કોરોના વાઇરસ : લૉકડાઉન શબ્દ દુનિયામાં ગૂંજતો કરનાર ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ કેવી છે સ્થિતિ?

વુહાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વુહાન શહેર

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં પહેલું લૉકડાઉન એક વર્ષ પહેલાં તા. 23મી જાન્યુઆરીએ ચીનના વુહાનમાં લાગુ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અહીંથી જ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 વાઇરસ ફેલાયો.

એ સમયે વિશ્વના અન્ય દેશોને વ્યાપક નિયંત્રણો તથા કડકાઈપૂર્વક અમલની ઉપર આશ્ચર્ય થયું હતું. જાન્યુઆરીથી જૂન મહિના સુધી આ શહેર સમગ્ર દેશથી વિખૂટું રહ્યું હતું.

લૉકડાઉનને કારણે જનતાને ભારે હાલાકી થઈ તથા અર્થતંત્રને નુકસાન થયું, પરંતુ વાઇરસના ફેલાવાને અટકાવવામાં તે અસરકારક ઉપાય સાબિત થયો.

કોરોના વાઇરસ સામેની લડાઈમાં ચીનના પ્રયાસોને ટાંકવામાં આવે છે. પરંતુ શું એવું છે ? ચાઇનિઝ ન્યૂ યર પહેલાં ત્યાં કેવી સ્થિતિ છે ?

line

નવવર્ષ, નિયંત્રણ અને નિષેધ

25મી જાન્યુઆરી 2020થી ચાઇનીઝ નવવર્ષ શરૂ થયું, જે મૂષકવર્ષ હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25મી જાન્યુઆરી 2020થી ચાઇનીઝ નવવર્ષ શરૂ થયું, જે મૂષકવર્ષ હતું

2019ના અંતભાગમાં વુહાનમાં રહસ્યમયી બીમારીએ દેખાં દીધાં, જેનું કેન્દ્રબિંદુ વુહાનનું પ્રાણીઓનું બજાર હતું. પરંતુ સત્તાધીશોએ પ્રારંભિક સમયમાં કોઈ ખાસ કાર્યવાહી ન કરી.

જાન્યુઆરી-2020માં ચાઇનિઝ નવવર્ષને માટે વુહાનના નાગરિકોને દેશભરમાં હેરફેર કરવા દીધી. તાજેતરમાં વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા નિમવામાં આવેલી સ્વતંત્ર તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે, "જાહેર સ્વાસ્થય સંબંધિત પગલાં વધુ કડકાઈપૂર્વક લઈ શકાયા હોત."

પરંતુ ચીનમાં જ્યારે અધિકારીઓને લાગ્યું કે આ ખરેખર મોટી સમસ્યા છે, ત્યારે તેમણે કડકાઈપૂર્વક અમલ શરૂ કરાવ્યો.

તા. 23મી જાન્યુઆરીએ દેશના પરંપરાગત નવવર્ષની ઊજવણી ના બે દિવસ પહેલાં વુહાનમાં તમામ પ્રવૃત્તિઓ થંભી ગઈ. લગભગ એક કરોડ 10 લાખ લોકોને સઘન રીતે તેમના ઘરોમાં ક્વૉરેન્ટીન કરી દેવાયા.

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ફરજિયાત કરી દેવાયું હતું. ચીનના તંત્રે ગણતરીના દિવસોમાં કોવિડ સ્પેશિયલ હૉસ્પિટલો ઊભી કરીને વિશ્વને ચોંકાવી દીધું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આમ છતાં વેન્જુન વાંગ જેવા નાગરિકોએ ભારે હાલાકી ભોગવવી પડી. તેમણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે https://www.bbc.com/news/world-asia-china-51379088 તેમના અંકલનું કોરોનામાં અવસાન થયું હતું અને તેમના માતા-પિતા બીમાર હતાં. છતાં કોઈ સહાય મેળવવી મુશ્કેલ હતી.

વુહાનમાં વાઇરસને ડામવા જે કોઈ રીતરસમ અપનાવવામાં આવી તેનો સાંઘાઈ તથા બેજિંગ જેવા ચીનના અન્ય મુખ્ય શહેરોમાં અમલ થયો. તાબડતોબ લૉકડાઉન અને જંગી ટેસ્ટિંગ એ કોરોના સામેની લડાઈના હથિયાર બન્યા.

ચીનમાં બહારના નાગરિકોના પ્રવેશ ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા તથા નાગરિકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા.

કોરોનાના શરૂઆતના સમયમાં ચીનના અધિકારીઓએ માહિતી દબાવવા માટેના પ્રયાસ કર્યાં અને આ મુદ્દો એ પછીના મહિનાઓ દરમિયાન પણ ચર્ચાતો રહ્યો. ડિસેમ્બર મહિનામાં બીબીસીએ આ અંગેનો અહેવાલ તૈયાર કર્યો હતો.

આ વાઇરસ મુદ્દે એકબીજાને જાગૃત કરવા માટે પ્રયાસરત તબીબોને ઉચ્ચ અધિકારીઓએ ધમકી આપીને મોં બંધ રાખવા ચેતવણી આપી હતી. ડૉ. લી વેનલિયાંગ ખુદ આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા.

શરૂઆતના સમયમાં કેટલાક મીડિયાગૃહોને વુહાનમાંથી રિપૉર્ટિંગ કરવાની છૂટ આપવામાં આવી હતી, બાદમાં એ સ્રોત પણ સુકાઈ ગયો. વુહાનમાંથી રિપૉર્ટિંગ કરનાર સિટીઝન જર્નાલિસ્ટને ચૂપ કરી દેવાયા. તાજેતરમાં આવા જ એક પત્રકારને ચાર વર્ષનની જેલની સજા થઈ.

line

વર્ષ પછી વુહાન

કોરોના વાઇરસ અંગે ચેતવણી આપનાર ડૉ. લીના ભીંતચિત્ર પાસેથી પસાર થતી મહિલા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસ અંગે ચેતવણી આપનાર ડૉ. લીના ભીંતચિત્ર પાસેથી પસાર થતી મહિલા

શરૂઆતમાં નિરીક્ષકોને ચીન દ્વારા લેવામાં આવેલાં લૉકડાઉન તથા અન્ય પગલાં આકરાં જણાયા હતા, પરંતુ એક વર્ષ પછી આંકડાં ઉપર નજર કરતાં મૃત્યુ (લગભગ 4,800) તથા કેસની સંખ્યાને (એક લાખ કરતાં ઓછાં) જોતાં એ નિયંત્રણો વ્યાજબી જણાય છે.

વિશ્વના અન્ય દેશોની જેમ ચીનમાં કોરોના વાઇરસની બીજી લહેર જોવા નથી મળી. ચીનના આંકડામાં 'લક્ષણવિહીન કેસ' સામેલ નથી તથા ટીકાકારો ડેટાની સત્યતા ઉપર પણ સવાલ ઉઠાવે છે.

લગભગ એક વર્ષ પછી ચીનમાં જનજીવન સામાન્ય જણાય છે. ગત અઠવાડિયે બીબીસીએ શહેરીજનો સાથે મુલાકત કરી અને તેમના જીવન ઉપર કેવી અસર થઈ છે, તેના વિશે વાત કરી હતી.

જોકે, સજ્જડ સૅન્સરશિપને કારણે વુહાન તથા અન્ય શહેરોના લોકોએ કડક પગલાંનો સામનો કેવી રીતે કર્યો, તેનો તાગ મેળવવો મુશ્કેલ છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે તેમને ભારે માનસિક તાણ પડી છે. તેમાનાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતા ખચકાઈ રહ્યા હતા.

બીબીસી ચાઇનિઝ સાથે વાત કરતા સ્થાનિક હેન મિમેઈએ જણાવ્યું કે 'મહામારીને કારણે કંઈક છૂટી ગયું હોય તેમ લાગે છે જે બહાર નથી દેખાતું.'

સ્થાનિક વિદ્યાર્થી લી શીના કહેવા પ્રમાણે, અગાઉ અહીંની જિંદગી પૂરપાટ દોડતી હતી. મહામારીને કારણે તેમાં ઠહરાવ આવ્યો છે. નાગરિકો સહૃદયી બન્યા છે અને જિંદાદિલ બન્યા છે.

line

ચીનની સ્થિતિ

વુહાનમાં જનજીવન થાળે પડી રહ્યું છે, પરંતુ નવવર્ષની મુસાફરી દરમિયાન વાઇરસ ફેલાવવાની આશંકા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, વુહાનમાં જનજીવન થાળે પડી રહ્યું છે, પરંતુ નવવર્ષની મુસાફરી દરમિયાન વાઇરસ ફેલાવવાની આશંકા

ચીનના સત્તાધીશો નવેસરથી રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાવધાન છે. તાજેતરમાં કિંગડાઓ થાત કાશગરમાં તાબડતોબ ક્વોરૅન્ટીન લાગુ કરી દેવાયા હતા તથા મોટાપાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચીનમાં કેસની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે, છતાં તાજેતરના અઠવાડિયાંમાં તેમાં વધારો જોવા મળઅયો છે. ચાલુ મહિનાની શરૂઆતમાં ગત પાંચ મહિનાની સરખામણીએ સૌથી મોટો ઉછાળ જોવા મળ્યો છે.

અધિકારીઓઓ પૂર્વોત્તરના વિસ્તારો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જ્યાં અંદાજે એક કરોડ 90 લાખ લોકો લૉકડાઉન હેઠળ છે. ત્યાં શિયાઝુઆંગ, હેબેઈ, જિલિન તથા હેલિનોજિયાંગ જેવા વિસ્તારોમાં લૉકડાઉન લાદી દેવાયું છે.

વારંવારના લૉકડાઉન તથા મહામારીને કારણે ચીનના અર્થતંત્રને માઠી અસર પહોંચી છે. લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે અને તેનો વિકાસદર ગત ચાર દાયકામાં સૌથી નબળો રહ્યો.

આમ છતાં 2020માં માત્ર ચીન જ વિશ્વનું એકમાત્ર કદાવર અર્થતંત્ર હતું, જેનો વિકાસ થયો હતો.

line

એક વર્ષ બાદ...

નવવર્ષ પહેલાં પાંચ કરોડ લોકોને કોરોનાની વૅક્સિન આપવાની સરકારની ગણતરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવવર્ષ પહેલાં પાંચ કરોડ લોકોને કોરોનાની વૅક્સિન આપવાની સરકારની ગણતરી

આજે એક વર્ષ બાદ ફરી એક વખત દુનિયાની નજર ચાઇનીઝ નવવર્ષ ઉપર છે. લાખો લોકો ઘરે જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

આમ તો જનજીવન થાળે પડી ગયું છે. આવતાં અઠવાડિયાંથી લોકોની અવરજવર શરૂ થઈ જશે, પરંતુ મહામારી ફરી ન ફેલાઈ અને આ પ્રવાસ 'સુપરસ્પ્રૅડર' ન બની જાય તેનો ઉચાટ છે.

ચીનમાં રસીકરણ કાર્યક્રમ ઉપર મોટો મદાર છે. 2020ના મધ્યભાગમાં 'શિનોફાર્મ' તથા 'શિનોવેક' એમ બે રસીને ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં જ ફ્રન્ટલાઇન વર્કર્સ સરકારી કર્મચારી તથા ચાવીરુપ લોકોને આપવાની કામગીરી હાથ ધરાઈ.

લોકોએ રસી મેળવવા માટે પડાપડી કરી છે, પરંતુ તેની અસરકારકતા સંદિગ્ધ છે. ચીનના અધિકારીઓના કહેવા પ્રમાણે, નવવર્ષ સંબંધિત પ્રવાસન શરૂ થાય તે પહેલાં તેઓ પાંચ કરોડ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસના ઉદ્દગમસ્થાન અંગે ચાલી રહેલી ચર્ચાને બદલવાનો ચીન દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ચીનનું કહેવું છે કે વુહાનમાં વાઇરસે પહેલી વખત મોટાપાયે દેખાં દીધી, પરંતુ ચીનમાં તે વાઇરસનો ઉદ્દભવ થયો હોય તે જરૂરી નથી.

ચીનના સરકારી મીડિયાનો દાવો છેકે ફ્રૉઝન ફૂડ મારફત સ્પેન, ઇટાલી કે કદાચ અમેરિકામાંથી ચીનમાં પ્રવેશ્યો હોય શકે છે. જોકે, નિષ્ણાતો આ થિયરી ઉપર આશંકા વ્યક્ત કરે છે.

છેવટે મહામારી ફાટી નીકળી તેના એક વર્ષ પછી WHOની એક ટીમ વુહાન પહોંચી છે, જે વાઇરસના ઉદ્દભવ વિશે જાણવાનો પ્રયાસ કરશે. ચીનના સત્તાધીશો દ્વારા તેમને કેવા પ્રકારની માહિતી આપવામાં આવશે અને કેવા પ્રકારનો ડેટા મળશે, તે અંગે જાણકારો ચિંતા વ્યક્તકરી રહ્યા છે.

(આંદ્રેસ ઇલમર, યિસ્ટસિંગ વાંગ તથા ટેસા વૉંગનો અહેવાલ)

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો