તાલિબાનના નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે કહ્યું 'નથી થયો ઈજાગ્રસ્ત' : Top News

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરે એક વીડિયો જારી કરીને પોતાના ઈજાગ્રસ્ત થવાના સમાચારને ફગાવ્યા છે.

બરાદરે વીડિયો જારી કરીને એ સમાચારને ખોટા ગણાવ્યા કે જેમાં તાલિબાનના પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે હિંસામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવાઈ હતી.

તાલિબાનના સહસંસ્થાપક બરાદર છેલ્લા કેટલાક દિવસથી સાર્વજનિક રીતે દેખાયા નથી ત્યાર બાદ તેમના વિશે અટકળો ચાલી રહી હતી.

બરાદર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરે એક વીડિયો જારી કરીને પોતાના ઈજાગ્રસ્ત થવાના સમાચારને ફગાવ્યા છે.

તાલિબાનના નેતાઓ વચ્ચે વિવાદના અહેવાલ પણ આવ્યા હતા.

બરાદર અને હક્કાની નેટવર્ક પ્રત્યે વફાદાર એક જૂથ વચ્ચે વિવાદ થયો છે. પરંતુ વીડિયો જારી કરીને બરાદરે કોઈ પણ રીતે આંતરિક વિવાદના સમાચારને ફગાવવાવમાં આવ્યા હતા.

બરાદરે જ્યારે પૂછ્યું કે શું તેમને ઈજા થઈ છે? તો તેમણે કહ્યું, ના આ સત્ય નથી. હું ઠીક છું અને સ્વસ્થ છું."

"હું કાબુલની બહાર હતો અને આ ખોટા સમાચારોનું ખંડન કરવા માટે મારી પાસે ઇન્ટરનેટ નહોતું."

દોહા સ્થિત તાલિબાનના રાજકીય કાર્યલયે ટ્વીટ પર એક નાનકડી વીડિયો ક્લિપ જારી કરી છે જેમાં બરાદર એક સરકારી ટેલીવિઝન પત્રકારની સાથે એક સોફા પર બેઠા છે. તેઓ સોફા પર બેસીને કંઈક વાંચતા જોઈ શકાય છે.

line

ચીનની સામે બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એક થયા, શું છે યોજના?

જો બાઇડન

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty

ઇમેજ કૅપ્શન, હિંદ-પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીનની વધી રહેલી તાકાત અને તેના સૈન્યની હાજરી અંગે આ ત્રણ દેશ ચિંતિત છે.

બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ ચીનનો મુકાબલો કરવા માટે એક વિશેષ સુરક્ષા સમજૂતી કરી છે.

આ સમજૂતી શ્રેષ્ઠ સુરક્ષા તકનીક વિકસાવવા માટે છે, આનાથી ઑસ્ટ્રેલિયા પહેલી વખત પરમાણુ ઊર્જાથી ચાલતી પનડૂબીનું નિર્માણ કરી શકશે.

આ સમજૂતીને 'ઑક્સ' નામ આપવામાં આવ્યું છે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વૉન્ટમ ટેકનૉલૉજી અને સાઇબર ભાગીદારી પણ સામેલ છે.

હિંદ-પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીનની વધી રહેલી તાકાત અને તેના સૈન્યની હાજરી અંગે આ ત્રણ દેશ ચિંતિત છે.

ઑસ્ટ્રેલિયન નૌસેના માટે 12 પનડૂબીના નિર્માણ માટે વર્ષ 2016માં ફ્રાંસને કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસન અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કૉટ મૉરિસને ઑક્સ સુરક્ષાસમજૂતી પર એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો