અમેરિકા : જો બાઇડનની શપથવિધિ અગાઉ રાજધાનીમાં અભૂતપૂર્વ કિલ્લેબંધી, હિંસાની આશંકા

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, અમેરિકાથી

અમેરિકાની રાજધાની વૉરઝોન જેવી દેખાઈ રહી છે. નવા રાષ્ટ્રપતિ બાઇડનના શપથ સમારોહ પહેલાં કંઈક અણબનાવ બને તેવી આશંકા સેવાઈ રહી છે.

રાજધાની વૉશિંગ્ટન ડીસી સહિત આવી સુરક્ષા 50 રાજ્યોમાં કરવામાં આવી છે.

ટ્રમ્પના સમર્થકોએ જે પ્રકારે થોડાક દિવસ પહેલાં કૅપિટલ હિલ પર હિંસા કરી હતી તેવી હિંસા ફરીથી થાય તેનો ડર અનેક લોકોને સતાવી રહ્યો છે.

બીબીસી સંવાદદાતા વિનીત ખરે હાલમાં વૉશિંગ્ટનમાં હાજર છે અને ત્યાંથી આંખો દેખી માહિતી જણાવી રહ્યા છે.

મેં જે જોયું તે પ્રમાણે કૅપિટલ હિલ જવાના રસ્તાઓને લોખંડની જાળીઓથી બંધ કરવામાં આવ્યા છે. હજારો સુરક્ષાકર્મી પૅટ્રોલિંગ કરી રહ્યા છે.

શહેરના કેન્દ્રની આસપાસના તમામ રસ્તાઓને બ્લૉક કરવામાં આવ્યા છે.

હથિયારધારી સૈનિકો ચહેરા ઢાંકીને શહેરની ગલીઓમાં તહેનાત છે અને ટ્રાફિકને માર્ગદર્શન આપી રહ્યા છે અને વાહનોની તપાસ કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર કૅપિટલની આસપાસ નેશનલ ગાર્ડના અંદાજે 25 હજાર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે.

જવાબદાર કટ્ટરપંથી તત્વોની સંભવિત સૈનિકોના સંબંધની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયામાં સશસ્ત્ર હુમલા અને વિસ્ફોટ થવાની આશંકાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

પોલીસની ગાડીઓ રસ્તાઓની સુરક્ષા કરી રહી છે. ઉપર હેલિકોપ્ટર સુરક્ષા આપી રહ્યા છે.

કૅપિટલ હિલ તરફ જતા રસ્તાને ફેન્સિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત હજારો સુરક્ષાકર્મીઓ રસ્તા પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.

મેં જોયું કે ગલીઓમાં સુરક્ષાકર્મીઓનાં રહેઠાણ જેવા સફેદ ટૅન્ટ બાંધવામાં આવ્યા છે..

અનેક મેટ્રોસ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો માટે રસ્તાઓને બંધ કરવાની કામગીરીને વિસ્તારવામાં આવી રહી છે.

અમેરિકાનું કૅપિટલ બિલ્ડિંગ હાલ બંધ છે અને ગ્રાઉન્ડ્સનો ઉપયોગ જનતા જાન્યુઆરી 20 સુધી નહીં કરી શકે.

કૅપિટલ પોલીસે નિવેદનમાં કહ્યું, "કોઈપણ વાડ ઉપર ચડીને અથવા અન્ય ગેરકાયદેસર રીતે કૅપિટલ ગ્રાઉન્ડ્સમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે તો તેની સામે યોગ્ય બળપ્રયોગ અને ધરપકડ કરાશે"

વૉશિંગ્ટન ડીસી અને તેના પડોશી રાજ્ય વર્જિનિયાને જોડતાં અનેક રાજ્યોના બ્રીજને બંધ કરી દેવામાં આવ્યા છે.

ઘણા બધા સ્થાનિક રહેવાસીઓને આ આશ્ચર્યજનક લાગે છે.

ક્રિસ એકોસ્ટાએ સોમવારની ઠંડી સવારે બીબીસી સંવાદદાતા વિનીત ખરેને કહ્યું, "આ ફિલ્મ જેવું લાગે છે. માન્ય રીતે, દરેક લોકો નવા રાષ્ટ્રપતિને આવકારવા તૈયાર રહે છે. હાલ, રસ્તાઓ નિર્જન છે."

નિરાશ જેર્માઇન બ્રાયન્ટે અમેરિકામાં વધતા કોરોના મૃત્યુઆંક તરફ ઇશારો કરતા કહ્યું, "મને લાગે છે કે આ પ્રથમ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન હશે,"

"સામાન્ય રીતે, ઉદઘાટન દરમિયાન ડી.સી.નો મૂડ સારો સમય હોય છે. આ વખતે તે ભૂતિયા શહેર જેવો છે."

બ્રાયન્ટ સાચા છે.

સામાન્ય રીતે ઉદ્ઘાટન પહેલાંના દિવસો દરમિયાન સમર્થકો અને વિરોધીઓ એકતાના પ્રદર્શનમાં એક સાથે આવીને ઉજવણી કરતા હોય છે.

પરંતુ આ પહેલાં ક્યારેય કૅપિટલના હૃદયમાં લૉકડાઉન કરવામાં આવ્યું નથી. આનો અર્થ એ થાય છે કે સમારોહમાં સામાન્ય રીતે જોવા મળતાં મોટાં ટોળાં અને ઉત્સાહિત ટેકેદારો બડાઈ મારતા હવે જોવા નહીં મળે.

પરંતુ નિષ્ણાતોને ચિંતા છે કે જો ઑથોરિટી વૉશિંગટન ડીસીમાં ભારે સુરક્ષાકર્મીઓને ખડકીને સુરક્ષિત કરવામાં સક્ષમ છે, તો પણ રાજ્યો અને દૂરના 50 રાજ્યોના વિસ્તારોનું શું?

એક પણ હુમલો ટ્રમ્પ સમર્થકો માટે પ્રૉપેગૅન્ડા બનવાનો છે અને તેનાથી તેને ફેલાવવામાં મદદ મળશે.

છેલ્લાં બે અઠવાડિયામાં શું થયું?

છેલ્લાં બે અઠવાડિયામાં અમેરિકાના રાજકારણનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

6 જાન્યુઆરીએ જ્યારે ટ્રમ્પના સમર્થકોએ ઘૂષણખોરી કરવાની શરૂઆત કરી તે સમયે હું વૉશિંગટન મૉન્યુમેન્ટ પાસે હતો.

અનેક લોકોએ કૅપિટલ હિલની સુરક્ષાને તોડી અને તેની અંદર હિંસા કરી. જેની અનેક તસવીરો અમેરિકન મીડિયામાં વહેતી થઈ. રિપબ્લિકન સહિતના અનેક લોકોએ તેનો વિરોધ કર્યો.

બે વખત મહાભિયોગની કાર્યવાહી જેમની સામે થઈ છે તેવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણીમાં પોતાની હારને સ્વીકારવા તૈયાર નથી અને ચૂંટણીમાં છેતરપિંડી થયાના આરોપ મૂકે છે. જેના કારણે જ 6

એક દિવસ પછી, મેં માણસોને કૅપિટલ હિલની ફરતે વાડ ઉભી કરતો જોયો.

ફેન્સિંગ હવે અનેક ગલીઓમાં ફેલાયેલી છે. નેશનલ મૉલ અને સુપ્રીમ કોર્ટ જેવી મહત્ત્વપૂર્ણ જગ્યાઓની આસપાસ પણ ફૅન્સિંગ છે.

વૉશિંગટન ડીસીના મેયર મુરિલ બૌવ્સર, મૅરીલૅન્ડના ગવર્નર લૅરિ હોગન અને વર્જિનિયાના ગર્વનર રાલ્ફ નૉર્થમે આપેલા એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, "ગયા અઠવાડિયાનો હિંસક બળવો તેમજ જીવલેણ કોરોના વાઇરસની મહામારી જેવા અનોખા સંજોગોના કારણે 59મા રાષ્ટ્રપતિની શપથવિધિની માટે આવું અસાધારણ પગલું લઈ રહ્યા છીએ. અમે અમેરિકાના લોકોને વૉશિંગ્ટન ડીસી ન આવવાની સલાહ આપીએ છીએ અને કહીએ છીએ કે વર્ચ્યુઅલ રીતે ભાગ લો.

કોરોના વાઇરસનું સંક્રમણ

અમેરિકામાં કોરોના વાઇરસનું સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાયેલું છે.

અંદાજે ચાર લાખ લોકો મૃત્યુ પામ્યાં છે.

બાઇડનના આગામી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર રોચેલ્લે વાલેન્સ્કીના મતે ફેબ્રુઆરીની મધ્યમાં અડધા મિલિયન સુધી સંક્રમિતોની સંખ્યા પહોંચવાની સંભાવના છે.

સ્થાનિક આતંકવાદ?

કૅપિટલ હિલ પર થયેલા હુમલાએ સ્થાનિક આતંકવાદની ચર્ચામાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું છે.

કર્મશીલોએ આરોપ મૂક્યો છે કે કાયદાનું પાલન કરાવનારી સંસ્થાઓએ જમણેરી અને સફેદ સુપ્રીમિસ્ટોની ધમકીઓ સામે ધીમે જવાબ આપવાનું કામ કર્યું છે.

કાયદાનું પાલન કરાવતી સંસ્થા મુસ્લિમ આતંકવાદીઓ સામે જે ઝડપથી કામ કરે છે તેની સરખામણી અહીં કરવામાં આવી રહી છે.

હોમલૅન્ડ સિક્યુરિટીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે "વ્હાઇટ સુપ્રીમિસ્ટ ઉગ્રવાદીઓ હોમલૅન્ડમાં છે તે સૌથી ઘાતક ખતરો રહેશે."

કૅપિટલ હિલ પર થયેલા હુમલા પછી જો બાઇડને કહ્યું, "તેમને પ્રદર્શનકારી ન કહો. તેઓ તોફાની ટોળાં હતાં. બળવાવાદી. ઘરેલું આતંકવાદીઓ, ".

પરંતુ બાયપાર્ટિસન કૉંગ્રેસનલ રીસર્ચ સર્વિસ પ્રમાણે "એફબીઆઇએ ઘરેલું આતંકવાદી સંગઠનોને સત્તાવાર રીતે ઓળખ્યા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો