ISWOTY: અવની લેખરા, મિતાલી રાજ અને શીતલ દેવીએ શું કહ્યું?

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ

બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'ની દિલ્હીમાં જાહેરાત થઈ ગઈ છે. દર્શકોએ બે સપ્તાહ સુધી તેમનાં મનપસંદ મહિલા ખેલાડીઓને મત આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

જ્યારે અવની લેખરાને બીબીસી પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બીબીસી ઇમર્જિંગ પ્લૅયરનો ઍવૉર્ડ 18 વર્ષીય તીરંદાજ શીતલદેવીને મળ્યો છે.

તાનિયા સચદેવ અને નસરીન શેખને બીબીસી ચેન્જમેકર ઑફ ધી યર 2024 ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રીતિ પાલ અને તુલસીમતી મુરુગેસનને બીબીસી સ્ટાર પર્ફૉર્મરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પાંચમી આવૃત્તિ માટેનાં પાંચ નૉમિની ખેલાડીઓમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર્સ મનુ ભાકર અને અવની લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટ સામેલ હતાં, જેમાંથી મનુ ભાકર વિજેતા જાહેર થયા છે.

જાણીતા સ્પૉર્ટ્સ પત્રકારો, લેખકો અને નિષ્ણાતોની બનેલી જ્યુરી પેનલ દ્વારા પાંચ નૉમિનીની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. તે પછી વિજેતા નક્કી કરવા દર્શકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દ્વારા 2024માં ભારતીય મહિલા ખેલાડીઓનાં યોગદાનને સન્માનિત કરવામાં આવે છે તથા દેશમાં રમતગમતમાં સામેલ તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.

આ વર્ષના ઍવૉર્ડ માટેની થીમ 'ચૅમ્પિયન્સ ચૅમ્પિયન' છે, જે મેડલ વિજેતાની કારકિર્દીને ટેકો આપનાર અને તેને ઘડનારાઓને પણ બિરદાવે છે.

અવની લેખરાએ શું કહ્યું?

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ
ઇમેજ કૅપ્શન, અવની લેખરા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અવની લેખરાને બીબીસીનાં પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યાં.

પૅરાલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા અવની લેખરાએ જણાવ્યું હતું, "બીબીસી ઇન્ડિયા પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર ઍવૉર્ડ જીતવો એ મારા માટે ખરેખર સન્માનની વાત છે. હું બીબીસી ઇન્ડિયાની આભારી છું કે તેમણે મને આટલા મોટા સ્તરે સન્માનિત કરી છે. હું ત્યાં આવીને આ સન્માન મેળવી શકી હોત તો મને વધુ ખુશી થાત."

તેમણે કહ્યું હતું કે તેમની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેઓ હાજર રહી શક્યાં નથી.

અવનીએ કહ્યું હતું, "મારાં માટે આ સન્માન વર્ષની યાદગાર ઉપલબ્ધિઓમાંનું એક છે. આ અદ્ભૂત સન્માન માટે ફરીથી તમારો આભાર."

અવની લેખરાને સન્માનિત કરતાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, "રમતગમત ક્ષેત્રથી લઈને વકીલ અને ન્યાયાધીશ બનવા સુધી, મને ખાતરી છે કે તમે હવે દેશના કોર્ટરૂમમાં દેશ માટે ઘણા મેડલ જીતવાનાં છો. જો તમે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત વકીલ, ન્યાયાધીશ અને ધારાશાસ્ત્રી બનવાની આ સફરમાં જોડાઓ તો મને વ્યક્તિગત રીતે આનંદ થશે."

અહીં ઉલ્લેખનીય છે કે અવની લેખરાએ રમતગમતની સાથે વકીલાતના ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તીરંદાજ શીતલ દેવીને ઇમર્જિંગ પ્લૅયરનો ઍવૉર્ડ

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ, શીતલદેવી
ઇમેજ કૅપ્શન, શીતલદેવી

બીબીસી ઇમર્જિંગ પ્લૅયરનો ઍવૉર્ડ 18 વર્ષીય તીરંદાજ શીતલદેવીને આપવામાં આવ્યો છે.

