પાકિસ્તાનની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષાનીતિમાં ભારત વિશે શું મહત્ત્વનું?
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પાટનગર ઇસ્લામાબાદમાં દેશની નવી સુરક્ષાનિતીની જાહેરાત કરી હતી.
આ અંગે દાવો કરાયો છે કે આ દેશની પ્રથમ સુરક્ષાનીતિ છે.

ઇમેજ સ્રોત, REUTERS
આ દસ્તાવેજનાં 100 પાનાંના ‘ઑપરેશનલ પાર્ટ’ને ગુપ્ત દર્શાવીને સાર્વજનિક નથી કરાયો, પરંતુ અન્ય ભાગ જાહેર કરાયો છે.
નવી સુરક્ષાનીતિ અમુક મહત્ત્વાકાંક્ષી રોડમૅપ જેવી છે, જેમાં દેશના ભવિષ્ય અંગેનું વિઝન દર્શાવાયું છે. આની સાથે કોઈ સમયસીમા તો નક્કી નથી કરાઈ, પરંતુ દર મહિને આ નીતિની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવાઈ છે.
સેનાના પ્રવક્તા એ જણાવ્યું છે કે આ નીતિમાં નક્કી કરાયેલ વિઝનને હાંસલ કરવામાં સેના પોતાની ભૂમિકા ભજવશે.

વિશ્વના રાજકારણના સ્થાને વૈશ્વિક અર્થતંત્ર પર ધ્યાન

ઇમેજ સ્રોત, YUSUFMOEED @TWITTER
ભૂતકાળમાં ઘણા જાણકાર પાકિસ્તાનને એક ‘સિક્યૉરિટી સ્ટેટ’ ગણાવતા આવ્યા છે. પાકિસ્તાનની વિદેશનીતિનું લક્ષ્ય વિશ્વમાં પોતાના વિશ્વ-રાજકારણ (જિયો-પૉલિટિક્સ)ની ક્ષમતાનું સુરક્ષાની દૃષ્ટિએ દોહન કરવાનું રહ્યું છે.
પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ઊભી થઈ રહેલ 2,600 કિલોમિટર લાંબી પશ્ચિમી સીમા રેખાનો ઘણો લાભ મળ્યો.
પહેલાં તો અફઘાનિસ્તાનથી સોવિયેત સંઘને ખદેડવા માટે મુજાહિદ્દીનોને તૈયાર કરવાની મદદ માટે પશ્ચિમની તાકાતોથી ખૂબ મદદ મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનને આ દેશો, ખાસ કરીને અમેરિકા અને સાઉદી અરેબિયા પાસેથી ઘણાં સામાન અને આર્થિક મદદ મળી. અમેરિકામાં 9/11ના હુમલા બાદ, કહેવાતી ચરમપંથવિરોધી લડાઈમાં પાકિસ્તાને અમેરિકાના મુખ્ય સહયોગીની ભૂમિકા ભજવી.
જોકે, નવી નીતિ પ્રમાણે, પાકિસ્તાન હવે ‘વિશ્વ-અર્થતંત્ર’ (જિયો-ઇકૉનૉમિક્સ) પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
આ નીતિ મારફતે પાકિસ્તાન કંઈક આવો જ માહોલ બનાવવા ઇચ્છે છે, જેનાથી પાકિસ્તાન ક્ષેત્રીય સંપર્ક માટે જોડનારા પુલનું કામ કરી શકે.
તેમાં ઊર્જાથી સમૃદ્ધ મધ્ય એશિયાના દેશોને ભારત અને ચીન જેવાં વિશ્વનાં મોટાં અર્થતંત્રો સાથે જોડવા માટે ‘વેપાર અને ઊર્જા કૉરિડોર’ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આવી રીતે, પાકિસ્તાનની જિયો-ઇકૉનૉમિક્સ કેન્દ્રિત નવી સુરક્ષાનીતિમાં ‘ક્ષેત્રીય સંપર્ક’ મહત્ત્વનું બનવા જઈ રહ્યું છે.

આર્થિક સુરક્ષા લઈ રહી છે સૈન્ય સુરક્ષાનું સ્થાન

ઇમેજ સ્રોત, REUTERS/GETTY IMAGES
હવે કારણ કે પાકિસ્તાનને અહેસાસ થઈ ગયો છે કે જ્યાં સુધી તેનું અર્થતંત્ર મજબૂત અને સ્વતંત્ર નહીં હોય, ત્યાં સુધી તેની સૈન્ય સુરક્ષા અને દેશહિત બંને ખતરામાં રહેશે.
પાકિસ્તાન હવે IMF અને વિશ્વ બૅન્ક જેવાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો પર ખરાબ રીતે નિર્ભર છે. દેશના અર્થતંત્રને ચલાવતા રહેવા માટે આ સંસ્થાનો પાસેથી વાંરવાર મદદ માગવી પડે છે.
નવી સુરક્ષાનિતિ હેઠળ, પાકિસ્તાન આ સંસ્થાનો પર પોતાની આર્થિક નિર્ભરતા ઘટાડવાનું વિચારી રહ્યું છે.
તેથી તે દેશની સિસ્ટમમાં મોટો ફેરફાર અને સુધારો લાવવા માગે છે.
જોકે, દેશની સુરક્ષા સાથે સંકળાયેલ ઘણા ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે નવી નીતિમાં સેનાને અપાઈ રહેલ નાણાકીય મદદમાં કોઈ ઘટાડો કરવાની વાત નથી કરાઈ.
હાલના ખતરાને જોતાં, અધિકારીઓનું કહેવું છે સેનાને દેશને સુરક્ષિત રાખવા માટે વધુ સંસાધનોની જરૂરિયાત છે.
આવું થાય ત્યારે જ પરંપરાગત અને નવા સામે આવી રહેલા ખતરાઓથી દેશને સુરક્ષિત રાખી શકાય છે. ન
વી નીતિમાં સેનાનું મુખ્ય કાર્ય શાંતિ જાળવી રાખવાનું હશે. જોકે, ઇન્ટરનેટ પર દુશ્મનોના પ્રોપેગેન્ડા અને ખોટા પ્રચારનો સામનો કરવો એ પણ મુખ્ય પ્રાથમિકતાઓમાં રહેશે.

ભારત સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
આ નીતિમાં કોઈ દેશનું નામ નથી લેવાયું પરંતુ એટલું જરૂર કહેવાયું છે કે પાકિસ્તાન ભાગીદારી જાળવી રાખવા માટે સતત કોશિશ કરી રહ્યું છે. તેણે કહ્યું છે કે તેમની ઇચ્છા પોતાના પાડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવવાની છે.
ઇસ્લામાંબાદને ખબર છે કે ક્ષેત્રીય સંપર્ક સાધવાની ભૂમિકા તેઓ એ સમય સુધી નહીં ભજવી શકે જ્યાં સુધી ભારત સાથે તેના સંબંધો શાંતિપૂર્ણ નહીં થાય અને અફઘાનિસ્તાનમાં સ્થિરતા નહીં આવે.
જોકે, નેશનલ સિક્યૉરિટી ડિવિઝનના એક સિનિયર અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે આવનારા સમયમાં ભારત સાથેના સંબંધો સામાન્ય થતાં નથી દેખાઈ રહ્યા.
તેમણે કહ્યું કે ભારતની હાલની મોદી સરકારે પાકિસ્તાનને ઘરેલુ મુદ્દો બનાવી દીધો છે અને પાકિસ્તાનના વિરોધનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે.
તેમના અનુસાર, ગત વર્ષે બંને દેશો વચ્ચે મુખ્ય પ્રવાહથી અલગ વાતચીતની કોશિશ થઈ હતી, પરંતુ તે અસફળ રહી. આવું એટલા માટે કે મોદી સરકાર હાલ પાકિસ્તાનવિરોધની પોતાની નીતિ ત્યાગવા નથી માગતી.
એ અધિકારીનું કહેવું છે કે ભારતને ખ્યાલ છે કે સંબંધો સુધરશે તો બંને દેશોનું નુકસાન થશે.
નવી સુરક્ષાનીતિમાં દેશની એકતા જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દસ્તાવેજમાં ધાર્મિક અને જાતીય લઘુમતી સમૂહો સાથે મહિલાઓનો પણ સાથ લઈને અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડીને વિવિધતા વધારવાની વાત કરાઈ છે.
તેમાં કહેવાયું છે કે દેશમાં સક્રિય હિંસક સમૂહોને બે ભાગમાં વહેંચીને જોવામાં આવશે. એક એ જેને સમજાવી શકાય છે બીજો એ જેને સમજાવવો અશક્ય છે.
આ બંને સાથે સરકારનું વર્તન તેમના વલણ અનુસાર નક્કી થશે. જોકે, કહેવાયું છે કે તાકાતનો ઉપયોગ અંતિમ વિકલ્પ હશે.

સુરક્ષાનીતિની ટીકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
નવી સુરક્ષાનીતિની વિપક્ષે અત્યાર સુધી નરમ ટીકા કરી છે. તેમની મુખ્ય ફરિયાદ એ છે કે સરકારે આ નીતિ નક્કી કરતી વખતે વિપક્ષ સાથે વાત નહોતી કરી.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના નેતૃત્વવાળી સરકારે સંસદીય સમિતિમાં આ નીતિને રજૂ કરી પરંતુ વિપક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરાવવા માટે આ બેઠકને બૉયકૉટ કરી હતી.
સરકારનું કહેવું છે કે નીતિ બનાવવા પર તેનો અધિકાર છે સંસદનો નહીં. જોકે, આ નીતિ એક ગતિશીલ દસ્તાવેજ છે અને તેની દર વર્ષે સમીક્ષા કરાશે.
સાથે જ આગામી સરકારો પાસે તક રહેશે કે તેઓ પોતાની જરૂરિયાતો અનુસાર તેમાં સંશોધન કરે.
જોકે સરકાર કહી રહી છે કે આ નીતિ પર ચર્ચાના રસ્તા ખુલ્લા છે. એવા ઘણા અનુચ્છેદ જેને સમજવાની જરૂરિયાત છે.
તેમજ ઘણા કાર્યકર્તાઓને આશંકા છે કે ‘હાઇબ્રિડ લડાઈ’ લડવાના નામે બોલવાની શક્યતાને આગામી સમયમાં ઘટાડી શકાય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












