IND vs New Zealand : ન્યૂઝીલૅન્ડ સામેની જીત સાથે જ વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકૉર્ડ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમૅચના ચોથા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડને 372 રનથી હરાવી દીધું.

આ સાથે જ બે ટેસ્ટમૅચની સિરીઝ ભારતે 1-0થી પોતાના નામે કરી લીધી છે. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી.

આ મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલીએ વાપસી કરી હતી. આ પહેલાં પ્રથમ ટેસ્ટમૅચ અને ટી-20 સિરીઝમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, ICC

ઇમેજ કૅપ્શન, આ મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલીએ વાપસી કરી હતી.

જોકે, આ ટેસ્ટમૅચમાં તેમના બૅટે કંઈ ખાસ કમાલ નહોતી કરી. પ્રથમ ઇનિંગ્ઝમાં તેઓ ઝીરો રન પર આઉટ થયા હતા અને બીજી ઇનિંગ્ઝમાં 36 રન જ બનાવી શક્યા હતા.

બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તમામ ફૉર્મેટમાં 50 મૅચોના વિજયમાં સામેલ રહ્યા હોય એવા તેઓ પ્રથમ ખેલાડી બની ગયા છે.

ન્યૂઝીલૅન્ડને વિજય માટે 540 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ મૅચના ચોથા દિવસે બીજા દાવમાં 167 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂઝીલૅન્ડને ઑલઆઉટ કરવામાં સ્પિનરોની મહત્ત્વની ભૂમિકા રહી.

રવીચંદ્રન અશ્વિન અને જયંત યાદવે 4-4 તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી, જ્યારે એક ખેલાડી રનઆઉટ થયો હતો.

મૅચના હીરો

એઝાઝ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એઝાઝ પટેલે ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં તમામ 10 વિકેટો લઈને વિક્રમ સર્જ્યો હતો

આ મૅચના હીરો ભારતના મયંક અગ્રવાલ અને ન્યૂઝીલૅન્ડના એઝાઝ પટેલ રહ્યા. મયંકે પ્રથમ ઇનિંગ્સમાં 150 રન અને બીજી ઇનિંગ્સમાં 62 રન બનાવ્યા હતા.

મયંક મૅન ઑફ ધ મૅચ અને અશ્વિનને મૅન ઑફ ધ સિરીઝ બનાવવામાં આવ્યા.

ત્યારે એઝાઝ પટેલે પ્રથમ ઇનિંગ્સમાં ભારતની બધી 10 વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગ્સમાં તેમણે ચાર વિકેટ લીધી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે 325 રન બનાવ્યા હતા જ્યારે ન્યૂઝીલૅન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 62 રન બનાવ્યા હતા.

પ્રથમ ઇનિંગ્સમાં ભારત તરફથી અશ્વિને ચાર વિકેટ, મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ, અક્ષર પટેલે બે અને જયંત યાદવે એક વિકેટ લીધી હતી.

બીજી ઇંનિગ્સમાં 250થી વધારે રનની લીડ સાથે રમવા ઉતરેલી ભારતીય ટીમે 276 રન પર પોતાની ઇનિંગ્સ ડિક્લેયર કરી હતી અને ન્યૂઝીલૅન્ડને જીત માટે 540 રનના વિશાલ સ્કોરનું લક્ષ્ય આપ્યું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો