રશિયા-યુક્રેન યુદ્ધ : પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે?

રશિયા

ઇમેજ સ્રોત, Getty Images

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયન સૈનિકોને હવે લાઈમેનમાંથી સંપૂર્ણપણે બહાર ખદેડી મૂકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સેના રશિયાના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારોને મુક્ત કરાવશે એવી આશા છે.

યુ.એસ. રક્ષામંત્રી લોયડ ઑસ્ટીને યુક્રેનિયન સૈન્ય દ્વારા લાઈમેન શહેર પર ફરીથી કબજો મેળવાયો તેને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને કહ્યું કે યુક્રેનિયન સૈન્ય "વીરતાપૂર્વક" લડી રહ્યું છે.

રશિયન સૈન્ય દ્વારા શહેરનો ઉપયોગ પરિવહનકેન્દ્ર અને સંચાલનની કામગીરી માટે કરવામાં આવતો હતો પરંતુ આ ગત શનિવારે રશિયન સેનાને અહીંથી ભાગી જવું પડ્યું.

લાઈમેન દોનેત્સ્કમાં આવેલું છે. દોનેત્સ્ક એ ચાર પ્રદેશો પૈકીનો એક છે, જેને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે રશિયામાં સત્તાવાર રીતે ભેળવી દીધા હતા.

આ બે સિવાય ખેરસોન અને ઝાપોરિઝિયાના વિસ્તારોને પણ પુતિને રશિયામાં સત્તાવાર રીતે ભેળવી દીધા છે.

તેમણે કહ્યું છે કે આ લોકમત છે જેનું સન્માન થવું જોઈએ. રશિયાએ થોડા દિવસો પહેલાં આ વિસ્તારોમાં જનમત સંગ્રહ યોજ્યો હતો, જેની યુક્રેન અને પશ્ચિમી દેશોએ ટીકા કરી હતી.

યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં સામેલ કરવા માટે પુતિને કરારો પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાએ ફરી એકવાર રશિયા પર આકરા પ્રતિબંધોની જાહેરાત કરી છે.

રશિયા યુદ્ધ માટે જરૂરી ભંડોળની વ્યવસ્થા ન કરી શકે એ માટે યુરોપિયન યુનિયન પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું છે.

લાઇન

સંક્ષિપ્તમાં: રુસ-યુક્રેન યુદ્ધ: પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે?

લાઇન
  • યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં સામેલ કરવા માટે પુતિને કરારો પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાએ ફરી એકવાર રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે
  • રશિયા યુદ્ધ માટે જરૂરી ભંડોળની વ્યવસ્થા ન કરી શકે એ માટે યુરોપિયન યુનિયન પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું છે
  • યુરોપિયન કમિશને પણ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે અને રશિયામાંથી આયાત પર વધુ નિયંત્રણોનો પ્રસ્તાવ મૂક્યો છે. કમિશન હાઈટેક ઉત્પાદનોની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે
  • અમેરિકાએ રશિયાને અમેરિકન બેંકોમાં રાખેલા વિદેશી ચલણથી દેવું ચૂકવવા પર રોક લગાવી છે
  • વિશ્વભરમાં નાણાંની લેવડ-દેવડ માટે વપરાતી આંતરરાષ્ટ્રીય નાણાકીય મેસેજિંગ સિસ્ટમ સ્વિફ્ટ સિસ્ટમમાંથી જાણીતી રશિયન બેંકોને દૂર કરવામાં આવી છે. આ કારણે રશિયાને બીજા દેશોમાંથી તેલ અને ગેસની નિકાસમાંથી રશિયાને ચૂકવણી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે
  • બ્રિટને મોટી રશિયન બૅંકોને યુકેની આર્થિક વ્યવસ્થામાંથી બહાર કરી દીધી છે. તેણે રશિયન બૅંકોની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે, રશિયન કંપનીઓને લોન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે અને રશિયન નાગરિકોને યુકેની બૅંકોમાં નાણાં જમા કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે
  • આ વર્ષે ડિસેમ્બરથી, યુરોપિયન યુનિયન સમુદ્ર માર્ગે રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂકશે.
  • ફેબ્રુઆરી 2023 સુધીમાં, યુરોપિયન યુનિયન રશિયામાંથી રિફાઇન્ડ તેલ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકશે. યુરોપિયન યુનિયને રશિયન કોલસાની આયાત બંધ કરી દીધી છે.
  • અમેરિકાએ રશિયા પાસેથી તમામ તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે
  • યુરોપિયન યુનિયને હજુ સુધી રશિયાથી ગેસ આયાત કરવા પર પ્રતિબંધ લગાવ્યો નથી કારણ કે યુરોપીયન દેશો આ મામલે તેમના પુરવઠાના 40 ટકા માટે રશિયા પર નિર્ભર છે
  • શું પ્રતિબંધોની રશિયાને અસર થઈ રહી છે?
લાઇન
line

અમેરિકા અને ઇયુ દ્વારા લેવામાં આવેલાં નવીનતમ પગલાં શું છે?

line
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

એક દેશ બીજા દેશ પર આક્રમક વલણ અપનાવે અથવા તેના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે કે ઉલ્લંઘન અટકાવવા માટે શિક્ષાત્મક પ્રતિબંધો લાદે છે. આ પ્રતિબંધો આર્થિક અથવા વેપાર સાથે જોડાયેલા હોય છે.

આ કઠોર પગલાં કોઈ પણ દેશ લઈ શકે છે અને તે એક રીતે યુદ્ધ લડવા જેવું જ છે.

યુક્રેનના ચાર પ્રદેશોમાં જનમત યોજવા બદલ અમેરિકાએ રશિયાની સંસદના 278 સભ્યો પર પ્રતિબંધો લાદ્યા છે. તે રશિયાના સંરક્ષણઉદ્યોગ સાથે સંકળાયેલા 14 લોકો સામે પણ પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું છે.

અમેરિકાનું કહેવું છે કે તે લશ્કરી સહાય પૂરી પાડતાં હોય અથવા યુક્રેનના પ્રદેશ પર કબજો કરવામાં મદદ કરતા હોય એવાં રશિયાની બહારનાં સંગઠનોને પણ નિશાન બનાવશે.

યુરોપિયન કમિશને પણ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે અને રશિયામાંથી આયાત પર વધુ નિયંત્રણોનો પ્રસ્તાવ મૂક્યો છે. કમિશન હાઈટેક ઉત્પાદનોની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે.

line

રશિયા પર અત્યાર સુધી કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા?

વીડિયો કૅપ્શન, સૈન્ય ગતિવિધિ પર પર વધુ બળ આપવાની પુતિનની જાહેરાત – COVER STORY

પશ્ચિમી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદીને તેના પર દબાણ બનાવી રહ્યા છે.

અમેરિકાએ રશિયાને અમેરિકન બૅન્કોમાં રાખેલા વિદેશી ચલણથી દેવું ચૂકવવા પર રોક લગાવી છે.

વિશ્વભરમાં નાણાંની લેવડ-દેવડ માટે વપરાતી આંતરરાષ્ટ્રીય નાણાકીય મૅસેજિંગ સિસ્ટમ સ્વિફ્ટ સિસ્ટમમાંથી જાણીતી રશિયન બૅન્કોને દૂર કરવામાં આવી છે. આ કારણે રશિયાને બીજા દેશોમાંથી તેલ અને ગેસની નિકાસમાંથી રશિયાને ચૂકવણી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.

બ્રિટને મોટી રશિયન બૅન્કોને યુકેની આર્થિક વ્યવસ્થામાંથી બહાર કરી દીધી છે.

તેણે રશિયન બૅન્કોની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે, રશિયન કંપનીઓને લોન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે અને રશિયન નાગરિકોને યુકેની બૅન્કોમાં નાણાં જમા કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

line

તેલ અને ગૅસ પર પ્રતિબંધ

લાઈમનમાં પ્રવેશ કરતા યૂક્રેની સૈનિક

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લાઈમનમાં પ્રવેશ કરતા યૂક્રેની સૈનિક

આ વર્ષે ડિસેમ્બરથી, યુરોપિયન યુનિયન સમુદ્ર માર્ગે રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂકશે.

ફેબ્રુઆરી 2023 સુધીમાં, યુરોપિયન યુનિયન રશિયામાંથી રિફાઇન્ડ તેલઉત્પાદનો પર પ્રતિબંધ મૂકશે. યુરોપિયન યુનિયને રશિયન કોલસાની આયાત બંધ કરી દીધી છે.

અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગૅસની તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

યુકે 2022ના અંત સુધીમાં રશિયન તેલનો ઉપયોગ બંધ કરશે. યુકેએ રશિયા પાસેથી ગૅસની આયાત બંધ કરી દીધી છે.

જર્મનીએ રશિયા પાસેથી ગૅસ આયાત કરવા માટે નોર્ડસ્ટ્રીમ પાઈપલાઈનને ખોલવાની યોજનાને અટકાવી દીધી છે.

આ વર્ષે ડિસેમ્બરથી, યુરોપિયન યુનિયન અને જી7 પણ રશિયા પાસેથી તેલ ખરીદનારાઓ માટે ભાવને પણ મર્યાદિત કરવા માગે છે.

તેઓ રશિયાથી ક્રૂડઑઇલની આયાત કરનારાઓને કહી રહ્યા છે કે જો તેઓ નિર્ધારિત કિંમત કરતાં વધુ ચૂકવણી કરશે તો પશ્ચિમી ઇન્સ્યોરન્સ કંપની ઑઇલ શિપમૅન્ટને કવર નહીં કરે.

યુરોપિયન યુનિયને હજુ સુધી રશિયાથી ગૅસમા આયાત કરવા પર પ્રતિબંધ લગાવ્યો નથી કારણ કે યુરોપીયન દેશો આ મામલે તેમના પુરવઠાના 40 ટકા માટે રશિયા પર નિર્ભર છે.

line

રશિયન નાગરિકો પર પ્રતિબંધ

અમેરિકા, યુરોપિયન યુનિયન, યુકે અને અન્ય ઘણા દેશોએ લગભગ 1,000 રશિયન નાગરિકો અને વ્યવસાયો પર પ્રતિબંધો લાદ્યા છે, જેમાં કહેવાતા રશિયન ધનિકો એટલેકે ઓલિગાર્કનો પણ સમાવેશ થાય છે.

એવું માનવામાં આવે છે કે ચેલ્સિયા ફૂટબૉલ ટીમના ભૂતપૂર્વ માલિક રોમન અબ્રામોવિચ જેવા આ શ્રીમંત ઉદ્યોગપતિઓ રશિયન રાષ્ટ્રપતિની નજીક છે.

અમેરિકા, યુરોપિયન યુનિયન, યુકે અને કૅનેડાએ તેમના દેશમાં રહેલી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે.

પ્રતિબંધિત રશિયન નાગરિકોની સુપરયૉટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

ન્યૂયૉર્કમાં ઍલ્યુમિનિયમના વેપાર સાથે જોડાયેલા જાણીતા રશિયન બિઝનેસમૅન ઓલેગ દરીપાસ્કા પર અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

યુકેએ પ્રતિબંધો હેઠળ 'ગોલ્ડન વિઝા' આપવાનું બંધ કરી દીધું છે.

આ વ્યવસ્થા હેઠળ, શ્રીમંત રશિયન નાગરિકોને બ્રિટનમાં રહેવાનો અધિકાર સરળતાથી મળી જતો હતો.

line

બીજા કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા?

ચેલ્સી ફૂટબૉલ ટીમના પૂર્વ માલિક રોમન અબ્રામોવિચ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચેલ્સી ફૂટબૉલ ટીમના પૂર્વ માલિક રોમન અબ્રામોવિચ

યુકે, યુએસ અને યુરોપિયન યુનિયને એવા માલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે જેનો ઉપયોગ નાગરિકો અને સૈન્ય બંને દ્વારા કરી શકાય, જેમ કે કારના સ્પેરપાર્ટ.

યુકે, યુએસ, ઇયુ અને કૅનેડાના ઍરસ્પેસમાંથી તમામ રશિયન ફ્લાઇટને ઊડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રશિયામાંથી થઈ રહેલી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયામાં થતી લક્ઝરી ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

યુકેએ વોડકા (એક પ્રકારનો દારૂ) જેવી અમુક વસ્તુઓની આયાત પર 35 ટકાનો આયાતકર લાદ્યો છે.

ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કાં તો રશિયા સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે કાં તો રશિયન માર્કેટમાંથી સાવ બહાર નીકળી ગઈ છે.

line

શું પ્રતિબંધોની રશિયાને અસર થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, યુક્રેનસૈન્યનું અભિયાન. રશિયા પાસેથી યુક્રેન કઈ રીતે વિસ્તારો પરત મેળવી રહ્યું છે...?

તેલ અને ગૅસના વધતા ભાવને કારણે રશિયાને યુદ્ધ માટે નાણાંની વ્યવસ્થા કરવામાં મદદ મળી રહી છે.

સંશોધન સંસ્થા આર્ગુસ મીડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી ડેવિડ ફેયેફનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં રશિયાની ક્રૂડઑઈલની આવકમાં 41 ટકાનો વધારો થયો છે.

"રશિયાની નિકાસમાં તેલનો હિસ્સો 40 ટકા છે, અને તેથી જ યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવું મહત્વપૂર્ણ છે," એવું તેઓ કહે છે.

જોકે, ડેવિડ ફાયફનું કહેવું છે કે પ્રતિબંધો રશિયાને અલગ રીતે અસર કરી રહ્યા છે. તેઓ કહે છે, "રશિયા ઉચ્ચ-તકનીકી ઉપકરણોની પહોંચ અવરોધિત થવાથી નબળું પડી રહ્યું છે, ખાસ કરીને સૈન્યને મદદ કરી શકે તેવા ઉપકરણો."

રશિયાએ દેશમાંથી 200 ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ટેલિકૉમ, મેડિકલ, વાહનો, કૃષિસામાન, વિદ્યુતઉપકરણો અને લાકડાનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

રશિયાએ સરકારી બૉન્ડ ધરાવતા વિદેશી ધારકોને વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું છે, તેમજ રશિયન કંપનીઓના વિદેશી શૅરધારકોને ચૂકવણી કરવા પર પણ રોક લગાવી દીધી છે.

રશિયાએ એવા વિદેશી રોકાણકારો પર પ્રતિબંધ મૂક્યા છે જેમની પાસે અબજો ડૉલરનું રશિયન રોકાણ છે અને હવે તેઓ તેને વેચી શકે એમ નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન