ઇસરો માટે લૉન્ચપૅડ બનાવનાર કર્મચારી ચા અને ઇડલી વેચે છે, 18 મહિનાથી પગારથી વંચિત

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

    • લેેખક, આનંદ દત્ત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

23 ઑગસ્ટ, 2023ના દિવસે ભારતે ચંદ્રમાની સપાટી પર ઊતરવાનું સપનું સાકાર કર્યું. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કર્યું અને ભારત આવું કરનારો પહેલો દેશ છે.

લૅન્ડિંગ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન માટે દક્ષિણ આફ્રિકામાં હતા અને જ્હોનિસબર્ગથી જ તેમણે ચંદ્ર પર સફળ લૅન્ડિંગ માટે ઇસરોના વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને શુભકામના આપી સંબોધન કર્યું હતું.

જ્યારે પીએમ મોદી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એ જ સમયે (કહેવાય છે કે) ચંદ્રયાન માટેના લૉન્ચપૅડ બનાવનારા કર્મચારીઓ પોતાના 18 મહિનાના વેતન માટે આંદોલન કરી રહ્યા હતા.

આંદોલન કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, રાંચીના ધુર્વાસ્થિત હેવી એન્જિનિયરિંગ કૉર્પોરેશન લિમિટેડ (એચઈસી)ના 2800 કર્મચારીઓને ગત 18 મહિનાથી વેતન નથી મળ્યું.

એચઈસી એક કેન્દ્રીય સાર્વજનિક ઉપક્રમ (સીપીએસયુ - પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) છે. એચઈસીએ ચંદ્રયાન માટે 810 ટનના લૉન્ચપૅડ સિવાય ફોલ્ડિંગ પ્લૅટફૉર્મ, ડબ્લ્યૂબીએસ, સ્લાઇડિંગ ડોર પણ બનાવ્યા છે. સાથે જ એચઈસી ઈસરો માટે એક વધુ લૉન્ચપૅડ બનાવી રહી છે.

કેન્દ્ર સરકાર મુજબ 2003 અને 2010 વચ્ચે, HECએ ISROને મોબાઇલ લૉન્ચિંગ પેડેસ્ટલ, હૅમર હેડ ટાવર ક્રેન, EOT ક્રેન, ફોલ્ડિંગ કમ વર્ટિકલ રિપોઝિશનેબલ પ્લૅટફૉર્મ, હોરિઝોન્ટલ સ્લાઈડિંગ ડોર્સ સપ્લાય કર્યા છે.

જોકે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી કે HECને ચંદ્રયાન-3 માટે કોઈ સાધન બનાવવા માટે અધિકૃત નહોતી કરાઈ.

HECમાં મૅનેજર તરીકે કામ કરતા પુરેન્દુ દત્ત મિશ્રા કહે છે, “ટેકનિકલ રીતે કેન્દ્ર સરકાર યોગ્ય હોઈ શકે છે, કારણ કે ચંદ્રયાન-3 માટે કોઈ અલગ લૉન્ચપેડ બનાવાયું નથી. પણ સત્ય એ છે કે અમારા સિવાય ભારતમાં અન્ય કોઈ કંપની લૉન્ચપેડ બનાવતી નથી.

ગ્રે લાઇન

ચા અને ઇડલી વેચી રહ્યા છે કર્માચારી

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એચઈસીના ટેકનિશિયન દીપકકુમાર ઉપરારિયા ગત કેટલાક દિવસોથી ઇડલી વેચી રહ્યા છે.

રાંચીના ધુર્વા વિસ્તારમાં જૂની વિધાનસભાના એકદમ સામે તેમની દુકાન છે.

સવારે ઇડલી વેચે છે, બપોરે ઑફિસ જાય છે. સાંજે ફરી ઇડલી વેચીને ઘરે જાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં દીપક કહે છે, “મેં પહેલા ક્રેડિટ કાર્ડથી ઘર ચલાવ્યું. તેનાથી 2 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું અને હું ડિફોલ્ટર જાહેર થઈ ગયો. ત્યાર બાદ સંબંધીઓ પાસેથી પૈસા લઈને ઘર ચલાવ્યું પડ્યું.”

“હજુ સુધી 4 લાખ રૂપિયાનું દેવું કરી ચૂક્યો છું. મેં કોઈને પૈસા પરત નથી આપ્યા, તો લોકોએ ઉધાર આપવાનું પણ બંધ કરી દીધું છે. પત્નીનાં ઘરેણાં ગિરવી મૂકીને કેટલાક દિવસ ઘર ચલાવ્યું.”

દીપક પોતાના પરિવારની મજબૂરી જણાવતા કહે છે, “જ્યારે લાગ્યું કે ભૂખે મરવું પડશે, તો મેં ઇડલીની દુકાન ખોલી. મારી પત્ની સારી ઇડલી બનાવે છે. હવે અહીં દરરોજ 300થી 400 રૂપિયાની ઇડલી વેચું છે. જેથી ક્યારેક 50 તો 100 રૂપિયાનો નફો મળે છે. હાલ આનાથી જ ઘર ચલાવું છું.”

દીપક ઉપરારિયા મૂળ રૂપે મધ્યપ્રદેશના હરદા જિલ્લાના છે. તેમણે વર્ષ 2012માં એક ખાનગી કંપનીમાં 25 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી છોડીને એચઈસીમાં 8 હજાર રૂપિયાના પગાર પર કામ શરૂ કર્યું. તેમને એ આશા હતી કે સરકારી કંપની છે, ભવિષ્ય ઉજ્જવળ રહેશે પરંતુ હવે બધું અનિશ્ચિત લાગી રહ્યું છે.

તેઓ જણાવે છે, “મારે બે દીકરી છે. બંને સ્કૂલ જાય છે. આ વર્ષે હજુ સુધી તેમની સ્કૂલ ફી નથી આપી શક્યો. દરેક દિવસે સ્કૂલ તરફથી નોટિસ આવે છે. શિક્ષક પણ ક્લાસમાં કહે છે કે એચઈસીના વાલીઓનાં બાળકો જે પણ હોય ઊભાં થાય એવું કહે છે.”

તેઓ કહે છે, “આ બાદ તેમનું અપમાન કરવામાં આવે છે. મારી દીકરીઓ રડતાં રડતાં ઘરે આવે છે. તેમને રડતાં જોઈને મારું કલેજું ફાટવા લાગે છે પરંતુ હું તેમની સામે નથી રડતો.”

આટલું બોલતા જ તેઓ ભાંગી પડે છે.

આ સ્થિતિ માત્ર દીપક ઉપરારિયાની જ નથી. દીપકની જેમ એચઈસી સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકો પણ આ જ રીતે કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

મધુરકુમાર મોમોઝ વેચી રહ્યા છે. પ્રસન્ના ભોઈ ચા વેચી રહ્યા છે. મિથિલેશકુમાર ફોટોગ્રાફી કરી રહ્યા છે. સુભાષકુમાર કાર લોન લીધા બાદ બૅન્કથી ડિફોલ્ટર જાહેર થઈ ગયા છે.

સંજય કીર્તિ પર 6 લાખનું દેવું ચઢી ચૂક્યું છે. પૈસાના અભાવે યોગ્ય ઇલાજ ન મળતા શશિકુમારનાં માતાનું મોત થઈ ગયું.

આમના જેવા કુલ 280 કર્મચારીઓ છે. એક પરિવારમાં સરેરાશ 5 લોકને ગણીએ તો પણ આ સંકટથી સીધી રીતે 14000થી વધુ અસરગ્રસ્ત બન્યા છે.

ગ્રે લાઇન

આંદોલનકારીઓને મળ્યો ‘ઇન્ડિયા’ ગઠબંધનનો સાથ

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

ગત 14 સપ્ટેમ્બરે રાજભવનની સામે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એચઈસી મામલે ધરણાં કર્યાં હતા.

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું, “એચઈસી પંડિત નેહરુની દેણગી છે. એટલે એને બચાવાવની જવાબદારી પણ અમારી છે. મજૂરોના લોહી-પસીના સુકાય એ પહેલાં તેમને પગાર મળી જાય એટલા માટે અમે લડાઈ લડી રહ્યા છે.”

વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયે કહ્યું, “એચઈસી કર્મીઓનાં બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. દુકાનદાર તેમને રૅશન નથી આપી રહ્યા. કેન્દ્ર સરકારની નીતિએ એચઈસીનું ગળું દબાવી દીધું છે. તેને પૂંજીપતિઓને આપી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે 48 પીએસયુને નીતિ આયોગે વેચવા માટે કેન્દ્ર સરકારને સૂચિ સોંપી છે.”

