પહલગામ હુમલો : 10 તસવીરમાં જુઓ, મૃતદેહો વતન લવાયા ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં?

બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં થયેલા ચરમપંથી હુમલામાં મુંબઈના સંજય લેલેનું પણ મોત થયું હતું. મૃતકનાં સ્વજન અશ્રુભીની આંખે તસવીરમાં

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના દાયકાઓના સૌથી મોટા ચરમપંથી હુમલા પછી હાહાકાર મચી ગયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતનાં રાજ્યોના 26 પર્યટકો આ હુમલામાં માર્યા ગયા છે.

હુમલાના કારણે ભારતે પાકિસ્તાન સામે કેટલાક કઠોર નિર્ણયો પણ કર્યા છે. પર્યટકોના મૃતદેહો હવાઈ માર્ગે તેમના શહેર પહોંચાડવામાં આવ્યા હતા અને ભારે ગમગીન દૃશ્યો સર્જાયાં હતાં.

બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

ઇમેજ કૅપ્શન, સુરતમાં શૈલેશ કળથિયાનો મૃતદેહ પણ તેમના ઘેર લાવવામાં આવ્યો હતો તેમનાં પત્ની શીતલ કળથિયા ગમગીન અવસ્થામાં હતાં

બુધવારે સુરતના પર્યટક શૈલેશ કળથિયાનો મૃતદેહ પણ તેમના ઘેર લાવવામાં આવ્યો હતો. તે વખતે સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અંતિમયાત્રામાં જોડાયા હતા.

બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં બંદૂકધારીના હુમલામાં ભારતીય પર્યટક સમીર ગુહાનું મૃત્યુ થયું હતું. કોલકાતામાં તેમની અંતિમવિધિ વખતે તેમનાં પત્ની શોકમગ્ન હતાં
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, ભાવનગરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃતકોના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના આપી હતી

ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પહલગામમાં ચરમપંથીઓની ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. પિતાપુત્રના મૃતદેહ પણ ઘરે પહોંચાડવામાં આવ્યા છે. પિતાપુત્રની અંતિમવિધિમાં અનેક લોકો જોડાયા હતા.

બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બૅંગલુરુમાં જેડીએસના નેતા નિખિલ કુમારાસ્વામીએ ભારત ભૂષણને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત ભૂષણ પણ પહલગામ હુમલામાં માર્યા ગયા છે
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મૂળ હરિયાણાના નૅવીના અધિકારી વિનય નરવાલનું હુમલામાં મૃત્યુ થયું છે. કરનાલ ખાતે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેમના પરિવારની મુલાકાત લીધી હતી
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આંધ્ર પ્રદેશના રહેવાસી મધુસુધા રાવના મૃતદેહને વતન નેલ્લોર લાવવામાં આવ્યો હતો
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. દ્વિવેદીનું પણ પહલગામ હુમલામાં મૃત્યુ થયું છે
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈના ડોમ્બિવલીમાં અતુલ મોને, હેમંત જોશી, સંજય લેલે માટે એક જગ્યાએ શોકસભાનું પોસ્ટર લગાવાયું છે. પહલગામ હુમલામાં ત્રણેયનાં મોત થયાં છે
બીબીસી ગુજરાતી કાશ્મીર પહલગામ ચરમપંથી હુમલો ગુજરાત ભાવનગર સુરત ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહલગામમાં હુમલામાં માર્યા ગયેલા આદિલ હુસૈન શાહના સ્વજનો તેમના અંતિમસંસ્કાર દરમિયાન વિલાપ કરી રહ્યાં છે

કાશ્મીરી યુવાન સૈયદ આદિલ હુસૈન શાહ પણ હુમલાખોરોની ગોળીનો ભોગ બન્યા હતા. બુધવારે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા તેમના જનાજાની નમાજમાં જોડાયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન