પંજશીરને અફઘાનિસ્તાનનો અભેદ્ય કિલ્લો કેમ માનવામાં આવે છે?

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 કિલોમિટર દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલી એવી ખીણ આવેલી છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે

ઇમેજ સ્રોત, AHMAD SAHEL ARMAN / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 કિલોમિટર દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલી એવી ખીણ આવેલી છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે
    • લેેખક, લુસિયા બ્લેસ્કો
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

તાલિબાને રવિવારે કહ્યું કે એના સેંકડો લડાકુઓ પંજશીર ખીણ તરફ નીકળી ચૂક્યા છે. પંજશીર અફઘાનિસ્તાનનો એ વિસ્તાર છે જે હજી તાલિબાનના નિયંત્રણમાં નથી અને તે વર્ષોથી તાલિબાનવિરોધી મુજાહિદ્દીનોનું ગઢ રહ્યો છે.

હાલ તેનું નિયંત્રણ પૂર્વ મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના હાથમાં છે.

અગાઉ અહમદ મસૂદ પિતાને પગલે ચાલી તાલિબાનનો મુકાબલો કરશે એમ કહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા પર 9/11નો જે હુમલો થયો તેના બે દિવસ અગાઉ અલકાયદાએ અહમદ શાહ મસૂદની હત્યા કરી દીધી હતી.

તાલિબાને સોશિયલ મીડિયામાં કહ્યું કે સ્થાનિક અધિકારીઓએ શાંતિપૂર્ણ રીતે પંજશીર પ્રાંત એમણે નથી આપ્યો અને હવે ઇસ્લામી અમિરાતના સેંકડો લડાકુઓ એની તરફ કૂચ કરી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અહમદ મસૂદના વડપણ હેઠળના તાલિબાનવિરોધી જૂથનો દાવો છે કે એમણે તાલિબાન સામે જંગ માટે 9000 લડાકુઓને તૈયાર કરી લીધા છે.

મસૂદે સાઉદી અરેબિયાના મીડિયા અલ-અરબિયાને કહ્યું કે અફઘાનિસ્તાનના અનેક પ્રાંતના લોકો અને સરકારી સુરક્ષાદળ ભાગીને પંજશીરમાં આવેલું છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાનના અગાઉના શાસન વખતે પણ પંજશીર પર તે કબજો કરી શક્યું ન હતું.

line

પંજશીર કેમ તાલિબાન માટે કોયડો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પંજશીર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલો ખીણ વિસ્તાર છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે અને આ ખીણના પ્રદેશમાં છેલ્લાં 40 વર્ષોથી કોઈ પણ વિદેશી દળો પ્રવેશી શક્યાં નથી.

પંજશીર ખીણે 1979-1989 દરમિયાન સોવિયેત સંઘની સેનાનો સામનો કર્યો હતો અને તે પછી નેવુંના દાયકામાં 1996-2001 દરમિયાન તાલિબાનને પણ અહીં ઘૂસવા નહોતા દીધા.

બીબીસી અફઘાન સર્વિસના પત્રકાર મરિયમ અમાન કહે છે કે, "અફઘાનના વર્તમાન ઇતિહાસમાં પંજશીર ખીણ પર ક્યારેય કોઈને વિજય મળ્યો નથી, વિદેશી દળોને કે તાલિબાનને કોઈને નહીં."

અમાને બીબીસી મુન્ડોને જણાવ્યું કે, "છેલ્લા બે દાયકા દરમિયાન આ પ્રદેશ સૌથી સલામત વિસ્તાર અને ઘણા અફઘાનો માટે સામનો કરવા માટેનો પ્રદેશ બનીને રહ્યો છે."

આજે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી પંજશીર એક માત્ર એવો પ્રાંત છે, જેના પર તાલિબાન કબજો કરી શક્યું નથી.

પંજશીરના નાણાવિભાગના વડા અબ્દુલ રહેમાને આ અઠવાડિયે જણાવ્યું હતું કે, ''ફરી એક વાર અમે તાલિબાનનો સામનો કરવા માટે તૈયાર છીએ."

તેમના આ સંદેશને અફઘાનિસ્તાનના વાઇસ પ્રૅસિડેન્ટ અને હવે પોતાને દેશના પ્રૅસિડન્ટ ગણાવી રહેલા અમરુલ્લા સાલેહે પણ સમર્થન આપ્યું છે.

અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા તરીકે કામ કરી ચૂકેલા સાલેહે પંજશીરનું ઉદાહરણ લઈને દેશના બાકીના લોકોને પણ તાલિબાન સામેની લડતમાં જોડાઈ જવા આહ્વાન કર્યું છે.

તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, "હું ક્યારેય તાલિબાન સાથે એક જ છત નીચે રહી શકું નહીં. ક્યારેય નહીં."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સાલેહ પોતે પંજશીર પહોંચી ગયા હોવાનું મનાય છે. પંજશીરના શેર તરીકે જાણીતા અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ પાસે તેઓ પહોંચ્યા છે અને તાલિબાન વિરુદ્ધ મોરચો તૈયાર કરી રહ્યા છે તેવું મનાય છે.

કઈ રીતે બનશે મોરચો અને પંજશીર કેવી રીતે તાલિબાનના કબજાની બહાર રહી શક્યું છે?

line

કુદરતી કિલ્લો

પંજશીર ખીણની ફરતે ઊંચા પહાડો અને સીધી ધાર વાળી ખાઈઓ છે અને તેના કારણે એક કુદરતી કિલ્લા જેવો તે પ્રદેશ બન્યો છે

ઇમેજ સ્રોત, REZA / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પંજશીર ખીણની ફરતે ઊંચા પહાડો અને સીધી ધાર વાળી ખાઈઓ છે અને તેના કારણે એક કુદરતી કિલ્લા જેવો તે પ્રદેશ બન્યો છે

પંજશીર ખીણની ફરતે ઊંચા પહાડો અને સીધી ધાર વાળી ખાઈઓ છે અને તેના કારણે એક કુદરતી કિલ્લા જેવો તે પ્રદેશ બન્યો છે.

તેમાં પ્રવેશ માટે સાંકડો માર્ગ છે, જેની માથે ઊંચા પર્વત ઝળૂંબે છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે આવેલી હિન્દુ કુશ પર્વતમાળાની નજીક આવેલી પંજશીર ખીણમાં પંજશીર નદી વહે છે.

સિંકદર અને તૈમુર લંગ જેવા આક્રમકો માટે આ મહત્ત્વનો પ્રવેશ માર્ગ રહ્યો હતો.

આ ખીણમાં રત્નોની ખાણ આવેલી છે, જળવિદ્યુત પેદા કરનારો ડૅમ પણ છે અને વિન્ડ ફાર્મ પણ બન્યા છે. અમેરિકાની મદદથી અહીં રસ્તાઓ બન્યા છે અને રેડિયો ટાવર પણ ખડા થયા છે તેથી કાબુલ સાથે સંદેશવ્યવહાર પણ શક્ય બને છે.

જોકે આર્થિક રીતે આ પ્રદેશ તદ્દન સ્વાયત્ત નથી.

બીબીસી વર્લ્ડ ન્યૂઝના અફઘાની પત્રકાર હારૂન શફિકીએ બીબીસી મુન્ડોને જણાવ્યું હતું કે, "ગેરીલા યુદ્ધ માટે અહીંની ભૂગોળ યોગ્ય છે, જોકે તેનું સ્થળ વ્યૂહાત્મક નથી. તેની નજીક કોઈ બંદર નથી, કોઈ મોટો ઉદ્યોગ નથી, કે આર્થિક રીતે દેશની જીડીપીમાં ફાળો આવી શકે તેવા વેપારધંધા નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ખીણમાં પોતાનો હાઈવે બનેલો છે. તે સલાંગ ઘાટ તરીકે ઓળખાતા નજીકના મહત્ત્વના માર્ગ સાથે જોડાયેલો છે."

શફિકીએ ઉમેર્યું હતું કે,"1997માં તાલિબાને પંજશીર જતા બધા માર્ગો પર ઘેરાબંધી કરી દીધી હતી અને તેના કારણે અનાજની તંગી ઊભી થઈ હતી."

તેમ છતાં પંજશીર ખીણના લોકો લડત આપતા રહ્યા હતા.

આ પ્રદેશમાં દોઢથી બે લાખની વસતિ છે, જે તાજિક કૂળની છે અને ફારસી ભાષા બોલે છે. અફઘાનિસ્તાનની 3.8 કરોડની વસતિમાં તાજિક લોકો 25 ટકા જેટલા છે.

તાજિક લોકો પરંપરાથી તાલિબાનના વિરોધી રહ્યા છે.

line

"વિરોધનું પ્રતીક"

1990માં અહમદ શાહ મસૂદના મુજાહિદ્દીન

ઇમેજ સ્રોત, PATRICK ROBERT / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1990માં અહમદ શાહ મસૂદના મુજાહિદ્દીન

તાલિબાનનો સામનો કરનારા મહત્ત્વના નેતાઓમાં અહમદ શાહ મસૂદનું નામ અગ્રસ્થાને છે.

ભૂતપૂર્વ મુજાહિદ્દીન જૂથના નેતા મસૂદ આ વિસ્તારની સ્વાયત્તતા માટે લડતા રહ્યા હતા.

2001માં 9/11ની ઘટનાના બે દિવસ પહેલાં અલ કાયદાના ઉદ્દામવાદીઓએ તેમની હત્યા કરી હતી.

મસૂદને પંજશીરના સિંહ તરીકે ઓળખવામાં આવતા હતા. કાબુલમાં પણ ઘણી જગ્યાએ તેમના પોસ્ટર લાગેલા જોવા મળે છે. પંજશીર ખીણમાં તો ઠેર ઠેર તેમની તસવીરો લગાડેલી હોય છે.

અમાને બીબીસી મુન્ડોને જણાવ્યું, "સોવિયેત સંઘ સામેની લડાઈ પણ અહમદ શાહ મસૂદે પંજશીમાંથી ચલાવી હતી."

"તે વખતે પંજશીર ખીણ વિરોધનું પ્રતીક બની ગઈ હતી અને બાદમાં મુજાહિદ્દીન અને તાલિબાન વચ્ચે લડાઈ થઈ ત્યારે પણ તે વિરોધનું પ્રતીક બની રહી હતી. 1990 દાયકાના મધ્યથી 2001 સુધી (તાલિબાનને સત્તા પરથી દૂર કરાયા ત્યાં સુધી) લડત અપાતી રહી હતી."

તેઓ વધુમાં જણાવે છે કે "2001માં મસૂદની હત્યા પછીય પંજશીરના લોકો પ્રતિકાર કરતા રહ્યા છે અને તાલિબાનને પડકારતા રહ્યા છે."

ઘણા અફઘાન લોકો માટે અહમદ શાહ મસૂદ એક સન્માનનીય લડવૈયા છે.

પ્રમુખ હમીદ કરઝાઈએ તેમને રાષ્ટ્રનાયક તરીકે જાહેર કર્યા હતા અને 2012થી દર 9 સપ્ટેમ્બરે, તેમની હત્યા થઈ તે દિવસને અહમદ શાહ મસૂદની યાદમાં શહીદ દિન ઊજવવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ પણ તેમની પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવતા રહ્યા છે.

તેમણે હાલમાં જ ટ્વીટર પર લખ્યું હતું, "હું મારા હીરો કમાન્ડર, માર્ગદર્શક અને દંતકથા સમા અહમદ શાહ મસૂદની યાદ અને પરંપરાને ક્યારેય ઠેસ પહોંચાડી શકું નહીં. હું કોઈ પણ સંજોગોમાં તાલિબાની ત્રાસવાદી સામે ઝૂકીશ નહીં."

સાલેહ પોતે પણ તાજિક છે અને પંજશીરના જ રહેવાસી છે. તેઓ નોર્ધન ઍલાયન્સમાં હતા, જેમણે 1990ના દાયકામાં તાલિબાનનો સામનો કર્યો હતો.

જોકે આ મુજાહિદ્દીન નેતાને ઘણા યુદ્ધ ગુનેગાર પણ ગણે છે.

2005ના હ્મુમન રાઇટ્સ વૉચની તપાસ અનુસાર, અફઘાનના ગૃહ યુદ્ધ દરમિયાન તેમની આગેવાની હેઠળની ટુકડીઓએ કરેલા અત્યાચારોમાં "અહમદ શાહ મસૂદ સામે અનેક આરોપો હતા."

line

"આવું થવાના અણસાર અમને હતા"

1996માં પંજશીર ખીણ અને કાબુલ વચ્ચે અહમદ શાહ મસૂદના મુજાહિદ્દીન

ઇમેજ સ્રોત, PATRICK ROBERT - CORBIS / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1996માં પંજશીર ખીણ અને કાબુલ વચ્ચે અહમદ શાહ મસૂદના મુજાહિદ્દીન

આજે તેમનો વારસો તેમના 32 વર્ષના પુત્ર અહમદ મસૂદ સંભાળી રહ્યા છે.

સોમવારે તેમની અને સાલેહની તસવીર પ્રગટ થઈ હતી અને તે રીતે બંને કોઈક પ્રકારે સાથે મળીને મોરચો તૈયાર કરી રહ્યા છે એવી ચર્ચા સોશિયલ મીડિયામાં પણ ફરતી થઈ હતી.

વૉશિંગ્ટન પોસ્ટના એક લેખ અનુસાર અહમદ મસૂદનો દાવો છે કે અફઘાન સેનાની ઘણી ટુકડીઓનું સમર્થન તેમને મળેલું છે. તેમણે જણાવ્યું હતું, "પિતાના વખતથી જ આવું કંઈક થશે તેવો અંદાજ હતો એટલે અમે દારૂગોળો અને શસ્ત્રોનો જથ્થાનો સંગ્રહ કરીને રાખ્યો છે."

જોકે વધારે મદદ માટે તેમણે માગણી પણ કરી છે.

મસૂદે જણાવ્યું હતું, "તાલિબાન સામે મુજાહિદ્દીનની લડાઈ ચાલુ થઈ ગઈ છે, પણ અમને સહાયની જરૂર છે."

"તાલિબાન હુમલો કરશે તો તેમને બરાબરનો જવાબ મળશે. જોકે, અમે જાણીએ છીએ કે અમારાં લશ્કરી દળો અને સાધનો પૂરતાં નથી. પશ્ચિમના અમારા મિત્રો અમને વિના વિલંબે જરૂરી સહાય-સામગ્રી મોકલી નહીં આપે તો અમારો સરંજામ ઝડપથી ખૂટી પડશે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો