You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્માર્ટફોન કેવી રીતે બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યા છે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જો તમને લાગે છે કે નાની વયમાં જ બાળકોના હાથમાં સ્માર્ટફોન અથવા ટૅબલેટ આપવાથી તેમના જ્ઞાનમાં વધારો થશે અથવા ડિજિટલ દુનિયા વિશે એની સમજ વધશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. અમેરિકાના એનજીઓ ‘સેપિયન્સ લૅબ’નું આ કહેવું છે.
આ સંસ્થા વર્ષ 2016થી લોકોના મગજને સમજવાના મિશન પર કામ કરી રહી છે.
કોરોનાકાળ દરમિયાન જ્યારે બાળકોનો અભ્યાસ ઑનલાઇન શરૂ થયો ત્યારથી આ ચર્ચા તેજ થઈ હતી કે બાળકોનો મોબાઇલ પર સ્ક્રીન ટાઇમ કેટલો હોવો જોઈએ? એના ફાયદા નુકસાન પર ચર્ચા થવા લાગી. અને સોશિયલ મીડિયા પર પણ વીડિયોની ભરમાર જોવા મળી.
રિપોર્ટમાં શું કહેવાયું છે?
સેપિયન લૅબ્સના તાજા રિપોર્ટ અનુસાર નાની વયમાં જ્યારે બાળકોને સ્માર્ટફોન આપવામાં આવે છે, તો યુવાવસ્થા આવતા-આવતા તેમના મગજ પર વિપરીત અસર જોવા મળવા લાગે છે.
આ રિપોર્ટ 40 દેશોના 2,76,969 યુવાઓ સાથે વાતચીત કરીને તૈયાર કરી છે અને આ સર્વેક્ષણ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં કરાયો હતો. આ 40 દેશોમાં ભારત પણ સામેલ છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે 74 ટકા મહિલાઓ, જેમને 6 વર્ષની વયે સ્માર્ટફોન આપવામાં આવ્યો હતો, તેમને યુવાવસ્થામાં મૅન્ટલ હૅલ્થને લઈને પરેશાની આવી હતી.
એમસીક્યૂ (માનસિક સ્વાસ્થ્યને લઈને આકલન)માં આ મહિલાઓનું સ્તર ઓછું રહ્યું.
જે છોકરીઓને 10 વર્ષની વયે સ્માર્ટફોન આપવામાં આવ્યો, તેમાં 61 ટકાનો એમસીક્યૂનું સ્તર ઓછું અથવા ખરાબ રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંઈક આવો જ હાલ 15 વર્ષની 61 ટકા છોકરીઓનો રહ્યો.
બીજી તરફ 18 વર્ષની છોકરીઓને જ્યારે સ્માર્ટફોન મળ્યો, તો આ આંકડો 48 ટકા રહ્યો.
જ્યારે છ વર્ષના છોકરાઓને સ્માર્ટફોન આપવામાં આવ્યો, તો માત્ર 42 ટકાના જ એમસીક્યૂના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો.
સફદરજંગ હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલા પૂર્વ માનસિક રોગ નિષ્ણાત ડૉક્ટર પંકજકુમાર વર્મા જણાવે છે કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર તો નથી દેખાતો અને એને સંપૂર્ણ રીતે સમજી નથી શકાતું.
તેમણે બતાવ્યું કે આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓમાં કિશોરાવસ્થા પહેલાં આવે છે જેમાં માનસિક અને શારીરિક બદલાવ સામેલ છે.
જ્યારે છોકરીઓનું ઍક્સપૉઝર ઓછી વયમાં થાય છે, તો આ અવસ્થામાં આવતા-આવતા છોકરાઓની સરખામણીમાં તેઓ વધુ પ્રભાવિત હોય છે.
આ શોધ એવું પણ કહે છે કે જે બાળકોને ઓછી ઉંમરમાં સ્માર્ટફોન આપવામાં આવ્યા, તેમનામાં આત્મહત્યાના વિચારો, બીજા પ્રત્યે ગુસ્સો, સત્યથી દૂર રહેવું અને હેલુસિનેશન હોવું સામેલ છે.
બાળકો પર અસર
આવી જ કહાણી છવિ (નામ બદલ્યું છે)ની પણ છે અને તેઓ બે દીકરીઓનાં માતા છે.
તેઓ સામાન્યપણે ઘરના કામમાં વ્યસ્ત રહેતાં હતાં અને દીકરી વધુ પરેશાન કરે એટલે તેમણે તેમની 22 મહિનાની દીકરીને સ્માર્ટફોન પકડાવી દીધો હતો.
છવિ પોતાની દીકરીને યુટ્યૂબ પર કાર્ટૂન લગાવીને ફોન આપી દેતાં હતાં અને ઘરના કામમાં લાગી જતાં હતાં.
આ સિલસિલો મોટી દીકરીના સ્કૂલ પરત ફરવા સુધી ચાલતો રહ્યો.
જોકે, છવિએ એ ક્યારેય નહોતું વિચાર્યું કે નાસમજીમાં પોતાની દીકરીના હાથમાં પકડાવી દીધેલો સ્માર્ટફોન તેમના માટે આગળ જતાં મુશ્કેલીનું કારણ બની જશે.
મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પૂજા શિવમ કહે છે કે છવિ જ્યારે પોતાની દીકરીને લઈને આવ્યાં તો તેઓ ઉંમર પ્રમાણે બોલી શકતી હતી. તેનો વિકાસ પણ થયો ન હતો, પરંતુ તેનામાં એંગ્ઝાયટી વધુ હતી.
તેઓ જણાવે છે, "7થી 8 કલાક સુધી માત્ર સ્માર્ટફોન પર રહેતી હતી. છવિ તેને યુટ્યૂબ પર કાર્ટૂન લગાવીને આપી દેતાં. પરંતુ વિચારો તે યુટ્યૂબ પર શું શું જોતી હશે, એનો આપણે માત્ર અંદાજો જ લગાવી શકે છીએ."
"એ ડરેલી રહેતી હતી, તેને એંગ્ઝાયટી રહેતી હતી. કોઈ નવી વ્યક્તિ ઘર પર આવે, તો બૂમો પાડવા લાગતી, ડરી જતી હતી."
"વાત ન કરવી અને જિદ્દી થવું તેમાં સામેલ હતું. ત્યાર પછી અમે સ્માર્ટફોનથી એને દૂર કરી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું."
જાણકારો માને છે કે આજકાલ વાલીઓ નાની ઉંમરમાંજ બાળકોના હાથમાં પેસિફાયર (આમાં નિપ્પલ, શીલ્ઝ અને હૅન્ડલ હોય છે) તરીકે ફોન આપી રહ્યાં છે.
બાળકોના મગજ પર અસર
મનોવૈજ્ઞાનિકો અનુસાર આપણા મગજમાં કેટલીય હજારો વસ્તુઓ સિગ્નલ મારફતે પહોંચતી રહેતી હોય છે.
જ્યારે કોઈ સ્માર્ટફોન વાપરે છે, તો તેને વીડિયો અને ઑડિયો તો મળી જ રહે છે, સાથેસાથે કેટલીક એવી પણ વસ્તુઓ મગજમાં પ્રવેશ કરી રહી હોય છે, જે રોમાંચ અને જિજ્ઞાસા પેદા કરે છે. અને તે એક ચુંબક તરીકે કામ કરે છે.
તો આવામાં તમે એ વિચારો કે જ્યારે બાળકોને આવું ઑક્ઝપોઝર મળે, તો શું થશે?
ડૉક્ટર પંકજકુમાર વર્મા, રેજુવેનેટ માઇન્ડ ક્લિનિક પણ ચલાવે છે.
આ સવાલનો જવાબ આપતા તેઓ કહે છે કે કોરોના દરમિયાન પણ અમે બાળકોનામાં એ જોયું હતું કે સ્ક્રીન સમયમાં વધારો અને માત્ર ઘરોમાં બંધ રહેવાથી તેમનામાં ગુસ્સા પણ વધ્યો હતો, સાથે જ બાળકો એંગ્ઝાયટી અને અવસાદનો પણ શિકાર બન્યાં હતાં.
તેઓ વધુમાં જણાવે છે, "નાના બાળકોમાં મગજનો વિકાસ થઈ જ રહ્યો હોય છે. તેમને ખબર જ નથી કે તેઓ જે જોઈ રહ્યાં છે, તે તેમના માટે સારું છે કે ખરાબ. બીજી વાત એ છે કે જો તેઓ કોઈ કાર્ટૂન જોઈને સારું અનુભવે તો મગજ એક કેમિકલ રિલીઝ કરે છે. ડોપામાઇન જે તેમને ખુશી વ્યક્ત કરાવે છે."
ડિજિટલ ઍક્સપોઝરને કારણે બાળકોને એક રીતે આની લત લાગી ગઈ છે. તેની અસર એ પણ થઈ કે જ્યારે તેને ભણવું, રમવું, મિત્રો સાથે ભળવું જોઈએ, ત્યારે તેઓ એને ભૂલીને માત્ર સ્માર્ટફોનમાં જ રમ્યાં કરે છે, જે તેમને ડોપામાઇન આપતું હોય છે. એટલે તેઓ એક બનાવટી દુનિયામાં જતાં રહે છે.
આવામાં તેઓ ડર, અસમંજસ, ઍંગ્ઝાયટી જેવી મનોસ્થિતિમાં ઘેરાઈ જાય છે અને આગળ વધીને તેમના પર એની અસર રહે છે. વળી જે બાળકોનો સામાજિક વાતાવરણમાં વિકાસ થવો જોઈએ, તેવો વિકાસ નથી થઈ શકતો અને આગળ ભવિષ્યમાં પછી એની તેમના પર ખરાબ અસર થાય છે."
શું કરી શકાય?
કેન્દ્ર સરકારે ગત વર્ષે સોશિયલ મીડિયા કંપનીઓને લઈને નવા અને કડક દિશા-નિર્દેશ જારી કર્યાં હતા.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રહેલા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "ભારતમાં વૉટ્સઍપના 53 કરોડ યૂઝર છે, યુટ્યૂબના 44.8 કરોડ, ફેસબુકના 41 કરોડ અને ટ્વિટરનો વપરાશ કરનારા 1.75 કરોડ લોકો છે."
જ્યારે ભારતમાં ઇન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા 2025માં વધીને 90 કરોડ થઈ શકે છે.
જાણકારો માને છે કે તકનીકનાં બે પાસાં છે. જ્યાં તેઓ જાણકારીનો એક મોટા સ્રોત બની શકતા હતા, જ્યારે એનાં દુષ્પરિણામ પણ છે. એટલે તેનો સંતુલિત ઉપયોગ થવો અત્યંત જરૂરી છે, જે મોટાભાગે લોકો ભૂલી જાય છે.
જાણકારો વાલીઓને આ સલાહ આપે છે –
- નાનાં બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવાં
- બાળકોને સ્માર્ટફોન અથવા ટૅબલેટ આપવાની વય નક્કી કરો
- જો બાળક કોઈ અન્ય બાળક કે મિત્ર પાસે સ્માર્ટફોન હોવાનો તર્ક આપે તો તેને સમજાવવું
- જો બાળકના અભ્યાસ માટે મોબાઇલ જરૂરી છે, તો તેનો સ્ક્રીનટાઇમ નિયંત્રિત કરો
- સ્કૂલોમાં અસાઇનમૅન્ટ ઑનલાઇન આપાવમાં આવે છે, તો તમે એક પ્રિન્ટર ખરીદો કેમ કે તે બાળક પર થનારા નુકસાન કરતા સસ્તું હશે
આ રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકને જેટલા મોડેથી સ્માર્ટફોન મળે છે, એટલું જ તેમના માનસિક સ્વાસ્થ્ય પર ઓછી અસર થાય છે.