You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના નવા સ્ટ્રૅને કેટલાય દેશોમાં દેખા દીધી, વિશ્વમાં ચિંતા
યુરોપના ઘણા દેશોએ પોતાને ત્યાં કોરોના વાઇરસના નવા અને વધુ ચેપી વેરિઅન્ટ મળ્યો હોવાની પુષ્ટિ કરી છે. આ વાઇરસનો એ જ સ્ટ્ર્ર્રૅન છે જેની ઓળખ સૌપ્રથમ બ્રિટનમાં થઈ હતી.
હવે સ્પૅન, સ્વિડન અને સ્વિટ્ઝરલૅન્ડે જણાવ્યું છે કે બ્રિટનની યાત્રા પરથી પાછા ફરેલા નાગરિકો કોરોના વાઇરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.
બ્રિટનમાં વાઇરસનો નવો સ્ટ્રૅન મળવાની ખબર મળ્યા બાદ ઘણા દેશોએ પોતાના નાગરિકોની બ્રિટનમાં અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો હતો.
સ્પૅનના પાટનગર મૅડ્રિડમાં ગુરુવારે બ્રિટનથી પાછા ફરેલા એક શખ્સના ત્રણ સંબંધીઓમાં કોરના વાઇરસના નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ જાણકારી શહેરના ડેપ્યુટી હેલ્થ ચીફ ઍન્ટોનિયો ઝાપાતેરોએ આપી છે.
તેમણે કહ્યું, "સંક્રમણનો ચોથો મામલો પણ બ્રિટનથી પાછી ફરેલી એક વ્યક્તિનો છે. જોકે કોઈ પણ દર્દી હાલ ગંભીરપણે બીમાર નથી તેથી ગભરાવાની જરૂર નથી."
તેમણે કહ્યું કે અન્ય ત્રણ મામલામાં પણ વેરિઅન્ટનું સંક્રમણ હોઈ શકે છે પરંતુ તેમનાં પરિક્ષણોનાં પરિણામો મંગળવાર કે બુધવાર પહેલાં નહીં આવે.
ફાંસ, સ્વિટ્ઝરલૅન્ડ, સ્પૅન અને સ્વિડનમાં પણ મામલા
આ પહેલાં શનિવારની સવારે ફ્ર્રાંસે પણ પોતાને ત્યાં બ્રિટનની યાત્રા પરતી પાછી ફરેલી વ્યક્તિ નવા સ્ટ્રૅનથી સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. સંક્રમિત વ્યક્તિ ઍસિમ્પ્ટોમૅટિક છે અને હાલ તેમણે પોતાની જાતને ઘરે જ આઇલોસેટ કરી છે.
વાઇરસના નવા વેરિઅન્ટની પુષ્ટિ બાદ ફ્રાંસે બ્રિટન સાથે જોડાયેલી પોતાની સીમાઓ બંધ કરી દીધી હતી. જોકે, બુધવારે યુરોપિયન સંઘના નાગરિકો માટે સીમાઓ ખોલી દેવાઈ હતી. દરેક યાત્રીએ મુસાફરી પહેલાં કોરોના નૅગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પૅન અને ફ્રાંસ સિવાય સ્વિટ્ઝરલૅન્ડે પણ પોતાને ત્યાં ત્રણ લોકો વાઇરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત હોવાની જાણકારી આપી છે. તેમાં બ્રિટનના બે નાગરિક છે જેઓ ક્રિસમસની રજાઓ માણવા માટે સ્વિટ્ઝરલૅન્ડ ગયા હતા.
સ્વિટ્ઝરલૅન્ડ એક માત્ર એવો દેશ છે જેણે ક્રિસમસ નિમિત્તે વિદેશી મુસાફરો માટે પોતાની સીમાઓ ખોલી રાખી હતી અને આ જ કારણે પાછલાં અમુક અઠવાડિયાંમાં બ્રિટનના હજારો નાગરિકો રજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા.
સ્વિડનની એક ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું કે ત્યાં બ્રિટનથી પાછી ફરેલી એક વ્યક્તિની તબિયત ખરાબ છે અને તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી છે.
ડૅનમાર્ક, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્સ અને ઑસ્ટ્રેલિયામાં પણ લોકો કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયાની વાતની પુષ્ટિ થઈ ચૂકી છે.
જાપાને શુક્રવારે જણાવ્યું કે બ્રિટનથી પાછા ફરેલા પાંચ જાપાની નાગરિક પણ સંક્રમિત મળી આવ્યા હતા.
વૈજ્ઞાનિકો રાખી રહ્યા છે નજર
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સી બાબતોના ચીફ માઇક રાયને કહ્યું કે મહામારીના ફેલાવા સમયે નવો પ્રકાર મળવો સામાન્ય વાત છે અને તે 'બેકાબૂ' નથી.
જોકે તેની ઊલટ રવિવારે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મૅટ હૅનકૉકે વાઇરસના આ નવા પ્રકાર માટે 'બેકાબૂ' શબ્દ વાપર્યો હતો.
બે કારણથી વૈજ્ઞાનિકો તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
પહેલું કે જે વિસ્તારોમાં આ નવો પ્રકાર જોવા મળ્યો છે, ત્યાં વધુ કેસ મળે છે.
આ ચેતવણીનો એક સંકેત છે, પણ તેને બે રીતે સમજી શકાય છે.
વાઇરસ પોતાને એટલા માટે બદલે છે કે તે વધુ સરળતાથી ફેલાઈ શકે અને વધુ લોકોને સંક્રમિત કરી શકે.
એ પણ હોઈ શકે કે વાઇરસના પ્રકારને યોગ્ય લોકોને યોગ્ય સમયે ચેપગ્રસ્ત કરવાનો એક મોકો મળી ગયો હોય.
ગરમીમાં "સ્પૅનિશ પ્રકાર"ના વાઇરસ ફેલાવાનું એક કારણ જણાવવામાં આવે છે કે હૉલીડે પર લોકો તેની ઝપેટમાં આવ્યા અને પછી આ વાઇરસને ઘરે લઈ આવ્યા.
આ પ્રકાર અન્ય વાઇરસના પ્રકાર કરતાં વધુ ચેપી છે કે નહીં તે લૅબમાં પ્રયોગ કર્યા બાદ જ ખબર પડશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો