‘મોદી’ સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની સજા, કોર્ટે જામીન આપ્યા

ઇમેજ સ્રોત, @INCIndia
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
આજે સુરતની કોર્ટમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામેના ક્રિમિનલ ડિફેમેશન કેસનો ચુકાદો આવી ગયો છે.
જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. રાહુલ ગાંધીએ કથિતરૂપે ‘મોદી’ સમાજ વિશે ટિપ્પણી કરતા આ કેસ દાખલ કરાયો હતો.
સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કલમ હેઠળ દોષિત સાબિત થવાથી બે વર્ષ કેદની સજા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીના વકીલ અને કૉંગ્રેસના નેતા બાબુ મંગુકિયાએ કૉર્ટની બહાર આવીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાના અમલ પર 30 દિવસનો સ્ટે આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે રાહુલ ગાંધીના વકીલ દ્વારા કરવામાં આવેલી તેમની જામીન અરજીને મંજૂર રાખી છે.
કેસના ચુકાદા સમયે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. કૉંગ્રેસના ઘણા નેતાઓ સુરતમાં આવી પહોંચ્યા હતા.
જોકે, રાહુલ ગાંધીના વકીલ દ્વારા સજા મામલે જામીનની અરજી કરવામાં આવતા કોર્ટે તેમના જામીન માન્ય રાખ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાહુલ ગાંધીએ સજા બાદ શું ટ્વીટ કર્યું?

ઇમેજ સ્રોત, ANI
કોર્ટે દોષિત ઠેરવાયા અને સજાની સુનાવણી થયા બાદ રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. તેમણે કોર્ટની બહાર આવ્યા બાદ મહાત્મા ગાંધીના એક વાક્યને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં ગાંધીજીનું વાક્ય લખ્યું, "મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન. - મહાત્મા ગાંધી"
રાહુલ ગાંધીના આ ટ્વીટને તેમને સુરતની કોર્ટમાં સંભળાવવામાં આવેલી બે વર્ષની સજાના સંદર્ભમાં અપાયેલી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
છેલ્લાં 4 વર્ષથી આ કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. અને હાઈકોર્ટ સુધી કેસ પહોંચ્યો હતો.
તાજેતરમાં જ આ કેસની દલીલો પૂર્ણ થયા બાદ જજે ચુકાદા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં આ કેસની ઘણી ચર્ચાઓ થતી આવી છે.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું, ‘રાહુલ ગાંધી કોર્ટમાં શાંત હતા અને તેમણે મેજિસ્ટ્રેટને કહ્યું કે લોકશાહીના હિતમાં ભાષણ કર્યું હતું અને તેમને દરેક માટે સ્નેહ છે.’
તેમણે ઉમેર્યું, ‘રાહુલ ગાંધીના બચાવ માટે મુખ્ય 4 આધાર હતા. પહેલો આધાર ગાંધી ગુજરાતના રહીશ નથી એટલે ફરિયાદ પહેલા માનહાની કેસની ફરિયાદની તપાસ થવી જોઈએ. બીજું મોદી નામનો કોઈ સમુદાય નથી. ત્રીજું મોદી નામ સાથે એ અટકવાળા લોકોને કોઈ સંબંધ નથી. અને ગાંધીના ભાષણમાં કોઈ બદઇરાદો પણ નહોતો.’

રાહુલ ગાંધીએ શું ટિપ્પણી કરી હતી?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેસની વિગત વિશે વાત કરીએ તો, વર્ષ 2019માં કર્ણાટકના કોલાર ખાતે એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી સામે વાંધો રજૂ કરી ગુજરાત સરકારના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
અહેવાલ અને ફરિયાદપક્ષ અનુસાર રાહુલ ગાંધીએ સભામાં કથિતરૂપે મોદી સમુદાય વિશે વાંધાજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. ફરિયાદમાં રાહુલ ગાંધીએ નીરવ મોદી સંબંધિત કૌભાંડના ઉલ્લેખ સમયે ‘મોદી’ સમુદાય-સમાજની પ્રતિષ્ઠા ખરડાય એવા શબ્દો પ્રયોજ્યા હોવાની વાત કરવામાં આવી છે.
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર રાહુલ ગાંધીએ કર્ણાટકની એ પ્રચાર સભામાં કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી. બધા જ ચોર મોદી કેમ છે. બધાની સરનેમ કેમ મોદી છે?’
જોકે રાહુલ ગાંધીએ આરોપો ફગાવ્યા હતા અને પોતે નિર્દોષ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.
આ કેસમાં સુનાવણી વેળા રાહુલ ગાંધી ત્રણ વખત સુરત કોર્ટમાં હાજર પણ થયા હતા. અને ચુકાદા સમયે પણ હાજર રહ્યા હતા.
હાઈકોર્ટમાં પણ આ કેસનો મામલો પહોંચ્યો હતો. મામલો હાઈકોર્ટ પહોંચતા સુરત કોર્ટની સુનાવણી સ્થગિત થઈ હતી.
જોકે, વર્ષ 2023ની શરૂઆતમાં હાઈકોર્ટે સુરત કોર્ટની સુનાવણી પર આપેલો સ્ટે હઠાવી લેતા સુનાવણી-દલીલો ફરી શરૂ થઈ હતી.
વર્ષ 2022માં હાઈકોર્ટમાં કેસના એક પક્ષે અરજી કરી હતી. જોકે સ્ટે હઠી ગયા બાદ કેસની સુનાવણી શરૂ થઈ જતા હવે ચુકાદાની તારીખ આવી હતી.
આ કેસમાં રાહુલ ગાંધી સામે ઇન્ડિયન પીનલ કોડની ક્રિમિનલ બદનક્ષીની કલમો 499-500 હેઠળ કેસ છે. જેમાં દંડ અને સજાની જોગવાઈ છે. જોકે રાહુલ ગાંધીએ પોતે નિર્દોષ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.
આ કેસમાં રાહુલ ગાંધીના વકીલ એવા સુરતના વરિષ્ઠ વકીલ કિરીટ પાનવાલા સાથે બીબીસીએ વાતચીત કરી.
તેમણે ચુકાદા વિશે એટલું જરૂર કહ્યું કે,“કોર્ટ બધાની ઉપર છે. તે નક્કી કરે એ બધાએ માનવું પડે.”
આ વિશે બીબીસીએ કેસ દાખલ કરનારા ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી સાથે પણ વાત કરવાની કોશિશ કરી. જોકે તેમની પાસેથી કોઈ ત્વરિત પ્રતિક્રિયા નહોતી મળી શકી.

હાઈકોર્ટમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, ANI
દરમિયાન, તેમના વકીલ કેતન રેશમવાલા સાથે બીબીસીએ વાત કરી. તેમણે ચુકાદા પહેલાં કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.
પરંતુ કેસ હાઈકોર્ટ સુધી કેમ પહોંચ્યો એ બાબત વિશે જણાવતા તેમણે કહ્યું કે,“કાયદા મુજબ સામે પક્ષની વ્યક્તિનું વધારાનું નિવેદન નોંધવાની છૂટ છે. જે એક નિવેદન લીધા બાદ લેવામાં આવતું હોય છે. આ નિવેદન માટેની અરજી સુરત કોર્ટે નામંજૂર કરતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. પરંતુ એ સમયે આ અરજીને પગલે હાઈકોર્ટે સ્થાનિક કોર્ટની સુનાવણી સ્થગિત રાખવા કહ્યું હતું.”
“આને લીધે કેસમાં વિલંબ થઈ રહ્યો હતો. આથી ફરિયાદપક્ષે આ નિવેદનની અરજીની માગ અનામત રાખી ભવિષ્યમાં નિવેદન માટે માગણી કરી શકશે એ આધાર સાથે અરજી પરત ખેંચી હતી. એટલે સ્ટે ઉઠાવી લેવાયો. જ્યાર બાદ કેસની સુનાવણી ફરી શરૂ થઈ હતી.”

રાજનીતિમાં ભાષા અને ભાષણનું સ્તર

ઇમેજ સ્રોત, FB/RAHUL GANDHI
અત્રે ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી સામે બિહારમાં પણ સુશીલ મોદીએ બદનક્ષીનો કેસ કર્યો હતો. ઉપરાંત તેમના અન્ય એક નિવેદન સામે મુંબઈમાં પણ કેસ કરાયો હતો. બંને કેસમાં રાહુલ ગાંધીને રાહત મળેલી છે.
સત્તાપક્ષ અને વિપક્ષના ભાષણોની ભાષાના સ્તર અને રાજનીતિમાં હવે વર્તમાન પ્રવાહમાં ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ વિશે સુરતના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રીનું કહેવું છે કે ભાજપ ભાષણમાં વધુ આક્રમક છે, જ્યારે કૉંગ્રેસ નિવેદનબાજીનો મુદ્દો કોર્ટ સુધી લઈ જવામાં વધુ નથી માનતો.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “કૉંગ્રેસ એક પરિપક્વ પાર્ટી છે. રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા પછી વધુ પરિપક્વ સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે. એમણે વિદેશમાં કરેલા ભાષણ સામે પણ ભાજપે વાંધાવિવાદ કર્યો હતો. પણ જ્યાં સુધી પોતાના હરીફની ટીકા કરવી અયોગ્ય બાબત નથી. દેશ વિશે ખરાબ બોલે તો અયોગ્ય કહેવાય પણ રાજકીય હરીફ વિશેની ટીકા સામે એટલો વિવાદ ન હોવો જોઈએ.”
“સુરતના કેસમાં પણ તેઓ હાજર રહ્યા અને ચુકાદા માટે આવી રહ્યા છે. કેસની જો વાત કરીએ તો આ એક પોલિટિકલ ડ્રામા છે. બંને નેતાઓ માટે એનું રાજકીય મહત્ત્વ છે.”
“ભાજપ પક્ષની વાત કરીએ તો ભાજપ નિવેદનમાં આક્રમક છે. જોકે વડા પ્રધાન ખુદ બોલવામાં ચોક્કસાઈ રાખે છે. અને ગરીમા જાળવાય એવું જ નિવેદન આપે છે. પણ ભાજપના અન્ય નેતાઓ વ્યંગાત્મક નિવેદનો આપતા રહે છે.”















