ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવની સંસદમાં વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદો ઝઘડ્યા

ઇમેજ સ્રોત, SM VIRAL GRAB
ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવની સંસદમાં વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ અને સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ છે.
માલદીવમાં મોહમ્મદ મુઇઝ્ઝુની સરકારને ચીન સમર્થક અને વિપક્ષને ભારતના સમર્થક માનવામાં આવી રહ્યા છે. માલદીવનો વિપક્ષ ભારત સાથે સંબંધ ખરાબ કરવા માટે મુઇઝ્ઝુ સરકારની ટીકા પણ કરતો રહ્યો છે.
માલદીવની સંસદમાં રવિવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના મંત્રીમંડળના ચાર સભ્યોને મંજૂરી દેવાની વાત પર ઝપાઝપી થઈ હતી.
આ મતભેદ એટલો વધ્યો કે મુઇઝ્ઝુ સરકારના સમર્થક અને વિપક્ષી સાંસદો વચ્ચે મારપીટ સુધી વાત પહોંચી હતી.
કેટલાક સાંસદો સ્પીકરની ખુરશી પર પિપૂડી વગાડીને વિરોધ કરતા પણ નજરે ચડ્યા.
વાત એટલી હદે બગડી હતી કે કેટલાક સાંસદોને માથા પર વાગ્યું અને હૉસ્પિટલ પણ લઈ જવા પડ્યા.
સંસદમાં થયેલી આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિપક્ષે સંસદીય મંજૂરી રોકવાનો નિર્ણય લીધો

ઇમેજ સ્રોત, SM VIRAL
માલદીવમાં પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ (પીપીએમ) અને પીપલ્સ નેશનલ કૉંગ્રેસના (પીએનસી) ગઠબંધનની સરકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગઠબંધન પોતાની કૅબિનેટમાં ચાર નવા સભ્યોને સામેલ કરવા માગે છે. જોકે, વિપક્ષ આ વાત માટે રાજી નથી.
માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવયન ડેમૉક્રેટિક પાર્ટીએ (એમડીપી) કૅબિનેટ પર મતદાન પહેલાં મંત્રીમંડળના ચાર સભ્યોની સંસદીય મંજૂરી રોકવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારના સાંસદોએ વિપક્ષના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંસદની કાર્યવાહીમાં પણ આ કારણે વિક્ષેપ થયો હતો.
સંસદમા આ વિવાદ દરમિયાન કાંદિથીમૂના સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમ શહીમ અને કેંદીકુલહુધુના સાંસદ અહમદ ઈશા વચ્ચે ઝપાઝપી થઈ હતી.
બન્ને સાંસદો ઝપાઝપી કરતા સ્પીકરની ખુરશી પાસે નીચે પડ્યા. શહીમને માથા પર ઈજા થઈ હતી. લઘુમતીના નેતા મૂસા સિરાજે આ મારપીટને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.
સાંસદ શહીમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા. હસન જહીર નામના સંસદને આંગળીમાં પણ ગંભીર ઈજા થઈ હતી.
આ વિવાદને કારણે કૅબિનેટના સભ્યોને મંજૂરી આપવા માટે વોટિંગ પણ ન થયું.
સરકારના સમર્થક અને નેતા સંસદની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે કૅબિનેટના નવા સભ્યોને મંજૂરી આપવામાં આવે.
કોણ છે આ ચાર સભ્યો?

ઇમેજ સ્રોત, PRESIDENCY.GOV.MV
માલદીવની સંસદમાં એમડીપીના સભ્યોની સંખ્યા વધારે છે અને એમડીપીએ નક્કી કર્યું છે કે કૅબિનેટના નવા સભ્યોને મંજૂરી આપવામાં નહીં આવે.
ઍટર્ની જનરલ અહમદશાહ, હાઉસિંગ લૅન્ડ અને અર્બન ડેવલપમૅન્ટ મંત્રી ડૉ અલી હૈદર, ઇસ્લામિક મામલાના મંત્રી મોહમ્મદ શહીમઅલી સઈદ અને આર્થિક વેપાર અને વિકાસ મામલાના મંત્રી મોહમ્મદ સઈદને કૅબિનેટમાં સામેલ કરવાની મંજૂરીનો એમડીપી વિરોધ કરી રહી છે.
સત્તાધારી ગઠબંધન પીપીએમ અને પીએનસીનું કહેવું છે કે કૅબિનેટને મંજૂરી ન આપવી એ લોકો માટે કામ કરતી સરકારની સેવામાં અવરોધો ઊભા કરવાનું કામ છે.
માલદીવના સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, સત્તાધારી પક્ષોએ સ્પીકર મોહમ્મદ અસલમ અને ડેપ્યુટી સ્પીકર અહમ સલીમ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
સત્તાધારી ગઠબંધનનો આરોપ છે કે સ્પીકરે એક રાજકીય પક્ષનાં હિતો માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.
માલદીવનો વિપક્ષ

ઇમેજ સ્રોત, REUTERS/AMR ALFIKY
માલદીવનો વિપક્ષ હાલના દિવસોમાં ચર્ચામાં રહ્યો છે. માલદીવના વિપક્ષના મોટા ભાગના નેતાને ભારતના સમર્થક માનવામાં આવે છે.
જોકે, માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુને ભારત વિરોધી અને ચીનના સમર્થક માનવામાં આવે છે.
કેટલાક દિવસો પહેલાં એમડીપીએ મુઇઝ્ઝુ સરકારના ભારત વિરોધી વલણ પર ચર્ચા જાહેર કરી હતી.
એમડીપી અને ડેમૉક્રેટસે આ વાતનો વિરોધ કરતા કહ્યું હતું કે લાંબા સમયથી આપણો સહયોગ કરતા દેશ ભારતને અલગ પાડવો યોગ્ય નથી.
આ ઘટનાના કેટલાક દિવસો પહેલાં મોહમ્મદ મુઇઝ્ઝુ ચીનની યાત્રા પર ગયા હતા.
ચીનથી આવીને મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતનું નામ લીધા વગર કહ્યું, “અમારે દેશ નાનો હોઈ શકે પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે તેમને અમને ધમકાવવાનું લાઇસન્સ મળી ગયું છે.”
તેમનું આ નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ હતો.
આ નિવેદનના થોડાક દિવસો પછી માલદીવે ભારતીય સૈનિકોને 15 માર્ચ સુધીમાં દેશ છોડવાની ડેડલાઇન આપી હતી.
વડા પ્રધાન મોદી પર ટિપ્પણીનો માલદીવના વિપક્ષે વિરોધ કર્યો હતો

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માલદીવ સરકારના મંત્રીઓએ જાન્યુઆરી 2024માં જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી ત્યારે માલદીવના વિપક્ષે આ ટિપ્પણીઓનો વિરોધ કર્યો હતો.
મુઇઝ્ઝુ સરકારે ટિપ્પણી કરનાર મંત્રીઓ અને નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા.
વિપક્ષી દળોએ ત્યારે કહ્યું હતું કે મંત્રીઓને માત્ર સસ્પેન્ડ કરવા જ પૂરતું નથી. માલદીવની સરકારે આ વિષય પર સત્તાવાર ભારતની માફી માગવી જોઈએ.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ અને પૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદે પણ મંત્રીની ટિપ્પણીની ટીકા કરી હતી.
મુઇઝ્ઝુની પહેલાં ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ હતા અને તેમની સરકારે 'ઇન્ડિયા ફર્સ્ટ'ની નીતિ લાગુ કરી હતી. જ્યારે મુઇઝ્ઝુએ ચૂંટણીપ્રચાર દરમિયાન 'ઇન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો.
સોલિહે આવી ટિપ્પણીઓને સંવેદનહીન અને સંબંધને ખરાબ કરનાર ગણાવી હતી.
સોલિહે ત્યારે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “ભારતની વિરુદ્ધ માલદીવના સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા નફરતી ભાષાના ઉપયોગની હું નિંદા કરું છું. ભારત માલદીવનો હંમેશાંથી મિત્ર દેશ રહ્યો છે. આપણા બન્ને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર કરતી સંવેદનહીન ટિપ્પણીઓ કરવાની આપણે કોઈને મંજૂરી ન આપવી જોઈએ.”
માલદીવમાં ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને ભારત વિરોધી અભિયાન આ ચૂંટણીમાં એક લોકપ્રિય મુદ્દો બની ગયો હતો.
મુઇઝ્ઝુએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ સંકેત આપ્યો હતો કે તેમની વિદેશનીતિમાં ભારતથી અંતર રાખવું એ પ્રાથમિકતા છે.
તેમણે પહેલી વિદેશયાત્રા તુર્કીની કરી હતી.
મુઇઝ્ઝુએ એક પરંપરાને તોડી, કારણ કે પહેલા માલદીવના નવા રાષ્ટ્રપતિ પહેલી વિદેશયાત્રા ભારતની કરતા હતા.












