પહલગામ હુમલો : 10 તસવીરમાં જુઓ, મૃતદેહો વતન લવાયા ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં?

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના દાયકાઓના સૌથી મોટા ચરમપંથી હુમલા પછી હાહાકાર મચી ગયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતનાં રાજ્યોના 26 પર્યટકો આ હુમલામાં માર્યા ગયા છે.

હુમલાના કારણે ભારતે પાકિસ્તાન સામે કેટલાક કઠોર નિર્ણયો પણ કર્યા છે. પર્યટકોના મૃતદેહો હવાઈ માર્ગે તેમના શહેર પહોંચાડવામાં આવ્યા હતા અને ભારે ગમગીન દૃશ્યો સર્જાયાં હતાં.

બુધવારે સુરતના પર્યટક શૈલેશ કળથિયાનો મૃતદેહ પણ તેમના ઘેર લાવવામાં આવ્યો હતો. તે વખતે સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અંતિમયાત્રામાં જોડાયા હતા.

ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પહલગામમાં ચરમપંથીઓની ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. પિતાપુત્રના મૃતદેહ પણ ઘરે પહોંચાડવામાં આવ્યા છે. પિતાપુત્રની અંતિમવિધિમાં અનેક લોકો જોડાયા હતા.

કાશ્મીરી યુવાન સૈયદ આદિલ હુસૈન શાહ પણ હુમલાખોરોની ગોળીનો ભોગ બન્યા હતા. બુધવારે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા તેમના જનાજાની નમાજમાં જોડાયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન