કર્ણાટકમાં 'ગુજરાત મૉડલ' લાગુ કરવામાં ભાજપ સામે પડ્યા યેદિયુરપ્પા?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે
ગુજરાતમાં તો 2022 વિધાનસભાની ચૂંટણીના ઘણા સમય પહેલા વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં પરંતુ આખેઆખું મંત્રીમંડળ નવું રચવામાં આવ્યું હતું.
ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. એટલું જ નહીં ઘણા વરિષ્ઠ નેતાઓએ મીડિયામાં પોતાના લેટરહૅડ પર લખીને આપ્યું હતું કે તેઓ ટિકિટ લડવા માગતા નથી, જેથી બહાર એવો સંકેત ન જાય કે આ વરિષ્ઠ નેતાઓની ટિકિટ પાર્ટીએ કાપી નાખી.
ઘણી જગ્યાએ ભાજપે નો રિપીટ થિયરી અપનાવી હતી. અને જે પ્રકારે ગુજરાતમાં 156 બેઠકો પર ભાજપે જીત મેળવી મનાતું હતું કે ગુજરાત મૉડલને કર્ણાટકમાં પણ લાગુ કરવામાં આવશે. પરંતુ જાણકારો કહે છે કે કર્ણાટક એ ગુજરાત નથી.
અહીં યેદિયુરપ્પાને મુખ્ય મંત્રીપદેથી હઠાવાયા પરંતુ તેના વજૂદને ભાજપ હઠાવી શક્યું નથી. મુખ્ય મંત્રી ન હોવા છતાં યેદિયુરપ્પાનો દબદબો કર્ણાટકમાં યથાવત છે. જ્યારે કે ગુજરાતમાં આ પ્રકારનો દબદબો વિજય રૂપાણી કે નીતિન પટેલનો નહોતો. ભાજપની ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં પણ ઘણા નેતાઓએ બળવો કરીને ચૂંટણી લડ્યા હતા પણ તેની પરિણામ પર કોઈ અસર પડી નહોતી.
પણ જાણકારો માને છે કે કર્ણાટકમાં ગુજરાત મૉડલને અપનાવવાનો પ્રયત્ન જરૂર થયો પરંતુ પૂરેપૂરો નહીં.

ગુજરાત મૉડલ કર્ણાટકમાં ફેલ?

ઇમેજ સ્રોત, SONDEEP SHANKAR/GETTY IMAGES
કર્ણાટકમાં 10 મેના રોજ થનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોને પસંદ કરવામાં ભાજપ કોઈ જોખમ નથી લેવા માગતો. પાર્ટી ત્યાં ગુજરાત મૉડલ લાગુ નથી કરી શકી.
પરંતુ ઉમેદવારોની પહેલી યાદી જારી થયા બાદ ભાજપમાં ઘણા એવા નેતાઓ છે જેમણે ટિકિટ ન મળ્યા બાદ ક્યાં તો પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોય અથવા તો રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી હોય. જેમાં એક મંત્રી અને એક પૂર્વ ઉપમુખ્ય મંત્રી પણ સામેલ છે.
કર્ણાટક ચૂંટણી માટે ટિકિટ આપતી વખતે ભાજપે ઉમેદવારો એવા જ પસંદ કર્યા છે જેના પર પૂર્વ મુખ્ય મંત્રી યેદિયુરપ્પાએ પોતાનું સમર્થન આપ્યું હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપે ટિકિટોની વહેંચણીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની રણનીતિ પર ફેરવિચાર ત્યારે કર્યો જ્યારે પોતાના ઉમેદવારોની યાદી કેન્દ્રિય નેતૃત્વને સોંપ્યા બાદ નારાજ યેદિયુરપ્પા બૅંગલુરુ પરત આવી ગયા હતા.
નામ ન કહેવાન શરત પર પાર્ટીના પદાધિકારીઓએ બીબીસીને કહ્યું કે ટિકિટ આપવા રહેલા કેન્દ્રિય નેતૃત્વ ઉમેદવારોની ત્રણ યાદી પર વિચાર કરી રહ્યું હતું. જ્યારે યેદિયુરપ્પા દિલ્હીથી બૅંગલુરુ પરત ફર્યા ત્યારે કેન્દ્રિય નેતૃત્વને અહેસાસ થયો કે યેદિયુરપ્પાની યાદી અને કેન્દ્રિય નેતૃત્વએ સર્વેના આધારે તૈયાર કરેલી યાદી લગભગ સમાન છે.
જ્યારે ત્રીજી યાદી પર વિચાર કરવામાં આવી રહ્યો હતો જે બાદમાં ઘોષિત કરવામાં આવેલી 189 ઉમેદવારોની યાદીથી સાવ અલગ હતી જેમાં 52 નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા હતા.
બુધવાર મોડી રાત ભાજપે 23 વધુ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી જેમાં છ જેટલા વર્તમાન ધારાસભ્યો સામેલ નથી.
આ યાદીમાં ગુરમીતકલ, બિદાર, હંગલ, હાવેરી, દાવાનગરે, માયાકોંડા, કોલાર ગોલ્ડ ફિલ્ડ જેવી બેઠકો સામેલ છે.