જેએમએમના કેન્દ્રીય મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યનું કહેવું હતું, “જે માતા (એચએસઈ)એ દેશને ગઢવાનું કામ કર્યું. મોદી સરકાર અને પૂંજીપતિઓને સોંપવાનો નિર્ણય કરી ચૂકી છે. અમે તેને બચાવવાની કોશિશ કરી લડી રહ્યા છીએ.”

ગ્રે લાઇન

પગાર કેમ નથી મળી રહ્યો?

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ગત ચોમાસું સત્ર (ઑગસ્ટ 2012)માં ભારે ઉદ્યોગ મંત્રાલયને એચઈસી સંદર્ભે કેટલાક સવાલ પૂછ્યા હતા.

જવાબમાં સરકારે તેમને જણાવ્યું હતું કે એચઈસી કંપની ઍક્ટ હેઠળ રજિસ્ટર્ડ એક અલગ અને સ્વતંત્ર કંપની છે. કંપનીએ કર્મચારીઓનો પગાર આપવા માટે સ્વયં સંસાધન બનાવવા પડે છે અને સતત નુકસાનના કારણે તે દેવાનો સામનો કરી રહી છે.

આ જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ગત 5 વર્ષમાં એચઈસી સતત નુકસાનમાં ચાલી રહી છે. તેમના અનુસાર વર્ષ 2018-2019માં 93.67 કરોડ રૂપિયા, વર્ષ 2019-20માં 405.37 કરોડ રૂપિયા, વર્ષ 2020-2021માં 175.78 કરોડ રૂપિયા, વર્ષ 2021-2022માં 256.07 કરોડ રૂપિયા અને વર્ષ 2022-23માં 283.58 કરોડ રૂપિયાની ખોટ રહી છે.

જેનો અર્થ કે ગત 5 વર્ષોમાં ટર્નઓવર 356.21 કરોડ રૂપિયાથી ઘટીને 87.52 કરોડ રૂપિયા રહી ગયું છે. વર્ષ 2018-2019માં કંપની પોતાની ક્ષમતાના 16 ટકાનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે વર્ષ 2022-23ના અનઑડિટેડ રિપોર્ટ અનુસાર આ કંપની પોતાની ક્ષમતાના 1.39 ટકા જ વાપરી રહી છે.

કર્મચારીઓને પગાર આપવા માટે એચઈસીને તત્કાલ લગભગ 153 કરોડ રૂપિયાની જરૂર છે. આ સિવાય વીજળી બિલની પડતર રકમ ચૂકવવા માટે લગભગ 125 કરોડ રૂપિયા અને કેન્દ્રીય સુરક્ષાદળની બાકી રકમ ચૂકવવાની પણ બાકી છે.

એચઈસી ઑફિસર્સ ઍસોસિયેશનને આપેલી જાણકારી અનુસાર એચઈસી પર કુલ લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

ગ્રે લાઇન

એચઈસી સતત ખોટમાં કેમ ચાલી રહી છે?

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

એચઈસી ઑફિસર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ પ્રેમશંકર પાસવાન કહે છે, “ગત 4 વર્ષથી કોઈ સ્થાયી એમડી નથી. 4 વર્ષથી પ્રોડક્શન ડાયરેક્ટર નથી. મશીનોનું આધુનિકીકરણ નથી થયું.”

તેમણે જણાવ્યું, “સ્થાયી ચૅરમૅન ઍન્ડ મૅનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) ન હોવાથી ફાઇલ મહિનાઓ સુધી ફરતી રહી. અમારા સીએમડી ડૉ. નલિન સિંઘલ મુખ્યરૂપે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ)ના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર છે. એચઈસીમાં સીએમડી તરીકે છે. ગત ચાર વર્ષમાં તેઓ માત્ર 4 વખત રાંચી આવ્યા છે.”

પ્રેમશંકર કહે છે, “અહીં ત્રણ પ્લાન્ટ – હેવી મશીન બિલ્ડિંગ પ્લાન્ટ (એચએમબી), હેવી મશીન ટૂલ્સ પ્લાન્ટ (એચમટીપી), ફાઉન્ડ્રી ફોર્જ પ્લાન્ટ (એફએફપી) અને એક પ્રોજેક્ટ ડિવિઝન છે. જે પ્રોડક્શન ડાયરેક્ટર હોય છે, તે ત્રણેય પ્લાન્ટને મળેલા ઑર્ડર, કામકાજનું કૉ-ઑર્ડિનેશન કરે છે.”

તેઓ કહે છે, “એટલે કે જે કામ ડાયરેક્ટર લેવલે થવું જોઈએ એ માટે અમારે સીએમડી પાસે જવું પડે છે. પ્રોડક્શન પ્રભાવિત થવાનું મુખ્ય કારણ આ જ છે.”

ગ્રે લાઇન

આધુનિક મશીનોનો અભાવ મોટી સમસ્યા

કંપની

ઇમેજ સ્રોત, ANAND DUTT

પ્રેમશંકર જણાવે છે, “એચઈસી પાસે 6 હજાર ટનનું હાઇડ્રોલિક પ્રેસ છે. એ ખરાબ પડ્યું છે. આનાથી ડિફેન્સ સેક્ટર માટે ઉપકરણ બનાવવામાં આવે છે. ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (બાર્ક) તરફથી એક પરમાણુ રિએક્ટરનો 300 કરોડ રૂપિયાનો એક ઑર્ડર હાલ કંપની પાસે છે. હવે અમે આ ઑર્ડર ખાનગી કંપની એલએન્ડટીને આપી દીધો છે. જો અમારું હાઇડ્રોલિક પ્રેસ ઠીક હોત તો ઑર્ડર એલએન્ડટીને આપવાની જરૂર નહીં પડી હોત અને અમે નફા તરફે હોત.”

જ્યારે બીજી તરફ એચઈસી મજૂર સંઘના જનરલ સેક્રેટરી રમાશંકર પ્રસાદ આની પાછળ એક અન્ય કારણ તરફે ઇશારો કરતા કહે છે, “કંપની પાસે બલ્ક ઑર્ડર ઘણા ઓછા હોય છે. જેમ કે લૉન્ચપૅડ બનાવવું હોય તો એક જ બનશે. જો એકથી વધુ બનાવીશું તો નફો વધુ થશે, કેમ કે જેટલા પૈસામાં એક ઉપકરણ તૈયાર થશે તેનાથી થોડા વધુ પૈસામાં વધુ ઉપકરણો તૈયાર થઈ શકે છે.”

“એક ઉપકરણ માટે અમે જે માળખું બનાવીએ છીએ, તેનો ફરી ઉપયોગ 10 વર્ષ પછી થાય છે, ત્યાં સુધી માળખું ખરાબ થઈ જાય છે. વધુમાં જે મશીનથી 50 વર્ષોથી કામ કરી રહ્યા છે, શું આગલાં 50 વર્ષો સુધી એ જ મશીનથી કામ કરી શકીશું. જવાબ છે ના. તેને નવી તકનીક અનુસાર તૈયાર કરવું પડશે.”

રામશંકર પ્રસાદ જણાવે છે, “31 ડિસેમ્બર 1958માં સ્થાપનાના સમયે યુએસએસઆર અને ચેકોસ્લોવાકિયાના સહયોગથી એચઈસીને તૈયાર કરવામાં આવ્યું હતું. એ સમયે જે મશીનો લાગી તેને આજ સુધી બદલવામાં નથી આવ્યાં અથવા બદલાયેલી તકનીક અનુસાર તૈયાર નથી કરાયાં.”

ઑફિસર્સ ઍસોસિયેશનનું એક પ્રતિનિધિમંડળ વર્ષ 2023માં 7 ફેબ્રુઆરી અને પછી 26 જૂનના રોજ ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેને મળ્યું હતું. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે અનુરોધ કર્યો કે સરકાર કંપનીને સ્થાયી સીઈઓ અને ડાયરેક્ટર સિવાય 3000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે જેથી કંપનીને ફરીથી સારી સ્થિતિમાં લાવી શકાય.

ઍસોસિયેશન અનુસાર આ મામલે કેન્દ્રીય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે અમે લોકો આ વિશે પ્રયાસ કરી રહ્યા છીએ.

વડા પ્રધાન મોદી જ્યારે વડા પ્રધાન નહીં બન્યા હતા ત્યારે એચઈસી કારખાનાને આગળ વધારવાની વકીલાત કરતા હતા.

વર્ષ 2013માં ચૂંટણીપ્રચારના સમયે પીએમ મોદીએ રાંચીના પ્રભાતતારા મેદાનમાં કહ્યું હતું, “શું કારણ છે જેથી જે ભૂમિ પર એચઈસીનું કારખાનું છે, જેના પર ઘણો ગર્વ હતો, વિકાસની ધરોહર માનવામાં આવતી હતી, તે કેમ નબળી પડ્યું છે.”

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું, “હિંદુસ્તાનમાં પીએસયુ જે બને છે, જોતજોતામાં નબળા પડવા લાગે છે પછી પડી ભાંગે છે. ક્યાં તો તેને વેચવાની નોબત આવે છે અથવા તો તાળું મારવું પડે છે અને લોકો બેરોજગાર થઈ જાય છે.”

ગ્રે લાઇન

‘ચંદ્રયાન-3માં એચઈસીનું યોગદાન નથી’

કર્મચારી

ઇમેજ સ્રોત, ANAND DUTT

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછ્યું હતું કે ચંદ્રયાન-3 માટે લૉન્ચપૅડ સહિત અન્ય ઉપકરણ બનાવવા માટે એચઈસીને અધિકૃત કેમ કરવામાં આવી છે?

જવાબમાં ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જરે કહ્યું કે ચંદ્રયાન-3 માટે કોઈ પણ ઉપકરણ બનાવવા માટે એચઈસીને અધિકૃત નહોતી કરવામાં આવી.

જોકે તેમણે પોતાના જવાબમાં એ સ્વીકાર્યું હતું કે વર્ષ 2003થી 2010 વચ્ચે એચઈસીએ ઇસરોને મોબાઇલ લૉન્ચિંગ પેડસ્ટલ, હૅમર હૅડ ટાવર ક્રેઇન, ઇઓટી ક્રેઇન, ફોલ્ડિંગ કમ વર્ટિકલ રિપોઝિશનેબલ પ્લૅટફૉર્મ, હૉરિઝન્ટલ સ્લાઇડિંગ ડૉર્સ સપ્લાય કર્યાં છે.

એચઈસીમાં મૅનેજર તરીકે કામ કરી રહેલા પુરેન્દ્રુ દત્ત મિશ્રા કહે છે, “તકનિકી રીતે કેન્દ્ર સરકાર યોગ્ય હોઈ શકે છે, કેમ કે ચંદ્રયાન-3 માટે અલગથી કોઈ લૉન્ચપૅડ નથી બનાવાયું. પરંતુ સત્ય એ છે કે અમારા સિવાય ભારતમાં કોઈ પણ કંપની લૉન્ચપૅડ નથી બનાવતી.”

“એટલે સ્પષ્ટ છે કે જે લૉન્ચપૅડ અને અન્ય ઉપકરણ અમે પહેલા ઇસરોને બનાવીને આપ્યાં છે, તેનો ઉપયોગ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3ને લૉન્ચ કરવામાં થયો છે. એવામાં જો સરકાર એવું કહે છે કે, એચઈસીનું આ મિશનમાં કોઈ યોગદાન નથી, તો દુખ થવું સ્વાભાવિક છે.”

તેઓ એ પણ જણાવે છે કે જે ઉપકરણો એચઈસીએ ઇસરોને આપ્યાં, આ વખતે લૉન્ચિંગ સમયે એ ઉપકરણોને ઇન્સ્ટોલ કરવા માટે એચઈસીના જ એન્જિનિયર્સ ગયા હતા.

ગ્રે લાઇન

સરકાર મદદ કેમ નથી કરી રહી?

ચંદ્રયાન

ઇમેજ સ્રોત, ANI

શું કેન્દ્ર સરકાર આ કંપનીને વેચવા અને આગળ વધારવા માટે માત્ર કેટલાક સો કરોડ રૂપિયાની મદદ નથી કરી શકતી?

રાંચીના ભાજપના સાંસદ સંજય સેઠનું કહેવું છે કે આ મુદ્દાને સતત ભારે ઉદ્યોગ સામે ઉઠાવતા રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં સંજય સેઠ કહે છે, “હું આ મુદ્દાને લઈને ઘણી વાર સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ સામે રજૂઆત કરી ચૂક્યો છું. પ્રકાશ જાવડેકર, અર્જુનરામ મેઘવાળ અને મહેન્દ્રનાથ પાંડેય- જ્યારે જ્યારે જે પણ મંત્રી રહ્યા હું તેમને મળ્યો.”

19 જુલાઈ 2022ના રોજ સંજય સેઠે લોકસભામાં પૂછ્યું હતું કે એચઈસીને ફરીથી સુચારુ રૂપે ચાલુ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે શું યોજના છે.

જવાબમાં સરકારે સ્પષ્ટ કહી દીધું હતું કે આ માટે કોઈ યોજના નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એચઈસીના મુદ્દે રજૂઆત મામલે સક્રિય રહેનારા કૉંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે બીબીસીને જણાવ્યું કે તેઓ વિભાગીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેને ત્રણ વખત મળ્યા છે પરંતુ કોઈ મદદ નહીં મળી.

સુબોધકાંત સહાય કહે છે, “જો એચઈસી બંધ થઈ જશે તો કોઈ ઝારખંડમાં રોકાણ કરવા નહીં આવશે. પીએમ મોદી એચઈસીની મદદ નથી કરી રહ્યા એવામાં હું મુખ્ય મંત્રી હેમંત સોરેનને અપીલ કરું છું કે રાજ્યની અસ્મિતાને બચાવવા માટે તેમણે આગળ આવવું જોઈએ.”

ગ્રે લાઇન

એચઈસી કેમ જરૂરી છે?

કંપની

ઇમેજ સ્રોત, ANAND DUTT

કંપની પાસે આ સમયે કુલ 1356 કરોડ રૂપિયાનો વર્ક ઑર્ડર છે. તેમના ક્લાઇન્ટમાં ઇસરો, બાર્ક, ડીઆરડીઓ સહિતના દેશની મોટી સરકારી, બિનસરકારી કંપનીઓ સામેલ છે. પરંતુ વર્કિંગ કૅપિટલના અભાવે તેને પૂરા નથી કરવામાં આવી રહ્યા.

સિદ્ધિની વાત કરીએ તો એચઈસીએ સુપર કન્ડક્ટિંગ સાઇક્લોટ્રોન બનાવી છે. એ પરમાણુ અને ઍનર્જી રિસર્ચમાં કામ આવે છે.

એ સિવાય તેણે યુદ્ધજહાજમાં ઉપયોગ થનારું હાઈ ઇમ્પેક્ટ સ્ટિલ, આઈએનએસ વિક્રાંતના નિર્માણમાં વપરાતું એબીએ ગ્રેડ સ્ટીલ બનાવવા માટેની તકનિક, ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ માટે લૉ-ઍલોય ફોઝિંગ બનાનારી મશીનો પણ તૈયાર કર્યાં.

એટલું જ નહીં ઇસરો માટે સ્પેશિયલ ગ્રેડ સૉફ્ટ સ્ટીલ, પીએસએલવી અને જીએસએલવી રૉકેટને લૉન્ચ કરવા માટે લૉન્ચિંગ મોબાઇલ પેડેસ્ટલનું નિર્માણ કર્યું અને 6 એક્સિસ સીએનસી મશીન પણ બનાવ્યું છે.

એ સિવાય ડિફેન્સ સેક્ટરમાં 105 એમએમ તોપની ગન બેરલ, ટી72 ટૅન્કની ટરેટ કાસ્ટિંગ, ઇન્ડિયન માઉન્ટેન ગન માર્ક-2, અર્જુન મેન બૅટલ ટૅન્ક માટે આર્મર સ્ટીલ કાસ્ટિંગનું નિર્માણ કર્યું છે.

ભારતીય નૌસેનાની સબમરીન માટે પ્રૉપેલર શાફ્ટ એસેમ્બલી, રડાર સ્ટૉક ઍસૅમ્બલી અને મરીન ડીઝલ એન્જિન બ્લૉક એચઈસીએ બનાવ્યા છે. ભારતીય નૌસૈનિક પોત રાણા માટે સ્ટર્ન ગિયર સિસ્ટમ, 120 એમએમ ગન બૅરલની પીવાઈબી મશીનિંગ પણ તૈયાર કરી.

એચઈસીએ ન્યૂક્લિયર ગ્રેડ સ્ટીલનું નિર્માણ કરીને ભારતે વિશ્વના એ 6 દેશોમાં સામેલ કર્યું છે, જેમની પાસે આ તકનિક છે.

એચઈસીની પરિકલ્પના ઉદ્યોગોને સ્થાપિત કરનારા ઉદ્યોગના રૂપે કરવામાં આવી હતી. એનો અર્થ કે ઉદ્યોગો માટે જે ભારે મશીનોની જરૂર હશે, તેનું નિર્માણ અહીં થતું રહ્યું.

એ જ કારણ છે કે પોતાના અસ્તિત્વમાં આવ્યા બાદ એચઈસીએ હજુ સુધી દેશની વિભિન્ન ઔદ્યોગિક સંસ્થાઓ માટે 550 હજાર ટનથી વધુ ઉપકરણોનું નિર્માણ અને આપૂર્તિ કરી છે.

રેડ લાઇન
રેડ લાઇન