You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ – હમાસ સંઘર્ષ : મહિલાની નગ્ન લાશ, સળગાવી દેવાયેલાં બાળકોના મૃતદેહથી ઇઝરાયલના ગામમાં સન્નાટો
- લેેખક, લૂસી વિલિયમસન, નીર ઓઝ, ઇઝરાયલ
- પદ, બીબીસી ન્યૂઝ
ગાઝા નજીક પાડોશમાં હજુ પણ બચાવકર્મીઓ મૃતદેહો શોધી રહ્યા છે.
ચેતવણી : આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે.
બુધવારે બચાવ ટીમે બેરી વિસ્તારમાંથી કાટમાળ નીચેથી એક મહિલાની લાશ કાઢી. તેમનો મૃતદેહ નગ્ન હતો અને પગ તારથી બાંધેલા હતા.
ટીમમાંથી એક વ્યક્તિએ કહ્યું કે નજીકના વિસ્તારમાંથી 20થી વધુ બાળકોની લાશ પણ મળી હતી જેમને એકબીજા સાથે બાંધેલાં હતાં અને સળગાવી દેવાયાં હતાં.
અનુભવી બચાવકર્મીઓને પણ આવા મૃતદેહો બહાર કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. માણસને અંદરથી વિચલિત કરી દે એ રીતે તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
નીર ઓઝમાં ઍમ્બ્યૂલન્સ અને કાળી વાન તારની વાળ પાસે ધીમે ધીમેથી જઈ રહી છે. ખેતરોમાં પ્રવેશ કરતા જે તેઓ ધીમા થઈ જાય છે. કેમ કે આ જગ્યાઓ હવે એકદમ થંભી ગઈ છે અને હુમલાના ઘોંઘાટ વચ્ચે પણ આ સમુદાય કરુણાંતિકાના મૌનમાં સરી પડ્યો છે.
બિલાડીઓ જ ચાલતી ફરતી જોવા મળી રહી છે. બગીચા અને તૂટેલી છત ઉપરાંત લોકોનાં મકાનોના કાટમાળ ફરતે બિલાડીઓ જ જોવા મળી રહી છે.
જ્યારે ઉપર આકાશમાં બૉમ્બમારાનો અવાજ અને જમીન પર સન્નાટો. અહીંથી ગાઝા માત્ર ત્રણ માઇલ દૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હમાસના ઉગ્રવાદીઓએ નીર ઓઝમાં પહેલા હુમલો કર્યોં હતો. બચી ગયેલા પીડિતો કહે છે કે દર ચારમાંથી એક વ્યક્તિ મરી ગઈ છે અથવા લાપતા છે. જેમાં બ્રિટિશ વ્યક્તિ ડેની ડાર્લિંગટન પણ સામેલ છે.
તેઓ માન્ચેસ્ટરમાં જન્મ્યા હતા અને ઉછેર થયો હતો. તેઓ તાજેતરમાં જ જર્મની સ્થળાંતર થયા હતા અને અહીં પરિવારની મુલાકાત લેતા રહેતા હતા.
હુમલા પછી પાડોશીએ ડેનીની લાશ ઓળખી હતી પરંતુ પરિવાર હજુ પણ તેમની સત્તાવાર મોતની પુષ્ટિની રાહ જોઈ રહ્યો છે.
‘ધડાકા શરૂ થઈ ગયા છે’
ડેની એ સવારે કિબૂત્ઝમાં નહોતા હોવા જોઈતા. તેમના એક ભાઈ લાયર પેરી એક દિવસ પહેલાં તેઓ તેલ અવિવ પરત આવે એની રાહમાં હતા પરંતુ ડેની એક રાત વધુ રોકોવાનું નક્કી કર્યું હતું.
લાયરને શનિવારે સવારે મૅસેજ મળે છે કે, “અહીં ખૂબ જ મોટા ધડાકા શરૂ થઈ ગયા છે.” હુમલો શરૂ થતાં જ તેમણે આ મૅસેજ કર્યો હતો.
લાયર કહે છે કે,“ આ તેમણે મારી સાથે કરેલી છેલ્લી વાત હતી. હવે માન્ચેસ્ટરમાં તેમનો પરિવાર ખૂબ જ આઘાતમાં છે.”
હુમલો થયો ત્યારથી લાયરના પિતા હાયમ પેરી પણ લાપતા છે.
હાયમ બીમાર બાળકોને ગાઝાથી ઇઝરાયલના હૉસ્પિટલોમાં લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેઓ ઘરના કાટમાળ અને બગીચા વચ્ચે પણ સ્મરણો સંગ્રહિત કરવાનું તેમનું પસંદ હતું.
હમાસે ઘરમાં ધૂસીને હુમલો કર્યો ત્યારે હાયમ અને તેમાં પત્ની ઓસ્નેટ સુરક્ષિત રૂમમાં છુપાયા હતા. દરવાજો મજબૂતીથી બંધ કરાયો હતો પણ વધુ ઉગ્રવાદીઓ આવ્યા અને પછી ઘૂસી ગયા.
એટલા સમયમાં હાયમે તેમનાં પત્નીને સોફા પાછળ સંતાઈ જવા કહ્યું. પછી તેમણે દરવાજો ખોલીને ખુદ સમર્પણ કરી દીધું. એવું લાયરનું કહેવું છે.
પછી એક બીજું જૂથ અંદર ઘૂસ્યું અને એ ખૂબ જ વિધ્વંસક હતું. તેમણે ઘરમાં તોડફોડ કરી. રૂમનો દરવાજો ખુલ્લો જ હતો પણ અંદર અંધારું હોવાથી તેમણે અંદર વધુ ન જોયું.
હાયમ હાલ સત્તાવાર રીતે બંધક તરીકે જાહેર કરાયા છે.
પરિવારોમાં બદલાની ભાવના અને વેદના
મૃતકો અને લાપતા લોકો વિશે વધુ માહિતી ન મળતાં અહીં ઘણા પરિવારોમાં રોષ અને દુ:ખ છે.
આર્મીના બેઝમાં ફ્લડ લાઇટોથી મૃતકોની શોધ થાય છે. પ્લાસ્ટિકના કોટ પહેરેલાં બચાવકર્મીઓ જનરેટર્સ અને ફાઇટર પ્લેનના અવાજો વચ્ચે કામ કરી રહ્યા છે.
એક કેન્દ્રમાં અમને એક ડઝનથી વધુ શિપિંગ કન્ટૅનર જોવા મળ્યા. તેમાં મૃતદેહોને રાખવાના અલગ અલગ સાઇઝના સંખ્યાબંધ ખાના છે.
સ્ટાફ કહે છે કે અહીં લગભગ 1000 લોકોના અવશેષો જોવા મળ્યા છે. એમાંથી કેટલાક કન્ટૅનરની સંભાળ કૅપ્ટન માયન લઈ રહ્યા છે. તેઓ આર્મીના નિયમોને પગલે તેમનું પૂરું નામ નથી જણાવી શકતા.
તેમણે મને કહ્યું, “મેં એક પણ એવો મૃતદેહ નથી જોયો જેને એક જ વખત ગોળી મારવામાં આવી હોય. બધા જ શબો પર મેં અત્યાચાર અને શોષણના નિશાન જોયાં. એકથી વધુ કાપા, એકથી વધુ ગોળીઓના ઘા, માથા પર ઘણાં ઘસરકા. એવું નથી લાગતું કે યુદ્ધ ચાલી રહ્યું છે અને મૃતદેહો મળી રહ્યા છે. એવું લાગે છે કે નરસંહાર કરાયો છે અને અમે નરસંહારની લાશો જોઈ રહ્યા છીએ.”
નીર ઓઝમાં આવવા માટે આર્મીને 9 કલાક લાગ્યા. હવે સરહદ પાસે સંખ્યાબંધ દળો કતારબંધ છે. ઇઝરાયલ હવે યુદ્ધના બીજા તબક્કામાં પ્રવેશવા તૈયાર છે. ગાઝામાં ઘુસીને આક્રમણ કરીને હમાસને નષ્ટ કરી દેવાનું તેનું લક્ષ્ય છે.
લાયર પેરીને લાગે છે કે તેમની લાગણી ઇઝજરાયલ રાષ્ટ્રની હાલની લાગણીથી અલગ છે.
તેઓ કહે છે, "બદલો ખૂબ જ તીવ્ર ભાવાવેશ છે. ઘણાં લોકોમાં આ રોષ છે. પણ જો તેઓ અમને અને અમારા જેવા પરિવારોની વેદના સમજશે તો, તેઓ કદાચ એ બદલાની ભાવના છોડી શકે છે."
"તેઓ કહી શકે છે કે બદલો પછી લઈ લઈશું પરંતુ પહેલા આ યુદ્ધમાં બંધકોવાળી સ્થિતિ સર્જાઈ છે તેને ઉકેલવા કોશિશ કરીએ."
બંધક બનેલા ઇઝરાયલી લોકોના પરિવારો અને લાપતા લોકોના પરિવારો હુમલા પછી હજુ પણ શોકમાં છે. તેમની પાસે કોઈ જવાબ નથી. તેઓ બે પ્રકારના આઘાતમાં છે. એક આઘાત દેશને લાગ્યો છે તેનો અને બીજો આઘાત પોતાનો વ્યક્તિગત.