કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા અંગે મોદી સહિત ભાજપના નેતાઓએ કરેલા દાવાની ખરાઈ

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા અંગે ભાજપના દાવાની ખરાઈ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાનો હવાલો આપીને કૉંગ્રેસ પર સતત આરોપ લગાવી રહ્યા છે

જ્યારથી કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે, ત્યારથી ભાજપ નેતાઓ તરફથી ચૂંટણીઢંઢેરાને લઈને આકરા પ્રહારો કરાઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાનો હવાલો આપીને કૉંગ્રેસ પર સતત આરોપ લગાવી રહ્યા છે.

આ અહેવાલમાં અમે એ વાત પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું કે ભારતીય જનતા પાર્ટીના આ શીર્ષ નેતાઓના કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા મુદ્દે કરાઈ રહેલા દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે.

પરંતુ એ પહેલાં જાણી લઈએ કે આ નેતાઓ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા મુદ્દે શું-શું કહી રહ્યા છે?

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા મુદ્દે ભાજપના દાવા

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા અંગે ભાજપના દાવા

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં કહ્યું હતું, "જો કૉંગ્રેસની સરકાર આવશે તો દરેક નાગરિકની સંપત્તિનો સરવે કરાશે."

તેમણે કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાએ સંપત્તિના ભાગલા મુદ્દે આપેલા નિવેદનનો ઉલ્લેખ છત્તીસગઢની એક ચૂંટણીસભામાં કર્યો હતો.

છત્તીસગઢમાં એક ચૂંટણીરેલીમાં સંબોધતાં પીએમ મોદીએ કહ્યું હતું, "જ્યાં સુધી તમે જીવિત રહેશો, ત્યાં સુધી કૉંગ્રેસ તમને વધુ ટૅક્સથી મારશે અને જ્યારે જીવિત નહીં રહો ત્યારે તમારી પર ઇનહેરિટેન્સ ટૅક્સનો બોજ નાખી દેશે."

તો રક્ષામંત્રી રાજનાથસિંહ અનુસાર, "કૉંગ્રેસે આ વખતે ચૂંટણીઢંઢેરામાં સરકારી નોકરીઓમાં ધાર્મિક અલ્પસંખ્યકો માટે અનામતનો સંકેત આપ્યો છે."

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બાગપતની એક રેલીમાં કહ્યું કે "કૉંગ્રેસ કહે છે કે અમે વ્યક્તિગત કાયદો લાગુ કરીને શરિયતના કાયદાને લાગુ કરી દેશું."

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, "જ્યારે મેં કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો જોયો તો મને નવાઈ લાગી કે આ કૉંગ્રેસ પાર્ટીનો ચૂંટણીઢંઢેરો છે કે મુસ્લિમ લીગનો. જે રીતે મુસ્લિમ લીગે ધર્મના આધારે અનામતની માગ કરી હતી, એ જ વાતનું આજે કૉંગ્રેસ પુનરાવર્તન કરી રહી છે."

કૉંગ્રેસનો જવાબ

આ તમામ આરોપોના જવાબમાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડેગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું, "કૉંગ્રેસના ન્યાયપત્રનું લક્ષ્ય દરેક જાતિ અને સમુદાયના યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને હાંસિયામાં રહેલા લોકોને ન્યાય અપાવવાનું છે અને તમને તમારા સલાહકાર એ વાતોને લઈને ખોટી માહિતી આપી રહ્યા છે, જે ચૂંટણીઢંઢેરામાં લખેલી જ નથી."

વડા પ્રધાન મોદીના આરોપોના જવાબમાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "કૉંગ્રેસે 55 વરસમાં શું કોઈનું સોનું કે મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશ યુદ્ધ લડતો હતો ત્યારે ઇંદિરાજીએ પોતાનું મંગળસૂત્ર અને ઘરેણાં દાન કર્યાં. લાખો મહિલાઓએ આ દેશ માટે પોતાનાં મંગળસૂત્ર કુરબાન કર્યાં. જ્યારે મારી બહેનોને નોટબંધીમાં પોતાનું મંગળસૂત્ર ગિરવી રાખવું પડ્યું ત્યારે વડા પ્રધાનજી ક્યાં હતા?"

ભાજપના કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા પર કરેલા આરોપોમાં કેટલું તથ્ય?

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા અંગે ભાજપના દાવા

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે ભાજપ નેતાઓનાં ભાષણોમાં કહેલી વાતોની તુલના કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં લખેલી વાતો સાથે કરી અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે કૉંગ્રેસ પર કરેલા આરોપોનો શું આધાર છે કે પછી નિરાધાર છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, "કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં જે કહ્યું છે એ ચિંતાજનક છે, ગંભીર છે. જો કૉંગ્રેસની સરકાર આવશે તો દરેકની સંપત્તિનો સરવે કરાશે. આપણી બહેનો પાસે કેટલું સોનું છે, તેની તપાસ કરાશે, તેનો હિસાબ લેવાશે. આપણા આદિવાસી પરિવારોમાં ચાંદી હોય છે, સિલ્વર કેટલું છે તેનો હિસાબ કરાશે."

જોકે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં સંપત્તિના પુનર્વિતરણની વાત નથી કહેવાઈ.

ચૂંટણીઢંઢેરાામં કહેવાયું છે કે "વર્ષ 2014 અને 2023 દરમિયાન ધનવાનો અને ગરીબો વચ્ચેની અસમાનતામાં ખાસ કરીને વૃદ્ધિ થઈ છે."

વડા પ્રધાન મોદીના આરોપના જવાબમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "નરેન્દ્ર મોદી હારના ડરથી કાંપી રહ્યા છે, આથી તેઓ સતત એક પછી એક જૂઠ બોલી રહ્યા છે. તેઓ જાણે છે કે હિન્દુસ્તાનના લોકો સમજી ગયા છે કે નરેન્દ્ર મોદી અબજોપતિઓના નેતા, ગરીબોના નહીં. તેઓ જાણે છે કે હિન્દુસ્તાનના લોકો બંધારણનું રક્ષણ કરવા ઊભા થઈ ગયા છે."

રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું, "આ વખતના ચૂંટણીઢંઢેરામાં ફરી કૉંગ્રેસે સરકારી નોકરીઓમાં ધાર્મિક અલ્પસંખ્યકો માટે અનામતનો સંકેત આપ્યો છે, જો તે લાગુ થશે તો તેમાં સશસ્ત્ર સેનાઓને પણ તેના દાયરામાં લાવી શકે છે. આ દેશની એકતા-અખંડતાનો અસર કરી શકે એવો વિચાર છે."

જોકે રાજનાથસિંહે એ ન જણાવ્યું કે ચૂંટણીઢંઢેરાના કયા ભાગમાં તેમણે આવો ઈશારો કે સંકેત મળ્યો છે.

ચૂંટણીઢંઢેરામાં "આર્થિક રીતે નબળા લોકો માટે નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં કોઈ ભેદભાવ વિના બધી જાતિઓ અને સમુદાયો માટે 10 ટકા અનામત"ની વાત છે.

સાથે જ કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં ગૅરંટી આપી છે કે "તે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી સમુદાયો માટે અનામત પરની 50 ટકાની મહત્તમ સીમાને વધારવા માટે બંધારણીય સંશોધન પાસ કરશે."

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા અંગે ભાજપના દાવા

ઇમેજ સ્રોત, ani

આ સિવાય ચૂંટણીઢંઢેરાનો એક ભાગ "ધાર્મિક અને ભાષાસંબંધિત અલ્પસંખ્યકો"ને લઈને છે, જેમાં વિદેશમાં ભણવા માટે મૌલાના આઝાદ સ્કૉલરશિપને લાગુ કરવા અને સ્કૉલરશિપની સંખ્યા વધારવાની વાત કરી છે. તેમજ ચૂંટણીઢંઢેરામાં અલ્પસંખ્યક વિદ્યાર્થીઓ અને યુવાઓને શિક્ષણ, રોજગાર, બિઝનેસ, સર્વિસિઝ, રમત અને અન્ય ક્ષેત્રોમાં વધતી તકો માટે પ્રોત્સાહિત કરવા અને સહાયતા કરવાની વાત કરાઈ છે.

કૉંગ્રેસેના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ પવન ખેડાએ લખ્યું, "વડા પ્રધાનને પડકાર છે કે અમારા ચૂંટણીઢંઢેરામાં ક્યાંય પણ હિન્દુ મુસલમાન લખેલું હોય તો બતાવી દે."

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એક રેલીમાં કહ્યું, "જ્યારે કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો તમે જુઓ તો બે વાત તેમાં નજર આવે છે. એક, કૉંગ્રેસ કહે છે કે અમે વ્યક્તિગત કાયદો લાગુ કરીને શરિયત કાયદાને લાગુ કરાવી દેશું. તેનો મતલબ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણ માટે આ લોકો ખતરો પેદા કરવા માગે છે. આ દેશના બંધારણ માટે ખતરો પેદા કરવા માગે છે. તાલિબાની શાસન લાગુ કરવા માગે છે. શું આપણે તાલિબાની શાસનને સ્વીકારીશું?"

બીજી તરફ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં "ધાર્મિક અને ભાષાસંબંધિત અલ્પસંખ્યકો"ના ભાગ નીચે લખેલું છે, "અમે વ્યક્તિગત કાયદાઓમાં સુધારા માટે પ્રોત્સાહિત કરીશું. આવા સુધારા સમુદાયોની સહમતિ અને તેમના સહયોગથી જ થવા જોઈએ."

ચૂંટણીઢંઢેરામાં 'શરિયત', 'તાલિબાન' જેવા શબ્દો જ નથી, આથી એ સ્પષ્ટ નથી કે તેમણે આ વાતો કયા આધારે કહી છે.

બીબીસી
બીબીસી