ઓલાફ શૉલ્ઝ : ઍંજેલા મર્કેલનાં 16 વર્ષના શાસન પછી જર્મનીને મળેલા નવા ચાન્સેલર કોણ છે?
વિશ્વનાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવાં ઍંજેલા મર્કેલનો કાર્યકાળ પૂરો થતાં જર્મનીના ચાન્સેલર તરીકે ઓલાફ શૉલ્ઝે શપથ લીધા છે.
જર્મન ચાન્સેલર તરીકે ઍંજેલા મર્કેલનાં 16 વર્ષના કાર્યકાળનો અંત આવ્યો છે.
જર્મનીની સંસદ દ્વારા વોટિંગમાં ઓલાફ શૉલ્ઝને ચાન્લેસર તરીકે ચૂંટવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, EPA
સંસદમાં તેમના ત્રણ પાર્ટીના ગંઠબંધનને બહુમતી પ્રાપ્ત છે.
તેમની સોશિયલ ડેમૉક્રૅટ્સ પાર્ટી ગ્રીન્સ તથા વ્યવસાયીઓ તરફી માનવામાં આવતી ફ્રી ડેમૉક્રૅટ્સ સાથે સરકાર ચલાવશે
સત્તાના હસ્તાંતરણ સાથે ઍંજેલા મર્કેલનાં 31 વર્ષની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો છે.
63 વર્ષના ઓલાફ શૉલ્ઝ એક મૃદુભાષી નેતા તરીકે ઓળખાય છે અને તેમણે સપ્ટેમ્બરમાં યોજાયેલ ચૂંટણીમાં પોતાની સોશિયલ ડેમૉક્રૅટ્સ પાર્ટીને વિજય અપાવ્યો હતો.
તેમણે મર્કેલની સરકારમાં વાઇસ ચાન્સેલર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ચૂંટણીપ્રચારમાં તેમને સતત ચાન્સેલરના પદ માટેના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જર્મન સંસદમાં તેમની નિમણૂકને 303 મતો સામે 395 મતોથી સમર્થન મળ્યું અને તેમની જર્મનીના નવમા ચાન્સેલર તરીકે રાષ્ટ્રપતિ ફ્રૅન્ક વૉલ્ટર સ્ટાઇનમૅર દ્વારા નિમણૂક કરાઈ.
તેમની સાથે 16 મંત્રીઓએ બુધવારે શપથ લીધા.ખાસ વાત એ છે કે આ પ્રથમ વખત છે કે જર્મનીની કૅબિનેટમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા સમાન છે.

કોણ છે ઓલાફ શૉલ્ઝ?
બીબીસીનાં યુરોપ એડિટર કાત્યા ઍડલર કહે છે કે ઓલાફ શૉલ્ઝ પોતાની નેતા તરીકને કારકિર્દીમાં આ ક્ષણની ક્યારથી રાહ જોઈ રહ્યા હતા.
શૉલ્ઝ બર્લિન અને બ્રસેલ્સમાં એક જાણીતો ચહેરો છે. તેમણે મતદારોને મર્કેલ માર્ક ટુ તરીકે સફળતાથી રજૂ કર્યા, જો કે તેઓ એક અલગ પાર્ટીથી આવે છે.
પરંતુ સત્તામાં એક પ્રકારની નિરંતરતાનો અહેસાસ આપતા નેતાઓ પર મિત્રો, વ્યવસાયિક સહયોગીઓ અને દેશ જોઈ રહ્યો છે.
શૉલ્ઝે જે પ્રકારનું ગઠબંધન બનાવીને સરકારી બનાવી છે તેવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.
આ પાર્ટીઓ માત્રે જર્મનીની સ્થિરતાને જાળવી રાખતાં દેશને આધુનિક બનાવવાના નિર્ધાર સાથે ગઠબંધનમાં આવે છે
જર્મનીમાં તેમની સામે તાત્કાલિક પડકારો આ પ્રમાણે છે:
- કોવિડ - જર્મની હાલ કોરોનાની ખતરનાક ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે અને રસીકરણને ફરજિયાત કરવા પર વિચારણા ચાલી રહી છે
- રશિયા દ્વારા યુક્રેન પર હુમલાનો ખતરો
- ઍંજેલા મર્કેલ પર રાજકારણ કરતાં વેપારને વધુ મહત્ત્વ આપવાના આરોપ થતા. શૉલ્ઝની ટીમ પર મૉસ્કો અને બેઇજિંગ પર કડક વલણ રાખવાની આશા છે, જોકે તેનાથી જર્મનીના વેપારને ખતરો પહોંચી શકે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












