ભારતીય સ્ટાર્ટ-અપ્સે દિવાળિયા સિલિકૉન વૅલી બૅન્કમાં ખાતાં કેમ ખોલ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
ગયા સપ્તાહ પહેલાં ભારતમાં બહુ ઓછા લોકોએ અમેરિકાની સિલિકૉન વૅલી બૅન્ક (એસવીબી)નું નામ સાંભળ્યું હશે. સ્ટાર્ટ-અપ્સમાં પ્રખ્યાત આ બૅન્કને યુએસ રેગ્યુલેટરી સંસ્થાઓએ બંધ કરી દીધી છે.
સિલિકૉન વૅલી બૅન્ક 2008ના આર્થિક સંકટ બાદ નાદાર થયેલી અમેરિકાની સૌથી મોટી બૅન્ક છે. કૅલિફોર્નિયાના સૅન્ટા ક્લારાસ્થિત આ બૅન્કની દેશમાં 17 શાખા હતી.
31 ડિસેમ્બર, 2022 સુધીમાં આ બૅન્કની કુલ સંપત્તિ 209 અબજ ડૉલરની હતી. તેના ખાતામાં 1743.4 અબજ ડૉલર જમા હતા.
એક અહેવાલ અનુસાર, આ બૅન્ક 2500થી વધુ વેન્ચર કૅપિટલ કંપનીઓને બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડતી હતી. બૅન્કની વેબસાઇટ મુજબ, તેમની પાસે હવામાન ટેક્નૉલૉજી અને સસ્ટેનેબિલિટી સૅક્ટરમાં 1,550થી વધુ મોટા ગ્રાહકો હતા.
શરૂઆતમાં યુએસ એજન્સી એફડીઆઈસી (ફેડરલ ડિપૉઝિટ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન)એ જણાવ્યું હતું કે બૅન્કના ગ્રાહકોના 2,50,000 ડૉલરના વીમા છે, પરંતુ જો ગ્રાહકના ખાતામાં તેનાથી વધુ રકમ હોય તો એક ટોલ નંબર આપેલો છે તેના પર ફોન કરવો.
આનાથી ટૅક ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમાં ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓ પણ સામેલ હતી. કંપનીઓને ચિંતા હતી કે તેમનો ખર્ચ કેવી રીતે નીકળશે, તેઓ તેમના કર્મચારીઓને પગાર કેવી રીતે ચૂકવી શકશે.
ઈલેક્ટ્રૉનિક્સ અને ટેક્નૉલૉજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે એક ટ્વીટમાં કહ્યું કે તેઓ ભારતીય સ્ટાર્ટ-અપ્સને મળશે અને જોશે કે કેન્દ્ર સરકાર તેમને કેવી રીતે મદદ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ પછી ત્રણ અમેરિકન સંસ્થાઓમાંથી એકે કહ્યું કે સોમવારથી 13 માર્ચથી થાપણદારોને તેમનાં તમામ નાણાંની ઍક્સેસ મળી જશે. આ નિવેદનથી થાપણદારોના જીવમાં જીવ આવ્યો છે.

કેવી રીતે એસવીબી ડૂબી ગઈ?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અન્ય બૅન્કોની જેમ, માનવામાં આવે છે કે એસવીબી બૅન્કે તેમની પાસે રહેલા ધનનું ટ્રેઝરી બૉન્ડમાં રોકાણ કર્યું હતું.
જ્યાં સુધી વ્યાજદર નીચો હતો ત્યાં સુધી રોકાણ પર યોગ્ય વળતર મળતું હતું, પરંતુ જ્યારે અમેરિકન બૅન્કિંગ સિસ્ટમની સુરક્ષા માટે જવાબદાર ફેડરલ રિઝર્વે વધતી જતી ફુગાવાના કારણે દરમાં વધારો કર્યો ત્યારે બૅન્કને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આ સમય કોવિડ દરમિયાન અને કોવિડ પછીની આર્થિક પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓનો હતો.
આ સમયમાં સ્ટાર્ટ-અપ ફંડિંગ માટે સંસાધનો ઊભાં કરવાં પણ સરળ નહોતાં, જેના કારણે બૅન્ક થાપણદારોએ તેમનાં ખાતાંમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું.
આના કારણે બૅન્ક દબાણમાં આવી ગઈ અને તેણે એવા સમયે પોતાનું રોકાણ વેચવું પડ્યું, જ્યારે તેના રોકાણનું મૂલ્ય ઓછું મળતું હતું.
8મી માર્ચે બૅન્કે જણાવ્યું હતું કે તેને રોકાણના વેચાણ પર 1.8 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
એક સરકારી દસ્તાવેજ મુજબ, 9 માર્ચ પહેલાં બૅન્કની નાણાકીય સ્થિતિ સારી હોવા છતાં ખોટના સમાચારથી પ્રભાવિત રોકાણકારો અને થાપણદારોએ 9 માર્ચે બૅન્કમાં જમા કરાયેલા 42 અબજ ડૉલર પાછા ખેંચી લીધા, જેનાથી બૅન્કની નાણાકીય સ્થિતિ પર અસર થઈ.
આ દસ્તાવેજ અનુસાર, 9 માર્ચના અંતે બૅન્કનું રોકડ બેલેન્સ લગભગ 95.8 કરોડ ડૉલર જેટલું નૅગેટિવમાં હતું.
બૅન્કે આ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થઈ.
એવટાર વેન્ચર્સના સ્થાપક મોહનકુમારના જણાવ્યા અનુસાર, યુએસમાં કેટલાક વેન્ચર્સ કૅપિટલિસ્ટો ગભરાઈ ગયા જેને કારણે બૅન્ક બંધ થઈ ગઈ.
તેઓ કહે છે, "આ સમસ્યાનું મૂળ ફેડ (યુએસ બૅન્કિંગ સિસ્ટમ પર નજર રાખતી સંંસ્થા) છે, બૅન્કો નહીં... જેમણે વિચાર્યું કે નવ મહિનામાં ફેડ વ્યાજદર ઘટાડીને છ કે સાત ટકા સુધી કરી દેશે."

ભારતીય સ્ટાર્ટ-અપ્સની પસંદગીની બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images
આ બૅન્ક સાથે કેટલા ભારતીય સ્ટાર્ટ-અપ સંકળાયેલા છે અથવા તેમણે આ બૅન્કમાં કેટલાં નાણાં જમા કરાવ્યાં તે અત્યારે ચોક્કસ રીતે જાણી શકાયું નથી.
ખેડૂતોને બીજમાં બજાર પસંદ કરવામાં મદદ કરતા સ્ટાર્ટ-અપ હાર્વેસ્ટિંગ ફાર્મર નેટવર્કના વડા રુચિર ગર્ગના જણાવ્યા અનુસાર, આ બૅન્ક સાથે સંકળાયેલા ભારતીય સ્ટાર્ટ-અપ્સની સંખ્યા 20-25 કરતાં વધુ નથી.
પરંતુ ભારતીય સ્ટાર્ટ-અપને આ અમેરિકન બૅન્કમાં ખાતું ખોલાવવાની જરૂર કેમ પડી?
વાસ્તવમાં ભારતમાં ઘણાં બધાં સ્ટાર્ટ-અપ્સને ભારતની બહાર જેમ કે જાપાન, સિંગાપોર, યુએસએ વગેરેમાંથી ફંડિંગ મળે છે અને ભારતીય સ્ટાર્ટ-અપ નેતાઓના મતે, જો તેમના રોકાણકારનું ખાતું પણ એસવીબીમાં જ હોવાથી તે જ બૅન્કમાં ખાતું હોય તો તેમાં વધુ સરળતા રહે.
રુચિર ગર્ગ સમજાવે છે, "મોટાં સ્ટાર્ટ-અપ્સમાંથી 50-60 ટકા જેટલી વિકસતી કંપનીઓનાં ખાતાં છે તે બધાં આ બૅન્કમાં છે."
આ સિવાય જો તમારું માર્કેટ અમેરિકામાં હોય તો તમારે ત્યાંનું લાઇસન્સ લેવું પડે, ત્યાં બૅન્ક ખાતું ખોલાવવું પડે.
નિષ્ણાતોના મતે, એસવીબી એક બૅન્ક હોવા ઉપરાંત એક વેલ્થ મૅનેજર, નાણાકીય સલાહકાર, નેટવર્કર પણ હતી અને તે સ્ટાર્ટ-અપ્સની પસંદગીની બૅન્ક હતી.
રુચિર ગર્ગ જણાવે છે, "બૅન્કિંગ સિવાય આ બૅન્ક સ્ટાર્ટ-અપ્સમાં પણ રોકાણ કરતી હતી. તે તેમને લોન પણ આપતી હતી."
સૉફ્ટવૅર પ્રોડક્ટ્સ બનાવતા સ્ટાર્ટ-અપ બાઈટ રિજના સ્થાપક અને સીઈઓ વિનાયક શર્મા એસવીબીને "સ્ટાર્ટ-અપ અને બિઝનેસ ફ્રેન્ડલી" બૅન્ક ગણાવે છે, જેમાં ભારતમાં બેસીને માત્ર પાસપૉર્ટના આધારે ખાતું ખોલી શકાતું હતું.
બૅન્ક વિશે જાણતા લોકો પાસેથી જ તેમને આ વાતની જાણ થઈ અને જ્યારે બૅન્ક ડૂબી જવાના સમાચાર આવ્યા ત્યારે તેમના બૅન્ક ખાતામાં અઢી લાખ ડૉલરથી પણ ઓછી રકમનો વીમો હતો.
2014-15થી આ બૅન્કના ગ્રાહક વિનાયક શર્મા કહે છે, "અમારો આ બૅન્કની સાથે ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. તે હંમેશાં નાની-મોટી બાબતોને લઈને હાજર સાથ આપતી હતી. તેમાં તમારે બૅન્કમાં કોઈ લઘુતમ બેલેન્સ જાળવવાની જરૂર નહોતી. તે કંપનીના સ્થાપકોને જોડતા કાર્યક્રમોનું આયોજન કરતી હતી. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપતી હતી."

- સિલિકૉન વૅલી બૅન્ક 2008ના આર્થિક સંકટ બાદ નાદાર થયેલી અમેરિકાની સૌથી મોટી બૅન્ક છે, કૅલિફોર્નિયાના સૅન્ટા ક્લારાસ્થિત આ બૅન્કની દેશમાં 17 શાખાઓ હતી
- 31 ડિસેમ્બર 2022 સુધીમાં આ બૅન્કની કુલ સંપત્તિ 209 અબજ ડૉલરની હતી
- તેના ખાતામાં 1743.4 અબજ ડૉલર જમા હતા
- બૅન્ક 2500થી વધુ વેન્ચર કેપિટલ કંપનીઓને બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડતી હતી
- બૅન્કની વેબસાઈટ મુજબ, તેમની પાસે હવામાન ટેક્નૉલૉજી અને સસ્ટેનેબિલિટી સૅક્ટરમાં 1,550થી વધુ મોટા ગ્રાહકો હતા
- તેમાં ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓ પણ સામેલ હતી. કંપનીઓને ચિંતા હતી કે તેમનો ખર્ચ કેવી રીતે નીકળશે, તેઓ તેમના કર્મચારીઓને પગાર કેવી રીતે ચૂકવી શકશે
- પરંતુ પછી ત્રણ અમેરિકન સંસ્થાઓમાંથી એકે કહ્યું કે સોમવારથી 13 માર્ચથી થાપણદારોને તેમનાં તમામ નાણાંની ઍક્સેસ મળી જશે


આગળનો રસ્તો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઈલેક્ટ્રૉનિક્સ અને ટેક્નૉલૉજી રાજ્યમત્રી રાજીવ ચંદ્રશેખરે એક ટ્વીટમાં કહ્યું કે આ સંકટમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સ માટે એ બોધપાઠ છે કે ભારતીય બૅન્કિંગ સિસ્ટમ પર વિશ્વાસ કરવો.
પરંતુ એક સ્ટાર્ટ-અપ સ્થાપકના જણાવ્યા મુજબ, વાત એટલી સરળ નથી, ખાસ કરીને જ્યારે સ્ટાર્ટ-અપ ફંડિંગ કરતી વેન્ચર કેપિટલ કંપનીઓ ભારતની બહાર સ્થિત હોય તો તમારે તેમની શરતોનું ધ્યાન રાખવું જ પડે.
એવટાર વેન્ચર્સના સ્થાપક મોહનકુમારના જણાવ્યા અનુસાર ભારતીય કંપનીઓ એક કરતાં વધુ ખાતાંમાં પૈસા રાખે તે જરૂરી છે.
3one4 કેપિટલના સહ-સ્થાપક અને ઈન્ડિયન વેન્ચર ઍન્ડ ઑલ્ટરનેટ કૅપિટલ ઍસોસિયેશન સાથે સંકળાયેલા સિદ્ધાર્થ પાઈના જણાવ્યા અનુસાર, થાપણદારોના સંપૂર્ણ રિફંડની જાહેરાત કરવામાં આવી છે એ સાથે હાલ તો સમસ્યા પૂરી થઈ ગઈ છે.
તેઓ કહે છે, "સંકટ હાલ તો ટળી ગયું છે, કારણ કે ઘણાં સ્ટાર્ટ-અપ્સે હાલમાં ખાસ કરીને જેને ફેડ દ્વારા "સિસ્ટેમૅટિકલી ઈંમ્પોર્ટેડ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન" ગણાવી છે તેવી મોટી બૅન્કોમાં ખાતા ખોલવાનું શરૂ કર્યું છે. આ ઘાવ ભરાતાં વર્ષો લાગશે, કારણ કે સ્થાપકો, રોકાણકારો અને બોર્ડ હવે બહુ સાવધ થઈ જશે."














