તાંત્રિકે 'ભૂત કાઢવા' માટે સંઘર્ષ કર્યો, 'ભૂત તો ન નિકળ્યું' પણ કિશોરનો જીવ જતો રહ્યો

ભૂવાને કારણે બાળકનું મોત
ઇમેજ કૅપ્શન, આર્યન લાંડગે
    • લેેખક, સરફરાઝ સનદી
    • પદ, બીબીસી મરાઠી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કિશોરને તાવ આવ્યો અને તે ઊંઘમાં બડબડાટ કરવા લાગ્યો. તેના પરિવારને શંકા થઈ કે તેને ‘ભૂત વળગ્યું’ છે, તેથી તેઓ તેને ભૂવા પાસે લઈ ગયા.

આ ભૂવાએ કથિત ભૂતને ભગાડવા માટે કિશોરને ઢોર માર માર્યો. ઢોર મારને કારણે બાળક અધમૂવું થઈ ગયું અને તેની હાલત વધુ કફોડી થઈ ગઈ.

પરિવારે હવે તેને હૉસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ મોડું થઈ ગયું હતું અને બાળકનો જીવ જતો રહ્યો.

આધુનિક વિજ્ઞાન અને ટેકનૉલૉજીના આ યુગમાં સાંગલીમાં બનેલી આ ઘટનાથી લોકો આઘાતમાં છે.

14 વર્ષના આર્યન દીપક લાંડગેને થોડા દિવસોથી તાવ આવતો હતો. તાવને કારણે તે ઊંઘમાં બબડતો હતો. આને કારણે, આર્યનનાં માતા, તેના ભાભીની વિનંતીને કારણે તેને કથિત ભૂતના વળગાડથી મુક્તિ અપાવવા કર્ણાટકના એક ગામમાં ભૂવા પાસે લઈ ગયા.

અપ્પાસો કાંબલે નામના ભૂવાએ આ બાળકમાં ભૂત વળગ્યા હોવાની શંકા વ્યક્ત કરીને, તેને ભગાડવા માટે બાળકને ઢોર માર માર્યો. આ મારને કારણે 'ભૂત' તો ન ભાગ્યું પણ આર્યનનો જીવ જતો રહ્યો.

ભૂવાને કારણે બાળકનું મોત

સારવાર કરાવાને બદલે આર્યનનો પરિવાર તેને ‘ભૂવા’ પાસે કેમ લઈ ગયો?

ભૂવાને કારણે બાળકનું મોત
ઇમેજ કૅપ્શન, આર્યન લાંડગે નામના બાળકનું એક ભૂવા દ્વારા ઢોર માર મારવાને કારણે મોત થયું.

બનાવ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાવથે-મહાકાલ તાલુકાના ઇરલી ગામનો છે. આ પરિવાર પર હાલ દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કારણ કે, તેમનો નાનકડો સભ્ય આર્યન અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છે.

કવિતા તેના ઇરલી ગામમાં તેમનાં બે બાળકો સાથે રહે છે. બાળકોમાં એક પુત્ર આર્યન અને એક પુત્રી અસ્મિતા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પતિ દીપક લાંડગેનું અવસાન થયું હોવાથી મજૂરી કરીને કવિતા બંને બાળકોનું ભરણ-પોષણ કરે છે.

ઘટના વિશે વાત કરતાં આર્યનનાં માતા કવિતા કહે છે, "10 મેના રોજ આર્યનને તાવ આવ્યો હતો. હું તેને મિરજ તાલુકાના એરંડોલી ગામમાં રહેતી મારી બહેન પાસે લઈ ગઈ. બીજા દિવસે ખાનગી દવાખાનામાં તેની સારવાર કરાવી."

"ત્યાર બાદ હું બંને બાળકોને લઈને કર્ણાટકના શિવનૂરમાં ગયા પણ આર્યનની તબિયતમાં કોઈ ફરક પડતો નહોતો."

આ પછી કવિતાના ભાઈ આર્યનને ફરી હૉસ્પિટલ લઈ ગયા. તે રાત્રે પણ આર્યનને તાવ આવ્યો.

તે ઊંઘમાં બડબડાટ કરવા લાગ્યો. તેથી કવિતા અને તેની ભાભીએ વિચાર્યું કે આર્યનમાં ભૂતે પ્રવેશ કર્યો છે.

કવિતા વધુમાં ઉમેરે છે, "અમને ભૂત ભરાયાની આશંકા હતી. મારી ભાભીએ કહ્યું કે તેમના પિતા આપ્પાસો કાંબલે ભૂવા છે અને તે વળગાડ દૂર કરવાનું કામ કરે છે. ચાલો, આર્યનને તેમની પાસે લઈ જઈએ."

બીજા દિવસે, કવિતાના ભાઈ અને તેમનાં પત્ની આર્યનને સ્કૂટર પર બેસાડીને કર્ણાટકના શિવગુર ગયાં. જોકે, કવિતા કોઈ મુશ્કેલીને કારણે ન જઈ શક્યાં.

થોડીવાર બાદ જ્યારે કવિતાએ તેમનાં ભાભીનો સંપર્ક કર્યો અને આર્યનની તબિયત વિશે પૂછ્યું તો ભાભીએ કહ્યું, "જ્યારે આપ્પાસો કાંબલેએ ‘આર્યન ( તેના શરીરમાં કથિત ભૂતને સંબોધતા ) પૂછ્યું કે તું કોણ છે’, તો તેણે કહ્યું કે ‘હું ઇરલીનો છું અને આર્યનનો વડીલ છું.’"

ભૂવાને કારણે બાળકનું મોત

આર્યનની તબિયત વધારે બગડી

ભૂવાને કારણે બાળકનું મોત
ઇમેજ કૅપ્શન, આર્યનનું ઘર

આર્યનના પરિવારના જણાવ્યા પ્રમાણે ભૂવાએ ભૂતને ભગાડવા માટે તેને ઢોર માર માર્યો હતો.

કવિતા કહે છે, "પછી મેં મારી બહેનને કહ્યું કે તું શિવગુર જઈને આર્યનને લઈ આવ. જ્યારે મારી બહેન ત્યાં પહોંચી, તો તેણે આર્યનના શરીર પર માર વાગેલો જોયો. મારી બહેને મને આર્યન સાથે ફોન પર વાત કરાવી. તે રડતો હતો અને મને હૉસ્પિટલ લઈ જવાનું કહ્યું."

બાદમાં આર્યનને નજીકના અથાણી ગામની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તબીબે તેને તાત્કાલિક નજીકની મિરજ ખાતેની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું.

કવિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન 19મી મેના રોજ આર્યનનું મોત થયું હતું.

આ ઘટનાનો પ્રાથમિક અહેવાલ મિરજની મહાત્મા ગાંધી પોલીસ ચોકીમાં નોંધવામાં આવ્યો.

બીબીસીએ આ ઘટના અંગે મહાત્મા ગાંધી પોલીસ ચોકીના પોલીસ ઇન્સ્પેક્ટર સુધાકર ભાલેરાવનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે મૃત્યુનું પ્રાથમિક કારણ નોંધવામાં આવ્યું છે.

જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે હૉસ્પિટલ પ્રશાસન દ્વારા આર્યન લાંડગેના વિસેરા રાખવામાં આવ્યા છે.

ભૂવાને કારણે બાળકનું મોત

‘અંધશ્રદ્ધાનો ભોગ બન્યો આર્યન’

ભૂવાને કારણે બાળકનું મોત
ઇમેજ કૅપ્શન, આર્યનના માતા કવિતા લાંડગે

આર્યનના મોતની ઘટના બાદ અંઘશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકરોએ આ બાબતે સંબંધિત કવિતાના પરિવારનો સંપર્ક કર્યો. કવિતા ખૂબ જ માનસિક દબાણ હેઠળ હતાં, આર્યન તેના જ પરિવારના સંબંધીઓ દ્વારા અંધશ્રદ્ધાનો ભોગ બન્યો હતો તેથી તે પોલીસ ફરિયાદ લખાવવાની ઉતાવળમાં નહોતી.

અંધશ્રદ્ધા નિર્મૂનલ સમિતિના કાર્યકર ફારુખ ગવંદીએ બીબીસીને જણાવ્યું કે તેમણે કવિતાને હિંમત આપી તેથી આ મામલે કાવથે-મહાંકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કવિતાએ આ સંદર્ભે ભૂવા આપ્પાસો કાંબલે સામે પણ ફરિયાદ નોંધી છે.

ફારુખ ગવંદી જણાવે છે, "અંધશ્રદ્ધાને કારણે બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. તે દર્શાવે છે કે હજુ પણ અંધશ્રદ્ધા સમાજમાં કેટલી હદે વ્યાપેલી છે."

કવાથે-મહાંકલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર શહાણેએ બીબીસીને જણાવ્યું, "તેની માતા કવિતા લાંડગે દ્વારા 14 વર્ષની વયના આર્યન દીપક લાંડગેના મોત અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે."

" તેણે કહ્યું છે કે છોકરાને ભૂત વળગ્યું બહતું અને તેને કર્ણાટકના ભૂવા પાસે લઈ જવામાં આવ્યો હતો. તેના દ્વારા બાળકને ઢોર માર મારવાને કારણે તે મૃત્યુ પામ્યો."

કર્ણાટકના કુડચી પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ નોંધવામાં આવી છે. કુડચી પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

ભૂવાને કારણે બાળકનું મોત
ભૂવાને કારણે બાળકનું મોત