તંદુરસ્ત રહેવા માટે કેવો ખોરાક અને ક્યારે ખાવો જોઈએ?

નવા વર્ષના ઘણા સંકલ્પોમાં આખા વર્ષ દરમિયાન તંદુરસ્ત ખોરાક લેવાનો ઠરાવ તમારાં લક્ષ્યોમાં સામેલ હશે.

પરંતુ, જ્યારે રોજિંદા જીવનની વાત આવે છે, ત્યારે રોજિંદા ધોરણે યોગ્ય પોષણ મેળવવું મુશ્કેલ છે.

સંતુલિત આહારના મહત્ત્વ પર કોઈ મતભેદ નથી.

બીબીસી પ્રોગ્રામ "ધ ફૂડ પ્રોગ્રામ" પર લિવરપૂલ જ્હૉન મૂર્સ યુનિવર્સિટીના હ્યુમન ફિઝિયોલૉજીના પ્રોફેસર ગ્રીમ એલ. તમને ખોરાકમાંથી સૌથી વધુ પોષક તત્વો મેળવવામાં મદદ કરવા માટે 7 ટીપ્સ શૅર કરે છે. સમજો એ ટિપ્સ વિશે.

થોડી કસરત

સવારે થોડી કસરત કરવાથી તમારું મેટાબૉલિઝમ સારું રહેશે. તે તમને દિવસભર પ્રેરિત રહેવામાં મદદ કરશે.

વ્યાયામનો અર્થ એ નથી કે જીમમાં સખત વર્કઆઉટ અથવા તીવ્ર દોડ. શરીરને થોડું કામ આપવા માટે તે પૂરતું છે.

સક્રિય રહેવા માટે થોડો પ્રયત્ન પૂરતો છે.

વધુ શાકભાજી ખાઓ

શાકભાજી સ્વાસ્થ્ય માટે તો સારી છે જ સાથે સાથે સંતોષ પણ આપે છે.

જો તમારે વધુ શાકભાજી ખાવા હોય તો સાદા ઑમલેટને બદલે તેમાં લૅટસ, મશરૂમ્સ, તાજાં ટામેટાં અને લાલ મરી ઉમેરો.

તમે વેજિટેબલ સ્મૂધી પણ ટ્રાય કરી શકો છો. એવોકાડોને મૅશ કરીને શાકભાજી સાથે ખાઈ શકાય છે.

ભોજનનું પ્લાનિંગ કેવી રીતે કરશો?

જો તમે સમય પહેલાં તૈયારી કરો તો તમે ભૂખની પીડા ટાળી શકો છો.

ભૂખ લાગે ત્યારે ઘણી વાર આપણે ભૂલો કરીએ છીએ. તદુપરાંત, આપણે તંદુરસ્ત ખોરાકની વ્યવસ્થા કર્યા વિના જે ઉપલબ્ધ છે તે ખાઈએ છીએ.

બહાર જતી વખતે તમારી બેગમાં ખાવા માટે કંઈક લઈ જવાની આદત બનાવો. આના બે ફાયદા છે. બહારથી મોંઘા ખોરાક ખરીદવાની જરૂર નથી. તમે બજારમાં મળતા ખોરાક કરતાં વધુ સારી ગુણવત્તાનો ખોરાક ખાઈ શકો છો.

જેમ તમારી ઉંમર વધે તેમ વધુ પ્રોટીન ખાઓ

જંક ફૂડ પર કાપ મૂકો. તેનાથી દૂર રહો.

શરીર મીઠાઈઓ અને કાર્બોહાઈડ્રેટ્સની ઇચ્છા ધરાવે છે. જો કે, સ્નાયુઓની મજબૂતાઈ જાળવવા માટે શરીરને વધુ પ્રોટીનની જરૂર હોય છે. ઉંમર પ્રમાણે વધુ પ્રોટીન ખાઓ.

સુપરમાર્કેટમાંની ખાદ્યચીજવસ્તુઓને ખાવાનું ટાળો

મોટાભાગની સુપરમાર્કેટ અને મોટા સ્ટોર્સમાં, બિલ કાઉન્ટર પર જતાં પહેલાં, અમારે વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોના કાઉન્ટર બાજુથી પસાર થવું પડે છે.

આ તમામ ખોરાક સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી નથી. પરંતુ, સુપરમાર્કેટ્સમાં એવી વ્યવસ્થા છે જે આપણને આકર્ષિત કરતી હોય છે પણ આપણે નિયંત્રણ રાખી શકીએ છીએ.

તેથી જ્યારે તમે આ સ્ટોલ પર પહોંચો ત્યારે તમારા હાથ તમારા ખિસ્સામાં રાખો અને બિલ કાઉન્ટર પર પહોંચ્યા પછી જ તેમને બહાર કાઢો.

આ કરવાથી તમે તમારી શૉપિંગ બાસ્કેટમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મૂકવાથી તમારી જાતને બચાવી શકો છો.

નિરાશ ન થાઓ

જો તમે જંક ફૂડ ખાવાનું પસંદ કરો છો, તો તેનો આનંદ લો. 'દોષની લાગણી' ન અનુભવો.

પરંતુ, તે જ ખોરાક ફરીથી ઑર્ડર કરશો નહીં.

પાણી

પીવાનું પાણી ઘણું સારું છે અને સસ્તું પણ.

જ્યૂસ, આલ્કોહૉલ અને કાર્બોરેટેડ પીણાંમાં તમે વિચારી શકો તેના કરતાં વધુ ખાંડ હોઈ શકે છે.

સ્વસ્થ માનવ શરીરમાં બે તૃતીયાંશ પાણી હોય છે.

આખા શરીરમાં પોષક તત્ત્વો અને કચરાના પરિવહન માટે પ્રવાહીની જરૂર પડે છે. કોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રવાહી પણ સામેલ હોય છે.