આ ઍવૉર્ડ તેમને ભારતનાં સૌથી ઓછી ઉંમરના પૅરાલિમ્પિક વિજેતા સ્વરૂપે ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરવા માટે આપવામાં આવ્યો છે.

શીતલદેવીએ ઍવૉર્ડ સ્વીકારતાં કહ્યું હતું, "ગામના લોકો મારા માતાપિતાને કહેતાં હતાં કે આવી છોકરી પેદા થઈ છે. મારી માતા આ સાંભળીને રોતી રહેતી. પહેલાં તો મને કોઈ ઓળખતું પણ નહોતું. જ્યારથી હું તીરંદાજીમાં આવી ત્યારથી લોકો મને ઓળખવા લાગ્યા. તીરંદાજી જ મારા માટે સર્વસ્વ છે."

મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ, તેમણે શું કહ્યું?

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ

ભારતનાં પૂર્વ ક્રિકેટ કપ્તાન મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મિતાલી રાજે કહ્યું, "બીબીસી અને જ્યુરીનો મને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ આપવા માટે આભાર. હું આશા રાખું છું કે આ ઍવૉર્ડ ઘણી યુવતીઓને આ સુંદર રમતને અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.

બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ કહ્યું, " યુવા ખેલાડીઓ સંઘર્ષને જાણે તે જરૂરી "

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ

બીબીસી ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ કહ્યું હતું, "મહિલાઓને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન માટે આપવામાં આવતા ઍવૉર્ડની થકી બીબીસી જે કામ કરી રહ્યું છે, તેનો અમને ગર્વ છે."

ટીમ ડેવીએ કહ્યું,"અમે જાણીએ છીએ કે યુવા મહિલા ખેલાડીઓ માટે મહાન ખેલાડીઓની જીત વિશે જાણવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. તેમના માટે એ મુદ્દાઓ અને પડકારો માટે પણ જાણવું જરૂરી છે કે જેનો સામનો આ મહિલા ખેલાડીઓએ પોતાના જીવનમાં કર્યો છે. આ કહાણીઓને રજૂ કરીને, શરૂઆત કરીને જ લૈંગિક રૂઢીઓને તોડી શકાશે અને તેનાથી નવી પેઢીને પ્રેરણા આપી શકાશે."

સમારોહની તસવીરો

દિલ્હીમાં યોજાઈ રહેલા સમારોહની તસવીરો જુઓ...

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ

ઇમેજ સ્રોત, BBC/DEBALIN ROY

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ
ઇમેજ કૅપ્શન, અવની લેખરાને બીબીસી પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ મળ્યો ત્યારની તસવીર
બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ
ઇમેજ કૅપ્શન, સમારોહની તસવીર

હૉકી કોચ પ્રીતમ સિવાચે શું કહ્યું?

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ
ઇમેજ કૅપ્શન, હૉકી કોચ પ્રીતમ સિવાચ

ઍવૉર્ડ સેરેમની પહેલાં હૉકીમાં દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોચ પ્રીતમ સિવાચ સાથે બીબીસી ગુજરાતીએ વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "હું સૌથી પહેલાં બીબીસીને ધન્યવાદ પાઠવું છું કે તેમણે મહિલાઓ માટે આ સન્માનની પ્રથા શરૂ કરી છે."

પ્રીતમ સિવાચે કહ્યું હતું કે, "હું જ્યારે પાછાં ફરીને જોઉં છું અને મારી સફર વિશે વિચારું છું તો લાગે છે કે આવું ફરીવાર શક્ય નહીં બને. હું સમાજ અને પરિવાર સાથે પણ લડીને આગળ વધી છું. હું મારા ઝનૂનને કારણે જ હું આગળ વધી છું."

"દરેક છોકરીઓ જો આવી રીતે આગળ વધશે અને પ્રયત્ન કરશે તો આપણને વધુમાં વધુ ઍવૉર્ડ મળશે."

તેમના સંઘર્ષ વિશે તેમણે જણાવ્યું હતું કે, "મારા પિતા મને થોડો સપૉર્ટ કરતા હતા, પરંતુ તેમને પણ સમાજ સામે લડવું પડ્યું છે."

આ ઍવૉર્ડ સૅરેમની માટે તેમણે કહ્યું હતું કે, "તેનાથી છોકરીઓને ઘણું આગળ વધવાનું મૉટિવેશન મળે છે."

રાષ્ટ્રપતિનો સંદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બીબીસીની સમગ્ર ટીમની બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ના આયોજનની સરાહનીય પહેલ માટે પ્રશંસા કરી છે.

ઇમેજ સ્રોત, presidentofindia.gov.in

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બીબીસીની સમગ્ર ટીમની બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ના આયોજનની સરાહનીય પહેલ માટે પ્રશંસા કરી છે.

બીબીસીને મોકલેલા પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે બીબીસીએ રમતગમતમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, "આ પહેલના માધ્યમથી જેમની ઓળખ બની છે, એવી અસાધારણ ઍથ્લીટોએ માત્ર પોતાની રમતમાં જ ઉત્કૃષ્ટ પ્રદર્શન નથી કર્યું, પરંતુ યુવા મહિલાઓને નીડર બનીને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરિત પણ કરી છે."

વીડિયો કૅપ્શન, જોઈ ન શકતાં પૅરા ઍથ્લીટ કેવી રીતે ટ્રૅક પર દોડે છે, માર્ગદર્શક દોડવીરો કેવી રીતે કરે છે મદદ?

ઍવૉર્ડ અગાઉ વિશેષ કવરેજમાં મહારાષ્ટ્રના એક અંતરિયાળ પ્રદેશની છોકરીઓની પ્રેરણાદાયી કથાનો સમાવેશ થાય છે, જેમને કૉલેજના શિક્ષકોના જૂથ દ્વારા કબડ્ડી ચૅમ્પિયન બનવા માટે મદદ કરવામાં આવી હતી.

2019માં બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' પુરસ્કાર, દેશનાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને સન્માનિત કરવા અને મહિલા ખેલાડીઓને વેઠવી પડતી સમસ્યાઓ અને પડકારોને પ્રકાશિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.

બીબીસી ISWOTY, બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 ઍવૉર્ડ
ઇમેજ કૅપ્શન, 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પ્રારંભિક આવૃત્તિમાં બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વિજેતા જાહેર કરાયાં હતાં

આજે યોજાયેલા સમારોહમાં બીબીસી જ્યુરી દ્વારા નૉમિની અન્ય ત્રણ સ્પૉર્ટ્સવુમનને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમની કૅટેગરી હતી: યુવા ઍથ્લીટની સિદ્ધિઓને બિરદાવવા માટે 'બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર' ઍવૉર્ડ, રમતગમતમાં દિગ્ગજોનાં અપ્રતિમ યોગદાનને બિરદાવવા માટે 'બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ' ઍવૉર્ડ, અને પૅરા-સ્પૉર્ટ્સમાં ઉત્તમ દેખાવને બિરદાવવા માટે 'બીબીસી પેરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ.

આ ઍવૉર્ડ સમારોહનું પ્રસારણ બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર કરવામાં આવ્યું હતું.

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પ્રારંભિક આવૃત્તિમાં તત્કાલીન રમતગમત મંત્રી કિરેન રિજિજુ મુખ્ય અતિથિ હતા અને બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

વર્લ્ડ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી 2020ની આવૃત્તિનાં વિજેતા હતાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022નો 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ જીત્યો હતો.

ક્રિકેટર શેફાલી વર્મા અને શૂટર મનુ ભાકરે પાછલાં વર્ષોમાં 'ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર'નો ઍવૉર્ડ જીત્યો છે.

ઍથ્લીટ્સ પીટી ઉષા, અંજુ બૉબી જ્યોર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી અને હૉકી પ્લેયર પ્રિતમ સિવાચને અગાઉની આવૃત્તિઓમાં 'લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ' આપવામાં આવ્યા છે.

વિવિધતા અને સમાવેશીતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે 2023ની છેલ્લી આવૃત્તિમાં બીબીસી ઇન્ડિયન 'પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ રજૂ કરવામાં આવ્યો હતો. ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ તે ઍવૉર્ડનાં વિજેતા હતાં.

વીડિયો કૅપ્શન, Gujarat Sports : અહીંની દીકરીઓ એવી હૉકી રમે છે કે ગામની ઓળખ જ હૉકી બની ગઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.