રામના વંશજ હોવાનો દાવો કરતા આ લોકો કોણ છે, ખરેખર તેમના કોઈ વંશજ છે?

ઇક્ષ્વાકુના વંશજો, રામના વંશજ કોણ, રામાયણ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ઇક્ષ્વાકુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં રામના વંશજ, દાવો કેટલો સાચો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, @ShriRamTeerth

    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઇક્ષ્વાકુ કુળ તિલક..ઈકાનિનીના પાલુકવે રામચંદ્ર" એ તેલુગુ લોકો માટે ભક્ત રામદાસુએ ગાયેલું એક જાણીતું ભજન છે.

પુરાણોમાં રામને ઇક્ષ્વાકુ કુળના વંશજ તરીકે ઘણી વાર વર્ણવવામાં આવ્યા છે. આ ઇક્ષ્વાકુ કુળનું નામ તાજેતરમાં ફરી એક વાર સમાચારમાં આવ્યું છે.

'રામરાજ્યમ્' સંગઠનના વીરા રાઘવ રેડ્ડીનો એક વીડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. તેમાં તેઓ ચિલકુરુ બાલાજી મંદિરના પૂજારી રંગરાજનને ધમકી આપી રહ્યા છે કે "આખી દુનિયા ઇશ્વાક છે કે નહીં? ઇક્ષ્વાક કુળ શું છે?"

રંગરાજનની ટીકા કરતાં રાઘવ રેડ્ડી કહે છે, "તમે ઇક્ષ્વાકુ કુળને પણ નથી જાણતા."

હવે સવાલ એ થાય કે આ ઇક્ષ્વાક કોણ છે? તેમનો વંશ શું છે? આ સમજવા માટે પહેલાં ત્રણ બાબતોને જાણવી જરૂરી છે. આ શબ્દ મુખ્યત્વે ત્રણ જગ્યાએ સાંભળવા મળે છે.

પ્રથમ, હિન્દુ ધર્મમાં તેનું નામ ભગવાન રામના વંશ પરથી રાખવામાં આવ્યું છે.

બીજું, આંધ્ર-તેલંગાણા રાજ્યોના ઇતિહાસમાં આંધ્ર ઇક્ષ્વાકુ રાજવંશ છે.

ત્રીજું, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભનાથનું આ બીજું નામ છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

રામનો વંશ

ઇક્ષ્વાકુના વંશજો, રામના વંશજ કોણ, રામાયણ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ઇક્ષ્વાકુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં રામના વંશજ, દાવો કેટલો સાચો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'રઘુવંશમ્'માં રામની વંશાવલીનો ઉલ્લેખ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, રામના વંશને 'ઇક્ષ્વાકુ' વંશ કહેવામાં આવે છે. તે વંશ સૂર્યમાંથી ઉદ્ભવ્યો હોવાથી તેને 'સૂર્યવંશ' કહેવામાં આવે છે અને મહાન રાજા રઘુના વંશજ હોવાથી તેને 'રઘુવંશ' પણ કહેવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ, રામના વંશમાં પ્રથમ શાસક એટલે કે કૌશલ રાજ્ય પર અયોધ્યા રાજધાની સાથે શાસન કરનાર પ્રથમ વ્યક્તિ ઇક્ષ્વાકુ હતા. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. આમ રામ તેમના વંશના 80મા રાજા હતા.

મુચકુંદ, અંબરીષ, ભરત, બાહુબલિ, હરિશ્ચંદ્ર, દિલીપ, સાગર, રઘુ, દશરથ...આ બધા રામ પહેલાં ઇક્ષ્વાકુ વંશના રાજા હતા.

વાસ્તુ અને જ્યોતિષના વિદ્વાન તથા આધ્યાત્મવાદી પાલેપુ રાજેશ્વર શર્માએ બીબીસીને કહ્યું હતું, "ભગવાન રામની વંશાવળીનું વર્ણન 'રઘુવંશમ્' મહાકાવ્યમાં કરવામાં આવ્યું છે. રઘુવંશમ્ કવિ કાલીદાસ લિખિત સંસ્કૃત મહાકાવ્ય છે. ઇક્ષ્વાકુ વંશના પ્રથમ રાજા ઇક્ષ્વાકુ ચક્રવર્ત છે.

બૃહદલ્લાનું નામ ઇક્ષ્વાકુ વંશના છેલ્લા રાજા તરીકે દેખાય છે. તેમનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. બૃહદલ્લાએ કૌરવો વતી મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો."

ઇક્ષ્વાકુ શબ્દનો ઉલ્લેખ વેદ તેમજ રામાયણમાં પણ જોવા મળે છે. હિન્દુ કથાઓ તેમજ રામાયણ, ભાગવત, અન્ય પુરાણો અને રઘુવંશમ્ કાવ્યમાં પણ આ બધાનો ઉલ્લેખ જોવા મળે છે.

ઇતિહાસમાં ઇક્ષ્વાક

ઇક્ષ્વાકુના વંશજો, રામના વંશજ કોણ, રામાયણ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ઇક્ષ્વાકુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં રામના વંશજ, દાવો કેટલો સાચો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુ ગ્રંથોથી અલગ, ઐતિહાસિક પુરાવાઓના આધારે ભારતના કેટલાક રાજવી પરિવારોએ આ નામનો ઉપયોગ કર્યો હતો.

કેટલાક ઇતિહાસકારોએ લખ્યું છે કે ઈસવી પૂર્વે 350ની આસપાસ અયોધ્યા પ્રદેશ પર શાસન કરનાર રાજા પ્રસેનજીત ઇક્ષ્વાકુ વંશના વંશજ હતા અને ઈસવી પૂર્વે 345ની આસપાસ શાસન કરનાર રાજા સુમિત્રા સૂર્યવંશના વંશજ હતા.

જોકે, પૌરાણિક હિન્દુ કથાઓમાં આ બંને ઇક્ષ્વાકુના વંશજ હોવાનો કોઈ સ્પષ્ટ પુરાવો નથી.

તેલુગુમાં એક રાજવી વંશનું પણ આ નામ છે. કૃષ્ણા નદીના કિનારે સાતવાહનો પછી શાસન કરનાર રાજાઓ આંધ્ર ઇક્ષ્વાકુ હતા. તેઓ વિજયપુરી ઇક્ષ્વાકુ તરીકે પણ ઓળખાય છે.

મોટા ભાગના ઇતિહાસકારો કહે છે કે તેમણે ત્રીજી-ચોથી સદીમાં શાસન કર્યું હતું. તેમની રાજધાની હાલના પાલનાડુ જિલ્લામાં માચેરલા નજીક નાગાર્જુનકોંડા હતી. તેમણે આંધ્ર અને તેલંગાણાના ઘણા વિસ્તારોમાં શાસન કર્યું હતું.

ભગવાન રામના વંશ તરીકે ઓળખવામાં આવે છે તે ઇક્ષ્વાકુ વંશ સાથે તેઓ સંબંધિત હોવાનો કોઈ પૌરાણિક કે ઐતિહાસિક પુરાવો નથી.

ઇતિહાસકાર શ્રી રામોજુ હરાગોપાલે બીબીસીને કહ્યું હતું, "સાતવાહનો પછી આંધ્ર ઇક્ષ્વાકુઓએ તેલુગુ ભૂમિ પર શાસન કર્યું હતું. ઇક્ષ્વાકુઓ અને તેઓ એક જ છે, તેવો કોઈ પુરાવો પૌરાણિક હિન્દુ કથાઓમાં નથી."

તેમણે ઉમેર્યું હતું, "2500 વર્ષ પહેલાં અને 1700 વર્ષ પહેલાં શાસન કરનાર કેટલાક રાજાઓએ ઇક્ષ્વાકુ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઇતિહાસના ઇક્ષ્વાક અને પુરાણોના ઇક્ષ્વાક એક જ છે એવો કોઈ સ્પષ્ટ પુરાવો નથી."

"હિન્દુ પુરાણોમાં જેનો ઇક્ષ્વાક તરીકે ઉલ્લેખ છે એવા લોકો ઇતિહાસમાં ખરેખર અસ્તિત્વમાં હતા કે નહીં તેવો પણ કોઈ સ્પષ્ટ પુરાવો નથી. આજે સેંકડો વર્ષ પછી ઇક્ષ્વાકુ વંશ અસ્તિત્વમાં હોવાનો પણ કોઈ પુરાવો નથી."

જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ઇક્ષ્વાકુ

ઇક્ષ્વાકુના વંશજો, રામના વંશજ કોણ, રામાયણ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ઇક્ષ્વાકુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં રામના વંશજ, દાવો કેટલો સાચો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Lakkoju Srinivas/BBC

જૈન સાહિત્યમાં સ્વયંભૂ સ્રોતના શ્લોક 1-3-3માં એવું લખવામાં આવ્યું છે કે "ભગવાન ઋષભદેવ ઇક્ષ્વાકુ વંશના પ્રથમ રાજા હતા." જૈનો તેમને ઇક્ષ્વાકુ કહે છે.

ઋષભદેવ અથવા ઋષભનાથ જૈનોના પ્રથમ તીર્થંકરો પૈકીના હતા. તેમને જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે.

બૌદ્ધ ધર્મમાં પણ ઇક્ષ્વાકુનાં વર્ણન છે. ભારતીય અને તિબેટિયન બૌદ્ધ પરંપરાઓમાં, બૌદ્ધ સાહિત્યમાં ઇક્ષ્વાકુના સમાનાર્થી શબ્દો સાથે શાહી રાજવંશોનાં વર્ણનો જોવા મળે છે.

ઇક્ષ્વાકુઓ હજુ પણ અસ્તિત્વમાં છે?

ઇક્ષ્વાકુના વંશજો, રામના વંશજ કોણ, રામાયણ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ઇક્ષ્વાકુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં રામના વંશજ, દાવો કેટલો સાચો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અયોધ્યા ખાતે આવેલું રામમંદિર

શ્રી રામોજુ હરગોપાલે કહ્યું હતું, "કોઈ પણ જાતિ ઇક્ષ્વાકુ છે, એવું કહેવા માટે કોઈ પુરાવા નથી. ઇક્ષ્વાકુ વંશ અત્યાર સુધી ચાલુ રહ્યો છે અને તેના કોઈ સભ્યોનું અસ્તિત્વ છે, એવું પણ કહી શકાય તેમ નથી. "

"તાજેતરના સમયમાં ઘણા લોકો તેમની જાતિ અને પરિવારનો ઇતિહાસ ગૌરવશાળી હોવાનો દાવો કરવા માટે શાહી દરજ્જાના દાવા કરી રહ્યા છે. આપણે એ જોવું જરૂરી છે કે શું તેમનો ખરેખર ગૌરવશાળી ઇતિહાસ છે અને તેઓ માત્ર એવી વસ્તુનો પ્રચાર કરી રહ્યા છે, જે ગૌરવશાળી નથી?"

તેમણે એમ પણ કહ્યું હતું, "કોઈ વ્યક્તિ એક વાર રાજાનું પદ પ્રાપ્ત કરે છે ત્યારે લોકો રાજાને દેવત્વ આપી દે છે, જે તેઓ પોતે નથી અથવા તેમના દરબારમાં પણ એવું નથી. સૂર્ય અને ચંદ્રના વંશજ તરીકે તેમનું મહિમાગાન કરે છે. તેને શિલાલેખો અને ગ્રંથોમાં રાજા પ્રશસ્તિ કહેવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.