ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાના શિખરે પહોંચડનાર વકીલ રૉય કોહનની કહાણી

ડોનાલ્ડ ટ્ર્મ્પ અને રૉય કોહન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ અને રૉય કોહન
    • લેેખક, કૅરિન જેમ્સ
    • પદ, ફિલ્મ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી ચર્ચમાં રહેલી ફિલ્મ “ધી ઍપ્રેન્ટિસ”નું નામ અમેરિકાના એક જૂના રિયાલીટી શો પર આધારિત છે. ધી ઍપ્રેન્ટિસ નામનો રિયાલીટી શો એટલા માટે જાણીતો છે કેમ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં અભિનય કર્યો હતો.

આ ફિલ્મમાં ઍપ્રેન્ટિસની ભૂમિકામાં ટ્રમ્પ (સેબાસ્ટિયલ સ્ટૅન) પોતે હતા, જે સત્તાની ગલીઓમાં સત્તાનો ખેલ જોઇને કઠોર થયેલા એક યુવા ઉદ્યોગપતિની ભૂમિકામાં છે. એ ઍપ્રેન્ટિસ રૉય કોહન(જેની ભૂમિકા જેરેમી સ્ટ્રૉન્ગે નિભાવી હતી.) નામના એક વકીલથી ખૂબ જ પ્રભાવિત હતા. રૉય કોહન જીતવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા.

કોહનને આજે તેમણે ટ્રમ્પને આપેલી બે સલાહ માટે ઓળખવામાં આવે છે. જોકે, અગાઉ કોહનનું નામ અમેરિકાની રાજનીતિ અને સંસ્કૃતી માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતું હતું.

કોહન સમલૈંગિક હતા. 1950ના દાયકામાં 'લૅવેન્ડર સ્કેયર' દરમિયાન બીજા સમલૈંગિકોને સરકારી નોકરીઓમાંથી કાઢવામાં આવ્યા હતા. કોહને પોતાના આખી જીંદગી કેટલાક લોકોને ડરાવ્યા હતા.

1950ના દાયકામાં અમેરિકામાં આ વિચાર ફેલાઈ ગયો કે ડાબેરીઓ અને સમલૈંગિકો લોકોને માનસિક સમસ્યાઓ છે અને આ કારણે તેઓ વિચિત્ર વ્યવહાર કરી રહ્યા હતા. આ વિચારને કારણે તે સમયે ડાબેરીઓ અને સમલૈંગિકોને શોધી-શોધીને પરેશાન કરવામાં આવ્યા હતા. આ સમયને 'લૅવેન્ડર સ્કેયર' કહે છે.

રૉય કોહનનું 1986માં એઇડ્સને કારણે મૃત્યુ થયું હતું. જોકે, તેમણે સાર્વજનિક રૂપે હંમેશા કહ્યું કે તેમને લિવર કૅન્સર છે. કોહન સાર્વજનિક સમારંભોમાં પોતાના પ્રેમીઓને લઈને જતા હતા. જોકે, તેમણે અંતિમ ક્ષણ સુધી એ વાતનો ઇન્કાર કર્યો કે તેઓ સમલૈંગિક છે.

છેલ્લાં વર્ષોમાં ટોની કુશનરનાં એક નાટક “એન્જલ્સ ઇન અમેરિકા” અને હાલમાં પ્રસારિત થયેલી મીની સિરિઝ “ફૅલો ટ્રેવલર્સ”માં રૉય કોહનને એક ગુસ્સાથી ભરેલી અને ડરામણી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવી છે.

“ધી સિમ્પસન્સ” માં મિસ્ટર બર્ન્સનો બચાવ કરનાર અપ્રિય અને અનામી વકીલનું પાત્ર પણ તેમના ચરિત્ર પર આધારિત હતું.

એસ્ક્કાયર પત્રિકાએ એક જગ્યાએ ઉલ્લેખ કર્યો કે 20મી સદીના બીજા ભાગમાં તેઓ (રૉય કોહન) એક દુષ્ટ ફૉરેસ્ટ ગમ્પની જેમ ઝડપથી આગળ વધ્યા.

'મૃત્યુ પછી પિશાચનું જીવન'

ધી અપ્રેન્ટિસ નામની ફિલ્મના એક દ્રશ્યમાં રૉય કોહન અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, CANNES FILM FESTIVAL

ઇમેજ કૅપ્શન, 'ધી ઍપ્રેન્ટિસ' નામની ફિલ્મના એક દૃશ્યમાં રૉય કોહન અને ડોનાલ્ડ ટ્રમ્પ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

“ફૅલો ટ્રેવલર્સ” નામની મિની સિરિઝ થૉમસ મેલૉને વર્ષ 2006માં આ જ નામે બહાર પાડેલી એક નવલકથા પર આધારિત છે.

થૉમસ મેલૉને બીબીસીને જણાવ્યું, “આશ્ચર્યની વાત છે કે ટ્રમ્પને કારણે મૃત્યુ પછી પણ કોહનને પિશાચનું જીવન જીવવું પડશે. (મેં 20 વર્ષ પહેલાં જ્યારે આ નવલકથા લખવાની શરૂ કરી ત્યારે મને આ વાતનો અંદાજો ન હતો.)”

તેમણે ઉમેર્યુ કે મર્યા પછી પણ કોહનની ચર્ચા સતત થઈ રહી છે. મેલૉને કહ્યું, “આ ઘ્યાનમાં રાખવું જોઇએ કે કોહને ટ્રમ્પના વિચારો અને વ્યવહારને પ્રભાવિત કર્યા હતા. તમને અનુભવ થશે કે ભલે ટુકડાઓમાં પણ લગભગ 70 વર્ષ સુધી આ દેશ પર કોહનનો પ્રભાવ રહ્યો.”

જોકે, કોહન કેટલીક બાબતે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતી. તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે વર્ષ 1951માં ડેપ્યુટી પ્રૉસિક્યૂટર બન્યા હતા. જૂલિયસ અને એથેલ રોઝનબર્ગ પર સોવિયત રશિયા માટે જાસૂસીનો આરોપ લાગ્યો હતો. તેમને દોષિત પુરવાર કરવા માટે અને મોતની સજા અપાવવામાં રૉય કોહનની ભૂમિકા હતી. કોહને સ્વીકાર કર્યો હતો કે આ મામલે મૃત્યુની સજા માટે તેમણે ન્યાયધીશ સાથે ગેરકાયદેસર રીતે વાતચીત કરી હતી.

કોહન ત્યારબાદ તરત જ સેનેટર જોસેફ મૅક્કાર્થીના નેતૃત્વવાળી એક કમિટીના વરિષ્ઠ સલાહકાર બન્યા હતા. આ કમિટીએ સરકારી પદો પરથી ડાબેરીઓને શોઘીને તેમને હટાવવાનું કામ કર્યુ હતુ.

કોહન 1970 અને 1980નાં દાયકામાં ન્યૂ યૉર્કના જાણીતા સ્ટૂડિયો 54 નામની નાઇટ ક્લબમાં પાર્ટી કરતાં હતાં. કોહન તે સમયે બાર્બરા વાલ્ટર્સ, ઍન્ડી વૉરહોલ અને રોનાલ્ડ અને નૅન્સી રીગન જેવાં પ્રભાવશાળી લોકો સાથે જોવાં મળતાં હતાં.

એક વકીલના રૂપે તેમણે માફિયાઓથી લઈને ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે, કોહનના મૃત્યુના થોડાક સમય પહેલાં પોતાના કેટલાક ક્લાઇન્ટ સાથે કરેલી છેતરપિંડી અને કેટલાક ગુનાઓને કારણે તેમને કેસ લડવા પર રોક લગાડી દીધી હતી.

તેઓ અન્ય લોકોની પ્લૅટમાંથી ભોજન ચોરી કરવાની તેમની આદતને કારણે પણ જાણીતા હતા, પછી ભલે તેઓ ગમે તેટલી મોટી રૅસ્ટોરાંમાં કેમ ન હોય. (તેને આત્મપ્રેમ કહો કે ખરાબ આદત અથવા બંને)

ડોનાલ્ડ જે. ટ્રમ્પ

રૉય કોહન અને ડોનાલ્ટ ટ્ર્મ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૉય કોહન અને ડોનાલ્ટ ટ્રમ્પ

કોહનની ભાગીદારી ટ્રમ્પ સાથે 1970નાં દાયકામાં વધી હતી. આ સમયે અમેરિકાની સરકારે ટ્રમ્પ અને તેમના પિતા પર ભાડુઆત સાથે રંગભેદના આધારે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ભાડુઆતો જે ઇમારતમાં રહેતા હતા તેનું સંચાલન ટ્રમ્પ અને તેમના પિતા કરતા હતા.

આ મામલે કોહને ટ્રમ્પને કહ્યુ કે તેઓ ન્યાય વિભાગ સામે કાઉન્ટર કેસ કરે.

આ મામલાનો ઉકેલ એક સમજૂતી થકી કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસ થકી એક પૅટર્ન શરૂ થઈ જેને ટ્રમ્પની કારકિર્દીને વ્યવસાયમાં અને બાદમાં રાજકારણમાં વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી હતી.

વર્ષ 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાન દરમિયાન કોહનના પ્રભાવને લઈને 'વૉશિંગટન પોસ્ટ'માં એક અહેવાલ છપાયો હતો. આ અહેવાલનું શિર્ષક હતું, “એ વ્યક્તિ જેણે ડોનાલ્ડ ટ્રમ્પને તાકતનો ઉપયોગ અને ડર પેદા કરતા શિખવ્યું”

આ અહેવાલ પ્રમાણે વકીલ કોહને ટ્રમ્પને જે સલાહ આપી હતી તેનો સારાંશ કંઈક આ હતો. “સરળ ફૉર્મ્યુલા છે, હુમલો કરો, ફરીથી હુમલો કરો અને ક્યારેય માફી ન માંગો.”

કોહન પોતાની મરજી પ્રમાણે મીડિયાનો ઉપયોગ કરવામાં માહેર હતા.

વર્ષ 2019માં આવેલી એક ડૉક્યુમેન્ટ્રી “વ્હેયર ઇઝ માય રૉય કોહન? (મારો રૉય કોહન ક્યાં છે?)”માં તેમના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મનું કેન્દ્ર ટ્રમ્પ પર ન હતું. જોકે, આ ફિલ્મનું શિર્ષક ટ્રમ્પની એક પૉપ્યુલર કમેન્ટ પરથી લેવામા આવ્યું હતું. વર્ષ 2016માં પૂર્વ એટૉર્ની જનરલ જેફ સેશંસે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કથિત હસ્તક્ષેપના મામલાથી પોતાને અલગ કરી લીધા હતા. ટ્રમ્પે જેફ સેશંસના નિર્ણયને કપટી ગણાવ્યો હતો. આ સમયે ટ્રમ્પે કથિત રૂપે ગુસ્સામાં કહ્યુ હતુ, “વ્હેયર ઇઝ માય રૉય કોહન?”

ટ્રમ્પનો આ સવાલ આજકાલ અહેવાલોમાં વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે. ટ્રમ્પની વિરુદ્ધ ન્યૂ યૉર્કમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં ટ્રમ્પને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કેટલાક સમાચારોમાં ટ્રમ્પની કાનૂની ટીમ વિશે લખવામાં આવી રહેલા લેખોમાં આ પ્રશ્ન વારંવાર ઊઠી રહ્યો છે.

આ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમાં 1950 અને ત્યારબાદના સમયની કોહનની કેટલીક જુની તસવીરો દેખાડવામાં આવી છે.

કોહને 1970ના દાયકાના એક ટેલિવિઝન પ્રોગામમાં શાંત ચિત્તે કહ્યું, “મારા ગ્રાહકો "ભયના મૂલ્ય"ને કારણે તેમની સાથે કરાર પર હસ્તાક્ષર કરે છે. કારણ કે મારા વિરોધીઓ જાણે છે કે તેમને તમામ પ્રકારનાં ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે તેમ છે."

લોકપ્રિય સંસ્કૃતીમાં

રૉય કોહન અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૉય કોહન અને ડોનાલ્ડ ટ્રમ્પ

વર્ષ 1991માં ટૉની કુશનરનું નાટક “એન્જલ્સ ઇન અમેરિકા” રિલિઝ થાય તે પહેલા કોહનને લગતી ચર્ચા સાર્વજનિક રૂપે અદૃશ્ય થઈ ગઈ હતી. કુશનરે પોતાના નાટકમાં કોહનની જીવનની અંતિમ ક્ષણોને દર્શાવી હતી.

કુશનરના નાટક પરથી બનેલી માઇક નિકોલસની મીની સિરિઝ “એન્જલ્સ ઇન અમેરિકા”માં રૉય કોહનની ભૂમિકા અલ પચીનોએ જબરદસ્ત રીતે નિભાવી હતી. નાટકમાં કોહાને પોતે કહેલાં જૂઠાણાંઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ તેઓ નિરાશ પણ દેખાય છે. તેઓ એક પથારીવશ દર્દી છે. જે ડૉક્ટરે કહ્યું કે કોહન એઇડ્સથી પીડિત છે તે ડૉક્ટર પર તેઓ (કોહન) ચીસો પાડે છે. કોહન કહે છે કે જો ડૉક્ટરે એઇડ્સનું નામ પણ લીધુ તો હું તેમને બરબાદ કરી નાખીશ.

આ એ જ કોહન હતા જેમણે પોતાની આખી જીંદગી એ વાતનો ઇન્કાર કર્યો હતો કે તેઓ સમલૈંગિક હતા અને પુરુષો સાથે સંબંધ બનાવવાનું પસંદ કરતા હતા. કારણ કે તેઓ પ્રભાવશાળી હતા. તેમનું માનવુ હતું કે જેનો કોઈ પ્રભાવ ન હોય તેવા લોકો જ સમલૈંગિક હોય છે.

કોહનનાં વ્યક્તિત્વ અને રણનીતી વિશે ટ્રમ્પના સહયોગીઓનો દૃષ્ટિકોણ અલગ-અલગ છે. જોકે, ટ્રમ્પના સલાહકારો ભાગ્યે જ તેમનું નામ લે છે.

ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બૅનન અપવાદ છે. નિકોલસ વૉન હૉફમૅને વર્ષ 2023માં કોહનના જીવનચરિત્ર પર લખેલા “સિટિઝન કોહન” નામના પુસ્તકનુ પુન:પ્રકાશન કર્યું હતું. સ્ટીવ બૅનને આ પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. બૅનને કોહન વિશે લખ્યું કે 20મી સદીનાં રાજકારણમાં સૌથી અસાધારણ, રાક્ષસી અને વ્યક્તિ વિશે ખોટી ગેરસમજ ધરાવતી વ્યક્તિઓ પૈકી એક હતી.

સ્ટીવ બૅનન ટ્રમ્પ પર લાગેલા આરોપોનો પણ ઉલ્લેખ કરતા કહે છે કે કોહને જે રીતે કર્યુ હોત તે જ રીતે રાષ્ટ્રપતિ લડી રહ્યા છે. તેમણે લખ્યું, “શું આ બાબતે કોઈ આશ્ચર્યની વાત છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સવાલ કર્યો કે વ્હેયર ઇઝ માય રૉય કોહન.”