હથિયારોના જંગી જથ્થા સાથે ભાજપના કાર્યકરની ધરપકડ

મહારાષ્ટ્રના ડૉમ્બિવલીના ભાજપના ઓફિસ અધિકારી અને ફૅશન ઍક્સેસરિઝનો સ્ટોર ધરાવતા ધનંજય કુલકર્ણી નામના શખ્સની 170 હથિયારો સાથે પોલીસે ધરપકડ કરી છે.

બાતમીને આધારે પોલીસે સોમવારે રાત્રે તિલકનગર વિસ્તારમાં આવેલી એમની દુકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ દ્વારા બુધવારે સવારે ધનંજય કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલાં 170 હથિયારોમાં ઍરગન્સ, તલવારો, છરીઓ અને કૂકરી વગેરેનો સમાવેશ થાય છે.

થાણે ક્રાઇમ બ્રાંચના સિનિયર ઇન્સપેક્ટર સંજુ જ્હોને સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું કે બાતમીને આધારે તસસ્યા હાઉસ ઑફ ફૅશન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.

જપ્ત કરાયેલાં હથિયારોમાં આઠ ઍર ગન, 10 તલવાર, 38 બટનવાળાં ચાકૂ, 25 મોટાં છરા, નવ છરી, નવ ગુપ્તી, પાંચ ચપ્પાં, ત્રણ કુહાડીનો સમાવેશ થાય છે.

જપ્ત કરવામાં આવેલા હથિયારો દુકાન પર વેચાણ માટે રાખવામાં આવ્યાં હતાં, જેમની કુલ કિંમત 1.86 લાખ થાય છે.

પીટીઆઈનો અહેવાલ જણાવે છે કે ધનંજય કુલકર્ણીને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં પોલીસે તેમના રિમાન્ડની માગણી કરી.

ભાજપે કુલકર્ણી ડૉમ્બિવલી યુનિટના ઉપપ્રમુખ હોવાની વાતને સમર્થન આપ્યું છે.

ડૉમ્બિવલી યૂનિટના પ્રમુખ સંજ બિડવાડકરે કહ્યું કે કુલકર્ણી હાલ ઉપ પ્રમુખ છે અને કમિટી મેમ્બર પણ છે.

અમને એ નથી ખબર કે શેના માટે ધપકડ થઈ. જે સામાન જપ્ત થયો છે તે ઍન્ટિક છે એને એમાં બીજું કંઈ નથી.

આ કેસમાં હજી આગળ તપાસ ચાલુ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો