45 ચોગ્ગા, 22 છગ્ગા, કુલ સ્કોર 458, રેકૉર્ડ બ્રૅક મૅચની છેલ્લા બૉલ સુધીની કહાણી

ક્રિકેટ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલમાં શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સના બૅટ્સમૅનોએ તોફાની બેટિંગ કરી અને આ ટુર્નામેન્ટમાં ઇતિહાસનો બીજો સૌથી મોટો 257 રનનો સ્કોર ખડકી દીધો.

પંજાબની ટીમ આ મૅચમાં લખનઉ સામે ટકી ન શકી અને 56 રનથી મૅચ હારી ગઈ.

10 વર્ષ પહેલાં 2013માં પણ આઈપીએલમાં આવી એક ઇનિંગ રમાઈ હતી, જે અત્યાર સુધી રેકૉર્ડબુકમાં નોંધાયેલી છે.

તમને ક્રિસ ગેલની 175 નૉટ આઉટની ઇનિંગ્સ યાદ છે ને?

એ મૅચમાં માત્ર ક્રિસ ગેલે જ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો, સાથે જ તેમને 17 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ આજે પણ એક ઇનિંગ્સમાં કોઈ એક બૅટ્સમૅને લગાવેલા સૌથી વધુ છગ્ગાનો રેકૉર્ડ છે.

ગેલની (30 બૉલમાં) વિક્રમી સદી આજે પણ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી તરીકે નોંધાયેલી છે. ગેલ અને ડીવિલિયર્સની ઇનિંગ્સના કારણે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે તે મૅચમાં 263 રન બનાવ્યા હતા. તે આજે પણ આઈપીએલમાં કોઈ પણ ટીમનો સૌથી મોટો સ્કોર છે.

મોહાલીમાં ગઈ રાત્રે કેએલ રાહુલની ટીમે પણ આરસીબીની એ ઇનિંગ જેવી જ કમાલ કરી બતાવી, જોકે આ ટીમ આરસીબીના સ્કોરનો વિક્રમ તોડવામાં માત્ર છ રન પાછળ રહી ગઈ.

આ મૅચ પણ આવી જ રીતે રમાઈ હતી. બૅટ્સમૅનોએ તોફાની અંદાજમાં રન ફટકાર્યા હતા. બૉલરો અને ફિલ્ડરોને મેદાનમાં જ નહીં, પણ કૉમેન્ટરી બૉક્સમાં કૉમેન્ટેટરોને પણ રાહત મળી ન હતી, કારણ કે લખનૌ સુપર જાયન્ટ્સના બૅટ્સમૅન દરેક ઓવરમાં લગભગ 12 રન બનાવી રહ્યા હતા.

બીબીસી

કયા રેકૉર્ડ બન્યા?

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપીએલની શરૂઆત 2008થી થઈ અને અત્યાર સુધીમાં એક હજારથી વધુ મૅચ રમાઈ ચૂકી છે.

જોકે, આ તે મૅચ છે, જે આવનારાં ઘણાં વર્ષો સુધી યાદ રહેશે. આ મૅચમાં એવા રેકૉર્ડ બન્યા છે, જે આઈપીએલના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.

લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 257 રન બનાવ્યા હતા. આ સિઝનનો આ સૌથી મોટો સ્કોર છે જ, આઈપીએલના ઇતિહાસમાં કોઈ પણ ટીમનો બીજો સૌથી મોટો સ્કોર પણ છે.

263/5નો સૌથી મોટો સ્કોર વિરાટ કોહલીના નેતૃત્વમાં 2013માં પુણે વોરિયર્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે બનાવ્યો હતો. એટલે કે તેઓ માત્ર છ રનથી આઈપીએલના ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ બનાવવાનું ચૂકી ગયા હતા.

પંજાબની ટીમે પણ આ મૅચમાં 201 રન બનાવ્યા હતા. બંને ટીમોએ મળીને 458 રન બનાવ્યા હતા. એક જ મૅચમાં બંને ટીમોનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

આઈપીએલની કોઈ પણ મૅચમાં માત્ર બે વખત બંને ટીમો આનાથી વધુ સ્કોર કરવામાં સફળ રહી છે.

2010માં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મૅચમાં બંને ટીમનો સૌથી મોટો સ્કોર થયો હતો.

ત્યારે ચેન્નાઈએ 246 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રૉયલ્સે પણ 223 રન બનાવ્યા હતા અને માત્ર 23 રનથી મૅચ હારી ગયું હતું. તે મૅચમાં બંને ટીમોએ કુલ 469 રન બનાવ્યા હતા.

આની બરાબર નીચે 2018માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મૅચમાં કુલ 459 રન થયા હતા.

બીબીસી
ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સ: મૅચનું રિપોર્ટ કાર્ડ

  • લખનૌ સુપર જાયન્ટ્સ : 257/5
  • પંજાબ કિંગ્સ : 201/10
  • લખનૌએ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
  • આઈપીએલના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર
  • મૅચમાં કુલ 45 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકારવામાં આવ્યા
  • બંને ટીમોએ કુલ 458 રન બનાવ્યા
  • આઈપીએલની એક જ મૅચમાં બંને ટીમનો ત્રીજો સૌથી મોટો સ્કોર
  • લખનૌએ આ મૅચમાં 9 બૉલરો સાથે બૉલિંગ કરી
બીબીસી

સ્ટૉયનિસે તોડ્યો રેકૉર્ડ

શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌ સુપર જાયન્ટ્સના 257 રનમાં માર્કસ સ્ટૉયનિસે માત્ર 40 બૉલમાં 72 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી અને બૉલિંગ દરમિયાન શિખર ધવનની વિકેટ પણ લીધી હતી.

આ મૅચનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો, એટલું જ નહીં, પરંતુ સ્ટૉયનિસની આઈપીએલ કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ પણ બની ગઈ હતી.

સ્ટૉયનિસે અગાઉ રમેલી સાત ઇનિંગ્સમાંથી પાંચમાં 21 કે તેથી ઓછા રનમાં આઉટ થયા હતા. જ્યારે પણ ટીમને તેની જરૂર પડી, ત્યારે તેમનું બેટ ગર્જ્યું છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 213 રનના સફળ ચેઝમાં સ્ટૉયનિસે 30 બૉલમાં 65 રનની ઇનિંગ રમી હતી, જે આ ઇનિંગ પહેલા સ્ટૉયનિસનો આઈપીએલનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો.

19 વર્ષની વયે પોતાના હોમસ્ટેટ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરનાર સ્ટૉયનિસે ઑસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમ માટે ઘણી અવિસ્મરણીય ઇનિંગ્સ રમી છે.

નંબર-7 પર બેટિંગ કરવા ઊતર્યા હોવા છતાં અણનમ 146 રનની ઇનિંગ્સે તેમને વનડે અને T20માં કાંગારુ ટીમના કાયમી સભ્ય બનાવી દીધા હતા.

તેમની પાસે મિડલ ઑર્ડરમાં અલગ-અલગ પોઝિશન પર બેટિંગ કરવાનો અનુભવ છે, ત્યારે તેમની પાસે બૉલિંગથી લઈને ડેથ ઓવર કરવા સુધીનો મજબૂત અનુભવ છે.

બે ડઝનથી વધુ ટીમો માટે રમી ચૂકેલા સ્ટૉયનિસે 2021 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જે બાદ કાંગારુ ટીમે એ વર્ષે આ વર્લ્ડકપ પોતાને નામે કર્યો હતો.

બીબીસી

લખનૌના સુપર જાયન્ટ્સ

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

તો હવે આ મૅચ પર પાછા આવીએ... તો અલબત્ત, સ્ટૉયનિસે ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને 'પ્લેયર ઑફ ધ મૅચ' પોતાને નામ કર્યો, પરંતુ તેની સાથે જ કાઇલ મેયર્સની સૌથી વધુ પ્રશંસા કરવી પડે, જે આ આઈપીએલમાં એવા સ્ટ્રાઈક રેટ સાથે રમી રહ્યા છે, જે તેમની પાસે પહેલાં જોવા મળ્યો ન હતો.

વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅને વિસ્ફોટક શરૂઆત કરી હતી અને રન રેટને 12થી નીચે જવા દીધો ન હતો. મૅચની બીજી ઓવરમાં મેયર્સે અર્શદીપસિંહના બૉલ પર ચાર ચોગ્ગા ફટકાર્યા હતા અને પાંચમી ઓવરમાં જ્યારે સિકંદર રઝાને લાવવામાં આવ્યા ત્યારે તેમણે તેમના બૉલ પર 6, 4, 6 જેવા મોટા શૉટ ફટકાર્યા હતા.

પાવરપ્લેમાં એક બૉલ બાકી રહેતા તેઓ 54 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, ત્યારે સ્કોરબોર્ડ પર માત્ર 72 રન હતા.

સાથે સ્ટૉયનિસના પીચ પર રહેવા દરમિયાન બીજા છેડેથી આયુષ બદોની અને નિકોલસ પૂરને પણ પંજાબ કિંગ્સના બૉલરોને રાહતનો શ્વાસ લેવા દીધો ન હતો.

જ્યાં પુરને 14મી ઓવરમાં પીચ પર આવતાની સાથે જ લિવિંગસ્ટનના બૉલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને માત્ર 19 બૉલમાં 45 રનની ઇનિંગ રમી હતી.

તે જ સમયે, બદોનીએ પણ માત્ર 24 બૉલમાં 43 રન બનાવ્યા હતા. બદોનીએ પોતાની બેટિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.

બીબીસી

પંજાબ કિંગ્સની ભૂલના ચોગ્ગા

મૅચમાં શિખર ધવનનો પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો. ધવને બાદમાં કહ્યું કે બૉલરોએ ઘણા રન વેડફ્યા.

શિખર ધવને વધારાના ફાસ્ટ બૉલરને રમવાની તક આપી હતી, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે ટીમમાં વધારાના સ્પિનરને જગ્યા આપી હતી.

આમ તો મૅચની શરૂઆત જ કૅચ છૂટવાની સાથે થઈ હતી. ગુરનૂર બરારના બૉલ પર અર્થવ તાયડેએ કેએલ રાહુલનો કૅચ છોડ્યો હતો. જોકે રાહુલ મોંઘા સાબિત થયા નહોતા.

પરંતુ સ્પષ્ટ કૅચ લેવા છતાં તેમના બૂટને બાઉન્ડરી લાઇનની બહાર ફેકી દેનાર લિવિંગ્સ્ટનની સાથે જ સમગ્ર ટીમને ઘણું ભારે પડ્યું હતું.

આ કૅચ પ્લેયર ઑફ ધ મૅચ માર્કસ સ્ટૉયનિસનો હતો, જે તે સમયે 22 બૉલમાં 38 રન બનાવીને રમી રહ્યા હતા. આ પછી સ્ટૉયનિસે 18 બૉલમાં વધુ 34 રન બનાવ્યા હતી.

બીબીસી

પંજાબના બૉલરોએ કર્યા નિરાશ

અર્થવ તાયડે

ઇમેજ સ્રોત, ANI

પોતપોતાના દેશના સુપર સ્ટાર અર્શદીપસિંહ અને કગિસો રબાડાએ પંજાબ કિંગ્સ માટે બૉલિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ તે એટલા ખર્ચાળ સાબિત થયા કે બંનેએ પોતપોતાની ચાર ઓવરમાં 50થી વધુ રન આપ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સના કપ્તાન કેએલ રાહુલ જલદી આઉટ થઈ ગયા હતા, પરંતુ કાઇલ મેયર્સે માત્ર આ બે બૉલરોને જ નહીં, પરંતુ સિકંદર રઝાના બૉલને પણ બેરહેમીથી માર્યો હતો. રઝાને ફરીથી બૉલિંગ કરવાની તક મળી ન હતી.

શિખર ધવને સાત બૉલનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ચહર (7.25) સિવાય કોઈની પણ ઈકૉનૉમી 12થી ઓછી ન હતી. લિવિંગસ્ટને એક ઓવરમાં 19 રન લીધા હતા.

તે જ સમયે જ્યારે પંજાબની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે કેએલ રાહુલે પણ નવ બૉલરનો ઉપયોગ કર્યો હતો. કાઇલ મેયર્સે તેમની એક ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા અને તે સૌથી વધુ સસ્તા રહ્યા હતા.

બીબીસી

પંજાબ કિંગ્સ માટે શું સારું થયું?

અલબત્ત, પંજાબ હારી ગયું છે, પરંતુ તેના માટે પણ આ મૅચમાં કેટલીક સકારાત્મક બાબતો બની છે.

પંજાબ કિંગ્સની ટીમ આ મૅચમાં ટૉસ જીતવા સિવાય દરેક મોરચે પાછળ રહી ગઈ હતી. લખનૌ એ તેમની સામે અસંભવ લાગનારો સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ પંજાબે પણ 200 રનનો આંકડો પાર કર્યો છે.

22 વર્ષીય ગુરનૂર બરારે બૉલિંગની શરૂઆત કરી અને તેમની પ્રથમ ઓવરમાં માત્ર બે રન બનવા દીધા હતા. જો તેમના પહેલા બૉલ પર કૅચ છોડ્યો ન હોત તો સ્કોર અને પરિણામ અલગ હોત.

બીજી તરફ કપ્તાન સહિત બંને ઓપનર બૅટ્સમૅન પાવરપ્લે દરમિયાન પેવેલિયન પરત ફર્યા હતા, ત્યારે પીચ પર આવેલા 23 વર્ષના ડાબોડી બૅટ્સમૅન અર્થવ તાયડે પણ પંજાબ માટે ખૂબ જ અનોખા રહ્યા હતા.

અથર્વે તેમની ઉંમરના 23 વર્ષ પૂરા કર્યા છે અને તે ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પીચ પર આવ્યા હતા અને જ્યાં સુધી તે મેદાનમાં રહ્યા હતા, ત્યાં સુધી પંજાબ કિંગ્સની આશાઓ વધી રહી હતી.

જોકે બધા જાણે છે કે આઈપીએલમાં આટલા મોટા સ્કોર ચેઝ કરવાની વાત તો દૂર, પણ બીજી વાર જ બન્યું છે, તેથી અર્થવ પણ ઝડપથી રન એકત્રિત કરવાના પ્રયાસમાં રવિ બિશ્નોઈના હાથમાં કૅચ આઉટ થઈ ગયા હતા.

જોકે, માત્ર 36 બૉલમાં 66 રન બનાવીને અર્થવે ચોક્કસપણે દરેકનું દિલ જીતી લીધું હતું અને આગામી તક માટે તેમનો રસ્તો સરળ બનાવી દીધો હતો.

બીબીસી
બીબીસી