યુરોપમાં કાળઝાળ ગરમીનું કારણ શું છે? ગરમીથી મૃત્યુ, દાવાનળને કારણે સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માલૂ કરસિનો
- પદ, બીબીસી ન્યૂઝ
પશ્ચિમી યુરોપમાં આજકાલ કાળઝાળ ગરમીથી લોકો બેહાલ છે. ઉત્તરથી આવતા જબરદસ્ત ગરમ પવનની સાથે યુરોપના પશ્ચિમી ભાગોમાં તાપમાન પણ વધી રહ્યું છે.
ફ્રાન્સ અને યુકેમાં સોમવારના રોજ ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે સ્પેનમાં સોમવારના 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું હતું.
ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં જંગલની આગના કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. લોકો ગરમીથી બચવા માટે સુરક્ષિત જગ્યાઓ પર જઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટનમાં લોકોએ બહુ જલદી જ દેશના સૌથી ગરમ દિવસનો સામનો કરવો પડશે અને ફ્રાન્સમાં દાવાનળ ફૂંકાઈ રહ્યો છે.
ફ્રાન્સના હવામાનવિભાગના અધિકારીઓ અનુસાર દેશનાં કેટલાંક શહેરોમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ આવી ગયો છે. પશ્ચિમી શહેર નૉટમાં પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રેકર્ડ તાપમાન પહોંચી ગયો છે.
હાલના દિવસોમાં યુરોપના કેટલાક દેશોમાં જંગલની આગને કારણે 30 હજારથી વધારે લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે. એક પ્રાણીસંગ્રહાલય પર પણ ખતરો હોવાને કારણે એક હજારથી વધારે પશુઓને ત્યાંથી ખસેડવાં પડ્યાં છે.
ફ્રાન્સના દક્ષિમ-પશ્ચિમમાં સ્થિત લોકપ્રિય પર્યટનક્ષેત્ર ઝેરોંદ પર આ ગરમીની ભયંકર અસર જોવા મળી છે. ગત મંગળવારે આગના કારણે 17 હજાર હૅક્ટર જમીન બરબાદ થઈ ચૂકી છે. હજુ પણ આગ ઓલવવાનું કામ ચાલુ છે.
સ્પેનના ઉત્તર પશ્ચિમ ઝમોરા વિસ્તારમાં આગને કારણે બે લોકોનાં મૃત્યુ થઈ ગયાં અને ટ્રેનના પાટાની પાસે આગ લાગવાથી આ રૂટ પરથી પસાર થતી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વ પોર્ટુગલમાં આગથી બચીને ભાગવાનો પ્રયત્ન કરતાં એક વૃદ્ધ દંપતીનાં પણ મૃત્યુ થયાં છે.

દાવાનળ કાબૂની બહાર

ઇમેજ સ્રોત, REUTERS/ISABEL INFANTES
ઝેરોંદ પ્રાંતના પ્રમુખ ખુઆન-લુક ગ્લેયેઝે કહ્યું કે આ આગ કોઈ રાક્ષસ જેવી છે.
તેમણે કહ્યું કે, "આ ઑક્ટોપસ જેવો દેખાતો એક રાક્ષસ છે અને આ આગ આગળ વધતી જ જઈ રહી છે. તાપમાનના કારણે, હવામાન, હવામાં આર્દ્રતાની કમીને કારણે... આગળ વધતા આ રાક્ષસ સામે લડવું મુશ્કેલ છે."
ઝેરોંદ સાથે જોડાયેલા પોતાના રિપોર્ટ પર બીબીસી સંવાદદાતા લૂસી વિલિયમ્સન કહે છે કે, "સોમવારના રોજ જ્યાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, તે મંગળવારે ઘટવાની સંભાવના છે પરંતુ જ્યાં સુધી વાતાવરણ સૂકું છે અને પવન પોતાની દિશા બદલી રહ્યો છે તેનાથી તરત રાહત નહીં મળે."
બ્રિટનમાં સોમવારના દિવસે સૌથી વધારે ગરમ દિવસ હતો. સોમવારના પૂર્વ ઇંગ્લૅન્ડના સફૉકમાં 38.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું.
હવામાનવિભાગનું કહેવું છે કે, "મંગળવારના રોજ તાપમાન વધી શકે છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ પૂર્વ ઇંગ્લૅન્ડમાં લૂ ચાલવાની ચેતવણી આપવામાં આવી છે."
ગરમીથી રાહત માટે નદી અથવા તળાવોનો સહારો લેનાર ચાર લોકો ડૂબી ગયા છે.
ગરમીના કારણે ટ્રેન રદ થઈ છે અને લંડનના લટન ઍરપૉર્ટ પર ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
સોમવારના રોજ નેધરલૅન્ડ્સમાં વર્ષનો સૌથી ગરમ દિવસ હતો. દક્ષિણ-પશ્ચિમી શહેર વેસ્ટડોર્પમાં 33.6 ડિગ્રી તાપમાન રેકર્ડ કરાયું હતું.

સ્પેન અને પોર્ટુગલમાં મૃત્યુ

ઇમેજ સ્રોત, SDIS33/FRENCH FIRE SERVICE
સ્પેન અને પોર્ટુગલમાં હાલના દિવસોમાં ભયંકર ગરમીના કારણે હજારથી વધુ મૃત્યુ થયાં છે.
પોર્ટુગલમાં ગત ગુરુવારના રોજ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે જુલાઈ મહિના માટે રેકર્ડ છે. હવામાનવિભાગ આઈપીએમએમે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગ લાગવાનો ખતરો હોવાની ચેતવણી આપી છે.
સ્થાનિક મીડિયા અનુસાર ઉત્તર મુહસા નગરનિગમમાં 300 લોકોને આગથી ખતરો હોવાને કારણે તેમનાં ઘર છોડવાં પડ્યાં છે. પ્રશાસન 2017 જેવી પરિસ્થિતિથી બચવા માગે છે જેમાં જંગલની આગને કારણે 66 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સ્પેનમાં ઓછામાં ઓછી 20 જગ્યા પર આગ કાબૂમાંથી બહાર છે. પોર્ટુગલની નિકટ આવતી સરહદ પર આગને કારણે એક ટ્રેનને રોકવામાં આવી હતી. તેમાં બેઠી એક વ્યક્તિએ આગનો વીડિયો પણ બનાવ્યો જેમાં જોઈ શકાય છે કે ટ્રેનના ડબ્બાના બંને તરફ આગ છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નિષ્ણાતો કહે છે કે જળવાયુ પરિવર્તનને કારણે ગરમ પવન પહેલાંથી જ ફૂંકાતો હતો, આ પવન લાંબા સમય સુધી ચાલે છે અને પહેલાંથી વધુ ગરમ થવા લાગ્યો છે.
ઔદ્યોગિકીકરણના સમયની શરૂઆતથી દુનિયાના તાપમાનમાં પહેલેથી જ 1.1 ડિગ્રીનો વધારો થયો છે. જો દુનિયાભરની સરકારો ઉત્સર્જનમાં ઘટાડો નહી કરે તો તાપમાન વધી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













