You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલનો ગાઝામાં હમાસના ઠેકાણાં પર હવાઈ હુમલો
ઇઝરાયલને કહ્યું છે કે એણે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાંઓ પર હવાઈ હુમલાઓ કર્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે એણે આ કાર્યવાહી ગાઝા પટ્ટીમાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ મોકલવામાં આવ્યા એ પછી કરી છે.
બુધવારે વહેલી સવારે ગાઝા શહેર વિસ્ફોટોથી ધણધણી ઊઠ્યું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ કહ્યું કે એમના યુદ્ધવિમાનોએ ખાન યૂનુસ અને ગાઝા શહેરમાં હમાસના પરિસરોને નિશાન બનાવ્યા છે.
આઈડીએફ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "આ પરિસરોમાં આતંકી ગતિવિધી ચાલી રહી હતી. ગાઝા પટ્ટી તરફથી ચાલી રહેલી આતંકવાદી હરકતોને જોઈને આઈડીએફ યુદ્ધ શરૂ કરવા સહિતની તમામ સ્થિતિ માટે તૈયાર છે."
ઇઝરાયલના આ હવાઈ હુમલામાં જાન-માલનું કેટલું નુકસાન થયું છે એ વિશે હજી કોઈ માહિતી નથી.
ઇઝરાયલમાં તાજેતરમાં જ નવી ગઠબંધન સરકારનું ગઠન થયું છે અને એ પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે આ પહેલી હિંસક ઝડપ છે.
મે મહિનામાં બેઉ પક્ષો વચ્ચે 11 દિવસ ભીષણ યુદ્ધ થયું હતું અને એ પછી 21 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
મંગળવારથી વધી રહ્યો હતો તણાવ
આ અગાઉ મંગળવારે યહૂદી રાષ્ટ્રવાદીઓએ ઇઝરાયલના તાબા હેઠળના પૂર્વ જેરૂસલેમમાં એક સરઘસ કાઢ્યું. આ પછી ગાઝા પર કબજો ધરાવનાર ચરમપંથી સંગઠન હમાસે ધમકી આપી હતી.
ઇઝરાયલનું કહેવું છે કે મંગળવારે ગાઝા તરફથી આગ લગાવનારા અનેર ફુગ્ગાઓ છોડવામાં આવ્યા અને તેના કારણે અનેક સ્થળોએ આગ લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલની ફાયર સર્વિસ અનુસાર આ ફુગ્ગાઓને કારણે દક્ષિણ ઇઝરાયલમાં ખેતરોમાં આગ લાગવાની કમ સે કમ વીસ જેટલી ઘટનાઓ બની.
ગાઝામાં હાજર બીબીસીના રશ્દી અબુઅલફે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. અને લખ્યું છે કે આખા વિસ્તારમાં ઇઝરાયલના ડ્રોન વિમાનોનો અવાજ સાંભળી શકાય છે.
ટ્વિટર પર હમાસના પ્રવક્તાએ કહ્યું કે પેલેસ્ટાઇનવાસીઓ જ્યાં સુધી કબજાધારીઓ અમારી આખી ભૂમિ પરથી પાછા ન હઠી જાય ત્યાં સુધી પોતાના અધિકારોની રક્ષા માટે પ્રતિરોધ બરકરાર રાખશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો