You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેગાસસ : દુબઈની રાજકુમારી લતિફા અને હયાના નંબરોની પણ થઈ જાસૂસી?
ફોન હૅક કરનાર જાસૂસી સૉફ્ટવૅર પેગાસસની તપાસમાં દુબઈની બે રાજકુમારીઓ લતિફા અને હયાનાં ફોન નંબર પર સામે આવ્યા છે.
રાજકુમારી લતિફા દુબઈના સુલતાનની દીકરી છે અને રાજકુમારી હયા બિંક અલ હુસૈન એમની પૂર્વ પત્ની છે.
રાજકુમારી હયાએ જીવને જોખમ હોવાને કારણે 2019માં દુબઈ છોડી દીધું હતું.
સંયુક્ત આરબ અમિરાત બેઉ મહિલાનો આરોપ નકારે છે.
પેગાસસના કથિત જાસૂસી કેસમાં દુનિયાના જે 50 હજાર નંબર સામેલ છે અને તેમની જાસૂસી પેગાસસ સ્પાયવૅરથી કરવામાં આવી હોવાનો આરોપ છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઇઝરાયલે સ્પાયવૅરના કથિત દુરુપયોગની વાતને લઈને તપાસ કરવામાં આવશે એમ કહ્યું છે અને આ માટે મંત્રીઓનું એક ગ્રૂપ બનાવવામાં આવશે.
પેગાસસ ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રૂપનું એક સૉફ્ટવૅર છે અને જેનો ઉપયોગ ફોન હૅક કરીને જાસૂસી કરવામાં થાય છે.
ફોન નંબરોની આ યાદી દુનિયાના અનેક મીડિયા સમૂહોને લીક કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકુમારી અને એમનાં અમુક સહયોગીઓનું નામ આ ફોન નંબરોની યાદીમાં સામેલ હોવાથી દુબઈ સરકારે એમની જાસૂસી કરાવી હોવાની શંકા કરવામાં આવી રહી છે.
માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક નિવેદનમાં કહ્યું કે, આ તપાસથી એ સામે આવે છે કે થાય છે કે બેઉ મહિલાઓનાં માનવાધિકાર ઉલ્લંઘનમાં એનએસઓ સમૂહ પણ સામેલ છે.
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે સર્વેલન્સને લઈને નિયમો બનાવવાની માગ પણ કરી છે. જોકે, એનએસઓ સમૂહનું કહેવું છે એમણે કંઈ ખોટું નથી કર્યું.
એનએસઓ અનુસાર એમનું સૉફ્ટવૅર ચરમપંથીઓ અને અપરાધીઓને રોકવાના હેતુથી બનાવવામાં આવ્યું છે અને તે ફક્ત સેના અને સરકારોને જ વેચવામાં આવે છે.
એનએસઓનું કહેવું છે કે, જે સરકારી એજન્સીઓનો માનવાધિકાર રેકૉર્ડ સારો હોય એમને તે આપવામાં આવે છે.
ફ્રાન્સની મીડિયા સંસ્થા ફૉરબિડન સ્ટોરીઝ અને ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે દુનિયાભરની અનેક મીડિયા સંસ્થાઓ સાથે મળીને પેગાસસ પ્રોજેક્ટ નામથી એક ઇન્વેસ્ટિગેશન અહેવાલ પ્રકાશિત કર્યો છે.
એનએસઓનું કહેવું છે કે આ અહેવાલ ''ખોટી ધારણાઓ અને પુષ્ટિ વગનાર સિદ્ધાંતો પર આધારિત છે.''
ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે, પેગાસસ પર લાગેલા આ આરોપની તપાસ માટે એક સમિતિ ગઠિત કરવામાં આવી છે.
રાજકુમારી લતિફાએ દુબઈથી ભાગવાની કોશિશ કરી હતી. એમણે બીબીસીને કહ્યું હતું કે આ પ્રયાસ બાદ એમને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે.
રાજકુમારી લતિફાએ બીબીસીને કહ્યું હતું કે વર્ષ 2018માં એમણે દરિયાઈ રસ્તે ભાગવાની કોશિશ કરી હતી. એમની નાવને હિંદ મહાસાગરમાં ઝડપી લેવામાં આવી અને એમને પાછા દુબઈ મોકલી દેવામાં આવ્યા હતા.
લતિફાનું કહેવું હતું કે એમને એક વિલામાં રાખવામાં આવ્યાં છે જેને જેલમાં પરિવર્તિત કરી દેવાઈ છે.
બીબીસીના આ રિપોર્ટ પર દુનિયાભરમાં સવાલ ખડો થયો હતો. સંયુક્ત રાષ્ટ્રે દુબઈ પાસે લતિફા હયાત હોવાનો પુરાવો આપવા કહ્યું હતું.
શાહી પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું ઘરે જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં રાજકુમારી લતિફા અંગે કોઈ ભાળ નથી. જોકે, એમનાં સહયોગીઓની બહાર ફરતાં અને બજારમાં ફરતાં હોય એવી અમુક તસવીરો સોશિયલ મીડિયામાં બહાર આવી છે.
રાજુકમારી હયાએ એમનાં પતિને બંધક બનાવીને રાખવામાં આવ્યા હોવાનું અને ડરાવવા-ધમકાવવામાં આવ્યા હોવાનો આરોપ મૂક્યો છે.
ગત વર્ષે આવેલા એક ચુકાદામાં બ્રિટનની અદાલતમાં આ આરોપો મૂકવામાં આવ્યા હતા.
દસ્તાવેજો અનુસાર રાજકુમારી હયાનાં લગ્ન રાજકુમારી લતિફા અને દુબઈના શાસકની એક અન્ય દીકરી શેખ શમ્શા સાથેનાં ખરાબ વહેવારને કારણે તૂટી ગઈ હતી.
તેઓ પોતાનાં બે સંતાનો સાથે એપ્રિલ 2019માં બ્રિટન જતાં રહ્યાં હતાં. અદાલતમાં એ તર્ક આપવામાં આવ્યો હતો કે તેઓ પતિને મળી રહેલી ધમકીઓ બાબતે ભય અનુભવી રહ્યાં હતાં.
એમણે અદાલતને કહ્યું હતું કે એમનાં બાળકોનું અપહરણ કરીને દુબઈ લવા જવામાં આવી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો