પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ અને પોર્નસ્ટાર : શું છે ટ્રમ્પ અને ડેનિયલ્સની કહાણી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી છે કે વર્ષ 2016માં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને એક લાખ ત્રીસ હજાર ડૉલરની ચૂકવણી કરવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
આ મામલે હવે આગળ શું થશે એ ન્યૂયૉર્ક સિટી ડિસ્ટ્રિક્ટ ઍટર્ની ઍલ્વિન બ્રાગ પર નિર્ભર કરે છે.
જોકે, ટ્રમ્પ વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ થાય તો તેઓ ધરપકડ થઈ હોય એવા અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હશે. ટ્રમ્પે આ આરોપોનું ખંડન કર્યું છે.

સ્ટૉર્મી ડેનિયલ્સ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટૉર્મી ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. તેમનો જન્મ લુઇઝિયાનામાં વર્ષ 1979માં થયો હતો. તેમણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું અને બાદમાં વર્ષ 2004માં તેમણે રાઇટર અને ડાયરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.
સ્ટેજ પર્ફોર્મર માટેના એમના નામ પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. તેમના નામમાં 'સ્ટૉર્મી' શબ્દ પ્રખ્યાત અમેરિકન બૅન્ડ ‘મોત્લે ક્રિય’ના બેઝ ગિટારિસ્ટ નિક્કી સિક્સનાં પુત્રી સ્ટૉર્મમાંથી લેવામાં આવ્યો છે. જ્યારે ‘ડેનિયલ્સ’ શબ્દ અમેરિકન વ્હિસ્કી બ્રાન્ડ જૅક ડેનિયલ્સમાંથી લેવામાં આવ્યો છે.
મૂળે અમેરિકાના દક્ષિણ ભાગ સાથે સંબંધ ધરાવનારાં ક્લિફોર્ડે આ વ્હિસ્કીની એક જાહેરાત જોઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘દક્ષિણ અમેરિકાના લોકોનું આ મનપસંદ ડ્રિંક છે.’
‘ધ 40 યર ઑલ્ડ વર્જિન’ અને ‘ક્નૉક્ડ અપ’ જેવી ફિલ્મોમાં કૅમિયો અને પૉપ બૅન્ડ ‘મરુન ફાઇવ’ના મ્યુઝિક વીડિયોમાં ‘વેકઅપ કૉલ’ બદલ એમને થોડી લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2010માં લુઇઝિયાનાથી તેઓ અમેરિકન સિનેટ માટેના દાવેદારની રેસમાં હતાં
જોકે, બાદમાં તેઓએ એવું કહેતાં પોતાની દાવેદારી પરત લઈ લીધી હતી કે ‘તેમને ગંભીરતાથી નથી લેવાઈ રહ્યાં.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ટ્રમ્પ પર શું આરોપ લાગ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસની શરૂઆત જુલાઈ, 2006માં થાય છે, જ્યારે ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે ગંભીર પ્રયાસો આદર્યા હતા.
ડેનિયલ્સના દાવા અનુસાર, ટ્રમ્પ સાથે એમની મુલાકાત કેલિફોર્નિયા અને નેવાડા વચ્ચે આવેલા તોહે તળાવમાં યોજાનારી એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન થઈ હતી.
વર્ષ 2011માં 'ઇન ટચ વિકલી'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે તેમને ડિનર માટે આમંત્રિત કર્યાં હતાં અને તેઓ એમની હોટલના રૂમમાં તેમને મળવા ગયાં હતાં.
આ ઇન્ટરવ્યૂ વર્ષ 2011માં આપવામાં આવ્યો હતો પણ તેને વર્ષ 2018માં જાહેર કરવામાં આવ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં ડેનિયલ્સે કહ્યું હતું, "તેઓ સંપૂર્ણ રીતે સોફા ઉપર ફેલાયેલા હતા અને ટીવી જોઈ રહ્યા હતા કે કંઈક કરી રહ્યા હતા. એમણે પાયજામો પહેર્યો હતો."
ડેનિયલ્સનો દાવો છે કે એ રાતે હોટલમાં બન્ને વચ્ચે યૌનસંબંધ બંધાયો હતો. જોકે, ટ્રમ્પના વકીલના જણાવ્યા અનુસાર એમના અસીલે આ અંગે સંપૂર્ણ ઇન્કાર કર્યો છે.
જો, ડેનિયલ્સની વાત સાચી હોય તો આ ઘટના ટ્રમ્પના સૌથી નાના પુત્ર બૅરનના જન્મના ચાર મહિના પહેલાં ઘટી હતી. માર્ચ, 2018માં એક ટીવી ઇન્ટરવ્યૂમાં ડેનિયલ્સે દાવો કર્યો હતો કે તેમને આ સંબંધ અંગે મૌન પાળવાની સહાલયુક્ત ધમકી આપવામાં આવી હતી.
તેમણે આરોપ લગાવ્યો છે કે 'વર્ષ 2011માં જ્યારે 'ઇન ટચ વિકલી'ને ઇન્ટરવ્યૂ માટે મેં હા પાડી, એના થોડા દિવસો બાદ જ લાસ વેગાસના એક કારપાર્કિંગમાં એક વ્યક્તિ મારી પાસે આવી અને બોલી હતી, 'ટ્રમ્પને એકલો છોડી દે.''

આ કેસ હાલ કેમ ચર્ચામાં આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી 2018માં એક અમેરિકન અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ'માં એક લેખ છપાયો હતો. એમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ વખતના વકીલ માઇકલ કોહેને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના એક મહિના પહેલાં ઑક્ટોબર, 2016માં ડેનિયલ્સને 1,30,000 ડૉલરની ચૂકવણી કરી હતી.
એ ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય થયો હતો.
ડેનિયલ્સે પોતાના કથિત અફેરની કહાણી વેચવા માટે અમેરિકન અખબાર 'નેશનલ ઇન્કવાયર'નો સંપર્ક કર્યો હતો.
જર્નલ અનુસાર, આ પૈસા ક્લિફોર્ડને એ સમજૂતી અંતર્ગત આપવામાં આવ્યા હતા, જે અનુસાર તેમણે ટ્રમ્પ સાથેના પોતાના અફેરની વાત જાહેર કરવાની નહોતી.

શું આ ગેરકાયદે હતું?
કાયદાકીય રીતે આ ચૂકવણી ગેરકાયદે નહોતી. જોકે, જ્યારે ટ્રમ્પે કોહેનને વળતર ચૂકવ્યું તો એને 'લીગલ ફી' તરીકે દર્શાવ્યું હતું. ન્યૂયૉર્ક તંત્રના વકીલો અનુસાર, આ ટ્રમ્પ તરફથી પોતાના દસ્તાવેજોમાં હેરફેર કરવાનો મામલો છે, જે ન્યૂયૉર્કમાં એક ગુનાહિત કૃત્ય ગણાય છે.
સરકારી વકીલ આ મામલે ટ્રમ્પ પર ચૂંટણી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવી શકે છે. કેમ કે ટ્રમ્પ તરફથી સ્ટેફની ડેનિયલ્સને કરાયેલી ચૂકવણીને છુપાવવાનો પ્રયાસ એટલે કરાયો હતો કે તેઓ મતદારો સમક્ષ પોતાનો અને સ્ટેફનીનો સંબંધ ગુપ્ત રાખી શકે.
ટ્રમ્પ વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવાનો અધિકાર ન્યૂયૉર્ક શહેરના ડિસ્ટ્રિક્ટ ઍટર્ની એલ્વિન બ્રાગ પાસે છે. ટ્રમ્પ વિરુદ્ધના કેસને આગળ વધારવા માટે પૂરતા પુરાવા છે કે નહીં, એ અંગે તપાસ કરવા માટે તેમણે એક મોટી જ્યૂરીની રચના કરી છે.
હાલમાં તેઓ એકમાત્ર શખ્સ છે, જેમને જાણ છે કે ટ્રમ્પ વિરુદ્ધ અભિયોગ ચલાવાશે કે નહીં. ટ્રમ્પના વકીલોએ ગત સપ્તાહે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને જ્યૂરી સમક્ષ હાજર થવાની તક આપી હતી. એનાથી જાણી શકાય કે તપાસ પૂર્ણ થવાના આરે છે.
(આ લેખમાં ટોબી લકહર્સ્ટ, ઍન્થની જર્ચર અને મૅટિયા બુબાલોનાં લખાણોને સામેલ કરવામાં આવ્યો છે.)