યાદી જાહેર થયા પછી ઊથલપાથલ

ઇમેજ સ્રોત, ANI
ભાજપના એક પદાધિકારીએ બીબીસીને જણાવ્યું કે, “ઉમેદવારોના નામું એલાન કરવામાં મોડું એ વિવાદને કારણે થયું કે કોને ટિકિટ આપવામાં આવે અને કોને નહીં. આ સ્પષ્ટ હતું કે જો પાર્ટી કર્ણાટકમાં પોતાના ઉમેદવાર પસંદ કરવામાં સર્જિકલ સ્ટ્રાઇક કરી તો પાર્ટી માટે પ્રદેશમાં પરેશાની વધી શકે છે.”
હવે યાદી જાહેર કર્યા બાદ હાલત એ છે કે 2019માં ઉપમુખ્ય મંત્રી બનાવવામાં આવેલા લક્ષ્મણ સાવદીએ પાર્ટી છોડી દીધી છે.
પાર્ટીમાંથી રાજીનામું આપતા તેમણે કહ્યું, “મેં પોતાનો નિર્ણય લીધો છે. હું ભિક્ષાપાત્ર લઈને અહીં-તહીં ભટકતો નથી. હું વિધાન પરિષદના સભ્યપદેથી પણ રાજીનામું આપું છું.”
લક્ષ્મણે કહ્યું છે કે તેઓ આગામી રણનીતિ તેમના સમર્થકો સાથે વિચારીને બનાવશે.
ત્યાં પૉર્ટ અને મત્યપાલન રાજ્યમંત્રી એસ. અંગારાને પણ રાજનીતિનું મેદાન છોડવાનું એલાન કર્યું છે. અંગારા દક્ષિણ કન્નડ જિલ્લાની સુલ્લિયા બેઠકથી ધારાસભ્ય છે.
ત્યાં વધુ એક પૂર્વ ઉપમુખ્ય મંત્રી કે. એસ. ઇશ્વરપ્પાએ પાર્ટી નેતૃત્વને જાણકારી આપી છે કે તેમના પુત્રને ટિકિટ ન મળતા તેમણે રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
જોકે ઉમેદવારની પસંદગી કરવામાં ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ રાજનીતિમાં પરિવારવાદથી અછૂતુ નહીં રહી શક્યું. કેન્દ્રિય નેતૃત્વમાં ઘણા મામલામાં હાલના ધારાસભ્યોના પુત્ર-પુત્રીને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
સૌથી ચોંકાવનારો નિર્ણય તો પૂર્વ મુખ્ય મંત્રી જગદીશ શેટ્ટારનો રહ્યો. જગદીશ શેટ્ટારે લગભગ વિદ્રોહનું એલાન કરીને અપક્ષ ચૂંટણી લડવાનું એલાન કરી નાખ્યું છે.
તેમણે દિલ્હી આવીને પાર્ટીના નેતૃત્વ સાથે મુલાકાત જરૂર કરી છે, પંરતુ આ મુલાકાતનું શું પરિણામ નીકળ્યું તેની કોઈ જાણકારી નથી. જોકે સંભાવના ઓછી છે કે તેઓ માની જાય.
જગદીશ શેટ્ટાર હુબ્બાલી પશ્ચિમ બેઠક પરથી છ વખત ધારાસભ્ય બન્યા છે. તેમની મુખ્ય ફરિયાદ એ છે કે પાર્ટી નેતૃત્વએ પહેલાં તેમને જણાવવું હતું કે તેમને ટિકિટ આપવામાં નહીં આવે અને તેમણે તેમની બેઠક છોડવી પડશે.

જાતીય સમીકરણનો ખ્યાલ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES
ઉડુપિના ધારાસભ્ય રઘુપતિ ભટ, એ પ્રી, યુનિવર્સિટી કૉલેજના ચૅરમૅન હતા જ્યાં કેટલાક મહિનાઓ પહેલાં હિજાબના મામલે વિવાદ થયો હતો. તેમણે પત્રકારોને કહ્યું કે. “એ જાણીને તકલીફ થાય છે કે મને ટિકિટ નથી આપવામાં આવી. મારો એટલો અધિકાર હતો કે આ મામલે મને પહેલા કોઈ જાણકારી મળે. હાલ હું હતાશામાં છું. હું વિચારી નથી શકતો કે આગળ શું કરીશ? પણ હું પાર્ટી નહીં છોડું.”
રધુપતિ ભટ એટલે પણ પરેશાન છે કે ટિકિટ વિતરણમાં જાતીય સમીકરણને ધ્યાનમાં લેવામાં આવ્યું. તેમની જગ્યાએ પાર્ટીએ માછીમાર સમુદાયમાંથી આવતા યશપાલ સુવર્ણને ટિકિટ આપી.
રઘુપતિ ભટે કહ્યું કે, “છેલ્લાં ત્રણ વર્ષથી હું અહીં ચૂંટાઉં છું ત્યારે કોઈએ એમ નહીં વિચાર્યું કે હું બ્રાહ્મણ છું?”
પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં થયેલા હિજાબ વિવાદ મામલે યશપાલ સુવર્ણએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મનાય છે કે ઉડુપિ બેઠક માટે તેમને ઉમેદવાર એટલા માટે બનાવવામાં આવ્યા કે પાર્ટી તેની પડોશમાં આવેલી બેઠક કુંદાપુરા બેઠક પર એક બ્રાહ્મણને ટિકિટ આપી છે. એટલે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને રઘુપતિ ભટની જગ્યાએ યશપાલ સુવર્ણને ટિકિટ આપવામાં આવી.

દક્ષિણ કન્નડ અને ઉડુપિમાં બદલાવ

ઇમેજ સ્રોત, ANI
રસપ્રદ વાત એ છે કે ભાજપના ઉમેદવારોના મામલામાં સૌથી વધુ બદલાવ દક્ષિણ કન્નડ અને ઉડુપિના તટીય જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે.
એસ. અંગારાની જગ્યાએ જિલ્લા પંચાયતના એક પૂર્વ સભ્ય ભાગીરથી મુરલીને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. ત્યાં પુત્તુર બેઠક પર એક નવા ઉમેદવાર આશા થિમપ્પા ગૌડાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આશા જિલ્લા પંચાયતનાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે.
ભોપાલની જાગરણ લેકસાઇડ યુનિવર્સિટીના કુલપતિ અને રાજનીતિક વિશ્લેષક ડૉ. સંદીપ શાસ્ત્રી બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “એમાં બેમત નથી કે ભાજપની આ એવી યાદી છે જેના પર સૌથી ઓછા વિવાદની સંભાવના હતી. આ યાદીમાં તમામને ખુશ કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ કન્નડ અને તટીય જિલ્લાઓમાં જે ઘણા ઉમેદવારો બદલાયા છે તે સમજમાં નથી આવતું.”
“આ કારણે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે બળવો થયો હતો. કદાચ આ વખતે પાર્ટીએ ગત વખતની ભૂલોનો સુધારવાનો પ્રયાસ કર્યો.”
મૈસુર યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર ચાંબી પુરાણિક અનુસાર, “ભાજપે રાજનીતિક રણનીતિ અને જીતવાની શક્યતા ધરાવતા ઉમેદવારોને જ ઉતારવાની રણનીતિ વચ્ચે સંતુલન બનાવવાની કોશિશ કરી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભાજપે એ લોકોને પણ ટિકિટ આપી છે જેમની પાસે ચૂંટણીમાં ખર્ચ કરવા ખૂબ પૈસા અને સંસાધન છે. એવા લોકોને પણ ટિકિટ આપી છે તેમાં કેટલાકની સામે ભ્રષ્ટાચારના આરોપો પણ લાગેલા છે. ખાસ કરીને બેલગાવી જિલ્લામાં.”
તેમનું કહેવું છે કે, “ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોને ધ્યાને લેવાયાં છે. તેથી અન્ય પછાતવર્ગના 32, અનુસૂચિત જાતિના 30 અને અનુસૂચિત જનજાતિના 16 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પ્રોફેસર પુરાણિક આ રણનીતિ પાછળ પરખેલા ઉમેદવારોને મહત્ત્વ આપવાની ફૉર્મ્યુલા ગણે છે.
તેઓ કહે છે કે, “ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની તુલનામાં યેદિયુરપ્પા એક વ્યવહારુ નેતા છે. રણનીતિ મામલે સંતોષ, યેદિયુરપ્પાને માત નહીં આપી શકે. બી. એલ. સંતોષ સંઘમાંથી આવે છે અને તેઓ તમામ ચીજોને નિયંત્રણમાં રાખવા માગે છે. પરંતુ તેમને પણ ખબર છે કે લિંગાયત સમુદાય યેદિયુરપ્પાની સામે કોઈ પ્રકારની કાર્યવાહી સહન નહીં કરી શકે.”














