ઊંઘ ટૂંકી કે લાંબી એ સમય અને ઋતુ પ્રમાણે કેટલી ફાયદાકારક?

વિજ્ઞાન અનુસાર ઊંઘ સુધારવાની સાત રીતો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝરિયા ગોરવેટ, ઇઝાબેલ ગેરેટસન અને રિચાર્ડ ગ્રે
    • પદ, બીબીસી ન્યૂઝ

અમે જણાવીશું એક વિજ્ઞાન આધારિત માર્ગદર્શિકા વિશે જેમાં ઋતુ પ્રમાણે બદલાતી ઊંઘ અને ભૂતકાળમાંથી મળેલી શીખો સામેલ છે.

એક સામાન્ય દિવસની સવાર છે અને તમે તમારી પથારીમાં છો. બારીમાંથી થોડોક પ્રકાશ આવી રહ્યો છે અને પક્ષીઓનો અવાજ ઘોષણા કરી રહ્યો છે કે ઊઠવાનો સમય થઈ ગયો છે પરંતુ તમને લાગે છે કે ચોક્કસપણે તે યોગ્ય ન હોવું જોઈએ?

તમે જ્યારે રાતની ઊંઘ યાદ કરો ત્યારે તમને લાગે છે કે રાતની ઊંઘ અસ્વસ્થ અને છૂટકછૂટક હતી.

વિશ્વભરના લોકો અપૂરતી ઊંઘને કારણે સંઘર્ષ કરી રહ્યા છે. પાંચથી સાત કરોડ લોકો માત્ર અમેરિકામાં જ અપૂરતી ઊંઘને કારણે પીડાઈ રહ્યા છે અને વૈશ્વિક સ્તરે તેને એપિડેમિક પણ કહેવામાં આવે છે.

જોકે થોડાક સામાન્ય શારીરિક અને માનસિક બદલાવ થકી ઊંઘની ગુણવત્તાને સુધારી શકાય. અદ્યતન વૈજ્ઞાનિક રિસર્ચ અને લાંબા સમયથી ભુલાઈ ગયેલી ઐતિહાસિક યુક્તિઓથી પ્રેરિત આ માર્ગદર્શિકા તમને સારી ગુણવત્તાવાળી ઊંઘ પૂરી કરવામાં મદદ કરશે એમ લાગે છે.

બે ભાગમાં ઊંઘ

વિજ્ઞાન અનુસાર ઊંઘ સુધારવાની સાત રીતો

આજે જ્યારે લોકો અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠે છે ત્યારે ગભરાવું સામાન્ય વાત છે, કારણ કે આપણે માનીએ છીએ કે આપણે એક સાથે આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ હંમેશાં માટે લોકો આઠ કલાકની ઊંઘ નહોતા લેતા.

સહસ્ત્રાબ્દીઓ પહેલાં લોકો પ્રથમ ટૂંકી ઊંઘ લેતા હતા અને પછી તેઓ ઊઠી જતા. આ પહેલી અને બીજી ઊંઘ વચ્ચેના ગાળામાં તેઓ ઘરનાં કામકાજથી લઈને અંધારામાં ગપસપ (અને ક્યારેક પ્રસંગોપાત હત્યા) સુધીની અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા. આ કામો પતાવ્યાં પછી તેઓ ફરી સવાર સુધી ઊંઘ લેતા.

આ “બે ભાગમાં ઊંઘ”ની વિસરાયેલી પ્રાચીન પ્રથા છે. વર્જિનિયા ખાતે આવેલી વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર રોજર એકીર્ચે 1990ના દાયકામાં ફરી શોધ કરી હતી. તેઓ માને છે કે આ ઐતિહાસિક ટેવ અત્યારે અનિદ્રાથી પીડાતા લોકોને તેમના અનુભવોને સમજવામાં મદદ કરી શકે છે અને અનિદ્રા વિશે તેમની ચિંતા થોડી દૂર કરી શકે છે.

તમારી ઊંઘને ઋતુ પ્રમાણે બદલો

વિજ્ઞાન અનુસાર ઊંઘ સુધારવાની સાત રીતો

ઇમેજ સ્રોત, Getty Images

વસંતઋતુમાં તમે કદાચ અનુભવશો કે તમને ઓછી ઊંઘની જરૂર છે અને સવારે તમારા માટે પથારીમાંથી ઊઠવું વધુ સરળ છે. સંશોધન બતાવે છે કે ઉનાળાની સરખામણીએ શિયાળાના ઠંડા મહિનાઓમાં આપણને વધુ ઊંઘની જરૂર પડે છે. આ એટલા માટે છે કે મનુષ્ય ઋતુ પ્રમાણે ઊંઘનો અનુભવ કરે છે.

એક જર્મન અભ્યાસ અનુસાર લોકો જૂનની સરખામણીએ ડિસેમ્બરમાં લાંબી આરઈએમ અને ગાઢ ઊંઘ બંનેનો અનુભવ કર્યો. આરઈએમ ઊંઘ એ ઊંઘનો સૌથી સક્રિય તબક્કો છે, જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ અને આપણા હૃદયના ધબકારા વધે છે.

જ્યારે ગાઢ ઊંઘ શરીરના સ્નાયુઓ અને પેશીઓનું સમારકામ કરે છે અને લાંબા ગાળાની યાદશક્તિના માટે મહત્ત્વપૂર્ણ છે.

ટૂંકી ઊંઘ

ઘણા દેશોમાં ટૂંકી ઊંઘ લેવાની આદત રોજિંદી છે અને સંશોધન દર્શાવે છે કે નિયમિત ટૂંકી ઊંઘ લેવાની આદત આપણા સ્વાસ્થ્ય માટે સારી છે.

2023ના અભ્યાસ મુજબ, ટૂંકી ઊંઘ લેવાની આદત આપણા મગજને લાંબા સમય સુધી મોટું રાખવામાં મદદ કરે છે અને મગજના વૃદ્ધત્વને ત્રણથી છ વર્ષ સુધી વિલંબિત કરી શકે છે.

15 મિનિટથી ઓછા સમય માટે લેવાતી ટૂંકી નિદ્રાના વચગાળાના ફાયદા પણ છે. ટૂંકી નિદ્રા આપણા માનસિક પ્રદર્શનને સુધારી શકે છે જેની અસર આપણે જાગ્યા પછી ત્રણ કલાક સુધી ચાલે છે.

ગુજરાત સહિત અનેક જગ્યાએ જમ્યા બાદ ‘વામકુક્ષિ કરવી’ એ પ્રચલિત વાત છે.

20 મિનિટ પછી આપણે ગાઢ નિંદ્રામાં જવાની શરૂઆત કરીએ છીએ. વામકુક્ષિ બપોરના સમયે કરવી જોઈએ, જેથી રાત્રે ઊંઘમાં ખલેલ ન પહોંચે.

માઇક્રોસ્લીપના જોખમથી સાવધ રહો

વિજ્ઞાન અનુસાર ઊંઘ સુધારવાની સાત રીતો

ઇમેજ સ્રોત, Getty Images

તમામ નિદ્રા આપણા માટે સારી નથી હોતી. અમુક ઊંઘ માત્ર કેટલીક સેકન્ડ જ ચાલે છે જેને માઇક્રો સ્લીપ કહે છે. આ માઇક્રો સ્લીપ જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ ત્યારે આવે તો ગંભીર નુકસાન થઈ શકે છે.

જાપાનની એક ટ્રક કંપનીના 52 ડ્રાઇવરોના ડૅશકેમ ફૂટેજના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 52માંથી ત્રણ ચતુર્થાંશ ડ્રાઇવરોમાં અકસ્માત થયા પહેલાં માઇક્રો સ્લીપનાં લક્ષણો હતાં.

નાર્કોલેપ્સીથી પીડિત લોકો અથવા રાત્રે પૂરતી ઊંઘ ન લેતા લોકોમાં માઇક્રો સ્લીપ વધુ સામાન્ય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકો સતત 14 દિવસ સુધી રાત્રે માત્ર છ કલાક સૂતા હતા, ત્યારે તેમને આવતી માઇક્રો સ્લીપની સંખ્યા આખી રાતની ઊંઘ ચૂકી ગયેલા લોકો જેટલી જ હતી. જો તમે નિયમિતપણે માઇક્રો સ્લીપનો અનુભવ કરી રહ્યા છો તો તે સંકેત છે કે તમને સામાન્ય રીતે પૂરતી ઊંઘ નથી મળી રહી.

આલિંગન કરો

આપણે જેમ રાતે સૂવાની તૈયારી કરીએ છીએ, ખાસ કરીને જો તે માત્ર સારા પોડકાસ્ટ સાથે હોય તો આપણને આશ્ચર્ય થશે કે આટલી ઠંડી કેમ છે અથવા થોડી એકલતા પણ છે.

ઐતિહાસિક રીતે દરેક વ્યક્તિની સ્વતંત્ર પથારી હોવી અત્યંત અસામાન્ય હતી. મોટા ભાગના લોકોને ગમે કે ન ગમે તેમને પોતાની પથારી અન્ય લોકો સાથે શેર કરવી પડતી. આ માત્ર બાળપણમાં તેમનાં ભાઈ-બહેનો સાથે અથવા વિવાહિત યુગલ તરીકે જ નહીં, પરંતુ 19મી સદી સુધી મોટા ભાગના લોકો નિયમિતપણે મિત્રો, સહકાર્યકરો અને અજાણ્યા લોકો સાથે સૂઈ જતા.

એક સારા બેડફેલો સાથે તમે સવારના શરૂઆતી કલાકોમાં હૂંફ સાથે વાતચીત કરી શકો છો. - જોકે તમારે તેમના સવારના શ્વાસને અવગણવા પડશે.

ઊંઘના કલાકો કરતા ગુણવત્તા પર ધ્યાન આપો

વ્યક્તિ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે તે દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે. જોકે મોટા ભાગના લોકોને સાતથી નવ કલાકની વચ્ચે ઊંઘની જરૂર છે. પરંતુ તમે કેટલા કલાક ઊંઘો છો તે સમીકરણનો માત્ર એક ભાગ છે. ઊંઘની ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વની છે.

આપણામાંના મોટા ભાગના લોકોએ ટૉસિંગ અને ટર્નિંગની રાત પછી ઓછી તાજગીનો અનુભવ કર્યો હશે, કારણ કે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ અંશતઃ સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીથી ભરાઈ જાય છે જેથી સંચિત કચરો દૂર થાય છે.

આ કચરો દૂર કરતી સિસ્ટમને ગ્લિમ્ફેટિક સિસ્ટમ કહેવામાં આવે છે, જે દરરોજ એક જ સમયે શ્રેષ્ઠ કામ કરે છે. આનો અર્થ એ છે કે આપણે ક્યાકે ઊંઘીએ છીએ તે મહત્ત્વનું છે.

કુદરત સાથે તાલમેલ સાથે કરવાથી શ્રેષ્ઠ-ગુણવત્તાવાળી ઊંઘ મળે છે. સર્કેડિયન લય એ મગજની 24 કલાકની આંતરિક ઘડિયાળ છે જે સતર્કતા અને ઊંઘના ચક્રને નિયંત્રિત કરે છે.

સેન્ડી ઓંગ દ્વારા આ ફીચરમાં ઊંઘની ગુણવત્તાના મહત્ત્વ વિશે વધુ વાંચો.

આધુનિક પથારીઓનો આભાર માનો

વિજ્ઞાન અનુસાર ઊંઘ સુધારવાની સાત રીતો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પશ્ચિમી દેશના લોકો આજના સમયમાં નસીબદાર છે કે તેઓ એક આરામદાયક સોફ્ટ પથારીમાં ઊંઘે છે. જોકે, પહેલાંની પથારીઓ એટલી આરામદાયક ન હતી.

મધ્યકાલીન યુગમાં ઘણા લોકો દરરોજ સવારે હવા ભરેલા અને એકદમ અંધારાવાળા "બૉક્સ બૅડ"માં ઊંઘતા. આ લોકપ્રિય સ્લીપિંગ-કબોર્ડ્સ સંપૂર્ણપણે બંધ રહેતા અને લોકોને રાત્રે ગરમ રાખવામાં મદદ કરતા હતા. જોકે તે ક્યારેય વૉર્ડરોબ કરતાં વધારે મોટા નહોતા.

થોડા સમય પછી સ્ટ્રો અથવા પાંદડાં જેવી સસ્તી સામગ્રીમાંથી બનાવવામાં આવતું "ટિક" ગાદલું આવ્યું, જોકે આ ગાદલાં ટીક્સ, ચાંચડ અને માંકડ માટે છૂપવાનું આદર્શ સ્થાન હતું.

પરંતુ રાતની ખરાબ ઊંઘના સાચા શોધકર્તાઓ કદાચ વિક્ટોરિયન હતા, જેમણે બેઘર લોકો માટે શબપેટીની હારમાળાથી માંડીને આરામથી લટકવા માટે દોરડા સુધીના વિવિધ પ્રકારના અપ્રિય ઉકેલો બનાવ્યા હતા.

તેથી તમારી જાત માટે કેટલાક બૅડફેલો શોધો અને શિયાળામાં વધુ ઊંઘવાને મંજૂરી આપો. જો તમે ક્યારેક ક્યારેક રાત્રે, તો તમારી જાતને બાયફાસિક ઊંઘની ખોવાયેલી પ્રાચીન આદતના આધુનિક પ્રણેતા માનો. અમે હજી પણ વચન આપી શકતા નથી કે તમે આવતી કાલે સવારે પથારીમાંથી કૂદકો મારશો, પરંતુ તે એક શરૂઆત છે.