મોદી ઇજિપ્તમાં 1000 વર્ષ જૂની મસ્જિદ જશે જેનો ભારતના દાઉદી વોહરા સમુદાયે જીર્ણોદ્ધાર કર્યો

ઇમેજ સ્રોત, PIB India
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાની યાત્રા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્ત પહોંચ્યા છે. પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન મોદી ઈજિપ્તની ઐતિહાસિક અલ-હાકિમ મસ્જિદમાં જશે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ પીએમ મોદીના અલ-હાકિમ મસ્જિદની મુલાકાતની જાણકારી આપતા કહ્યું - "ઈજિપ્તમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 જૂને અલ-હાકિમ મસ્દિજની મુલાકાત લેશે. જેને 11મી સદીમાં બનાવાઈ હતી. અને દાઉદી વોહરા સમુદાયે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
મસ્જિદને ઐતિહાસિક કાઇરોના ભાગ તરીકે 1979માં યૂનેસ્કોએ વિશ્વ ધરોહર તરીકે સામેલ કરી હતી.
આ સિવાય મોદી 'હેલિઓપૉલિસ કૉમનવેલ્થ વૉર ગ્રેવ સેમેટરી' પણ જશે. અહીં મોદી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈજિપ્ત માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
પીએમ મોદીની આ પહેલી ઈજિપ્ત યાત્રા છે. અને વર્ષ 1997 બાદ કોઈ પણ ભારતીય વડા પ્રધાનની ઈજિપ્તની પહેલી સત્તાવાર યાત્રા છે.

અલ-હાકિમ મસ્દિજનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ઈજિપ્તનું પાટનગર કાઇરો દુનિયાભરમાં ઇસ્લામી વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે. અહીં ઇસ્લામ સાથે જોડાયેલી ઈમારતો અને અલગઅલગ કાળખંડની મસ્જિદો છે. એ જ મસ્જિદો પૈકીની એક છે અલ-હાકિમ મસ્જિદ.
અલ-હાકિમ મસ્જિદ અંગે માહિતી આપતા પ્રૉફેસર ડૉરિસ બેહરેંસ અબુસૈફ પોતાના પુસ્તક 'ઇસ્લામિક આર્કિટેક્ચર ઇન કાઈરો : એન ઈંટ્રોડક્શન'માં લખે છે કે જે પરિસ્થિતિઓમાં અલ-હકિમ મસ્જિદનું નિર્માણ કરાયું હતું તે અસામાન્ય છે.
મસ્જિદનું નિર્માણ ફાતિમિદ રાજવંશના પાંચમા ખલીફા અલ-અઝીઝે દસમી શતાબ્દી (ઈ.સ. 990)ના અંતમાં શરૂ કરાવ્યું હતું. ફાતિમિદ રાજવંશ અરબ મૂળના એક ઇસ્માઇલી શિયા રાજવંશ હતો. નિર્માણ શરૂ થયાના એક વર્ષ બાદ મસ્જિદમાં પહેલીવાર નમાજ પઢાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ઇમારત એ સમયે પણ પૂર્ણતઃ નહોતી બની. ઇતિહાસકારોનું માનવું છે કે ત્યાં સુધી મસ્દિજમાં માત્ર નમાજનો જ રૂમ બન્યો હતો.
અમેરિકન ઇતિહાસકાર જોનાથન એમ. બ્લૂમના પુસ્તક દ મૉસ્ક ઑફ અલ હાકિમ ઇન કાઇરો અનુસાર, "આ અધૂરી બનેલી મસ્જિદમાં લગભગ 12 વર્ષ સુધી નમાજ અદા કરવાનો ક્રમ ચાલ્યો અને વર્ષ 1002-1003માં અલ અઝીઝના પુત્ર અને ફાતિમિદ રાજવંશના છઠા ખલીફા અલ હાકિમના નામ પર મસ્જિદના પુનર્નિર્માણનું કામ પૂર્ણ થયું."
એમના નામ પર જ મસ્જિદનું નામ અલ હાકિમ રાખવામાં આવ્યું.
બે વર્ષ પછી વર્ષ 1013માં મસ્જિદ પૂર્ણ રીતે બનીને તૈયાર થઈ.
આ સમય મસ્જિદની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 113 મીટર હતી.
આ આકારમાં પ્રખ્યાત અલ-અઝહર મસ્જિદની બે ગણી મોટી હતી અને તેના નિર્માણમાં કુલ 45 હજાર દિનારનો ખર્ચા આવ્યો હતો.
ત્યારે મસ્જિદ મૂળ રૂપથી કાઇરો શહેરની દીવાલોથી બહાર હતી પરંતુ વર્ષ 1087માં મસ્જિદ શહેરની અંદર આવરી લેવાઈ.
આ કામને ફાતિમિદ રાજવંશના આઠમા ખલીફા અલ-મુસ્તાનસિરના વજીર બદ્ર અલ-જમાલીએ પૂર્ણ કર્યું હતું.
બદ્ર અલ-જમાલીએ કાઇરો શહેરની દીવાલોને ઉત્તર દિશામાં મસ્જિદ સુધી આગળ ખસેડી હતી.

જ્યારે મસ્જિદ ક્ષતિગ્રસ્ત થઈ

ઇમેજ સ્રોત, Getty Images
13મી સદિના મધ્યમાં ઇજિપ્તમાં મમલૂક સલ્તનતનું રાજ સ્થાપિત થઈ ગયું હતું.
વર્ષ 2303માં ઇજિપ્તમાં ભૂકંપ આવ્યો અને ગીઝા પિરામિડ અને કેટલીક મસ્જિદોને નુકસાન થયું.
ક્ષતિગ્રસ્ત થયેલી મસ્જિદોમાં અલ-હાકિમ મસ્જિદ પણ સામેલ હતી.
ત્યાર બાદ મમલૂક સુલતાન અબ-અલ-ફતેહે તેનું સમારકામ કરાવ્યું.
ત્યાર બાદ મસ્જિદનો વપરાશ ઇસ્લામી શિક્ષા માટે કરવામાં આવતો હતો.
કેટલીક સદીઓ સુધી મસ્જિદનો આંતરિક ભાગ ખંડેર થઈ ગયો હતો અને મસ્જિદના રૂપમાં તેનો ઉપયોગ ક્યારેક-ક્યારેક કરાતો હતો.
લેખક કેરોલીન વિલિયમ્સે પોતાના પુસ્તક 'ઇસ્લામિક મૉન્યુમેન્ટ્સ ઇન કાઇરો: અ પ્રૅક્ટિકલ ગાઇડ'માં જણાવ્યું છે કે અલગ-અલગ સમયે મસ્જિદ પરિસરનો અલગઅલગ રીતે ઉપયોગ કરાયો હતો.
ખ્રિસ્તી ધર્મયુદ્ધ દરમિયાન મસ્જિદનો ઉપયોગ જેલ સ્વરૂપમાં, અય્યૂબી રાજવંશના સલાઉદીન દ્વારા ઘોડા રાખવા માટે, નેપોલિયન દ્વારા એક કિલાના રૂપમાં, 1890માં એક ઇસ્લામી કળા સંગ્રહાલય અને પછી વિદ્યાર્થીઓ માટે એક શાળાના રૂપમાં થયો હતો.

મસ્જિદને મળ્યો દાઉદી વોહરા સમુદાયનો સાથ

ઇમેજ સ્રોત, Getty Images
1970ના દાયકાના અંતમાં એક વખત ફરી મસ્જિદનું પુનર્નિર્માણ શરૂ થયું.
આ નિર્માણકાર્યની જવાબદારી દાઉદી વોહરા સમુદાયના 52માં ધર્મગુરુ મોહમ્મદ બુરહાનુદ્દીને લીધી હતી.
મોહમ્મદ બુરહાનુદ્દીનનો સંબંધ ભારત સાથે હતો અને સામાજિક ક્ષેત્રમાં યોગદાન માટે ભારત સરકારે તેમને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
અલ-હાકિમ મસ્જિદના જીર્ણોદ્ધારમાં સફેદ સંગેમરમર અને સોનાનો શણગાર કરાયો હતો અને તેમાં 27 મહિના લાગ્યા હતા.
ત્યાર બાદ 24 નવેમ્બર 1980ના આધિકારિક રૂપે મસ્જિદને ખુલ્લી મૂકવામાં આવી.
ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઇજિપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અનવર સાદાત, ધર્મગુરુ મોહમ્મદ બુરહાનુદ્દીન, સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અલ-અઝહર યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકો સામેલ થયા હતા.
લગભગ ચાર દાયકા બાદ વર્ષ 2017માં દાઉદી વોહરા સમુદાય અને ઇજિપ્તના પર્યટન તથા પુરાવશેષ મંત્રાલયે મસ્જિદને લઈને એક સંયુક્ત પહેલની શરૂઆત કરી હતી.
આની હેઠળ મસ્જિદના વાસ્તુશિલ્પના નવીનીકરણ સાથે મસ્જિદની દીવાલોને ભેજથી બચાવવાની વ્યવસ્થા કરવાની હતી આવી અને સીસીટીવી કૅમેરા લગાવવાના હતા.
2017થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2023 સુધી ચાલ્યો અને છ વર્ષ દરમિયાન 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ આવ્યો.
આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં ઇજિપ્તની ચોથી સૌથી જૂની અને બીજી સૌથી મોટી અલ-હાકિમ મસ્જિદને પર્યટકો માટે ખોલવામાં આવી હતી

મોદીની યાત્રા પર શું વિચારે છે દાઉદી વોહરા સમુદાયના લોકો?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન મોદીની અલ હાકિમ મસ્જિદની મુલાકાત અને તેના મહત્ત્વ વિશે મુંબઈમાં એક કૉલેજમાં ભણાવનાર ડૉ તાલિબ યૂસુફે કહ્યું કે તેઓ દાઉદી વોહરા સમુદાયની સાથે ભારત માટે પણ ગૌરવનો મોકો હશે.
તેમણે કહ્યું કે, ''દાઉદી વોહરા હિંદુસ્તાનનો એક નાનો સમુદાય છે અને આ અમારા માટે ખુશીની વાત છે કે વડા પ્રધાન મોદી અલ-હાકિમ મસ્જિદ જઈ રહ્યા છે. આ પગલાથી દુનિયાભરમાં દેશની એકતા અને અખંડતાનો સંદેશ જશે.''
અલ-હાકિમ પર ડૉ તાલિબ કહે છે કે, ''ઇજિપ્તની અલ-હાકિમ મસ્જિદ દુનિયાભરમાં વસેલા દાઉદી વોહરા સમુદાયના લોકો માટે ખાસ અને ઐતિહાસિક છે. તેમાં મુસ્લિમ ધર્મને માનનારા બધા લોકો જઈને નમાજ પઢે છે.''
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે બીબીસી સાથે વાત કરતા દાઉદી વોહરા સમુદાયની બીજી એક વ્યક્તિએ કહ્યું કે વોહરા સમુદાય પ્રત્યે પીએમ મોદીની લાગણી ત્યારથી છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્ર હતા.
તેઓ કહે છે, ''જ્યારે પણ પીએમ મોદી વિદેશયાત્રા પર જાય છે ત્યારે તેમને દાઉદી વોહરા સમુદાયના લોકોને મળે છે મોદી એ લોકો સાથે આત્મીયતાથી મળે છે. પીએમ ગુજરાતના છે અને ગુજરાતમાં દાઉદી વોહરાની સારી વસ્તી છે. એટલે બંને તરફથી એક બીજા પ્રત્યે લાગણી દર્શાવે છે.''

