નેપોલિયન બોનાપાર્ટ અને તેમની પહેલી પત્ની જોસફીન વચ્ચે પ્રેમ હતો કે નહીં?

ફિલ્મનું દૃશ્ય

ઇમેજ સ્રોત, APPLE TV+

    • લેેખક, કૅથરીન એસ્ટબરી
    • પદ, પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ વાર્વિક

રિડલે સ્કોટની ફિલ્મ 'નેપોલિયન' જે તાજેતરમાં રિલીઝ થઈ છે તે ફ્રૅન્ચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ અને એ મહિલા પર કેન્દ્રિત છે જેમને નેપોલિયન જોસફીન કહીને બોલાવતા હતા.

સ્કોટ કહે છે કે, આ ફિલ્મમાં નેપોલિયનને એક એવી વ્યક્તિ તરીકે દર્શાવાયા છે જેમણે જોસફીનનો પ્રેમ જીતવાના પ્રયાસમાં દુનિયાને જીતી લીધી હતી.

અને જ્યારે તેઓ જોસેફીનના પ્રેમને જીતી શક્યા ન ત્યારે તેમણે તેનો નાશ કરવા માટે વિશ્વ પર વિજય મેળવ્યો અને પ્રક્રિયામાં પોતાનો ખુદનો પણ વિનાશ વેરી દીધો.

જ્યારે સમાચાર આવ્યા કે અભિનેત્રી વેનેસા કિર્બી જોસફીનની ભૂમિકા ભજવશે ત્યારે ઇતિહાસકારો સ્તબ્ધ થઈ ગયા. આ એટલા માટે કે કિર્બી નેપોલિયનની ભૂમિકા ભજવનાર વાકિન ફીનિક્સ કરતાં ઘણી નાની (14 વર્ષ) ઉંમરનાં છે. જ્યારે જોસફીન ખરેખર નેપોલિયન કરતાં છ વર્ષ મોટાં હતાં.

'ધ ન્યૂ યૉર્કર' સાથે વાત કરતા સ્કૉટે એ ઇતિહાસકારોને કંઈક ઢંગનું કામ કરવા સલાહ આપી જે ફિલ્મમાં થયેલી ભૂલો પર સવાલ ઉઠાવી રહ્યા છે.

પરંતુ જોસફીન અને નેપોલિયન વચ્ચેના ઉંમરના તફાવતે તેમના જીવન અને પ્રેમ પર ઊંડી અસર કરી.

ફ્રૅન્ચ ક્રાંતિ દરમિયાન વિધવા થયેલાં જોસફીનનું નામ 'મેરી જોસફી-રોઝ દ બ્યૂહાને' હતું. તેમને બે બાળક હતાં અને તેમનું ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું હતું.

તે સમયે તેમની ઉંમર 30થી 40 વચ્ચે હતી. તે કદાચ યુવાન ન ગણાય પરંતુ તેમણે પેરિસના ફૅશનપ્રેમી સમાજનો ભાગ બનવાના તમામ પ્રયાસો કર્યા અને પોલ બારાસ નામના રાજકારણી સાથે મિત્રતા કરવા માટે તેમની ઓળખાણનો ઉપયોગ કર્યો.

ગ્રે લાઇન

નેપોલિયન સાથે લગ્ન

નેપોલિયનનું ચિત્ર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમને કોર્સિકાના યુવા જનરલ નેપોલિયન બોનાપાર્ટ સાથે લગ્ન કરવા માટે સમજાવવામાં આવ્યાં હતાં. નેપોલિયન તેમને ઘણા પસંદ કરતા હતા.

જોસફીનને મળ્યાના થોડા મહિના પછી અને માર્ચ 1976માં તેમનાં લગ્નના થોડા સમય પછી નેપોલિયનને ઈટાલીમાં ક્રાંતિકારી સૈન્યનું નેતૃત્વ કરવા મોકલવામાં આવ્યા.

ઈટાલીથી તેમણે જોસફીનને ઘણા પ્રેમપત્રો લખ્યા. એમાં એટલું બધું 'ઈમોશનલ બ્લૅકમેલ' સામેલ હતું અને પ્રેમ એટલી વખત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તે લાગણીઓ કરતાં ધમકીઓ જેવું વધુ લાગતું હતું.

એક પત્રમાં તેમણે લખ્યું હતું કે, “તમે મને ક્યારેય પત્ર લખતા નથી. તું તારા પતિનું ધ્યાન રાખતી નથી."

એકમાં લખ્યું, “મને તમારા વિશે કઈ જાણકારી નથી મળી. મને ખાતરી છે કે તમે હવે મને પ્રેમ કરતા નથી."

એકમાં તેમણે લખ્યું, “દરરોજ હું તમારી કરતૂતો ગણું છું. હવે તને પ્રેમ ન કરવા બદલ હું મારી જાત પર ખૂબ ગુસ્સે છું. પણ હવે હું તને પહેલાં કરતાં વધારે પ્રેમ નથી કરતો?"

જોસફીન ઈટાલીમાં રહેવા આવ્યાં ત્યારે પણ નેપોલિયન તેમની દરેક હિલચાલથી વાકેફ હતાં અને તેમના પત્રો ઇચ્છતા હતાં.

આ દરમિયાન નેપોલિયનનો જુસ્સો કંઈક અંશે શમી ગયો હતો પરંતુ તેમનું વલણ જોસફીનને નિયંત્રણમાં રાખવાનું હતું.

નેપોલિયનને તેમનાં પત્નીની ઓળખથી થતા ફાયદા સમજાયા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે એકબીજા પ્રત્યેની તેમની લાગણીઓનું સ્તર અલગ છે.

1798 સુધીમાં નવલકથાની જેમ લાગણીઓને વ્યક્ત કરવાની રીત બદલાઈ ગઈ હતી અને 1780 સુધીમાં તે સંબંધો કંઈક અંશે 'ઠંડા' થઈ ગયા હતા.

આ પત્રો તેમના સંબંધોને સમજવા માટે ખૂબ જ વ્યાવહારિક છે.

ગ્રે લાઇન

શક્તિશાળી પતિ અને પત્ની

ફિલ્મનું દૃશ્ય

ઇમેજ સ્રોત, APPLE TV+

જોસફીન એક યુદ્ધનાયકનાં પત્ની હતાં, તેમણે રાજકીય પરિચિતતાનો ઉપયોગ તેમના ફાયદા માટે કર્યો. કદાચ નેપોલિયનના નિયંત્રણવાળા વલણથી બચવા માટે કર્યું પણ હોઈ શકે છે.

લોકો જાણતા હતા કે નેપોલિયન અને જોસફીન એક ટીમ તરીકે કેટલા અસરકારક હોઈ શકે છે. તેથી, નેપોલિયનના સંબંધીઓ સહિત તેમના વિવેચકોએ જોસફીનની છબીને કલંકિત કરવા માટે અફવાઓ ફેલાવી.

જોસફીને તેમના પ્રેમી હિપોલાઈટ ચાર્લ્સને લખેલા પત્રો દર્શાવે છે કે તેમના માટે પરિસ્થિતિ કેટલી વિકટ બની ગઈ હતી.

નેપોલિયન ઇજિપ્તમાં એક ઝુંબેશ પર હતા ત્યારે તેમને પુરાવા આપવામાં આવ્યા હતા કે જોસફીનને પ્રેમસંબંધ હતો. નેપોલિયને તેમના ભાઈને આ અંગે એક પત્ર મોકલ્યો હતો પરંતુ વચ્ચે એ વાત લીક થઈ ગઈ અને બ્રિટનમાં સમાચાર પ્રકાશિત થઈ ગયા. ફ્રાન્સમાં પણ બધાને તેની જાણ થઈ ગઈ.

શરૂઆતમાં નેપોલિયન નાખુશ હતા પણ બાદમાં જ્યારે તેઓ પેરિસ ગયા ત્યારે તેમણે જોસફીનને માફ કરી દીધા.

જોસફીને પણ તેમના પતિને તેમના રાજકીય દાવપેચમાં મદદ કરી અને 1800માં બળવા પછી તેમને સત્તા મળી.

ક્રાંતિથી ભરેલા દાયકાને કારણે થયેલા જૂથવાદને દૂર કરવા નેપોલિયનને જોસફીનની નરમ મુત્સદ્દીગીરીનો લાભ મળ્યો અને કુલીન વર્ગમાંથી તેઓ આવતા હોવાથી પણ લાભ થયો.

જોસફીન નવા ફ્રાન્સના નિર્માણમાં ભૂમિકા ભજવીને ખુશ હતાં. 1796માં તેઓ ઈટાલી જવા અને તેમના પતિ સાથે રહેવા માટે અસહજ અનુભવતાં હતાં, પરંતુ પછીથી તેઓ દરેક જગ્યાએ તેમની સાથે ગયાં.

જોસફીન માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું કે નેપોલિયન બીજી યુવતી તરફ આકર્ષિત ન થાય.

નેપોલિયન 1807માં પોલૅન્ડના પ્રવાસે જોસફીનને પોતાની સાથે લઈ ગયા ન હતા અને ત્યાં એક મોટા પરિવારની મહિલા મારિયા વાલેવ્સ્કા સાથે તેમનો લાંબા સમય સુધી સંબંધ રહ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાનના તેમના પત્રો દર્શાવે છે કે તેઓ હજુ પણ જોસફીન સાથે પ્રેમમાં હતા. તેમ છતાં છૂટાછેડાનો ખતરો તોળાઈ રહ્યો હતો.

નેપોલિયને 1804માં રાજવંશના આધારે રાજાશાહી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારના સભ્યો તેમના પર વારસદાર માટે સતત દબાણ કરતા હતા. જોસફીન તેમને વારસદાર આપી શક્યાં નહીં.

જોસફીનની નોકરાણી એવરિલિયને તે સમયગાળા વિશે લખ્યું છે, જ્યારે બંને છૂટાછેડાની ખૂબ નજીક હતા એ વખતે એકબીજાથી ઘણા દૂર થઈ ગયાં હતાં. જ્યારે 1809માં છૂટાછેડા થયા ત્યારે જોસફીન ખૂબ આઘાતમાં હતાં.

ગ્રે લાઇન

'અતૂટ’ સંબંધ

ચિત્ર

ઇમેજ સ્રોત, Getty Images

આ છૂટાછેડાને દેશની જરૂરિયાતો માટેના બલિદાન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. નેપોલિયને ઑસ્ટ્રિયાના હેપ્સબર્ગની આર્ચડચેસ મેરી-લુઇસ સાથેનાં લગ્ન સુધી જોસફીનને મળવાનું અને પત્રો લખવાનું ચાલુ રાખ્યું.

જોસફીને 1811માં તેમના પુત્રના જન્મ પર નેપોલિયનને અભિનંદન આપ્યાં અને કહ્યું કે આપણું ભાગ્ય ક્યારેય અલગ હોઈ શકે નહીં તેથી તે હંમેશાં તેના માટે ખુશ રહેશે.

1812માં રશિયા માટે ઝુંબેશ શરૂ કરતા પહેલાં નેપોલિયન પેરિસની બહાર તેમના પ્રિય સ્થળ માલમેસો ખાતે જોસફીનની મુલાકાતે ગયા હતા. તેઓ તેમને ફરી ક્યારેય જોઈ નહીં શક્યા, કારણ કે જોસફીન 1814માં મૃત્યુ પામ્યાં હતાં.

વૉટરલૂ ખાતેની હાર પછી નેપોલિયને સૅન્ટ હેલેનામાં દેશનિકાલ થયા પહેલાં મામેઝમાં સમય વિતાવ્યો હતો.

આ બંને વચ્ચેનો સંબંધ કેવો હતો તે અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું સરળ નથી, કારણ કે જોસફીનના બહુ ઓછા પત્રો એવા બચ્યા છે જેના પરથી તેમનો પક્ષ જાણી શકાય.

શું તેઓ શરૂઆતમાં નેપોલિયનને પ્રેમ કરતાં હતાં? કદાચ ના.

શું તેઓ તેમના પ્રેમમાં પડી ગયાં હતાં? કદાચ હા.

નેપોલિયન જોસફીનની ઉંમર અને તેમની ટીકાઓની પરવા ન કરી અને તેમનાં બાળકોની પણ સારી સંભાળ રાખતા હતા.

જોકે, આખરે જોસફીન અને નેપોલિયન બંને એકબીજાને કરતાં સત્તાને વધુ પ્રેમ કરતાં હતાં.

તેઓ સાથે મળીને કામ કરવાના ફાયદા સમજ્યાં અને ઝડપથી ટોચ પર પહોંચી ગયાં.

આખરે નેપોલિયનને પુત્રની જરૂરિયાત જણાતા તેમની સત્તા અને લગ્ન બંનેમાં અશાંતિ આવી ગઈ.

પરંતુ દેશ છોડતા પહેલાં માલમેઝની તેમની મુલાકાત દર્શાવે છે કે જોસફીન તેમના માટે કેટલાં મહત્ત્વપૂર્ણ હતાં.

તેઓ કદાચ વિશ્વાસપાત્ર ન હતાં પણ વફાદાર રહ્યાં અને નેપોલિયન માટે નસીબદાર સાબિત થયાં હતાં. નેપોલિયનને 1821માં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં તેમનું સ્વપ્ન પણ આવ્યું હતું.

નેપોલિયનના વફાદાર માર્શલે લખ્યું, "તેમણે કહ્યું હતું કે, તેમણે જોસફીનને જોયાં અને તેમની સાથે વાત કરી."

નેપોલિયનને આશા હતી કે તેઓ ટૂંક સમયમાં જોસફીનની સાથે હશે.

(કૅથરિન એસ્ટબરી યુનિવર્સિટી ઓફ વૉર્વિકમાં ફ્રૅન્ચ સ્ટડીઝના પ્રોફેસર છે.)

મૂળ લેખ બીબીસી કલ્ચર પર પ્રકાશિત થયો છે. અને તેને તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો . આ લેખ ‘ધ કન્વર્ઝેશન’માં થયેલા વાતચીત પર આધારિત અને ક્રિએટીવ કૉમન્સ લાયસન્સ હેઠળ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે.

રેડ લાઇન
રેડ લાઇન