રશિયાના હુમલાનું જોખમ હોવા છતાં યુક્રેનને જર્મની હથિયાર કેમ નથી આપતું?

જર્મનીએ યુક્રેનને હથિયાર આપવાનો ઇનકાર કરતાં બીજા સહયોગી દેશોએ રોષ વ્યક્ત કર્યો છે, પરંતુ યુરોપના આ શક્તિશાળી દેશ દ્વારા હથિયારો આપવાનો ઇનકાર કરવો એ એક ઐતિહાસિક વાત છે અને તેની પાછળનું કારણ સમજવું પણ જરૂરી છે.

રાજધાની બર્લિનના પૂર્વમાં એક મોટું ઘાસનું મેદાન છે જ્યાંની માટીમાં કેટલીય ભયાનક કહાણીઓ દફન છે.

આ મેદાનમાં જ્યારે ખેડૂતો હળ ચલાવે છે ત્યારે ત્યાં મનુષ્યોનાં હાડકાં, હથિયાર અને દ્વિતીય વિશ્વયુદ્ધનાં ચિહ્નો મળી આવે છે.

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images

એ 1945નું વર્ષ હતું. પૂર્વ જર્મન તાનાશાહ હિટલર બર્લિનમાં બંકરની અંદર છુપાયેલો હતો. તેમના સૈનિકો પાછળ હઠી રહ્યા હતા.

સોવિયેટ સંઘની સેના પૂર્વમાં મેદાની વિસ્તારથી આગળ વધી રહી હતી પરંતુ 'સીલો હાઇટ્સ' નામના પહાડ પર નાઝી સેના તેમને રોકવા માટે ઊભી હતી.

ત્યાર બાદ અહીં મૃતદેહોનો ઢગલો થઈ ગયો અને રક્તપાત થયો.

સોવિયેટ સંઘએ યુદ્ધ જીતી લીધું અને વિશ્વયુદ્ધ પોતાના અંતની તરફ ઝડપથી વધવા લાગ્યું પરંતુ તેના આશરે 30 હજાર સૈનિકો માર્યા ગયા.

સીલો હાઇટ્સમાં બનેલા સ્મારકને જોતાં સમજી શકાય છે કે આ દેશનો ઇતિહાસ જર્મનીના કેટલાક લોકોના મનમાં ઘેરી છાપ છોડી ગયો છે. 20મી શતાબ્દીની એ ભયંકર કહાણીઓ આજે પણ વિદેશનીતિને પ્રભાવિત કરે છે.

આ એ કારણ હોઈ શકે કે જેના કારણે જર્મનીએ યુક્રેનને હથિયાર આપવાનો ઇનકાર કરી દીધો. આ મોટા ભાગે શાંતિપ્રિય લોકોનો દેશ છે.

line

જર્મનીએ બનાવી યુદ્ધથી દૂરી

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images

એક વાર્ષિક સરવે મુજબ જર્મનીના લોકો માને છે કે કોઈ પણ સંઘર્ષનું સમાધાન કરવા માટે રાજદ્વારી વાર્તા સૌથી સારો રસ્તો છે.

જર્મનીની સેના શાંતિઅભિયાનો સિવાય કોઈ પણ અન્ય અન્ય અભિયાનમાં ઓછો રસ દાખવે છે.

તેમાં કેટલાક અપવાદ છે જે ઘણા વિવાદિત છે. જેમાં 1990માં બાલકન અને હાલમાં જ અફઘાનિસ્તાન સામેલ છે.

જર્મની દુનિયાના હથિયારની નિકાસ કરનારા સૌથી મોટા દેશોમાંથી એક છે (જોકે, તેનું ઉત્પાદન અમેરિકા અને રશિયાની સરખામણીમાં ઓછું છે). પરંતુ હથિયાર ક્યાં મોકલવામાં આવી રહ્યાં છે તેના પર સખત નિયંત્રણ છે.

એંગેલા મર્કેલની સરકાર પર આ નિયમોનું પૂર્ણ રીતે પાલન ન કરવાનો આરોપ પણ મૂકવામાં આવતો હતો.

જર્મન વિશેષજ્ઞ થૉમસ ક્લાઇના-બ્રૉકહૉફ કહે છે, ''જર્મનીમાં સંયમની એક જૂની નીતિ છે અને હથિયારોના નિકાસના સંઘર્ષને ઘટાડવાને બદલે વધારવાના રૂપમાં જોવામાં આવે છે. આ નીતિ કહે છે કે જર્મની ટકરાવવાળા વિસ્તારમાં હથિયારની નિકાસ નથી કરતું. ''

જોકે થૉમલ કહે છે કે ઉત્તર ઇરાકમાં ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે લડવા માટે કુર્દ લડવૈયાઓને હથિયાર આપવામાં જર્મનીએ આ નીતિની અવગણના કરી હતી પરંતુ યુક્રેનની સ્થિતિ અલગ છે.

આનું કારણ ઇતિહાસમાં છે- યુક્રેન અને રશિયામાં નાઝી સેના દ્વારા લાખો લોકોની હત્યા કરવામાં આવી હતી.

તેઓ કહે છે, ''જર્મનીએ જે વિસ્તારોમાં રક્તપાત કર્યો ત્યાંના એક ભાગને બીજા સાથે લડવા માટે હથિયાર મોકલવાથી જર્મનીમાં મોટી રાજકીય ચર્ચા ઊભી થઈ શકે છે.''

યુક્રેનની સીમા પર ઊભી થયેલી સ્થિતિ જર્મનીની નવી ગઠબંધન સરકાર માટે એક પરીક્ષા જેવી છે.

line

નવી સરકાર માટે પડકાર

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મર્કેલે અફઘાનિસ્તાનમાં જર્મન સૈનિકોની મુલાકાત લીધી હતી એ વખતની તસવીર

ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ કદાચ કોવિડ-19ને અત્યાર સુધી સૌથી મોટો પડકાર માની રહ્યા હતા પરંતુ તેમને હવે યુક્રેનના કારણે આંતરરાષ્ટ્રીય સહયોગીઓનું દબાણ સહન કરવું પડી શકે એમ છે.

સોશિયલ ડેમૉક્રૅટ, ગ્રીન અને ફ્રી ડેમૉક્રૅટની ગઠબંધન સરકાર ગત વર્ષના અંતમાં સત્તા પર આવી છે.

આ સરકારે લોકોનાં મૂલ્યો પર ચાલતી વિદેશનીતિ અને હથિયારોની આયાત પર વધારે કડક નિયંત્રણનો વાયદો કર્યો હતો.

યુક્રેનને હથિયાર મોકલવાને બદલે ચાન્સેલર ઓલાફે હથિયારોની જગ્યાએ ફીલ્ડ હૉસ્પિટલ માટે પૈસા આપ્યા, ઈજાગ્રસ્ત સૈનિકોને જર્મનીમાં સારવાર કરવાની પેશકશ કરી. આ ઉપરાંત જર્મની યુક્રેનને પાંચ હજાર હેલમેટ મોકલશે.

કેટલાક લોકો એવું પણ માને છે કે હથિયારો મોકલવાથી સંકટનું સમાધાન નહીં થાય.

વિદેશમંત્રી અને ગ્રીન પાર્ટીના નતા એનાલિના બેરબોકે એ વાત પર ભાર મૂક્યો કે 'જર્મની યુક્રેનનું નાણાકીય ડૉનર છે અને માને છે કે આ હથિયાર આપવા કરતાં વધારે પ્રભાવી છે.'

તેમણે કહ્યું, "મને લાગે છે કે હથિયારોની નિકાસથી સૈન્ય અસંતુલનમાં પરિવર્તન લાવી શકે છે. સૌથી સારી રીત છે આક્રામકતાને રોકવી. સૌથી મજબૂત હથિયાર એ છે કે નાટોના સભ્યો સ્પષ્ટ કરી દે કે દર નવી આક્રામકતાના વ્યાપક પરિણામ હશે."

ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પોતાનાં પુરોગામી એંગેલા મર્કેલની જેમ જ વાતચીત આધારિત સમાધાનના પક્ષમાં છે.

એંગેલા મર્કેલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુએલ મેક્રોં સાથે 'નૉરમેન્ડી ફૉર્મેટ' પર કામ કરી રહ્યાં હતાં. એમાં જર્મની, ફ્રાન્સ, યુક્રેન અને રશિયાએ પૂર્વ યુક્રેનમાં સંઘર્ષવિરામ સ્થાપિત કરવાનં લક્ષ્ય રાખ્યું હતું.

વિદેશમંત્રાલયના પ્રવક્તા નીલ્સ શ્મેટ કહે છે કે, "ફ્રાન્સ અને જર્મની મધ્યસ્થ છે અને એક મધ્યસ્થ માટે યુક્રેનને હથિયાર આપવા યોગ્ય નથી કારણ કે અમે રાજકીય સમાધાનનો પ્રયત્ન કરી રહ્યાં છીએ."

line

નૉર્ડસ્ટ્રીમ 2 પાઇપલાઇન અને જર્મનીનાં હિત

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

જર્મનીની હજારો કંપનીઓ ત્યાં કામ કરે છે. ઘણા જર્મન લોકો, જાતે એંગેલા મર્કેલ પણ યુરોપને બે ભાગમાં વિભાજિત કરનાર 'આયર્ન કર્ટેન' વિસ્તારમાં મોટાં થયાં છે અને તેમણે સ્કૂલમાં રશિયન ભાષા શીખી છે.

પૂર્વ યુરોપના સમાન અનુભવોના કારણે જ તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે બહેતર સંવાદ કરી શકતાં હતાં જ્યારે અન્ય નેતાઓ સાથે એવું નહોતું.

પરંતુ, ઘણા પશ્ચિમી દેશો અને જર્મનીમાં જ ઘણા લોકોને કદાચ એ વાત વધુ આશ્ચર્યચકિત અને નારાજ કરી રહી છે કે જર્મની પોતાની સૌથી મોટી શક્તિનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું.

રશિયાની ઑઇલની પાઇપલાઇન નૉર્ડસ્ટ્રીમ 2 જર્મની સુધી આવનાર છે અને તેનાથી યુરોપમાં જનાર રશિયાનો ગૅસ બમણો થઈ જશે.

ચાન્સેલર ઓલાફ પર રશિયા પર પ્રતિબંધ દ્વારા આ પરિયોજના રોકવાનું દબાણ છે. પરંતુ, હજુ સુધી આવું નથી કર્યુ અને ટીકાકાર તેમાં જર્મનીનાં પોતાનાં હિતો હોવાનું કારણ આપી રહ્યા છે.

આ તેમની સરકાર માટે મુશ્કેલ બાબત છે. સોશિયલ ડેમૉક્રૅટ માને છે કે આ એક ખાનગી આર્થિક પ્રોજેક્ટ છે, તેથી તેને ઘર્ષણથી અલગ રાખવો જોઈએ પરંતુ સરકારમાં સહયોગી એફડીપી અને ગ્રીન્સનું માનવું છે કે આ રાજકારણ છે અને તેને રોકવું જોઈએ.

જર્મનીના ચાન્સેલરે સંકેત આપ્યા છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો તમામ વિકલ્પ ખુલ્લા છે. પરંતુ જે હળવા અંદાજમાં તે કહેવામાં આવ્યું હતું તેનાથી શંકા છે કે ઇતિહાસ તેમને શું માનશે - ચાલાક કે કમજોર કે ખચકાટવાળા.

નીલ્સ શ્મેટે કહ્યું, "અમુક હદ સુધી વ્યૂહરચનાત્મક અસ્પષ્ટતા હોવી જરૂરી છે જેથી પુતિન એ વિચારવાનું શરૂ ના કરે કે તેમણે કયા વિકલ્પથી શું નુકસાન થશે. તેથી તમામ વિકલ્પ ખુલ્લા રાખવા મહત્ત્વપૂર્ણ છે."

આ દરમિયાન વ્લાદિમીર પુતિન પશ્ચિમના દેશોના સંયમની પરીક્ષા લઈ રહ્યા છે અને જર્મની પોતાની શાંતિવાદી પ્રવૃત્તિને લઈને સવાલોનો સામનો કરી રહ્યું છે.

એંગેલા મર્કેલના કાર્યકાળના અંતમાં પણ આ વાતની માગ વધી રહી હતી કે જર્મની વૈશ્વિક મંચ પર વધુ મહત્ત્વપૂર્ણ સૈન્યભૂમિકા ભજવે.

જોકે, સીલો હાઇટ્સ પર આવનારા લોકો જે રૉકેટો અને ઘોંઘાટ અને મૃત્યુ પામી રહેલા મનુષ્યોની ચીસોની કલ્પના કરે છે, તેઓ જાણે છે કે જર્મની શું ખતરામાં મૂકી રહ્યું છે અને ખોટું થવા પર તેની શી કિંમત ચૂકવવી પડી શકે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો