'સ્પાય મેનિયા': દેશદ્રોહના નામે પુતિન પોતાના જ દેશના વૈજ્ઞાનિકોને કેમ પકડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સર્ગેઈ ગોર્યાશ્કો
- પદ, બીબીસી રશિયન સેવા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વારંવાર એ દાવો કરે છે કે તેમનો દેશ હાઇપરસોનિક હથિયાર (જેમની ઝડપ અવાજ કરતાં પણ પાંચ ગણી વધારે હોય) વિકસિત કરવામાં વિશ્વનું નેતૃત્ત્વ કરી રહ્યો છે.
પરંતુ તાજેતરનાં વર્ષોમાં વિજ્ઞાન પર કામ કરનારા રશિયાના અનેક ભૌતિકશાસ્ત્રીઓ પર રાજદ્રોહનો આરોપ લગાવીને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. તેને અનેક માનવાધિકાર સંગઠનો ગંભીર ક્રૅકડાઉન સ્વરૂપે જુએ છે.
જેમની ધરપકડ થઈ એમાંના અનેક વૈજ્ઞાનિકો વૃદ્ધ છે તથા તેમાંથી ત્રણનાં તો મૃત્યુ થઈ ગયાં છે.
એક વૈજ્ઞાનિક કૅન્સરના અંતિમ સ્ટેજમાં હતા. તેમને હૉસ્પિટલના બેડ પરથી ઉઠાવીને લઈ જવામાં આવ્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું.
ધરપકડ કરાયેલાં લોકોમાંના એક 68 વર્ષીય વ્લાદિસ્લાવ ગલ્કિન છે. દક્ષિણ રશિયાના ટૉમ્સ્ક સ્થિત તેમના ઘર પર 2023માં છાપેમારી કરવામાં આવી હતી.

તેમના એક સંબંધીએ જણાવ્યું હતું કે કાળા બુરખાધારી હથિયારવાળા લોકો સવારે ચાર વાગ્યે આવ્યા અને તિજોરીઓ ખોલીને શોધખોળ કરવા લાગ્યા.
તેમણે વૈજ્ઞાનિકોની ફોર્મ્યુલાઓ પણ જપ્ત કરી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગલ્કિનનાં પત્ની તાત્યાના કહે છે કે મારો પૌત્ર તેમની સાથ ચેસ રમવાનું પસંદ કરતો હતો. તેમણે પૌત્રને અત્યારે કહ્યું છે કે તેમના દાદા એક બિઝનેસ ટ્રિપ પર ગયા છે.
તેમનું કહેવું છે કે રશિયાની સુરક્ષા સેવા ‘એફએસબી’એ તેમને આ મુદ્દે બોલવાની મનાઈ કરી છે.
કેટલા વૈજ્ઞાનિકોની રશિયાએ ધરપકડ કરી છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2015 પછી 12 ભૌતિકશાસ્ત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોમાંથી મોટાભાગના લોકો કોઈને કોઈ સમયે આ હાઇપરસોનિક ટૅક્નિક અથવા તેની સાથે કામ કરનારી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
આ તમામ લોકો પર રાજદ્રોહના આરોપો લાગ્યા હતા. આ લોકો પર રશિયાના સિક્રેટ દસ્તાવેજોને અન્ય દેશોને આપવાનો આરોપ પણ લાગ્યો હોઈ શકે છે.
રશિયામાં રાજદ્રોહના ખટલાઓ બંધ દરવાજા પાછળ ચલાવવામાં આવે છે. આથી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમના પર શું આરોપો લગાવવામાં આવ્યા છે.
રશિયાએ માત્ર એ જ જણાવ્યું છે કે તેમના પર ખૂબ ગંભીર આરોપો છે. રશિયા આના પર વધારે વાત કરી શકે તેમ નથી કારણ કે આ મામલો સ્પેશિયલ સર્વિસીઝ સાથે જોડાયેલો છે.
પરંતુ તેમની સાથે કામ કરનારા લોકો અને વકીલોનું કહેવું છે કે વૈજ્ઞાનિકો હથિયાર બનાવવામાં સામેલ નહોતા. પરંતુ તેમના પર કેટલાક વિદેશી શોધકર્તાઓના કામ કરવાના આરોપ છે.
ટીકાકારોનું કહેવું છે કે એફએસબી એ ધારણા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે વિદેશી જાસૂસો હથિયારોનાં સીક્રેટ્સનો પીછો કરી રહ્યા છે.
હાઇપરસોનિક મિસાઇલો એવી મિસાઇલો છે કે જે અતિશય ઝડપી ગતિથી જાય છે અને હવાઈ સુરક્ષા સિસ્ટમોને ભેદીને ચાલુ યાત્રાએ તેમની દિશા પણ બદલી શકે છે.
રશિયાનું કહેવું છે કે તેણે યુક્રેન યુદ્ધ દરમિયાન બે પ્રકારની હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. કિંઝલ મિસાઇલ, જેને ઍરક્રાફ્ટથી લૉન્ચ કરવામાં આવે છે અને બીજી જિરકૉન ક્રૂઝ મિસાઇલ.
જોકે, યુક્રેનનું કહેવું છે કે તેમની સેનાએ કેટલીક કિંઝલ મિસાઇલ તોડી પાડી છે. યુક્રેનનો આ દાવો મિસાઇલોની ક્ષમતા પર સવાલો ઉઠાવે છે.
જેમ જેમ ટેકનૉલૉજી વિકાસ પામતી ગઈ, તેમ તેમ વૈજ્ઞાનિકોની ધરપકડ ચાલુ રહી છે.
કેવા સંશોધન માટે વૈજ્ઞાનિકોને જેલમાં જવું પડ્યું?

ગલ્કિનની ધરપકડ પછી એ જ દિવસે કોર્ટમાં અન્ય વૈજ્ઞાનિક વાલેરી જ્વેગિન્સ્ત્સેવને પણ રજૂ કરવામાં આવ્યા હતા. વાલેરી જ્વેગિન્સ્ત્સેવે તેમની સાથે મળીને અનેક પેપર પ્રકાશિત કર્યાં હતાં.
રશિયાની સરકારી એજન્સી ‘ટીએએસએસ’એ સૂત્રોનો હવાલો આપીને કહ્યું છે કે 2021માં એક ઈરાની જર્નલમાં પ્રકાશિત એક પેપરના કારણે તેમની ધરપકડ થઈ શકે છે.
જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈસ્પીડ વિમાનો હવામાં કઈ રીતે ફરે છે. આ લેખમાં ગલ્કિન અને જ્વેગિન્સ્ત્સેવ બંનેનું નામ લેવામાં આવ્યું હતું.
વર્ષ 2022માં એફએસબીએ ‘ઍરોડાયનેમિક્સ’ વિષય પર કામ
કરનારી એક જ સંસ્થામાંથી બે સહકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ યાદીમાં એ સંસ્થાના ડાયરેક્ટર જ્વેગિન્સ્ત્સેવ અને લેબોરેટરીના એક પૂર્વ પ્રમુખ પણ સામેલ છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિઅરેટિકલ ઍન્ડ ઍપ્લાઈડ મિકેનિક્સ (આઈટીએમ)ના કર્મચારીઓએ પણ ધરપકડ કરાયેલાં સહયોગીઓના સમર્થનમાં એક ખુલ્લો પત્ર લખ્યો હતો.
પત્રને આ સંસ્થાની વેબસાઇટ પરથી હવે હઠાવી લેવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેઓ ‘શાનદાર વૈજ્ઞાનિક પરિણામો’ માટે જાણીતા હતા અને પોતાના દેશના હિત પ્રત્યે ‘હંમેશાં વફાદાર’ રહ્યા.
પત્રમાં જણાવાયું છે કે, "તેમણે જાહેરમાં જે કામ શૅર કર્યું હતું તેની પ્રતિબંધિત માહિતી માટે આઈટીએએમના નિષ્ણાત કમિશન દ્વારા ઘણી વખત તપાસ કરવામાં આવી હતી પરંતુ કમિશનને કંઈ મળ્યું નથી."
રશિયન માનવાધિકાર અને કાનૂની સંસ્થા ફર્સ્ટ ડિવિઝનના વકીલ યેવજેની સ્મિર્નોવ કહે છે, "હાઇપરસોનિક્સ એક એવો વિષય છે જેના માટે સરકાર હવે લોકોને જેલમાં ધકેલી દે છે."
2021 માં પ્રાગ જતા પહેલાં, સ્મિર્નોવે વૈજ્ઞાનિકો અને અન્ય લોકો પર કોર્ટમાં લાગેલા રાજદ્રોહના આરોપનો બચાવ કર્યો હતો. તેમણે તેના કામનાં પરિણામોના ડરથી રશિયા છોડી દીધું.
તેઓ કહે છે, "ધરપકડ કરાયેલા વૈજ્ઞાનિકોને સંરક્ષણક્ષેત્ર સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ તેઓ 'હાઇપરસોનિક ગતિ કે ટર્બ્યુલન્સથી ધાતુઓ કેવી રીતે તૂટી જાય છે' જેવા પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા હતા."
"આ અભ્યાસ રોકેટ બનાવવા વિશે નથી પરંતુ ભૌતિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા વિશે હતો."
સ્મિર્નોવ એમ પણ કહે છે કે આ અભ્યાસનો ઉપયોગ શસ્ત્રનિર્માતાઓ દ્વારા વધુ કરવામાં આવી શકે છે.
ક્યારથી શરૂ થઈ વૈજ્ઞાનિકોની ધરપકડ?

ધરપકડો કેટલાંક વર્ષ પહેલાં વ્લાદિમીર લેપ્યગિનથી શરૂ થઈ હતી. તેઓ હવે 83 વર્ષના થઈ ચૂક્યા છે. તેમને વર્ષ 2016માં જેલ થઈ હતી પરંતુ ચાર વર્ષ પછી તેમને પેરોલ પર છોડી દેવામાં આવ્યા.
તેમણે રશિયાની અંતરિક્ષ એજન્સીની મુખ્ય સંસ્થા સૅન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મશીન બિલ્ડિંગ માટે 46 વર્ષ સુધી કામ કર્યું હતું.
લૈપ્યગિનને ઍરોડાયનેમિક્સ કૅલ્ક્યુલેશન માટે બનાવવામાં આવેલા એક સોફ્ટવેર પેેકેજને ચીની સંપર્કોને આપવા બદલ દોષી ઠહેરાવવામાં આવ્યા હતા.
તેમનું કહેવું છે કે તેમણે સંસ્થા તરફથી આખું પેકેજ વેચવા માટે ડેમો પ્રતિકૃતિ મોકલી હતી.
લૈપ્યગિનનું કહેવું છે કે તેમણે જે મોકલ્યું હતું તેમાં કોઈ ગુપ્ત જાણકારી નહોતી. માત્ર એક ઉદાહરણ હતું કે જેને અનેક પ્રકાશનોમાં વારંવાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું કે હાઇપરસોનિક સંબંધિત મામલામાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને હથિયાર બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી.
અટકાયત કરાયેલા અન્ય વૈજ્ઞાનિક દમિત્રી કોલકર હતા. તેઓ સાઇબિરીયામાં જ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેસર ફિઝિક્સના નિષ્ણાત હતા. 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ સ્વાદુપિંડના કૅન્સરને કારણે હૉસ્પિટલમાં દાખલ હતા.
તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, "તેમની સામેના આરોપો તેણે ચીનમાં આપેલાં પ્રવચનો પર આધારિત હતા, પરંતુ એ ભાષણનું કન્ટેન્ટ એફએસબી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને એક એજન્ટે તેમની સાથે મુસાફરી પણ કરી હતી,"
ધરપકડના બે દિવસ બાદ 54 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
રશિયામાં વૈજ્ઞાનિકો સંશોધન કરવાથી ડરી રહ્યા છે?

જેમની ધરપકડ કરવામાં આવી તેમાંના એક વૈજ્ઞાનિકના સહકર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, “સિસ્ટમની અંદર એક સંઘર્ષ છે.”
"વૈજ્ઞાનિકો હજુ પણ આંતરરાષ્ટ્રીય જર્નલોમાં તેમના પેપર પ્રકાશિત કરવા અને વિદેશી સાથીદારો સાથે સહયોગ કરવા માંગે છે. પણ એફએસબી વિચારે છે કે વિદેશી વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવો અને વિદેશી જર્નલો માટે લખવું એ દેશ સાથે વિશ્વાસઘાત છે."
આઈટીએએમના વૈજ્ઞાનિકો પણ એવું જ અનુભવે છે. તેમણે તેમના પત્રમાં કહ્યું કે, "અમે સમજી શકતા નથી કે અમારું કામ કેવી રીતે ચાલુ રાખવું,"
તેઓ કહે છે, "આજે અમને અમારી જે કંઈ કામગીરી કે સંશોધન માટે ઍવૉર્ડ મળે છે... તે આવતીકાલે ફોજદારી કાર્યવાહીનું કારણ બની શકે છે."
તેમણે ચેતવણી આપી છે કે વૈજ્ઞાનિકો સંશોધનનાં કેટલાંક ક્ષેત્રોમાં કામ કરવાથી ડરી રહ્યા છે જ્યારે પ્રતિભાશાળી યુવા લોકો વિજ્ઞાનનું ક્ષેત્ર છોડી રહ્યા છે.
આ પત્ર સમર્થનનું એક ઉદાહરણ હતું. અન્ય ધરપકડ કરાયેલા વૈજ્ઞાનિકોની સંસ્થાઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ કેસ પર કામ કરનાર સ્મિર્નોવના જણાવ્યા અનુસાર, અન્ય બે વૈજ્ઞાનિકોની તપાસ હેક્સાફ્લાય (હાઇપરસોનિક સિવિલ ઍરક્રાફ્ટ વિકસાવવા માટેનો યુરોપિયન પ્રોજેક્ટ) સાથે સંબંધિત હતી.
આ પ્રોજેક્ટ હવે પૂરો થઈ ગયો છે. તે યુરોપિયન સ્પેસ એજન્સીના નેતૃત્વ હેઠળ 2012 માં શરૂ થયો હતો.
એજન્સીએ બીબીસીને જણાવ્યું હતું કે, "રશિયન અને યુરોપિયન પક્ષો વચ્ચેના સહકાર કરારમાં તમામ ટૅક્નિકલ યોગદાન અને આદાન-પ્રદાન પર સહમતિ પહેલેથી જ નક્કી હતી."
ગત વર્ષે બંને વૈજ્ઞાનિકોને જેલની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, રશિયાની સુપ્રીમ કોર્ટે તેમાંથી એક પર ફરીથી કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.
અન્ય ધરપકડો પણ અવકાશયાનના પૃથ્વીમાંથી વાયુમંડળના પુન:પ્રવેશ કરવાના ઍરોડાયનેમિક્સના અધ્યયન સાથે સંબંધિત છે.
તેને યુરોપિયન યુનિયન સ્કીમે ફંડ આપ્યું હતું. આ સંશોધન પણ બૅલ્જિયમના વૉન કર્મન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફલુઇડ ડાયનેમિક્સ દ્વારા સંચાલિત હતું.
વિક્ટર કુડ્રિયાવત્સેવનાં વિધવા પત્ની ઓલ્ગા અનુસાર, એફએસબીના તપાસકર્તા એક ગોળ શંકુ આકાર પર શંકા કરી રહ્યા હતા. એ સંશોધન દરમિયાન એક વોર હૅડ જેવો દેખાતો હતો. વિક્ટરે તેને વૉન કર્મન ઇન્સ્ટિટ્યૂટને મોકલ્યો હતો.
જોકે, કુદ્રિયાવત્સેવની ટીમને ‘કોઈ ગુપ્ત જાણકારીનો ખુલાસો કરવાનું કોઈ નિશાન ન મળ્યું.’

ગત વર્ષે બંને વૈજ્ઞાનિકોને જેલની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, રશિયાની સુપ્રીમ કોર્ટે તેમાંથી એક પર ફરીથી કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.
અન્ય ધરપકડો પણ અવકાશયાનના પૃથ્વીમાંથી વાયુમંડળના પુન:પ્રવેશ કરવાના ઍરોડાયનેમિક્સના અધ્યયન સાથે સંબંધિત છે.
તેને યુરોપિયન યુનિયન સ્કીમે ફંડ આપ્યું હતું. આ સંશોધન પણ બૅલ્જિયમના વૉન કર્મન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ફલુઇડ ડાયનેમિક્સ દ્વારા સંચાલિત હતું.
વિક્ટર કુડ્રિયાવત્સેવના વિધવા પત્ની ઓલ્ગા અનુસાર, એફએસબીના તપાસકર્તા એક ગોળ શંકુ આકાર પર શંકા કરી રહ્યા હતા. એ સંશોધન દરમિયાન એક વોર હૅડ જેવો દેખાતો હતો. વિક્ટરે તેને વૉન કર્મન ઇન્સ્ટિટ્યૂટને મોકલ્યો હતો.
જોકે, કુદ્રિયાવત્સેવની ટીમને ‘કોઈ ગુપ્ત જાણકારીનો ખુલાસો કરવાનું કોઈ નિશાન ન મળ્યું.’
માનવાધિકાર સમૂહોને આમાં એક પેટર્ન દેખાય છે

સ્મિર્નોવ એક અંગત વાતચીતમાં જણાવે છે કે એફએસબી અધિકારીઓએ તેમની સામે જ એ વાતને સ્વીકાર કરી છે કે હાઇપરસોનિક રહસ્યોને શૅર કરવાના મામલાઓ ‘મોટા કહેવાતા લોકોની ઇચ્છાઓ પૂરી કરવા’ માટે ખોલવામાં આવી રહ્યા છે.
તેમનું માનવું છે કે એફએસબી એ દર્શાવવા માંગે છે કે રાષ્ટ્રપતિ પુતિનની ચાપલૂસી કરવા માટે જાસૂસો રશિયન મિસાઇલનાં રહસ્યોની તલાશી કરી રહ્યા છે.
એક તરફ દેશદ્રોહના મામલાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા મામલાઓ સામે આવી રહ્યા છે.
મેમોરિયલ માનવાધિકાર કેન્દ્રમાં રશિયાના રાજકીય કેદીઓના સમર્થનમાં કામ કરનારા સર્ગેઈ ડેવિડિસ ‘જાસૂસી ઉન્માદ અને અલગતાવાદના માહોલ’ની વાત કરે છે. ખાસ કરીને રશિયાના આક્રમણ પછી આ વાત વધી છે.
વૈજ્ઞાનિકોની ધરપકડનું કારણ બીજું કંઈ છે?

સર્ગેઈ ડેવિડિસનું સંગઠન રશિયામાં પ્રતિબંધિત થયા બાદ લિથુઆનિયા શિફ્ટ થઈ ગયું.
લિથુઆનિયાથી વાત કરતાં તેઓ કહે છે કે, “એફએસબી જે કામ કરી રહ્યું છે તેને બતાવવા માટે આતુર છે. એફએસબી નકલી કેસોની મદદથી પોતાના કેસોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.”
પરંતુ તેમને લાગે છે કે વૈજ્ઞાનિકોની ધરપકડ માટે અન્ય કારણો પણ છે. આમાં રાજ્યના કરારો માટેની સ્પર્ધા અથવા હાઇપરસોનિક ટેકનૉલૉજી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે રશિયાનો અસંતોષ શામેલ હોઈ શકે છે.
સ્મિર્નોવ કહે છે કે જો શકમંદો તેમના ગુનાઓની કબૂલાત કરે છે અને અન્યને ફસાવે છે, તો એફએસબી તેમને બચાવવાનો પ્રયાસ કરશે.
તેમનાં વિધવા પત્ની ઓલ્ગાના જણાવ્યા અનુસાર, કુદ્રિયાવત્સેવને અન્ય વિજ્ઞાની સામે દોષ અને આંગળી ચીંધવાની કબૂલાત કરવાની ઑફર કરવામાં આવી હતી.
તેમણે આમ કરવાની ના પાડી. કેસની સુનાવણી થાય તે પહેલાં જ 2011માં 77 વર્ષની વયે ફેફસાંના કૅન્સરથી તેમનું અવસાન થયું હતું.
નિવૃત્ત એફએસબી જનરલ ઍલેક્ઝાન્ડર મિખૈલોવ કહે છે, "એફએસબીએ લશ્કરી ટૅક્નિકની ગુપ્તતાની ખાતરી કરવી જોઈએ."
તેઓ કહે છે કે, “આઈટીએએમના ત્રણ વૈજ્ઞાનિકો પૈકીના એક એવા ઍનાટૉલી માસ્લોવને મે મહિનામાં આપવામાં આવેલી 14 વર્ષની જેલની સજા જેટલી ગંભીર સજા માટે ‘પર્યાપ્ત આધારો’ હોવા જોઈએ.
જનરલ મિખૈલોવ કહે છે કે, “રાજદ્રોહના કેસોમાં વર્તમાન વધારો 1990ના દાયકામાં થયેલા સ્વતંત્રતા અને લોકશાહીના વિસ્તરણનું પરિણામ છે.”
તેઓ કહે છે કે, “તેના કારણે સોવિયેત યુગના વલણમાં પરિવર્તન આવ્યું. જ્યારે તેઓ કહે છે કે જેમની પાસે રાજ્યનાં રહસ્યો સુધીની પહોંચ હતી, તેમની ‘પૂરી તપાસ’ કરવામાં આવી હતી આ બધું સામે લાવવાની ‘જવાબદારી સમજાઈ હતી’.
"કેટલાક લોકો વધુ પડતી વાત કરી રહ્યા હતા અને આ બધું બહાર આવી ગયું, તેમણે કહ્યું.
જ્યાં સુધી ગાલ્કિનની વાત છે તો માસ્ક પહેરેલા એજન્ટો આવ્યાને એક વર્ષથી વધુ સમય હવે વીતી ગયો છે. તેમના સંબંધીનું કહેવું છે કે તેમણે પ્રથમ ત્રણ મહિના એકાંતમાં વીતાવ્યા હતા.
તેમનાં પત્ની તાત્યાના કહે છે કે તેઓ કાચની સામે બેસે છે અને ફોન પર તેમની સાથે વાત કરે છે. તેઓ પોતાની ધરપકડનું પણ વિચારી રહ્યા છે. કારણ કે તે તેમનો મોટાભાગનો સમય તેઓ તેમના પતિને મળવામાં જ વીતાવે છે.”
"હું તેમને મને એ જ પ્રી-ટ્રાયલ ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટે કહી શકું છું. એ કદાચ ઘણું સરળ હશે."
રશિયામાં જેમની ધરપકડ થઈ તેવા અન્ય વૈજ્ઞાનિકો

- ITAM ના 57 વર્ષીય ડિરેક્ટર ઍલેક્ઝાન્ડર શિપલ્યુકની 2022 માં ધરપકડ કરવામાં આવી હતી. તે ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે.
- ઍલેક્ઝાન્ડર કુરાનોવ, સેન્ટ પીટર્સબર્ગ સાયન્ટિફિક રિસર્ચ ઍન્ટર્પ્રાઇઝ ફૉર હાઇપરસોનિક સિસ્ટમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર, 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. એપ્રિલ, 2024માં તેમને સાત વર્ષની જેલ થઈ હતી.
- TsNIIMash ખાતે વ્લાદિમીર કુડ્રિયાવત્સેવના સહયોગી રોમન કોવાલેવને 2020માં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2022માં તેમનું અવસાન થયું હતું.












