પાકિસ્તાન રાજકીય સંકટ: ઇમરાન ખાન સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર અડધી રાતે મતદાનની શક્યતા

પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી કહ્યું કે વડા પ્રધાન ઇમરાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે રાતે 12 વાગ્યે સંસદમાં મતદાન થવાની શક્યતા છે.

તો પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના સુરક્ષાકર્મીઓને પણ કોર્ટ પહોંચવાના આદેશ આપી દેવાયા છે. રાજધાની ઇસ્લામાબાદમાં હાઈકોર્ટને પણ ખોલી દેવાઈ હતી.

સંસદ

આ દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાને કૅબિનેટની બેઠક પણ બોલાવી હતી.

પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીનાં નેતા મરિયમ નવાઝે ફરી એક વાર ઇમરાન ખાન પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાનાં ખરાબ પરિણામ હશે.

મરિયમનું કહેવું છે કે વડા પ્રધાન ઇમરાન ખાન પોતાની સામેના અવિશ્વાસ પ્રસ્તાવના સામનાથી ડરે છે અને તેમણે આખા દેશની વ્યવસ્થાને રોકી દીધી છે.

પોતાના ટ્વીટમાં કહ્યું કે 22 કરોડની વસતીવાળો દેશ ઘણા સમયથી સરકાર વિનાનો છે.

તેમણે વધુમાં કહ્યું કે ઇમરાન ખાનને વડા પ્રધાન કે પૂર્વ વડા પ્રધાન તરીકે નહીં પણ એક મનોરોગી તરીકે જોવા જોઈએ, જેમણે પોતાને બચાવવા માટે આખા દેશને બંધક બનાવી લીધો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બીબીસીના પ્રતિનિધિ શુમાઇલા ખાન જણાવે છે કે ઍસેમ્બ્લીમાં 173 સભ્યો હાજર હતા, જે વિપક્ષની જગ્યાએ બેઠા હતા.

પાકિસ્તાનના રાજકીય પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાજ)નાં નેતા મરિયમ ઔરંગઝેબે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ મારફતે ટ્વીટ કરીને પાકિસ્તાન સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવા હાજર રહેલ જુદા જુદા પક્ષના સાંસદોની યાદી શૅર કરી હતી.

તેમણે જારી કરેલ યાદી અનુસાર PML (N)ના 84 સહિત કુલ 176 સાંસદો ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ મત આપવા માટે ગૃહમાં હાજર રહ્યા હતા.

ઇમરાન ખાન સતત દોહરાવી રહ્યા છે કે તેમની સામે વિદેશી કાવતરું કરવામાં આવ્યું છે. અમેરિકા પર તેઓ સતત આરોપ લગાવી રહ્યા છે, જોકે અમેરિકા તેને નકારી રહ્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇમરાન ખાને આ અગાઉ શુક્રેવારે પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યું હતું, તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હાલમાં જે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, તેનાથી બહુ નિરાશ તેઓ બહુ નિરાશ થયા છે.

નોંધનીય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લી બહાલ કરવાનો નિર્ણય આપી શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ યોજવાનો હુકમ કર્યો હતો.

આ પહેલાં પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર દ્વારા વિપક્ષ દ્વારા લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને ગેરબંધારણીય ઠેરવી ફગાવી દીધો હતો.

જે બાદ ઇમરાન ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરવાની સલાહ આપી હતી અને લોકોને સામાન્ય ચૂંટણી માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.

જોકે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન યોજવાની કાર્યવાહી કરવું અનિવાર્ય બની ગયું હતું.

line

ઇમરાન ખાને પોતાના સંબોધનમાં શું કહ્યું?

પાકિસ્તાનમાં સત્તાપલટાના એંધાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં સત્તાપલટાના એંધાણ

ઇમરાન ખાને કહ્યું કે 26 વર્ષ પહેલાં તેમણે તહરીક-એ-ઇન્સાફ શરૂ કરી હતી. ત્યારથી તેમના સિદ્ધાંતો બદલાયા નથી. તેમણે કહ્યું કે, "પાકિસ્તાનના લોકોએ નક્કી કરવાનું છે કે તેમને કેવું પાકિસ્તાન જોઈએ છે."

તેમણે આરોપ લગાવ્યો કે, "દેશમાં ખુલ્લેઆમ સાંસદોને ખરીદાઈ રહ્યા છે. પાકિસ્તાનનું લોકતંત્ર મજાક બની ગયું છે. અનામત સીટવાળા પણ વેચાઈ રહ્યા છે."

ઇમરાન ખાને પોતાના સંબોધનમાં આગળ જણાવ્યું કે, "યુવાઓના ભવિષ્ય અંગે વિચારવું પડશે. આ સમયે હું બહુ નિરાશ થયો છું."

ઇમરાન ખાને તેમના સંબોધનમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે, "હું ભારતને અને તેના લોકોને સારી રીતે જાણું છું. ત્યાં મારા સારા સંબંધો છે. પણ મને અફસોસ છે કે આરએસએસની વિચારધારા અને કાશ્મીરની સ્થિતિને કારણે અમારા સંબંધો ખરાબ થયા છે."

"કોઈની તાકાત નથી કે ભારત અંગે આવી વાત કરી શકે. કોઈ વિદેશી તાકતોની હિંમત નથી કે તે ભારતની વિદેશનીતિમાં દખલ દે. ભારત એક ખુદ્દાર દેશ છે. ભારતની વિદેશનીતિ સ્વતંત્ર છે અને દરેક દબાણને બાજુમાં રાખીને એ રશિયા પાસેથી ઈંધણ ખરીદી રહ્યું છે."

જોકે ઇમરાન ખાન પોતાના શબ્દો પર અડગ હતા અને તેમણે ફરી કહ્યું હતું કે તેઓ છેલ્લા બૉલ સુધી રમશે અને રાજીનામું નહીં આપે.

line

ભારત જતા રહે ઇમરાન : મરિયમ નવાઝ

મરિયમ નવાઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મરિયમ નવાઝ

પાકિસ્તાનના રાજકીય દળ પીએમએલ-એનનાં નેતા મરિયમ નવાજે ટ્વીટ કરીને વડા પ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે, "જો તેમને ભારત આટલું જ પસંદ છે તો તેઓ ત્યાં જ શિફ્ટ થઈ જવું જોઈએ. પાકિસ્તાનનો જીવ છોડો."

મરિયમે આવું ઇમરાન ખાન દ્વારા ભારત અને ભારતની વિદેશનીતિની સ્વતંત્રતાની પ્રશંસા કરવા અંગે કહ્યું હતું.

તેમણે કહ્યું કે, "જે ભારતની તેઓ પ્રશંસા કરી રહ્યા છે ત્યાં અલગ અલગ વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયાનો ઇતિહાસ છે. ત્યાં એક પણ વ્યક્તિએ બંધારણ, લોકશાહ ને નીતિની આવી દશા નથી કરી. વાજપેયી એક મતથી હારીને ઘરે જતા રહ્યા. તમારી જેમ દેશ, બંધારણ અને જનતાને બંધક ન બનાવ્યા."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

પોતાના બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે, "તાકત માટે આવી રીતે કોઈને રડતા પ્રથમ વખત જોયો છે. તેઓ રડી રહ્યા છે કે મારા માટે કોઈ ન નીકળ્યું. અરે ભાઈ આંખ ખોલીને જુઓ, ગરીબ જનતાને સાડાં ત્રણ વર્ષમાં જેવી રીતે તમે રડાવ્યા છે, તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે તમારાથી એમનો જીવ છૂટ્યો. જતાં જતાં બંધારણ પણ તોડી ગયા."

line

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી દીધો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી દીધો છે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એવું પણ કહ્યું કે, "વડા પ્રધાન, રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરવાની સલાહ પણ ન આપી શકે."

સુપ્રીમ કોર્ટે સ્પીકરને ઍસેમ્બ્લીનું સત્ર બોલાવવાનો પણ આદેશ કર્યો હતો.

આ પહેલાં ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલે માન્યું કે "ડેપ્યુટી સ્પીકરના નિર્ણયમાં ખામી હતી. તેમણે આગળ કહ્યું કે, "એક વાત તો સ્પષ્ટ છે કે આદેશ યોગ્ય નથી. આગળનું પગલું શું હશે?" તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રહિતનું ધ્યાન રાખવાનું છે."

પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ અદાલતના નિર્ણય પછી ટ્વીટ કરીને કહ્યું કે લોકશાહી સૌથી સારો પ્રતિશોધ છે. તેમણે લખ્યું, "લોકશાહી સૌથી સારો બદલો છે, ઝિયા ભુટ્ટો, જનતા, પાકિસ્તાન જિંદાબાદ."

બીજી તરફ નિર્ણય પર ટિપ્પણી કરતાં વિપક્ષના નેતા મૌલાના ફઝલુર્રહેમાને કહ્યું કે, "આ જનતાનો વિજય છે, પિસાયેલી કોમની જીત છે. અદાલતે કોમની આશા પર ખરા ઊતરતાં સંતોષજનક નિર્ણય આપ્યો. કાલે અમે જૂમાની નમાજ દરમિયાન શુક્રાનાની નમાજ પઢીશું અને પાકિસ્તાનના ભલા માટે દુઆ કરીશું."

line

ત્રણ એપ્રિલ અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ કરાયો હતો

ત્રણ એપ્રિલના રોજ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ પહેલાં જ ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવી દીધો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રણ એપ્રિલના રોજ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ પહેલાં જ ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવી દીધો હતો

ત્રણ એપ્રિલના રોજ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ પહેલાં જ ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

આ બાદ વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરીને નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરવાની સલાહ પણ આપી હતી.

રાષ્ટ્રપતિએ આ સલાહ પર અમલ કરતાં નેશલ ઍસેમ્બ્લી ભંગ કરી દીધી હતી. પાકિસ્તાનના સંવિધાન પ્રમાણે નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરાયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની હોય છે.

આ દરમિયાન પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય અંગે સ્વસંજ્ઞાન લઈને તે અંગે કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પાછલા ઘણા દિવસોથી સુનાવણી ટળી રહી હતી.

પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ ડેપ્યુટી સ્પીકરના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહી છે. જ્યારે ઇમરાન ખાન અને તેમના પક્ષના નેતાનું કહેવું છે કે વિપક્ષ તેમની સરકાર પાડવા માટેના વિદેશી ષડ્યંત્રનો ભાગ બની રહ્યો છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો