'હું 18 વર્ષની હતી, ત્યારે પહેલી વાર જેલ ગઈ' હિજાબ ન પહેરવા બદલ જેલ જનારાં ટ્રાન્સજેન્ડરની કહાણી
ચેતવણી : આ અહેવાલના અમુક અંશ સંવેદનશીલ વાચકોને વિચલિત કરી શકે છે. પાઠકનો વિવેક અપેક્ષિત.
હેલમા ટ્રાન્સજેન્ડર તુર્કીમાં શરણાર્થી તરીકે રહે છે.
ઈરાનમાં હિજાબ નહીં પહેરવાના કહેવાતા 'શિષ્ટાચાર'નો ભંગ કરવા બદલ 18 વર્ષની ઉંમરે તેમને પહેલી વાર ઈરાનની કુખ્યાત એવિનની જેલમાં મોકલવામાં આવ્યાં હતાં.
મહિલાઓએ હેલમાની જડતી લેવાનો ઇનકાર કરતાં પુરુષોએ હેલમાની અંગજડતી લીધી હતી.
હેલમાને એક વખત નિર્વસ્ત્ર કરી દેવાયાં હતાં. બાદમાં હૅકર્સે આ વીડિયો ફૂટેજ સાર્વજનિક કરી દીધા હતા, જેથી જેલર દ્વારા કેદીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, તેનો ખુલાસો થયો હતો.
જુઓ, તેમની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