મસ્જિદની બનાવટ

ઇમેજ સ્રોત, Getty Images
અલ-હાકિમ મસ્જિદ કાઇરોમાં ફાતિમિદ વાસ્તુકળા અને ઇતિહાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.
લંબચોરસ આકારની આ મસ્જિદ 13 હજાર 560 વર્ગમીટરના ક્ષેત્રને કવર કરે છે જેના મધ્યમાં પાંચ હજાર વર્ગ મીટરનું મોટું પ્રાંગણ છે.
પ્રાંગણની ચારે તરફ મોટા-મોટા હૉલ બનેલા છે.
મસ્જિદની સૌથી ખાસ વાત તેની બંને તરફ મિનાર છે જેનું નિર્માણ મસ્જિદના શરૂઆતના દિવસોમાં થયું હતું.
બંને મિનારોની ડિઝાઇન મૌલિક છે જે દુનિયામાં એ સમયની મસ્જિદો કરતાં અલગ છે. આ મિનારોની બહારનો ભાર અને આધાર મમલૂક શૈલીનો છે જ્યારે અંદરનો ભાદ ફાતિમિદ શૈલીમાં છે.
આ મિનારનો બહારનો ભાગ અને આધાર મમલૂક શૈલીમાં બનેલો છે જ્યારે અંદરનો મૂળ ભાગ ફાતિમિદ શૈલીમાં બન્યો છે.
મસ્જિદનો મુખ્ય ભાગ અને મિનારો પથ્થરની બનેલી છે જ્યારે બાકી સંરચનામાં ઈંટનો ઉપયોગ કરાયો છે.
તેમાં કુલ 13 દરવાજા છે અને પ્રાંગણની વચ્ચો વચ પાણીનો સ્રોત પણ છે.

વડા પ્રધાન મોદી વિદેશમાં ક્યારે મસ્જિદ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
આવું પ્રથમ વખત નથી થયું કે જ્યારે મોદી વિદેશમાં મસ્જિદ ગયા હોય.
આની પહેલાં મોદી ઓમાનથી લીને સંયુક્ત અરબ અમીરાતની મુલાકાતમાં મસ્જિદ ગયા છે.
શેખ ઝાયદ મસ્જિદ: ઑગસ્ટ 2015માં યુએઈની બે દિવસની મુલાકાત પર ગયા ત્યારે તેઓ આ ઐતિહાસિક મસ્જિદમાં ગયા હતા.
સુલતાન કબૂસ મસ્જિદ: ફેબ્રુઆરી 2018 માં મોદી પશ્ચિમી એશિયાના ચાર દેશો જૉર્ડન, પૅલેસ્ટાઇન, યુએઈ અને ઓમાન ગયા હતા. ત્યારે તેઓ ઓમાનની રાજધાની મસ્કટમાં સુલતાન કબૂસ મસ્જિદ પણ ગયા હતા.

ઇમેજ સ્રોત, FB/NARENDRAMODI
આ ઓમાનની સૌથી મોટી મસ્જિદ છે જ્યાં ભારતના બાલૂ પથ્થરનો ઉપયોગ થયો હતો.
ચૂલિયા મસ્જિદ: મે-જૂન 2018 માં મોદીએ ત્રણ દેશોની મુલાકાત લીધી હતી
ઇંડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરની મુલાકાત દરમિયાન મોદી શ્રી મરિયમ્માં મંદિર પોહંચ્યા હતા અને પછી ચૂલિયા મસ્જિદની મુલાકાતે ગયા હતા.
આ મસ્જિદનું નિર્માણ ચૂલિયા મુસ્લિમ સમુદાયે કરાવ્યું હતું જે તમિલ મુસ્લિમોનો એક સમુદાય છે.
ઇસ્તિકલાલ મસ્જિદ: ઇંડોનેશિયાની રાજધાની જકાર્તા ખાતે આવેલી આ મસ્જિદ દુનિયાની સૌથી મોટી મસ્જિદોમાં આવે છે.
મે 2018માં મોદી આ મસ્જિદમાં ગયા હતા તેમની સાથે ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોકો વિડોડો હતા














