'ખોવાયેલો રાક્ષસ' 200 વરસ પછી એક પેઇન્ટિંગથી કેવી રીતે પ્રગટ થયો?

તસવીર

ઇમેજ સ્રોત, NATIONAL TRUST

    • લેેખક, ઈયાન યંગ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

બ્રિટિશ કળાકાર જોશુઆ રેનોલ્ડ્સે બનાવેલા ઐતિહાસિક પેઇન્ટિંગ ‘ધ ડેથ ઑફ કાર્ડિનલ બ્યુફોર્ટ’નો પુનરુદ્ધાર કરવામાં આવ્યો એ પછી તેમાં એક વિલક્ષણ આકૃતિ ફરીથી જોવા મળી હતી.

તે એક શેતાની પાત્ર છે, જે 18મી સદીના આ પેઇન્ટિંગમાં ધાર્મિક માણસનો પીછો કરતો દેખાય છે, પરંતુ એ દાયકાઓથી રંગ અને વાર્નિશના સ્તરો હેઠળ “અદૃશ્ય” થઈ ગયો હતો.

આ પૅઇન્ટિંગ ઇંગ્લૅન્ડના વેસ્ટ સસેક્સના પેટવર્થ હાઉસમાં ફરીથી પ્રદર્શિત કરવામાં આવશે.

કાર્ડિનલ બ્યુફોર્ટ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ફેણવાળા એ પ્રાણીને પલંગના માથા તરફના ભાગમાં પડછાયામાં જોઈ શકાય છે. રાજા હેનરી ચતુર્થ અને બીજા બે માણસો પણ તેની સાથે છે.

આ પૅઇન્ટિંગ વિલિયમ શેક્સપિયરના નાટક ‘હેનરી ચતુર્થ’ના બીજા ભાગમાંના એક દૃશ્ય પર આધારિત છે. તેમાં કાર્ડિનલને, એક કાવતરાખોર અને સત્તાભૂખ્યા માણસને તેના મૃત્યુની અંતિમ ક્ષણો સુધી જતો દર્શાવવામાં આવ્યા છે.

કાર્ડિનલ રાજા હેનરીના કાકા છે. નાટકમાં રાજા હેનરી કાર્ડિનલના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં કહે છે, “ઓહ, આ દુષ્ટ આત્માને ઘેરી વળેલા રાક્ષસને પરાજિત કરો.”

આ પૅઇન્ટિંગમાં તે ‘રાક્ષસ’ના ચિત્રણથી તેની રચના સમયે વિવાદ સર્જાયો હતો, કારણ કે કેટલાકનું માનવું હતું કે એ સમયના મહાન ચિત્રકારો પૈકીના એક રેનોલ્ડ્સે સ્પષ્ટપણે કાલ્પનિક પ્રાણી દર્શાવવું જોઈએ નહીં.

એક વિવેચકે તેને “સેન્સરશિપથી બચવા માટેનું ખૂબ જ હાસ્યાસ્પદ અને બાલિશ” કૃત્ય ગણાવ્યું હતું, જ્યારે બીજાએ કહ્યું હતું, “તે ચિત્રકારની વિવેકબુદ્ધિનો આદર કરતું નથી.”

ગ્રે લાઇન

રાક્ષસી આકૃતિ

તસવીર

ઇમેજ સ્રોત, NATIONAL TRUST

બ્રિટનના નૅશનલ ટ્રસ્ટ ખાતે પૅઇન્ટિંગ અને શિલ્પના વરિષ્ઠ રાષ્ટ્રીય વસ્તુપાલ જોન ચુએ કહ્યું હતું, “એક કાવ્યાત્મક અભિવ્યક્તિને એક રાક્ષસના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તે એ સમયના કેટલાક કળાત્મક નિયમોને અનુરૂપ ન હતું.”

ચુના કહેવા મુજબ, વિવેચકોએ એવી દલીલ કરી હતી કે “કોઈ વ્યક્તિના મનમાં દુષ્ટ વિચાર હોય તેની અભિવ્યક્તિ માટે રાક્ષસનું પ્રતીક સાહિત્યમાં સ્વીકાર્ય ગણવામાં આવતું હતું. એક પૅઇન્ટિંગમાં તેને દૃશ્ય રૂપે સામેલ કરવાથી તેને અધિક ભૌતિક સ્વરૂપ મળ્યું હતું.”

તેને પૅઇન્ટિંગમાં સામેલ ન કરવા અથવા પૅઇન્ટિંગ પૂર્ણ થઈ જાય પછી તેને ભૂંસી નાખવા રેનોલ્ડ્સને મનાવવાના પ્રયાસ ઘણા દોસ્તો અને વિવેચકોએ કર્યા હતા.

ગ્રે લાઇન

‘રાક્ષસ’ને કોણે ગૂમ કર્યો?

ચિત્ર

ઇમેજ સ્રોત, NATIONAL TRUST

આ વિવાદાસ્પદ આકૃતિ વર્ષો જતાં ઝાંખી પડી ગઈ હતી, કારણ કે તેનો પુનરુદ્ધાર કરનારા લોકોએ આર્ટવર્ક પર રંગ અને વાર્નિશનું અનેક વખત લેપન કર્યું હતું.

“ચિત્રના એ હિસ્સામાં રંગનાં નાનાં ટપકાં થઈ ગયાં હોય અને તે ધૂંધળું બની ગયું હોય એવું લાગતું હતું,” એમ કહેતા ચુએ ઉમેર્યું હતું કે આ પૅઇન્ટિંગનો શરૂઆતમાં પુનરુદ્ધાર કરનારા લોકોએ તેનું ખોટું અર્થઘટન કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “વર્ષાનુવર્ષ વાર્નિશ થવાને કારણે તે વધુ ઝાંખું થઈ ગયું હતું.”

નૅશનલ ટ્રસ્ટના પૅઇન્ટિંગ્ઝના વરિષ્ઠ રાષ્ટ્રીય વસ્તુપાલ બેકા હેલેને જણાવ્યુ હતું કે ચિત્રમાંના રાક્ષસની આજુબાજુના ભાગને રિસ્ટોર કરવાનું કામ વધારે મુશ્કેલ હતું.

રેડ લાઇન
રેડ લાઇન