ભારતમાં બનેલા 'પ્રચંડ' હેલિકૉપ્ટરની ખાસિયત શું છે?

હેલિકૉપ્ટર
લાઇન
  • હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડે આ એલસીએચ હેલિકૉપ્ટરનું નિર્માણ કર્યું છે
  • માર્ચમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠકમાં હેલિકૉપ્ટરને ખરીદવાની મંજૂરી અપાઈ હતી
  • રાતમાં હુમલો કરવાની ક્ષમતા અને ક્રૅશ લૅન્ડિંગ ગિયર આ હેલિકૉપ્ટરની ખાસ વિશેષતા છે
લાઇન

ભારતીય વાયુસેનામાં હવે એક નવાં પ્રકારનાં લડાકુ હેલિકૉપ્ટરને સામેલ કરાશે. આ હેલિકૉપ્ટર ભારતમાં બનેલાં છે.

આ હેલિકૉપ્ટરને રાજસ્થાનના જોધપુરમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે.

રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કર્યું કે "સ્વદેશમાં નિર્મિત પહેલું હેલિકૉપ્ટર (એલસીએચ) વાયુસેનામાં સામેલ કરાશે. તેના માટે 3 ઑક્ટોબરે રાજસ્થાનના જોધપુરાં થનાર કાર્યક્રમમાં હાજર રહેવાનો છું. આ હેલિકૉપ્ટરથી ભારતીય વાયુસેનાની યુદ્ધક્ષમતામાં વધારો થશે."

જોધપુરમાં થનાર આ કાર્યક્રમમાં ઍરચીફ માર્શલ વીઆર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રંચડ

આ હેલિકૉપ્ટર રડારને પણ થાપ આપવામાં સક્ષમ માનવામાં આવે છે. આ હેલિકૉપ્ટરનું નામ 'પ્રચંડ' રાખવામાં આવ્યું છે.

ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર #AtmaNirbharBharat હૅશટૅગ સાથે આ લડાકુ હેલિકૉપ્ટરની ઝલક દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વર્ષે માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક મળી હતી.

બેઠકમાં સ્વદેશમાં નિર્મિત 15 હલકા (ઓછાં વજનનાં) હેલિકૉપ્ટરને ખરીદવાની મંજૂરી અપાઈ હતી. તેના માટે 3,887 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

line

લડાકુ હેલિકૉપ્ટરની વિશેષતા શું છે?

પ્રચંડ

ઇમેજ સ્રોત, Empics

  • હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડે આ એલસીએચ હેલિકૉપ્ટરનું નિર્માણ કર્યું છે
  • આ હેલિકૉપ્ટર અન્ય હેલિકૉપ્ટરની તુલનામાં વજનમાં હલકાં છે
  • સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હલકાં લડાકુ હેલિકૉપ્ટરનું વજન અંદાજે 5.8 ટન છે
  • ઓછાં વજનને લીધે આ હેલિકૉપ્ટર મિસાઇલો અને અન્ય હેલિકૉપ્ટરની સાથે ઊંચાઈએ ઉડાન ભરી શકે છે અને ઊતરી પણ શકે છે
  • રાતમાં હુમલો કરવાની ક્ષમતા અને ક્રૅશ લૅન્ડિંગ ગિયર આ હેલિકૉપ્ટરની ખાસ વિશેષતા છે
  • હેલિકૉપ્ટરની કેટલીક ખૂબીને લીધે આ સરળતાથી દુશ્મનોના રડારમાં નજરે નહીં ચડે
  • જો દુશ્મન કોઈ હેલિકૉપ્ટર કે ફાઇટર જેટથી મિસાઇળ છોડે તો તેનાથી તે બચી શકે છે
  • આ હેલિકૉપ્ટરને ઊંચાઈવાળા વિસ્તારો (સિયાચીન)માં તહેનાત કરવામાં માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે
  • સશસ્ત્ર દળની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ હેલિકૉપ્ટરને લદ્દાખ અને રેગિસ્તાની વિસ્તારોમાં વ્યાપક રીતે તહેનાત કરાશે
  • આ હેલિકૉપ્ટરને ઊંચાઈવાળાં બંકર તેમજ જંગલ અને શહેરી સંચાલન માટે તહેનાત કરાઈ શકે છે
  • આ 15 હેલિકૉપ્ટરમાંથી 10 ભારતીય વાયુસેના અને 5 સેના માટે છે
પ્રંચડ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર એચએએલે જણાવ્યું છે કે 160 એલસીએચ હેલિકૉપ્ટર્સની જરૂર છે જેમાં 65 વાયુસેના માટે અને 96 સેના માટે.

કૅબિનેટની બેઠકમાં માર્ચમાં એલએસપી શ્રેણીમાં 15 હેલિકૉપ્ટરનો કૉન્ટ્રેક્ટ મળ્યા પછી કેટલાક હેલિકૉપ્ટર્સની ડિલિવરી કરવામાં આવી છે અને બાકી સ્વીકૃતિના અલગઅલગ તબક્કે છે.

પ્રચંડ

એચએએલે કહ્યું છે કે કંપનીએ એક વિસ્તૃત માસ્ટરપ્લાન બનાવ્યો છે.

જેમાં પ્રતિવર્ષ 30 હેલિકૉપ્ટરના ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે જેથી આ શ્રેણીના ઉત્પાદન માટેના ઑર્ડર પ્રમાણે આઠ વર્ષમાં 145 એલસીએચનું ઉત્પાદન કરી શકીએ.

હેલિકૉપ્ટરની કેટલીક ખૂબીને લીધે આ સરળતાથી દુશ્મનોના રડારમાં નજરે નહીં ચડે

ઇમેજ સ્રોત, @rajnathsingh

ઇમેજ કૅપ્શન, હેલિકૉપ્ટરની કેટલીક ખૂબીને લીધે આ સરળતાથી દુશ્મનોના રડારમાં નજરે નહીં ચડે
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન