ચીનના 'સુપર પ્લાન'ને માત દેવાની યુરોપની તૈયારી, કેટલી સફળતા મળશે?

    • લેેખક, જેસિકા પાર્કર
    • પદ, બીબીસી બ્રસેલ્સ સંવાદદાતા

યુરોપીય સંઘ એક એવી વૈશ્વિક રોકાણ યોજનાની જાહેરાત કરવાનું છે, જેને ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવના પ્રતિદ્વંદ્વીના રૂપમાં જોવાઈ રહી છે.

સૂત્રોનું કહેવું છે કે આ વ્યાપક યોજનામાં ડિજિટલ, પરિવહન, જળવાયુ અને ઊર્જા યોજનાઓ પર 'ઠોસ' પગલાં પણ સામેલ હશે. આને આફ્રિકા અને અન્ય સ્થળો પર ચીનના પ્રભાવનો સામનો કરવાના પશ્ચિમના પ્રયાસોના રૂપમાં પણ જોવાય છે.

ચીનનું બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવનું રોકાણ હવે યુરોપના મૉન્ટિનિગ્રો સુધી પહોંચી ગયું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનનું બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવનું રોકાણ હવે યુરોપના મૉન્ટિનિગ્રો સુધી પહોંચી ગયું છે

યુરોપીય પંચનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને આ 'ગ્લોબલ ગેટ વે' ઇનિશિએટિવને દુનિયા સામે રજૂ કર્યું.

યુરોપીય સંઘ જોઈ રહ્યો છે કે તેઓ કેવી રીતે પોતાના સભ્યદેશો, નાણાકીય સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રના અબજો યુરોનો ફાયદો ઉઠાવી શકે છે.

વૉન ડેર લેયેને સપ્ટેમ્બરમાં પોતાના 'સ્ટેટ ઑફ ધ યુનિયન' ભાષણમાં કહ્યું હતું, "અમે દુનિયાભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા બુનિયાદી ઢાંચામાં રોકાણ કરવા માગીએ છીએ, જેથી લોકોને સામાન (ગૂડ્સ) અને સેવાઓ (સર્વિસિસ)થી જોડી શકાય."

બુધવારે રજૂ થયેલા 14 પાનાંના દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે યુરોપિયન યુનિયનની યોજનાને ચીનની રણનીતિના પ્રતિદ્વંદ્વીના રૂપમાં રજૂ કરવામાં આવી નથી. મંગળવારે પણ આ યોજના અંગે ચર્ચામાં યુરોપીય આયોગે ચીનનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હતું.

પરંતુ જર્મન માર્શલ ફંડના એક વરિષ્ઠ ટ્રાન્સ એટલાંટિક ફૅલો ઍન્ડ્રયુ સ્મૉલનું કહેવું છે કે સંકેત સ્પષ્ટ છે, "જો બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ ન હોત તો 'ગ્લોબલ ગેટ વે' પણ ન હોત."

ઍન્ડ્રયુ સ્મૉલ કહે છે, "આ યુરોપ તરફથી એ દેશો માટે એક વિકલ્પની જેમ હશે, જે ચીન પાસેથી લોન લે છે. તેમની પાસે એક વિકલ્પ હશે. આ યુરોપની પહેલી ગંભીર કોશિશ છે."

line

ચીનની બીઆરઆઈ યોજના

યુરોપીય સંઘનાં પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન

ઇમેજ સ્રોત, LEON NEAL/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, યુરોપીય સંઘનાં પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન

બેલ્ટ ઍન્ડ રોડ ચીનની વિદેશનીતિનો કેન્દ્રબિંદુ રહ્યો છે. તેના હેઠળ ચીને નવા રસ્તાઓ, પોર્ટ, રેલવે અને પુલોમાં પૈસા રોકીને પોતાના વ્યાપારિક સંબંધોને દુનિયાભરમાં વિકસિત કર્યા છે.

ચીનની આ રણનીતિ એશિયા, ઇન્ડો-પેસિફિક, આફ્રિકા અને એટલે સુધી કે યુરોપીય સંઘના પડોશી સુધી પહોંચી ગઈ છે. ચીનની નીતિને 'દેવાનો ગાળિયો' અને 'દેવાની જાળમાં ફસાવવા' જેવી સંજ્ઞાઓ આપવામાં આવી છે.

પરંતુ કેટલાક લોકો એ પણ કહે છે કે ચિત્ર હકીકતમાં વધુ જટિલ છે, કેમ કે એક મોટી રકમ ઉધાર લેવી એ જોખમમુક્ત નથી હોતી. આ સિવાય ચીન આ દેશોની એક જેવી જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે, જે દુનિયાના અન્ય દેશો કરતા નથી.

જે પણ હોય, પશ્ચિમ સાથે તણાવ વધવાની સાથેસાથે દુનિયાભરમાં ચીનનાં આર્થિક અને ભૂ-રાજનીતિક પદચિહ્ન વધી રહ્યાં છે.

line

યુરોપની મંશા શું છે?

શ્રીલંકામાં પણ ચીને ભારે રોકાણ કર્યું છે

ઇમેજ સ્રોત, LAKRUWAN WANNIARACHCHI/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શ્રીલંકામાં પણ ચીને ભારે રોકાણ કર્યું છે

આ પગલાથી યુરોપીય સંઘ પોતાના દબદબા અને સંસાધનોને એક દિશા આપવાનો પ્રયાસ કરશે. ઍન્ડ્રયુ સ્મૉલ કહે છે કે આ એક મોટી પરીક્ષા હશે.

સૌથી મોટો સવાલ એ છે કે શું યુરોપ વાસ્તવમાં આ ભૂ-રાજનીતિક ક્ષેત્રના માધ્યમથી ચીનને પડકાર આપી શકે છે.

સ્મૉલ કહે છે, "સવાલ એ પણ છે કે શું યુરોપીય સંઘ આંતરિક નોકરશાહીની લડાઈમાં વધુ ફસાઈ ગયો છે? જો યુરોપ આ પ્રયાસોમાં અસફળ થશે તો આ એક મોટી ચૂક હશે."

એક રાજદૂતે બીબીસીને કહ્યું, "આખરે યુરોપ આ મામલે પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરે છે. આ એક સારો સંકેત છે. સાથે જ આ અમારા મિત્રદેશો- અમેરિકા અને બ્રિટનનાં સંયુક્ત હિતોથી પણ મેળ ખાય છે."

પરંતુ સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમૅન્ટના સિનિયર ફેલો સ્કૉટ મૉરિસ અનુસાર, આ પગલાથી પ્રતિસ્પર્ધા વધુ વધી શકે છે. અમેરિકાએ પણ ગત વર્ષે જૂનમાં "બિલ્ડ ઍન્ડ બેટર વર્લ્ડ"ની પહેલ લૉન્ચ કરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મૉરિસ કહે છે, "આ એક બહુ ભીડભાડવાળું બજાર છે, જ્યાં બહુ બધી બ્રાન્ડ એકબીજાની સાથે પ્રતિસ્પર્ધા કરે છે."

જોકે સ્કૉટ મૉરિસને આશા છે કે ગ્લોબલ ગેટ વે ઇનિશિએટિવ સફળ થશે.

મૉરિસ કહે છે, "ચીનને ટક્કર આપવા કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે યુરોપ એ વિકાસશીલ દેશોની મદદ કરી શકે છે, જેમને પોતાની સ્થિતિ સુધારવા માટે લોન જોઈએ છે."

યુરોપીય સંઘે પોતાના મૂલ્ય પર આધારિત અને પારદર્શી દૃષ્ટિકોણ પર સ્પષ્ટ રીતે ભાર મૂક્યો છે. તેમનો તર્ક છે કે તે દેશો સાથે સંબંધો રાખવા માગે છે, તેમને 'યુરોપ પર નિર્ભર' બનાવવા માગતા નથી.

પરંતુ આ બધા પ્રયાસો પોતાનો પ્રભાવ વધારવાની દિશામાં પણ છે. યુરોપીય સંઘ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની તાકાત દેખાડવા માગે છે અને સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કરે છે કે તેમની તાકાતની કેટલી અસર થાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો