતો. મહેસાણાના માણેકપુરા ડાભલા ગામમાં આ પરિવાર રહેતો હતો. બીબીસીએ આ ગામની મુલાકાત પણ લીધી હતી.

ગામલોકોએ આ પરિવારને છેલ્લે 3 ફેબ્રુઆરીએ જોયો હતો. વિઝીટર વિઝાના આધારે આ લોકો કૅનેડા ગયા અને તેના લગભગ બે મહિના બાદ કૅનેડા-અમેરિકા બૉર્ડર પર તેમનાં મૃત્યુ થયાં હોવાના સમાચારો ગામલોકોને મળ્યા.

30 માર્ચના રોજ કૅનેડા પોલીસને કૅસી ઑકસ નામની વ્યક્તિને શોધવાના તપાસઅભિયાન દરમિયાન સેન્ટ લૉરેન્સ નદીમાંથી આઠ જેટલા મૃતદેહો મળ્યા હતા. કૅનેડાની પોલીસની એક પ્રેસનોટ પ્રમાણે આ આછ લોકો બે પરિવારના સભ્યો હતા. તેમાંથી ચાર રોમાનિયન મૂળના હતા, જ્યારે બીજા ચાર લોકો ભારતીયો હતા.

રેડ લાઇન
રેડ લાઇન