You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલા હૅરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ સર્વેમાં કોણ આગળ?
- લેેખક, વિઝુઅલ જર્નલિઝ્મ અને ડેટા ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
પાંચ નવેમ્બરે અમેરિકાના મતદારો પોતાના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે.
આ ચૂંટણીમાં ગઈ ચૂંટણીની જેમ જ મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે થવાનો હતો, પણ બાઇડનના રાષ્ટ્રપતિપદની ઉમેદવાર છોડી દેતાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ હવે ચૂંટણી મેદાનમાં છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે – શું ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બની શકશે કે અમેરિકાને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળશે?
જેમ-જેમ ચૂંટણીનો દિવસ નજીક આવશે અમે તમારા માટે સર્વેક્ષણો પર નજર રાખીશું.
સર્વેક્ષણમાં કોણ આગળ?
સર્વેમાં બાઇડન રાષ્ટ્રપતિપદની ઉમેદવારીમાંથી પાછળ ખસી ગયા એ પહેલાં તેમને ડોનાલ્ડ ટ્રમ્પથી પાછળ ગણાવાઈ રહ્યા હતા.
જોકે તે સમયે આ એક કલ્પનામાત્ર જ હતી પરંતુ કેટલાક જાણકારોએ તે સમયે કહ્યું હતું કે જો રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ હોત તો પણ તેમની આવી જ પરિસ્થિતિ હોત.
નીચે આપવામાં આવેલા પોલ ટ્રૅકરમાં જોઈ શકાય છે કે કેવી રીતે હૅરિસના ચૂંટણીમેદાનમાં ઊતર્યાં બાદ ટ્રેન્ડ બદલાવા લાગ્યા છે.
ગ્રાફમાં વિભિન્ન ડૉટ્સ સરવેનાં પરિણામ દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૅરિસ શિકાગોમાં ચાર દિવસ ચાલેલા પાર્ટી કન્વેન્શન દરમ્યાન 48 ટકા પર પહોંચી ગયાં હતાં.
ત્યારબાદ 22 ઑગસ્ટના બધા જ અમેરિકન લોકો માટે એક નવી રાહતવાળું ભાષણ આપ્યા બાદ આગળ વધ્યાં હતાં, પરંતુ ત્યારબાદ લોકપ્રિયતામાં કોઈ વિશેષ પરિવર્તન નથી નોંધાયું.
ટ્રમ્પની સરેરાશ પણ લગભગ એક જેવી રહી છે. સર્વેક્ષણોમાં તેમની લોકપ્રિયતા 44 ટકા આસપાસ રહી છે. 23 ઑગસ્ટે જ્યારે રૉબર્ટ એફ કૅનેડીએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં કોઈ બદલાવ આવ્યો નથી.
અમેરિકાનાં અલગ-અલગ રાજ્યોમાં થનારા પૂર્વ સર્વેક્ષણ ઉમેદવારોની લોકપ્રિયતા તરફ ઇશારો કરે છે, પરંતુ એ જરૂરી નથી કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરિણામો પૂર્વાનુમાનો પ્રમાણે હોય.
તેનું એક મોટું કારણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇલેક્ટોરલ કૉલેજ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આથી વધુ મતદાનથી વધુ એ જરૂરી છે કે તમે કયાં રાજ્યોમાં કેટલી જીત મેળવી રહ્યા છો.
અમેરિકામાં 50 રાજ્ય છે. પણ આ રાજ્યોમાં મોટા ભાગના મતદારો હંમેશાં એક જ પાર્ટીને મત આપે છે. આથી એવાં બહુ ઓછાં રાજ્યો છે, જ્યાં બંને ઉમેદવારો જીતની આશા રાખી શકે. અને આ જ રાજ્યો હારજીત નક્કી કરતાં હોય છે. તેને અમેરિકામાં બૅટલગ્રાઉન્ડ સ્ટેસ્ટ કહેવાય છે.
બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં કોણ જીતી રહ્યું છે?
હાલમાં સાત બૅટલગ્રાઉન્ડ રાજ્યોમાં જોરદાર ટક્કર છે. એટલા માટે રેસમાં કોણ આગળ છે એ કહેવું મુશ્કેલ છે.
રાજ્યોમાં રાષ્ટ્રીયકક્ષાની તુલનામાં ચૂંટણી પૂર્વે ઓછાં સર્વેક્ષણ થઈ રહ્યાં છે. આથી રાજ્યોનાં વલણ અંગે વધુ ડેટા ઉપલબ્ધ નથી. આ સિવાય દરેક પોલમાં એક 'માર્જિન ઑફ એરર' હોય છે અને શક્ય છે કે ટકાવારી ઉપરનીચે હોઈ શકે છે.
તાજાં સર્વેક્ષણો અનુસાર આ સમયે અનેક રાજ્યોમાં બંને ઉમેદવારો વચ્ચે એક કે તેનાથી પણ ઓછા ટકાનું અંતર છે.
તેમાં પેનસિલ્વેનિયા રાજ્ય પણ સામેલ છે. આ રાજ્ય ઘણું મહત્ત્વનું છે, કેમ કે અહીં ઇલેક્ટોરલ કૉલેજના સૌથી વધુ મત છે. અને અહીં મળેલી જીતના સહારે કોઈ પણ ઉમેદવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજના મતનો જાદુઈ આંકડો સ્પર્શી શકે છે.
પેનસિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉનસિન 2016માં ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા એ પહેલાં ડેમૉક્રેડિટ પાર્ટીનો ગઢ હતાં. બાઇડને 2020ની ચૂંટણીમાં તેને પાછો લઈ લીધો. જો હૅરિસ પણ આ વર્ષે ત્યાં સારું પ્રદર્શન કરશે તો તેઓ ચૂંટણી જીતી જશે.
હૅરિસ ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બન્યાં બાદ રાષ્ટ્રપતિપદની દોડમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે, કેમ કે જો બાઇડને જ્યારે આ રેસમાંથી પોતાના બહાર કરવાનો નિર્ણય કર્યો એ દિવસે તેઓ આ સાત બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં ટ્રમ્પથી અંદાજે પાંચ ટકા પૉઇન્ટ પાછળ હતા.
આ સરેરાશ કેવી રીતે તૈયાર થાય છે?
અમે ગ્રાફિક્સમાં જે આંકડાનો ઉપયોગ કર્યો છે તેની સરેરાશ સર્વેક્ષણ વિશ્લેષણ વેબસાઇટ 538એ તૈયાર કરી છે, જે અમેરિકન ન્યૂઝ નેટવર્ક એબીસી ન્યૂઝનો ભાગ છે.
આ સરેરાશ એ 538 આંકડા અનુસાર કાઢવામાં આવે છે, જે રાષ્ટ્રીયકક્ષાએ અને બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં અનેક સર્વેક્ષણ કંપનીઓ લાવે છે.
ગુણવત્તા નિયંત્રણ માટે 538 માત્ર એ કંપનીઓનો સર્વે લે છે, જે કેટલાક માપદંડો પૂરા કરે છે. જેમ કે પારદર્શિતા માટે તેમણે કેટલા લોકોને સર્વેમાં સામેલ કર્યા છે, સર્વે ક્યારે થયો અને તેને કેવી રીતે કરવામાં આવ્યો. (એટલે કે ટેલિફોન કૉલ્સ, ટેક્સ્ટ મૅસેજ, ઑનલાઇન વગેરે).
તમે 538ની કાર્યપ્રદ્ધતિ અંગે અહીં વાંચી શકો છો.
શું આપણે સર્વે પર વિશ્વાસ કરી શકીએ?
આ સમયે સર્વે જણાવે છે કે કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સ અને રાષ્ટ્રીયકક્ષાએ બહુ થોડા અંતરે આગળપાછળ છે. અને અંતર બહુ ઓછું છે તો એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે કોણ જીતશે.
2016 અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ થયેલાં સર્વેક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનને ઓછું આંકવામાં આવ્યું હતું. હવે સર્વે કરનારી કંપનીઓ અનેક રીતે આ સમસ્યાને નિવારશે. આ રીતોમાં સર્વે કરતી વખતે મતદાન કરનાર આબાદીની સંરચનાને પણ ધ્યાનમાં રાખવાનું સામેલ છે.
આ ફેરફારોને ઠીક કરવા મુશ્કેલી છે. સર્વેક્ષણકારોએ હજુ પણ અન્ય કારણો અંગે 'શિક્ષિત અનમાન' લગાવવા પડશે. દા.ત., કેવી રીતે પાંચ નવેમ્બરે કોણ અને કેટલા લોકો મતદાન કરવા જશે.
માઇલ હિલ્સ અને લિબી રોજર્સ દ્વારા લિખિત અને પ્રોડ્યૂસ. જૉય રૉક્સસની ડિઝાઇન.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)