પાકિસ્તાન કોરોનાની ત્રીજી લહેરથી પરેશાન, ઇમરાન ખાને શું ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/Getty
- લેેખક, આબિદ હુસૈન
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, ઇસ્લામાબાદ
કોવિડ-19 વાઇરસથી બચવા માટે મહેવિશ ભટ્ટીએ એક ખાનગી લૅબોરેટરીમાં જઈને વૅક્સિન લીધી હતી, તેમની પાસે એ છેલ્લો વિકલ્પ હતો.
લાહોરમાં રહેતાં 35 વર્ષનાં મહેવિશે બીબીસી સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું, "હું બહુ હતાશ હતી અને ગભરાતી હતી. મારાં મમ્મી કોરોના વૅક્સિનના બીજા ડોઝની રાહ જોઈ રહ્યાં છે."
"મને એમ થયું કે મારો નંબર ક્યારેય નહીં આવે. મેં મારી જાતને કહ્યું કે બજારમાં જે વૅક્સિન ઉપલબ્ધ છે, તેનો ડોઝ લઈ લેવો સારો."
મહેવિશની નોકરી તાજેતરમાં જ છૂટી ગઈ હતી. તેમણે બચાવેલા પૈસામાંથી 12,000 રૂપિયાનો ખર્ચ કરીને રશિયાએ બનાવેલી સ્પુતનિક-V કોરોના રસી ખરીદી હતી.
મહેવિશે કહ્યું હતું કે "વૅક્સિન તો મેં લઈ લીધી, પણ એ કામ મેં બચાવેલા પૈસા સંદર્ભે આંચકારૂપ સાબિત થયું છે."
અલબત્ત વૅક્સિન લેવાનો નિર્ણય અત્યાર સુધીના તમામ નિર્ણયોમાં સૌથી વધુ સમજદારીભર્યો સાબિત થાય એ શક્ય છે, એવું પણ મહેવિશે જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં એક મહિનામાં 3,000થી વધારે મૃત્યુ

ઇમેજ સ્રોત, MAHWISH BHATTI
મહેવિશનો સમાવેશ પાકિસ્તાનમાં જેમણે વૅક્સિન લઈ લીધી છે, એવા બે ટકા લોકોમાં થાય છે.
તેમને સરકારી વૅક્સિન માટે લાંબો સમય રાહ જોવાને બદલે જાતે પૈસા ખર્ચીને વૅક્સિન લઈ લેવાનું વધારે યોગ્ય લાગ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનમાં હવે કોવિડ-19ના સંક્રમણના કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે, ગત સપ્તાહે અહીં વિક્રમી સંખ્યામાં કેસ નોંધાયા હતા.
પાકિસ્તાનના પાડોશી દેશ ભારતમાં કોવિડ-19 જે ઝડપથી પ્રસરી રહ્યો છે તે એ વાતનો સંકેત આપે છે કે આ મહામારી કેટલું ભયાનક સ્વરૂપ લઈ શકે છે.
ભારતમાં ગત દિવસોમાં અનેક ઠેકાણે ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુના તથા સ્મશાનોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે જગ્યા ઓછી પડી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પાકિસ્તાનમાં માર્ચના પહેલા સપ્તાહમાં કોવિડ-19ના 16,000 ઍક્ટિવ કેસ નોંધાયેલા હતા, પણ એપ્રિલમાં એવા કેસની સંખ્યા આઠ ગણાથી વધુ થઈ ગઈ હતી.
એપ્રિલમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસની કુલ સંખ્યા 1,40,000 સુધી પહોંચી ગઈ હતી. પાકિસ્તાનમાં માત્ર એક જ મહિનામાં 3,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોવિડ-19ને કારણે એક મહિનામાં આટલો મોટા મૃત્યુઆંક ક્યારેય નોંધાયો નથી.
સત્તાવાર આંકડા મુજબ, 28 એપ્રિલે લાહોરની મોટી હૉસ્પિટલોના 93 ટકા આઈસીયુ બેડ્ઝ દર્દીઓથી ભરાઈ ગયા હતા.
બીજા કેટલાંક મોટાં શહેરો અને પંજાબ પ્રાંતની હૉસ્પિટલોનાં વૅન્ટિલેટર તથા ઓક્સિજનની સુવિધા ધરાવતા 80 ટકા બેડ્ઝ દર્દીઓથી ભરાઈ ગયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આગામી દિવસોમાં કોવિડ-19ના સંક્રમણનું પ્રમાણ વધશે તો પાકિસ્તાનની હૉસ્પિટલોમાં બેડ્ઝની અછત સર્જાઈ શકે છે.
દેશના યોજનામંત્રી અસદ ઉમરના જણાવ્યા મુજબ, દેશના કુલ ઓક્સિજન સપ્લાય પૈકીના 90 ટકા પુરવઠાનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે અને 80 ટકાથી વધુનો ઉપયોગ આરોગ્ય સેવા માટે કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપી છે કે અત્યારે દેશમાં લગભગ દર 963 વ્યક્તિએ એક ડૉક્ટર છે અને આ સ્થિતિમાં કોવિડ-19 વાઇરસનો ચેપ ફેલાય તો ભયંકર વિનાશ થઈ શકે છે.

પાકિસ્તાનમાં પરિસ્થિતિ કેમ બગડી?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચના બીજા સપ્તાહમાં બ્રિટિશ વૅરિયન્ટનો પ્રસાર પાકિસ્તાનમાં મહામારીની પરિસ્થિતિ વકરવાનું એક કારણ હોઈ શકે, એ વાતને અસદ ઉમરે સમર્થન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 વાઇરસના અગાઉના સ્ટ્રેનની સરખામણીએ બ્રિટિશ વૅરિયન્ટ વધારે ખતરનાક છે.
જોકે, વાઇરસનું સંક્રમણ વધ્યું, એનું કારણ વહીવટી તંત્રની ઉદાસીનતા પણ છે.
કરાચીસ્થિત સૌથી મોટી સરકારી હૉસ્પિટલો પૈકીની એક જિન્ના પોસ્ટ-ગ્રૅજ્યુએટ મેડિકલ સેન્ટરના કાર્યકારી નિદેશક ડૉ. સીમી જમાલીએ કહ્યું હતું:
"મહામારીની બીજી લહેર પછી લોકોને થયું હતું કે હવે કોવિડ-19 ખતમ થઈ ગયો છે. એ પછી ભાગ્યે જ કોઈ એવું હશે, જેણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ગાઇડલાઇન્સનું પાલન કર્યું હોય."
"હૉસ્પિટલોમાં પણ લોકો સાવચેત રહેતા ન હતા."
કોવિડ-19ના મહામારીની પહેલી અને બીજી લહેરની પાકિસ્તાનમાં ઓછી અસર થઈ હતી. પાકિસ્તાનમાં ગત વર્ષે મે-જૂનમાં મહામારીની પહેલી લહેર આવી હતી, પણ તેની અસર થોડા સપ્તાહમાં જ મંદ થઈ ગઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મહામારીની બીજી લહેર સપ્ટેમ્બરની મધ્યમાં શરૂ થઈ હતી અને આ વર્ષના ફેબ્રુઆરી સુધી તેની અસર રહી હતી.
પાકિસ્તાનમાં કોવિડ-19ના સંક્રમણના પહેલા કેસની પુષ્ટિ ગત વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી.
એ પછીના 14 મહિનામાં પાકિસ્તાનમાં કોવિડ-19ના સંક્રમણના આઠ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 17,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
21.6 કરોડથી વધુ લોકોની વસતીવાળા પાકિસ્તાનમાં આ આંકડા ડરામણા લાગતા નથી, પણ સમસ્યા એ છે કે પાકિસ્તાને આ મહામારીના પ્રસારને કઈ રીતે અંકુશમાં લીધો એ ચોકસાઈપૂર્વક કોઈ જણાવી શકતું નથી.
ડૉ. સીમી જમાલીએ જણાવ્યું કે પાકિસ્તાનનું નસીબ સારું હતું કે આ મહામારી માત્ર સ્પર્શીને પસાર થઈ ગઈ. જોકે, ડૉ. જમાલીના મત સાથે બીજા જાણકારો સહમત નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કરાચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલના સંક્રામક રોગ વિભાગના વડા ડૉ. સૈયદ ફૈસલ મહેમુદે કહ્યું હતું કે "ખરું કહું તો અમને અત્યાર સુધી વિશ્વાસ નથી આવતો કે મહામારીની પહેલી લહેર અપેક્ષા કરતાં ઓછી પ્રભાવી કેમ રહી હતી."
તેમણે ઉમેર્યું કે "પાછું વળીને જોઈએ તો તેનું એક કારણ એ હોઈ શકે કે મહામારીનો ફેલાવો શરૂ થાય એ પહેલાં જ કડક લૉકડાઉન લાદવામાં આવ્યું હતું."
અલબત્ત, વર્તમાન પરિસ્થિતિમાં વડા પ્રધાન ફરી એકવાર લૉકડાઉન લાદવા રાજી નથી.
ઇમરાન ખાને એપ્રિલના અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે મજૂર અને શ્રમિક વર્ગને માઠી અસર થાય તેવું કોઈ પણ પગલું તેઓ લેવા ઇચ્છતા નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે 'ભારત જેવી પરિસ્થિતિ સર્જાશે તો' સરકારે અનિવાર્યપણે કડક પગલાં લેવાં પડશે.

આવનારી 'કયામત'થી બચવાના પ્રયાસ

ઇમેજ સ્રોત, AFP
મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં વાઇરસનો ફેલાવો રોકવા માટે જે પ્રાંતોએ નિર્ણયો લીધા હતા એ પ્રાંતો, કોવિડ-19ના વધતા કેસ પર લગામ તાણવા ફરી આકરા નિર્ણય લઈ શકે છે.
ગત વર્ષે માર્ચમાં સમગ્ર પાકિસ્તાનમાં આકરા દેશવ્યાપી લૉકડાઉન બાદ કેન્દ્રીય તથા પ્રાંતીય સરકારોએ 'સ્માર્ટ અથવા માઇક્રો લૉકડાઉન' લાદવાનો નિર્ણય કર્યો હતો અને મહામારીની માઠી અસર ધરાવતા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
આ વ્યૂહરચના પાકિસ્તાનમાં બહુ લોકપ્રિય છે. અલબત્ત, સરકારના આ પગલાની અસરકારકતા બાબતે ટીકાકારોને ખાતરી નથી.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. જમાલીના જણાવ્યા અનુસાર, વધારે સતર્કતા રાખીને સ્કૂલો બંધ રાખવી, રેસ્ટોરાંમાં માત્ર ટેક-અવેની છૂટ આપવી, લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા સૈન્યની સેવા લેવી વગેરે જેવાં પગલાં આવકાર્ય છે, પણ લૉકડાઉન લાદવામાં જરા પણ વિલંબ થાય તેને સ્વીકારી શકાય નહીં.
ડૉ. જમાલીએ કહ્યું હતું "અંગત રીતે હું એવું માનું છું કે આકરાં પગલાં લેવાનો સમય આવી ગયો છે. સરકારે લૉકડાઉન લાદવું જોઈએ અને તૈયારી રાખવી જોઈએ."
"માત્ર લૉકડાઉનની ધમકી આપવાથી કામ ચાલવાનું નથી, કારણકે લોકો સરકારની વાત માનતા નથી. દેશની ભલાઈ માટે સરકારે તેના મજબૂત ઇરાદાનેજાહેર કરવા પડશે."
લાહોરની હમીદ લતીફ હૉસ્પિટલની કોવિડ-19 ટીમના વડા ડૉ. નસીમ અલી શેખે કહ્યું હતું કે "દેશમાં લગ્નસમારંભ અને બીજા તહેવારો બાબતે કોઈ નિયંત્રણ લાદવામાં આવ્યાં નથી. લોકો એક સ્થળે મોટા પ્રમાણમાં એકઠા થાય ત્યારે વાઇરસ ફેલાવાનું જોખમ હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે "ઈદ નજીક આવી રહી છે. રસ્તાઓ પર લોકોની ભીડ થઈ રહી છે અને લોકો કોવિડ-19 સંબંધી નિયમોનું પાલન કરતા નથી. માત્ર કાયદા બનાવવાથી કશું નહીં થાય."
"આગામી દિવસોમાં કયામતથી બચવું હશે તો એ નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવું પડશે."

વાઇરસ પર અંકુશ માટે વૅક્સિનની મદદ

ઇમેજ સ્રોત, EPA
કોવિડ-19ના વાઇરસને ફેલાતો રોકવાનો એક ઉપાય નિશ્ચિતપણે લોકોના રસીકરણનો છે, પણ આ વર્ષના અંત સુધીમાં દેશની કુલ પૈકી અરધી વસતીને કોરોના રસી આપવાનું સરકારનું લક્ષ્યાંક હાંસલ થવાની કોઈ શક્યતા જણાતી નથી.
વડા પ્રધાન ઇમરાન ખાનના આરોગ્ય અંગેની બાબતોના ખાસ સલાહકાર ડૉ. ફૈસેલ સુલ્તાનના જણાવ્યા મુજબ, આ વર્ષની બીજી ફેબ્રુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયા બાદ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 20 લાખ લોકોને વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ત્રિરાશી માંડીએ તો દેશના 100 નાગરિકોમાંથી 0.95 ટકા લોકોને વૅક્સિન આપી દેવાઈ છે.
ભારતમાં આ વર્ષના જાન્યુઆરીમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું હતું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં વૅક્સિનના કુલ 15.88 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.
તેનો અર્થ એ કે પ્રત્યેક 100 નાગરિકોમાંથી 10.5 લોકોને વૅક્સિન આપી દેવાઈ છે.
ડૉ. સુલ્તાનના જણાવ્યા અનુસાર પાકિસ્તાને વૅક્સિન ઉત્પાદકો પાસેથી 180 લાખ ડોઝ ખરીદવાના કરાર કર્યા છે અને તેમાંથી અત્યાર સુધીમાં 50 લાખ ડોઝ તેને મળી ચૂક્યા છે.
ડ્યૂક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરે એકત્ર કરેલા આંકડા મુજબ, પાકિસ્તાનને કોરોના વેક્સિનના કમસેકમ 8.60 કરોડ ડોઝની જરૂર પડશે.
ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશની વયસ્ક વસતીના 60થી 70 ટકા હિસ્સાની રસીકરણનું લક્ષ્યાંક પાકિસ્તાન 2023ની શરૂઆત સુધીમાં હાંસલ કરી શકશે.
ડૉ. જમાલી માને છે કે રસીકરણ કાર્યક્રમની ગતિ ધીમી પાડવામાં કોવિડ-19 વૅક્સિન સંબંધી દુષ્પ્રચાર અને ખચકાટ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અલબત્ત તેઓ માને છે કે "વૅક્સિન ખરીદવાની સરકારી પ્રક્રિયા પણ ધીમી છે'.
બીજી તરફ ડૉ. શેખે જણાવ્યું હતું કે વેક્સિન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવીને રસીકરણ અભિયાનને અસરકારક રીતે આગળ ધપાવવામાં સફળ થઈ છે, પણ એ અપૂરતું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ડૉ. શેખે કહ્યું હતું કે "કમનસીબી એ છે કે પાકિસ્તાનની વસતીનો મોટાભાગનો હિસ્સો રસીકરણના કન્સેપ્ટને તથા તેની જરૂરિયાતને સમજતો નથી."
"સરકારે રસીકરણ અભિયાનમાં લોકજાગૃતિ ઝુંબેશને પણ સામેલ કરવાની જરૂર છે. એ ઉપરાંત કોવિડ-19 વાઇરસનો પ્રસાર રોકવા માટે નિયમોનું કડકાઈથી પાલન પણ કરાવવું પડશે."
મહેવિશ ભટ્ટી સ્પુતનિક-V વૅક્સિનનો બીજો ડોઝ તાજેતરમાં લઈ ચૂક્યાં છે, પણ દેશના બીજા નાગરિકોની સ્થિતિ બહેતર નથી.
મહેવિશે કહ્યું હતું કે "રસીકરણ અભિયાન બહુ ધીમી ગતિએ આગળ ધપી રહ્યું છે. મારી ઉંમરના લોકોનો વૅક્સિન લેવાનો વારો ક્યારે આવશે, એ વિચારીને મને ક્યારેય આશ્ચર્ય થાય છે."
મહેવિશે ઉમેર્યું હતું કે "હું નસીબદાર છું કે મારા માટે વૅક્સિનો ડોઝ ખરીદી શકી, પણ સામાન્ય લોકોનું શું, મજૂરોનું શું? તેમની પાસે તો વૅક્સિનની કિંમત ચૂકવવાના પૈસા પણ નથી. તેમનું રસીકરણ નહીં થાય તો એ લોકો શું કરશે?"
(લાહોરસ્થિત પત્રકાર બેનઝીર શાહની મદદથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













