You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલાં સિમકાર્ડ રાખી શકે?
દેશમાં હાલમાં જ ‘ટેલિકૉમ ઍક્ટ-2023’ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિના નામ પર એક નિર્ધારિત સંખ્યાથી વધારે ફોન કનેક્શન ન હોવાં જોઈએ. જો કોઈ પાસે નિર્ધારિત મર્યાદાથી વધારે ફોન કનેક્શન હશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક વ્યક્તિ કેટલાં સિમકાર્ડ રાખી શકે? તમારી જાણકારી વગર કોઈ તમારા નામ પર સિમકાર્ડ ખરીદી લેશે તો શું થશે?
આ અહેવાલમાં આપણે આ વિશે જાણીશું.
એક વ્યક્તિ પોતાના નામ પર કેટલાં સિમકાર્ડ રાખી શકે છે?
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન (ડીટીઓ)ના નિયમો પ્રમાણે, કોઈ પણ વ્યક્તિના નામ પર નવથી વધારે સિમકાર્ડ ન હોવા જોઈએ.
જોકે, કેટલાંક રાજ્યોમાં આ સિમકાર્ડના નિયમો જુદા છે.
જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોના લોકો પોતાના નામ પર વધારેમાં વધારે છ સિમકાર્ડ જ રાખી શકે છે.
લિમિટ કરતા વધારે સિમકાર્ડ ખરીદશો તો શું થશે?
કોઈ વ્યક્તિ જ્યારે નવું સિમકાર્ડ ખરીદે છે ત્યારે ટેલિકૉમ કંપની તેમને જણાવે છે કે તેમના નામ પર કેટલા નંબર છે.
ટેલિકૉમ કંપનીઓ ગ્રાહકને સલાહ આપે છે કે ગ્રાહક આ વાતની સમીક્ષા કરે કે શું તમારા નામે પરવાનગી કરતા વધારે કનેક્શન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો વ્યક્તિ પાસે પરવાનગી કરતા વધારે કનેક્શન હોય તો તેને બીજાના નામ પર બદલાવી શકાય છે અથવા તો રદ કરી શકાય છે.
તમારા નામ પર કેટલાં સિમકાર્ડ નોંધાયેલાં છે તે કેવી રીત જાણશો?
આપણે ડીટીઓ અધિકારીની મદદ વગર પણ પોતાના પ્રમાણપત્રો પર કેટલાં કનેક્શન છે તેના વિશે જાણકારી મેળવી શકીએ છીએ.
આ જાણકારી ડીટીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.
આ વેબસાઇટ પર તમારે પોતાના વર્તમાન મોબાઇલ નંબરથી લૉગઇન કરવું પડશે. ત્યારબાદ તમે તમારા પ્રમાણપત્રો પર કેટલાં કનેક્શન છે તે જાણી શકશો અને એ બધા જ મોબાઇલ નંબરોની યાદી તમને મળી જશે.
લિમિટથી વધારે કનેક્શન હશે તો શું થશે?
જો તમને ડીટીઓની વેબસાઇટ પર કોઈ એવો નંબર મળે જે તમારો નથી પરંતુ તમારા નામે નોંધાયેલો છે તો તમે ડીટીઓમાં ફરિયાદ કરીને જાણકારી આપી શકો છો કે તે નંબર તમારો નથી.
આ ઉપરાંત તમે રિપોર્ટ પણ કરી શકો છે.
આ યાદીમાં તમારા નંબરની સામે ‘મારો નંબર નથી,’ ‘જરૂર નથી,’ ‘જરૂર છે’ એવા ત્રણ વિકલ્પો છે.
જો કોઈ વ્યક્તિ તમારી જાણકારી વગર તે યાદીમાંથી નંબર ખરીદે છે તો તમારે તે નંબરની સામે "મારો નંબર નથી" વિકલ્પને પસંદ કરવાનો રહેશે.
જો તમારો કોઈ જૂનો નંબર છે જેની તમારે જરૂર નથી તો તે નંબર માટે તમે "જરૂર નથી"ના વિકલ્પને પસંદ કરી શકો છો.
કેવી સજાઓ થઈ શકે?
નવા ટેલિકૉમ ઍક્ટ-2023માં વિશેષ રૂપે સજાનો કોઈ ઉલ્લેખ નથી. જોકે, પરંતુ કાયદો "છેતરપિંડી અથવા છેતરપિંડી દ્વારા બીજાના નામે મોબાઇલ કનેક્શન મેળવવા" ને ગુનો બનાવે છે. આ પ્રકારના ગુનાઓમાં છેતરપિંડીને લગતા કાયદાઓ હેઠળ આવે છે.
આ મુજબ, ગુનેગારોને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.