ડીંગુચા જેવી દુર્ઘટના ટળી, છ ગુજરાતીઓને અમેરિકાની સરહદે બચાવી લેવાયા

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદાદાતા

કૅનેડાથી અમેરિકામાં પ્રેવશ કરવાની કોશિશમાં બરફમાં થીજીને મૃત્યુ પામનાર ડીંગુચા ગામના ગુજરાતી પરિવારનીની ઘટના હજી તાજી જ છે.

ત્યારે આવી જ બીજી એક ઘટના સામે આવી છે જેમાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશનો પ્રયત્ન કરતા ભારતીયોને બચાવવામાં આવ્યા છે.

જગદીશ પટેલ અને તેમનાં પત્ની

ઇમેજ સ્રોત, KARTIK JANI

ઇમેજ કૅપ્શન, જગદીશ પટેલ અને તેમનાં પત્ની

ડીંગુચા ગામના જગદીશ પટેલ અને તેમના પરિવારના ચાર લોકો તો બચી નહોતા શક્યા પરંતુ ગુજરાતના જ છ લોકોને કૅનેડા-અમેરિકાની સરહદ પર પોલીસે બચાવી લીધા હતા.

જોકે તેમની સામે ગેરકાયદેસર ઘૂસણખોરીની ફરીયાદ નોંધવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અંગે ગુજરાત પોલીસે મૌન સેવી લીધું છે. આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસની હ્યુમન ટ્રાફિકીંગ વિંગના વડા અનીલ પ્રથમ સાથે વાત કરી હતી તો તેમણે આ અંગે કોઈ પણ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

જોકે ગુજરાત પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 'બચાવવામાં આવેલા આ છ લોકો ઉત્તર ગુજરાતના છે, અને તેમના અંગે વધુ તપાસ ચાલી રહી છે.'

શું છે ઘટના?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સમગ્ર ઘટના ગત 28 એપ્રિલની છે.

યુ.એસ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન અનુસાર, ન્યૂ યૉર્કમાં ઍક્વીસેસીન મોહૉક પોલીસ સર્વિસને સૅન્ટ રીગીસ નદી મારફતે કૅનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતી એક બોટ જોવા મળી હતી.

ભારે ઠંડીને કારણે નદીનું પાણી થીજી ગયું હતું. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા તે ડૂબી રહી હતી.

બૉર્ડર પ્રોટેક્શન પોલીસ પ્રમાણે, "આ બોટ સાવ ડૂબી ગઈ હતી અને તેમાંથી એક પ્રવાસી તરીને કાંઠે આવી ગયો હતો. જ્યારે બાકીના છ લોકો નદીમાં ડૂબી રહ્યા હતા."

તે દરમિયાન હૉગસ્બન-ઍક્વીસેસીન વૉલિયન્ટર્સ ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ ડૂબી રહેલા લોકોને બચાવી લીધા હતા, જેમાં પાંચ ભારતીય નાગરિકો હતો.

જો કે આકરી ઠંડીમાં નદીમાં પડી જવાને કારણે તેમને ઈજા થઈ હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ગુજરાતના પરિવારના કૅનેડાના ઍમર્સન નજીક જ્યાં મૃતદેહો મળી આવ્યા હતા એ જગ્યા
ઇમેજ કૅપ્શન, ગુજરાતના પરિવારના કૅનેડાના ઍમર્સન નજીક જ્યાં મૃતદેહો મળી આવ્યા હતા એ જગ્યા

બાદમાં છ ભારતીય નાગરિકો પર ગેરકાયદેસર ઘૂસણખોરીનો કેસ કરવામાં આવ્યો હતો.

ભારતીય સિવાયની એક વ્યક્તિ જે અમેરિકન નાગરિક છે તેમની માનવતસ્કરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

28 એપ્રિલ બાદ ત્યાંની કોર્ટમાં આ છ વિરુદ્ધ કેસ ચાલ્યો છે, પરંતુ તેમને ક્યારે ભારત પાછા મોકલવામાં આવશે તે અંગે કોઈ માહિતી મળી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર,"બોટ ડૂબી રહી હતી તેવી માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને તેમને બચાવી લેવાયા હતા."

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, "પકડાયેલા લોકોએ કોર્ટને કહ્યું છે કે તેઓ કૅનેડાથી અમેરિકા ગેરકાયદેસર રીતે નદીના રસ્તે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમની બોટ ડૂબી જતાં તેમને પોલીસે બચાવી લીધા હતા."

જોકે આ સંદર્ભે ગુજરાત પોલીસને હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, અને તેમણે કોઈ પણ માહિતી આપી નથી.

કોણ છે આ લોકો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિવિધ મીડિયા રિપોર્ટે અનુસાર આ છ લોકો ભારતીય નાગરિકો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, "કોર્ટ દસ્તાવેજમાં આ છ આરોપીઓનાં નામ એન.એ. પટેલ, ડી.એચ. પટેલ, એન.ઈ. પટેલ, યુ. પટેલ, એસ. પટેલ અને ડી.એ. પટેલ તરીકે નોંધાયાં છે."

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તેમની ઉંમર 19થી 21 વર્ષની હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેઓ સ્ટડી વિઝા પર કૅનેડા ગયા હતા અને ત્યાંથી અમેરિકા જવાના હતા.

જોકે તેઓ અમેરિકામાં પ્રવેશે તેના આશરે 800 મીટર પહેલાં જ તેમની બોટ ડૂબી ગઈ હતી. આ ઘટના બાદ સૅન્ટ રીગીસ મોહૉક ટ્રાઇબ પોલીસના વડા મેથ્યુ રોરકીએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે "હું માનું છું કે ઍક્વીસેસીનમાં રહેતા લોકો માટે માનવતસ્કરી એક મોટો ખતરો છે."

"અમને ખબર નથી કે આ લોકોનો અહીં આવવાનો ઇરાદો શું છે. અમે એ પણ નથી જાણતા કે તેમને કોવિડની રસી મળી ચૂકી છે કે નહીં."

"મહત્ત્વનું એ છે કે, અમારો ખૂબ વધારે સમય અને સંસાધનો એવા લોકોનાં જીવન બચાવવામાં ખર્ચાય છે, જેમણે પોતાનો જીવ ખોટી રીતે અને કોઈ પણ જરૂરિયાત વગર જોખમમાં નાંખ્યો હતો. તેમના કારણે અમારા લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો."

વીડિયો કૅપ્શન, કૅનેડામાં મોત થયું એ પરિવારના ડિગુંચા ગામમાં શું માહોલ છે અને પરિવાર વિશે શું ખુલાસા થયા?

જો કે આ પ્રકારે ગેરકાયદેસર રીતે ગુજરાતથી જતા લોકો અમેરિકામાં ફસાયા હોય એવી આ પહેલી ઘટના નથી.

જાન્યુઆરી 2022માં ગાંધીનગરના કડી તાલુકાના ડીંગુચા ગામનાં બે બાળકો સહિત ચાર લોકોનાં અમેરિકાની સરહદ પર ગેરકાયદેસર પ્રવેશના પ્રયત્નમાં ઠંડીના કારણે મૃત્યુ થતાં ચકચાર મચી હતી.

ડીંગુચા ગામમાંથી જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી પટેલ, તેમનાં બે બાળકો કૅનેડાથી અમેરિકા ગેરકાયદેસર રીતે પ્રવેશ માટે નિકળ્યાં હતાં. જોકે તે સમયે તાપમાન -35 ડિગ્રી સેન્ટીગ્રેટ થઈ જતાં આ ચારેય લોકોનું અમેરિકાની સરહદની નજીક મૃત્યુ થયું હતું.

તેમના મૃતદેહો અમેરિકાની બૉર્ડર પોલીસને મળ્યાં હતાં. આ અંગે અમેરિકાની પોલીસે તપાસ કરીને માનવતસ્કરી માટેનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે હજી સુધી આ કેસની તપાસ ગુજરાતમાં યોગ્ય રીતે થઈ નથી. ગુજરાતમાં આ સંદર્ભે કોઈની ધરપકડ પણ નથી થઈ.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો