નરેન્દ્ર મોદીને એક આંખવાળી દીપડીની તસવીર અપાઈ, આ પ્રાણીને સતત કેમ શોધાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, SAJITH PREMADASA'S MEDIA UNIT
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી તમિલ
હાલના સમયમાં શ્રીલંકામાં એક માદા દીપડાની ઘણી ચર્ચા થઈ રહી છે, જેણે પોતાની એક આંખી ગુમાવી દીધી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં શ્રીલંકા આવ્યા હતા. આ દરમિયાન શ્રીલંકાના વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને એક સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું.
સાજિથ પ્રેમદાસાએ નરેન્દ્ર મોદીને એક દીપડીની તસવીર ભેટમાં આપી હતી, તસવીરમાં દીપડી પાછળ વળીને જોઈ રહી છે.
આ તસવીરમાં દીપડીની જમણી આંખનો રંગ નીલો છે, જે દર્શાવે છે કે તેને દૃષ્ટિ નથી.
વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ કહ્યું કે એક આંખની દૃષ્ટિ ગુમાવવા છતાં જંગલના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરનાર આ પ્રાણી "શ્રીલંકાના કુદરતી વારસા અને સુંદરતાનું ખરું પ્રતીક છે."
સજિથ પ્રેમદાસાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી કે દીપડીએ ગ્લુકોમા (ઑપ્ટિક નર્વને નુકસાન) અને મોતિયાને કારણે તેની આંખ ગુમાવી હશે અને પડકારો વચ્ચે જીવિત રહેવાની આ નિશાની છે.

ઇમેજ સ્રોત, SAJITH PREMADASA'S MEDIA UNIT
દીપડી ક્યાં રહે છે?
બીબીસી તમિલે વિલ્પટ્ટુ રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારી પુબુડુ સુરંગા રત્નાયકે સાથે રાષ્ટ્રીય અભયારણ્યમાં રહેતી દીપડી અંગે વાત કરી.
તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈએ આ દીપડીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "દીપડાને બંને આંખે દેખાતું હોવું જોઈએ. ખોરાક મેળવવા માટે આંખો યોગ્ય રીતે કામ કરે એ જરૂરી છે. જોકે, આ દીપડીને એક આંખે દેખાતું નથી. અમને એક વર્ષથી તે દીપડી વિશે કોઈ માહિતી મળી નથી."
બીબીસી તમિલે અધિકારીને પૂછ્યું કે શું દીપડીની આંખો કુદરતી રીતે આવી દેખાય છે.
તેમણે કહ્યું, "તે કોઈ અકસ્માત નહોતો. આ કોઈ પણ પ્રાણીને થઈ શકે છે. આ પ્રાણીઓ તેમજ માણસો સાથે પણ થઈ શકે છે. આ દીપડી ઘણાં વર્ષોથી જીવિત છે. કોઈ એક અકસ્માતને કારણે આ થયું હોવાની શક્યતા ઓછી છે."
વિલ્પટ્ટુ રાષ્ટ્રીય અભયારણ્યમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણ અનુસાર, ત્યાં અંદાજે 350 દીપડા રહે છે.
દીપડાની આ પ્રજાતિ શ્રીલંકામાં શ્રીલંકન દીપડા કે ચિત્તા પાર્ટ્સ કોટિયાના નામે જાણીતી છે.
જણાવાઈ રહ્યું છે કે ખાસ કરીને આવા દીપડાને વર્તમાન સમયમાં શ્રીલંકામાં એક લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે ગણાવાઈ રહ્યા છે અને તેને સંરક્ષિત પ્રજાતિઓની સૂચિમાં સામેલ કરાયા છે. દેશમાં પહેલી વાર તેની ખોજ 1956ની આસપાસ થઈ હતી.
'અમે એક આંખવાળી દીપડીને શોધીએ છીએ'

ઇમેજ સ્રોત, SAJITH PREMADASA'S MEDIA UNIT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિલ્પટ્ટુ વન રિઝર્વ પુટ્ટલમ અને અનુરાધાપુરા જિલ્લામાં ફેલાયેલું છે અને તેને મન્નાર અને વાવુનિયા જિલ્લા વચ્ચેની સીમા પણ લાગે છે.
વિલ્પટ્ટુ રાષ્ટ્રીય અભયારણ્યના અધિકારી પુબુડુ સુરંગા રત્નાયકે જણાવે છે કે "વન આઈ" નામથી જાણીતી દીપડીની શોધ સતત ચાલુ છે, જેથી ગણતરી સમયે તેના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી શકાય.
તેઓ કહે છે, "પ્રતિદિન અંદાજે 70થી 80 સફારી વાહનો અભયારણ્યમાં પ્રવેશે છે. અમે તેમને સૂચના આપી છે કે જો તેમને આ દીપડી વિશે કોઈ માહિતી હોય તો અમને જણાવે. તેવી જ રીતે અમારાં વાહનો પણ દરરોજ અભયારણ્યમાં પ્રવેશ કરે છે. અમે પ્રયત્નશીલ છીએ કે કેવી રીતે આ પ્રાણીને શોધી શકીએ."
વિલ્પટ્ટુ રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારી પુબુડુ સુરંગા રત્નાયકે વધુમાં કરહે છે, "આ દીપડો માદા છે, તેથી તે લાંબા અંતર સુધી દોડવાની ક્ષમતા ધરાવે છે. માદા પ્રાણીઓમાં નર પ્રાણી કરતાં લાંબા અંતર સુધી દોડવાની ક્ષમતા હોય છે. "
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













